________________
વીર ! મધુરી વાણી તારી
માટે જ ભગવાન મહાવીરે ચંડકૌશિકને બોધ દઈને પોતાની કરુણા પ્રગટ કરી. જ્યારે સંગમને મૌન રહીને કરુણા દાખવી. બે ય નું એમણે હિત જ કર્યું.
૪૦
સર્વજ્ઞત્વવાદને ન જ સ્વીકારવાની પ્રતિજ્ઞા કરી ચૂકેલાઓને આપણે કશું જ સમજાવવું નથી પરંતુ જેઓ મુગ્ધતાને કારણે એ નાદના ફંદે ચડી ગયા છે તેવા આહવિહોણા જીવોને તો આ વાત જરૂર સમજાવવી છે. સંભવ છે કે તેઓ ભોગરસિકતાના પાપમાંથી જાગેલા એવા કુવાદોના પંજામાં સપાટામાંથી ઊગરી
જાય.
સૌપ્રથમ વાત તો એ છે કે જેઓ બીજા આત્માઓના સર્વજ્ઞતા-ગુણને કબૂલતા નથી તેઓ બીજાઓના આત્માના અસ્તિત્વને તો કબૂલે છે ને? જો ઉત્તર હકારમાં હોય તો તેમની સામે પ્રશ્ન થઈ શકે છે કે બીજા શરીરોમાં રહેલો આત્મા એમણે શી રીતે કબૂલ્યો ? કેમકે તે પણ કોઈને દેખાતો તો નથી જ? જો એમ કહેવામાં આવે કે, “ભલે આંખેથી એ આત્માઓ દેકાતા નથી પરંતુ શાસ્ત્રોમાં તેમ કહ્યું ચે માટે આત્માઓના અસ્તિત્વને કબૂલવામાં વાંધો નથી.''
તો પછી એ જ શાસ્ત્રમાં આત્માના સર્વજ્ઞત્વની વાતો આવે છે તેને કબૂલવાનો કેમ ઈન્કાર કરો છો? જો શાસ્ત્રના એક પણ અંશમાં અસત્યતાની વાત કરશો તો તેવા આખાય શાસ્ત્રને તમારાથી સત્ય કે વિશ્વાસ્ય કેમ માની શકાશે ? એવી પણ શંકા તમને થશે જ કે શાસ્ત્રમાં આશ્માના અસ્તિત્વની જે વાતો કરવામાં આવી છે તે પણ અસત્ય કેમ ન હોય ? એટલે જો શાસ્ત્રોક્ત હોવાથી બીજા આત્માનું અસ્તિત્વ તમે સ્વીકાર્યું હોય તો સર્વજ્ઞતાની વાતો પણ શાસ્ત્રોક્ત જ છે માટે તેને પણ તે જ રીતે મંજૂર કરવી જ રહી.
અને જો કદાચ એમ કહો કે, “શાસ્ત્રોક્ત છે માટે બીજા શરીરોમાં આત્માના સદભાવને અમે નથી માનતા પરંતુ બીજા શરીરોમાં જે ગતિ વગેરે ક્રિયાઓ દેખાય છે તે ઉપરથી તેમનામાં આત્મા જેવી કોઈ વસ્તુ છે એવું અનુમાનથી માનીએ છીએ.’’
જો આમ હોય તો પ્રત્યક્ષ પ્રમાણ સિવાયના અનુમાન પ્રમાણને પણ તમે સ્વીકાર્યું ને? તો હવે એ જ અનુમાન પ્રમાણથી એ આત્માઓની સર્વજ્ઞતા પણ સાબિત થઈ જાય છે.
જુઓ, પહેલી વાત તો એ છે કે પૂર્વે કહ્યા મુજબ જો કોઈ પદાર્થ નાશ પામવાના સ્વભાવવાલો હોય તેનો સંપૂર્ણ ક્ષય ક્યારેક પણ થઈ શકે ખરો.
જીર્ણ થતાં જતાં વસ્ત્રનો અગ્નિ દ્વારા સંપૂર્ણનાશ થાય છે.