________________
| |_
४८
વીર ! મધુરી વાણી તારી
અને જે પોતીકી વસ્તુ છે તે આત્મા અને તેના જ્ઞાનાદિ ગુણો તો સર્વ અચ્છેદા, અધઆહ્ય, અકાઢે છે. એને કોઈ કાંઈ કરી શકતું નથી.
જેનામાં લાખો નગરોને એકસાથે તારા જ કરી દેવાની પ્રચંડ તાકાત ધરબાઈ છે તે હાઈડ્રોજન બોમ્બ આ આત્માના એક પણ પ્રદેશને તારાજ કરી શકતો નથી.
કદી જેનો અંશતઃ પણ વિનાશ ન થાય જેનો એક શ પણ કદી જડ ન બની શકે, જેની ઉપર કોઈ પણ તાકાત કશું જ કરી ન શકે એવો આ આત્મા છે.
એ જે મારી ચીજ એની માલિકીના દાવમાં મારે કદી રોવાનું નહિ. કદી શોક કરવાનો નહિ.
હું, હું નો જ માલિક. હું મારા જ્ઞાનાદિ અનંત ગુણોનો માલિક.
જે સંતોને આ ભાન થાય છે તે સંતો જગતની પરાયી ચીજના સંબંધોથી મુક્ત બને છે. પુદ્ગલના જગતને પીઠ કરીને આત્માની પ્રકાશમયી દુનિયામાં ચાલ્યા જાય છે.
પુદ્ગલ વિનાશી. એનું સુખ પણ વિનાશી. આત્મા અવિનાશી, એનું સુખ પણ અવિનાશી. છીછરા કૂવાના પાણીની સેર ક્યારેક પણ સુકાઈ જાય. પાતાળકૂવાની સેર તો સદા વહેતી જ રહે ને?
થર્મલ પાવર હાઉસના પ્રકાશ બેશક આવન-જાવન કરતા રહે; રત્નનો પ્રકાશ તો સદા સ્થિર હોય ને?
એટલું જ સમજી લો કે જગત વિનાશી છે. સ્ત્રી, પુત્ર, સંપત્તિ, બંગલા.. બધું જ નાશવંત છે.
અને તમારો દેહ પણ વિનાશી છે.
વિનાશી-વિનાશીનો પ્રેમ ગમે ત્યારે વેરાઈ જ જવાનો. બેમાંતી એકના પણ વિનાશે એ સુખનો વિનાશ જ થવાનો. એવા સુખને શાશ્વત બનાવવાની કલ્પનામાં રાચતો માનવ કદી પણ સુખી બની શકે નહિ.
જો આટલી સમજણ આવી જાય અને સ્વચ્છ, સંપૂર્ણ તથા શાશ્વત સુખની જ મજા ખ્યાલમાં આવી જાય તો બુદ્ધિમાન માનવ ભેળસેળીઆ, અધૂરા અને વિનાશી પોદ્ગલિક સુખોના રસાસ્વાદ માણવાનો કદી લોભ ન કરે.