________________
| | _
વીર ! મધુરી વાણી તારી
મૂકીએ બાજુ ઉપર એવા કુતર્કપ્રિય લોકોને! ગમે તેમ પોતાને ય આત્મા સંબંધનું બધું (સર્વ) જાણનારા કહેવડાવવાની બાલિશ વૃત્તિઓના ગુલામોને ! શ્લોક ઉપર પ્રશ્નોત્તરી - હેતુફળભાવે કથનની પદ્ધતિ:
જેનામાં રાગ નથી તેમનામાં વીતરાગતાનો ગુણ પ્રગટ થાય છે. જેમનામાં દ્વેષ નથી તેમનામાં વીતદ્વેષતાનો ગુણ પ્રગટ થાય છે. જેમનામાં મોહ નથી તેમનામાં વીતમોહતાનો ગુણ પ્રગટ થાય છે.
રાગ, દ્વેષ અને મોહના બાવો આત્મામાંથી જાય એટલે આત્મા વીતરાગ, વીતદ્વેષ અને વીતમોહ બને. રાગાદિભાવોનો નાશ એ હેતુ છે, અને વીતરાગતા વગેરે ગુણોનું આત્મામાં પ્રગટીકરણ એ ફળ છે.
લાલરંગનું પુષ્પ સ્ફટિકની પાછળ મૂકતાં સ્ફટિક લાલરંગનું દેખાય છે, પણ જ્યારે એ લાલ પુષ્પને દૂર કરવામાં આવે છે ત્યારે સ્ફટિકનો પોતાનો જે શ્વેત વર્ણ છે. તે પ્રગટ થઈ જાય છે. સ્ફટિકમાં જે શ્વેતતા હતી તે જ પ્રગટ થઈ. સ્ફટિકમાં શ્વેતતાની ઉત્પત્તિ નથી થઈ. આજ રીતે રાગાદિભાવો દૂર થતાં આત્મામાં વીતરાગત્વ વગેરે ગુણો ઉત્પન્ન નથી થતાં પરંતુ એ ગુણો પૂર્વે રાગાદિભાવને કારણે અપ્રગટ હતા તે હવે પ્રગટ થઈ જાય છે.
સ્ફટિકમાં રક્તતાને અભાવ થયો માટે શ્વેતતા પ્રગટ થઈ. આત્મામાં રાગાદિનો અભાવ થયો માટે વીતરાગત્વ વગેરે ગુણો પ્રગટ થયા.
એથી જ રાગાદિના અભાવ થવાની ક્રિયાને હેતુ કહેવાય અને વીતરાગ– આદિ ગુણોના પ્રગટીકરણને ફળ કહેવાય.
અધ્યાત્મમત પરીક્ષા ગ્રંથમાં મહોપાધ્યાય ભગવાન યશોવિજયજી મહારાજાએ કહ્યું છે કે દોષનો અભાવ તે જ ગુણ નથી પરંતુ દોષનો અભાવ થવાથી ગુણ પ્રગટ થાય છે.
ક્રોધનો અભાવ તે જ ક્ષમા નથી, ક્ષમા તો ક્રોધનો અભાવ થઈ જતાં આત્મામાંથી પ્રગટ થતો એક ગુણ છે.
મિથ્યાત્વનો અભાવ તે જ સમ્યકત્વ નથી પરંતુ મિથ્યાત્વના અભાવથી આત્મામાં પ્રગટ થતો એક ગુણ સમ્યકત્વ છે.
આમ દોષાભાવ અને ગુણ વચ્ચે જન્ય-જનક ભાવનો સંબંધ છે. ભગવાન હરિભદ્રસૂરિજી મહારાજાએ આ પ્રથમ બે શ્લોકમાં મહાદેવના