Book Title: Kalikal Sarvagna
Author(s): Jashvant Mehta
Publisher: Gurjar Granthratna Karyalay
Catalog link: https://jainqq.org/explore/005290/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ Pा विडालासर्वज જશવંત મહેતા HRESTHA सिद्धन Jain Educationa International For Personal and Private Use Only Page #2 -------------------------------------------------------------------------- ________________ કલિકાલસર્વજ્ઞ Jain Educationa International જશવંત મહેતા ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય રતનપોળનાકા સામે, ગાંધી માર્ગ, અમદાવાદ-૩૮૦ For Personal and Private Use Only ૦૦૧. Page #3 -------------------------------------------------------------------------- ________________ KALIKAL SARVAGNA' Historical cum Religious Novel. Written by Jashwant Mehta Published by Gurjar Grantha Ratna Karyalaya, Opp. Ratanpolenaka, Gandhi Road, Ahmedabad - 380.001 First Edition - 2001 Price : Rs. 90-00 891.473 © નિર્મળા જશવંત મહેતા આવૃત્તિ પહેલી : ૨૦૦૧ પ્રત : ૨૫૦ પૃષ્ઠસંખ્યા : ૧૬+૧૯૨ કિંમત : રૂ. ૯000 : પ્રકાશક : અમર ઠાકોરલાલ શાહ ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય રતનપોળનાકા સામે, ગાંધી રોડ, અમદાવાદ - ૩૮૦ ૦૦૧ : ટાઇપસેટિંગ : રુચિ ગ્રાફિક્સ ૨૧, રંજન સોસાયટી, વિ-૧, પોસ્ટ ઓફિસની બાજુમાં, નારણપુરા, અમદાવાદ-૩૮૦૦૧૩ .: મુદ્રક : ' ' ભગવતી ઓફસેટ ૧૫/સી, બંસીધર એસ્ટેટ, બારડોલપુરા, અમદાવાદ-૩૮૦ ૦૪ Jain Educationa International For Personal and Private Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ અર્પણ “શિશુ સહજ સ્મિતે જેના પાંગરી ગૂર્જરી અહેમ' ભાષા જિંદગીમાં ખૂબ જ ખૂબ જ થોડા મળેલા આત્મીય પ્રેમીજનોમાંના એક એવા (સ્વ. ડો. હરિવલ્લભ ભાયાણી) સાદર – સપ્રેમ” નૂતન વર્ષ – – જશવંત મહેતા સંવત ૨૦૫૮ નવેમ્બર ૨૦૦૧. Jain Educationa International For Personal and Private Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ ه ه ع م ૧૫. કિલિકાલસર્વજ્ઞ – હેમચન્દ્રાચાર્ય રચિત ગ્રંથો ૧. અધ્યાત્મોપનિષદ યોગશાસ્ત્ર) ૨. યોગાનુશાસન (૧૨૦૦૦ શ્લોક) અનેકાર્થસંગ્રહ અનેકાર્થશેષ ૫. અભિધાન ચિન્તામણિ ૬. અભિધાન ચિન્હામણિ - પરિશિષ્ટ અલંકાર ચૂડામણિ કાવ્યાનુશાસનવૃત્તિ ઉણાદિસૂત્રવૃત્તિ-કાવ્યાનુશાસનવૃત્તિ ૯. ઉણાદિ સૂત્ર વિવરણ ૧૦. છંદોનુશાસન અને વૃત્તિ દેશીનામમાલા રત્નાવલિ ધાતુપાઠ અને વૃત્તિ - ધાતુપારાયણ અને વૃત્તિ ૧૩. ધાતુમાલા - નિઘંટુશેષ ૧૪. બલોબલ સૂત્ર બૃહદવૃત્તિ - વિશ્વમસૂત્ર (હેમચન્દ્રાચાર્યની કૃતિ હશે કે નહિ ?) સિદ્ધહેમ શબ્દાનુશાસન બૃહદવૃત્તિ - લઘુવૃત્તિ શેષ સંગ્રહમાલા - અને શેષ સંગ્રહ સારોદ્ધાર ૧૬. લિંગાનુશાસન, લિંગાનુશાસનવૃત્તિ અને લિંગાનુશાસનવિવરણ ૧૭. ત્રિષષ્ટિશલાકા પુરુષચરિત્ર - પરિશિષ્ટ પર્વ ૧૮. હેમન્યાયાર્થ મંજૂષા – મંજૂષિકા ૧૯ સં. સ્થાશ્રમ અને વૃત્તિ / પ્રા. હૈયાશ્રમ અને વૃત્તિ (ઈતિહાસ અને વ્યાકરણ એમ બને એકત્ર શીખવવાના હેતુથી રચાયા) ૨૦. મહાવીર દ્વાત્રિશિકા (વરદ્વાર્વિશિકા) ૨૧. હેમવાદાનુશાસન, વીતરાગસ્તોત્ર (પાંડવચરિત્ર () ૨૨. જાતિ વ્યાવૃત્તિ (ન્યાય) (૨) ૨૩. ઉપદેશમાલા () ૨૪. અન્યદર્શન વાદવિવાદ () ૨૫. ગણપાઠ (3) નિઘંટુશેષ ૨૭. પ્રમાણ મીમાંસા ૨૮. વેદાકુંજ ૨૯. વીતરાગસ્તોત્ર ૩૦. મહાદેવસ્તોત્ર ? આ ગ્રંથોના સર્જક હેમચન્દ્રાચાર્યજી જ હશે કે કેમ – એ વિષે વિવાદો ચાલતા રહ્યા છે. ૨૬. Jain Educationa International For Personal and Private Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ કલિકાલસર્વજ્ઞ, સિદ્ધહેમ, હેમચન્દ્રાચાર્ય શબ્દપ્રમાણ-સાહિત્ય-ચ્છન્દો લક્ષ્મવિધાયિનામ । શ્રી હેમચન્દ્ર પાદાનં પ્રસાદાય નમોઃ નમઃ || ” 66 સદીઓ પહેલાં આર્યાવર્ત - ભારત દેશની પશ્ચિમે આવેલી વન્દે તનયા’ ગુર્જરભોમના મહાન ગુર્જરેશ્વરોનાં ઉન્નત ગૌરવવંતાં મસ્તકો જેમને આદર ભક્તિથી નમ્યાં છે, સરઃ પ્રસાર ગતિ સર્વેષુ યસ્યા સાઃ ઇતિ સરસ્વતી'ની પેઠે મા શારદા-સરસ્વતીરૂપે- જેમના હૃદયમાં વિહર્યાં છે એવા સૂરીશ્વર – અહિંસા પરમો ધર્મના આજન્મ ઉપાસક કલિકાલસર્વજ્ઞ – શ્રી હેમચન્દ્રાચાર્યજીનો જન્મ – ગુજરાતના ઇતિહાસમાં સુખ, સમૃદ્ધિ, શૌર્ય અને સંસ્કારિતાની દૃષ્ટિએ મહાન કહી શકાય એવા સોલંકી યુગના મહાન ગુર્જરેશ્વર’ – મૂળરાજ, ભીમદેવ, કર્ણદેવ અને સિદ્ધરાજ જયસિંહના સમયમાં ધંધુકા ખાતે મોઢ વણિક જ્ઞાતિમાં સંવત ૧૧૪૫ની કાર્તિકી પૂર્ણિમાને દિવસે થયો હતો. ભાષાના જનક હેમચન્દ્રાચાર્ય એટલે ગુજરાત જેના માટે આજે પણ ગૌરવ લઈ શકે છે એવી મહાન વિભૂતિ. પ્રાકૃત ગુર્જર ભાષાના પ્રથમ વ્યાકરણના ગુજરાતી ગુજરાતની ‘અસ્મિતા’ના ઘડનારા શિલ્પી. જ્યોતિર્ધર. ચાંચદેવની ધંધુકાના નગરશ્રેષ્ઠી ચાંચદેવના આંગણે ગેરહાજરીમાં પધારેલા એ જમાનાના વિદ્વાન દેવચન્દ્રસૂરિએ ચાંચની પત્નીના મુખારવિન્દ્ર પર પથરાયેલી દૈવી આભાને જોતાં જ ભવિષ્યવાણી ઉચ્ચારતાં તારી કૂખેથી પ્રેમ અને અહિંસાના પથદર્શક એવા પુણાત્માનો અવતાર થવાનો છે’, કહે છે અને ગોચરી’માં વાહિનીદેવી પાસેથી વિશ્વના કલ્યાણાર્થે અહિંસા, પ્રેમ અને દયાધર્મ કાજે એના ભાવિ બાળકને માગી લે છે. કાળના પ્રવાહમાં બાળક ચાંગદેવનો જન્મ થાય છે. પૂરા નવ વરસ સુધી બાળક ત્યાગી ન શકનારાં ચાંચદંપતી – દીકરાની ધર્મશ્રદ્ધા, ક્ષણિક મોહ પ્રત્યેની નિઃસ્પૃહતા - ભગવાન મહાવીર અને જૈનસાહિત્ય પ્રત્યેની અથાગ અભિરુચિ અને આ બધાથી પર એવી જગત પ્રત્યેની, માનવ પ્રત્યેની અખૂટ અનુકંપા આખરે ‘ચાંગ’ને વિશ્વપ્રેમ અને જ્ઞાનની ગંગા તરફ આચાર્ય Jain Educationa International For Personal and Private Use Only - - - Page #7 -------------------------------------------------------------------------- ________________ VI તરફ દોરી જાય છે અને “ચાંગમાંથી “સોમચન્દ્ર અને સોમચન્દ્રામાંથી હેમચન્દ્રાચાર્યના આચાર્યપદ સુધી દોરી જાય છે. શ્રી હેમચન્દ્રાચાર્યજી એક એવું વિશાળહૃદયી પ્રતિભાશાળી વ્યક્તિત્વ એ જમાનામાં હતું કે એમના જમાનાથી આજપર્યત અનેક વામણા – વેંતિયાઓ દ્વારા એમના વિશેની અનેક કિંવદંતીઓ દંતકથાઓના રૂપે ચાલતી રહી છે. સમગ્ર વિશ્વની ચેતના જગાડવા નીકળેલા જીવમાત્ર પ્રત્યે પ્રેમની ગંગા વહેવડાવવાના આદર્શ સાથે નીકળેલા - જીવહિંસાના નિષેધ દ્વારા જગતને “અહિંસા એ જ પરમો ધર્મ છે -- નો ચિદ્દઘોષ સુણાવતા, નિર્વશ થઈ જતા – દુઃખી પરિવારનું ધન રાજાઓ કબજે કરી, પોતાની પ્રજાને જ રસ્તે રઝળતી કરી દેતા – એવા રાજવીઓ પાસે મહારાજા કુમારપાળના નેજા નીચે આ કાયદો – આ પ્રથા દૂર કરાવ્યાં – શરાબનું સેવન અને પશુહત્યા – પર પ્રતિબંધ – ગુજરેશ્વર કુમારપાળ દ્વારા મુકાવી, એણે માનવીને બરબાદીના પંથે તો અટકાવ્યો અને અનેક કિંવદંતીઓ વહેતી કરનારા, વામણા લોકોની અનેક કિંવદંતીઓમાંની એક કિવદંતી એવી હતી કે ક્ષત્રિયવંશી - મહારાજા સિદ્ધરાજ અને રાજર્ષિ કુમારપાળને હેમચન્દ્રાચાર્યજીએ જૈન રાજા બનાવી દીધા હતા અને જૈનમ્ જયતિ શાસનનું સામ્રાજ્ય સ્થાપી દીધું હતું. ચૌલુક્યવંશી રાજાઓ જૈનધર્મી હતા. ભવ્ય મંદિરો બંધાવવામાં રચ્યાપચ્યા રહેતા. ટૂંકમાં સિદ્ધરાજ અને કુમારપાળ આ જૈનમુનિના સંપૂર્ણ પ્રભાવ નીચે આવી ગયા હતા. . પરંતુ આ એક હળાહળ જૂઠાણું, ભ્રમ હતો. વેદતણા ઘોષે ક્યાંક મંગળ ગીતથી બંદિશ શબ્દોથી જે નિત્ય પૂરી ગાજતી.” એવા દેવતાઓને પણ પ્રિય એવા સૌંદર્ય, રૂપ, લાવણ્ય અને લક્ષ્મીથી. બાવન બજાર અને ચોર્યાસી ચૌટાથી શોભતા મહાન ગુર્જરેશ્વર સિદ્ધરાજ જયસિંહના મહાન નગર અણહિલવાડ પાટણમાં માલવવિજય કરી. મહારાજા નગરપ્રવેશ કરી રહ્યા હતા, હેમચન્દ્રાચાર્યજીનો પણ એ પ્રથમ પાટણપ્રવેશ Jain Educationa International For Personal and Private Use Only WWW.jainelibrary.org Page #8 -------------------------------------------------------------------------- ________________ VII - હતો. બાર-બાર વર્ષના લોહિયાળ યુદ્ધ પછી માલવવિજય પ્રાપ્ત કરી પાટણમાં પ્રવેશતાં સિદ્ધરાજ જયસિંહના દિલને ચેન નહોતું. ભર્યા દરબારમાં સિદ્ધરાજ જયસિંહને જ્યારે હેમચન્દ્રાચાર્યજીએ રાજન શાતામાં તો છો ને ?”નો પ્રશ્ન કર્યો ત્યારે – વેદના ઠાલવતાં સિદ્ધરાજ બોલી ઊઠ્યો, ભોજ અને મુંજની નગરીની સંસ્કારિતા, જ્ઞાન, વિદ્વત્તા અને સાહિત્ય પર વિજય મેળવવો બાકી છે. ગુજરાત પાસે પોતાનું વ્યાકરણ નથી, ભાષા નથી.... પરાધીન દેશનું વ્યાકરણ ગુજરાતનાં બાળકો શીખે – એનાથી મોટી બીજી કઈ નાલેશી હોઈ શકે.' અને મા સરસ્વતીને ખોળે સદાય રમનારા જૈનસાધુ હેમચન્દ્રાચાર્યે મા ભોમના લલાટે લાગેલા અસંસ્કારિતા, અવિદ્યાના કલંકને દૂર કરવાનું બીડું ઝડપ્યું અને સમગ્ર ગુજરાતી પ્રજા ગૌરવ લઈ શકે તેવું પ્રાકૃત ગુજરાતી ભાષાનું પ્રથમ વ્યાકરણ અને પ્રાકૃત ગુજરાતી ભાષા – ગુર્જર પ્રજાને મહારાજ સિદ્ધરાજ જયસિંહની પ્રેરણા, પ્રોત્સાહન અને આર્થિક સહાય દ્વારા અર્પણ કરી, જે આજે પણ સિદ્ધહેમ’ વ્યાકરણ નામે પ્રખ્યાત છે. હેમચન્દ્રાચાર્યજીનો અપાસરો - એ એક વિદ્યાધામ હતું. એ જૈનમઠ નહીં પણ ગુજરાતનો મઠ હતો. ભારતભરના વૈયાકરણીઓ, વિદ્યાર્થીઓ, વિદ્યાસંગીઓ, વિદ્વાનો, સાહિત્યાચાર્યોથી ભર્યો ભર્યો રહેતો. મહારાજ સિદ્ધરાજ જ્યસિંહનો દરબાર પણ એક વિદ્વત્તસભા જ હતી અને શ્રી હેમચન્દ્રાચાર્યજીની નિશ્રા વચ્ચે કાવ્યશાસ્ત્ર વિનોદેન'ની જ્ઞાનચર્ચાઓથી મઘમઘતી હતી. હેમચન્દ્રાચાર્યજીના અપાસરામાં અને સિદ્ધરાજના રાજદરબારમાં સમગ્ર વિશ્વના જ્ઞાનઝરણાનાં વારિ ઉલેચાતાં રહેતાં – અને એનું શ્રેય ધર્મની વિશાળ ભાવનામાં રાચતા – જૈનમુનિ હેમચન્દ્રાચાર્યજીને જાય છે. સિદ્ધરાજ જયસિંહના નિધન પછી હેમચન્દ્રાચાર્યના સંસ્કારયજ્ઞમાં શબ્દ અને સંસ્કૃતિ - ધર્મ અને નીતિ વ્યવહાર ઔદાર્ય અને આહારવિહારના સંવર્ધનમાં સિંહફાળો અર્પતા મહારાજ કુમારપાળ હેમચન્દ્રાચાર્યજીના શિષ્ય હતા અને સંપૂર્ણ જૈનધર્મી હોવા છતાં સર્વધર્મ- સમભાવ'ની ભાવના રાખનારા રાજર્ષિ’ ગુર્જરેશ્વર હતા. એમના દરબારમાં શ્રી હેમચન્દ્રાચાર્ય Jain Educationa International For Personal and Private Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ VIII ઉપરાંત કેટેશ્વરના મહંત ભવાનિરાશિ, “સોમનાથ મંદિરના ભાવ બૃહસ્પતિ પૂજારી - એનો વિદ્વાન યુવાશિષ્ય કવિ વિશ્વેશ્વર, કાન્યકુજથી ખાસ પધારી પાટણમાં જ સ્થિર થયેલા સદાય નિજાનંદની મસ્તીમાં મહાલતા આચાર્ય દેવબોધ, ઉપરાંત રાજ્યકવિ શ્રી પાલ, મહાઅમાત્ય મુંજાલ તેમ જ મંત્રીશ્વર ઉદયન, કાન્હડદેવ, વામ્ભટ્ટ ઈત્યાદિ સુભટો બિરાજમાન હતા. એક દિવસ વહેલી સવારે મહારાજા કુમારપાળ ગુરુદેવ શ્રી હેમચન્દ્રાચાર્યના વિદ્યાવ્યાસંગ અને અનેક લહિયાઓની મદદથી તૈયાર થતા ધર્મગ્રંથોના પવિત્ર માહોલથી ધમધમતા અપાસરામાં આવી ચઢ્યાં. અને હર્ષાન્વિત સ્વરે ગુરુદેવને સમાચાર આપ્યા કે વિશાળ ગુજરાત રાજ્યની દૂર દૂર સુધી પાંગરેલી સીમાના રાજ્યમાં એણે નિર્વશ જતાં પરિવારોનાં ધનદોલત અને મિલકતને રાજ્યના ભંડારમાં ક્યારેય જમા નહીં થાય તેવી ઘોષણા કરાવી – સમાચાર સાંભળતાં જ ભાવવિભોર બની ગયેલા શ્રી હેમચન્દ્રાચાર્યએ રાજાને છાતીએ વળગાડી, ભાવભીના સ્વરે કહ્યું કે ધર્મના પંથે સાચા પુણ્યશાળી કર્તવ્ય દ્વારા આપે “રૂદરિવિત્તનો ત્યાગ કર્યો અને માટે આપને મારા અભિનંદન અને આશીર્વાદ છે. અને આ દ્વારા સમગ્ર ધર્મદર્શનનાં મૂળ તત્ત્વોનો સમન્વય સાધ્યો છે જે આગળ જતાં સત્ય અને અહિંસા એ બે જીવનાધારનાં મૂળ બની રહેશે. પ્રાણીમાત્ર પ્રત્યેની અનુકંપા એ જૈનધર્મ જ નહીં વિશ્વના સમગ્ર ધર્મોનો મૂળીધાર છે એ કલિકાલસર્વશે. પ્રતિપાદિત કર્યું હતું. એ રીતે જીવદયા - જીવરક્ષા કાજે “અહિંસા એ જ માનવસમાજ માટેની આખરી શરત છે અને અહિંસાનું સ્વરૂપ સમજાવતા મન, વચન અને કર્મ દ્વારા ક્ષણે ક્ષણે હિંસા આચરતા – કર્મનાં પોટલાં બંધાવતા માણસ માટે “અહિંસા એ એનો જીવનધર્મ છે અને મૂંગા જીવોની હત્યા કરનારા સમાજ પર “અમારિનો અમલ – મહારાજ કુમારપાળ પાસે મહારાજ હેમચન્દ્રાચાર્યજીએ કરાવી અસંખ્ય મૂંગાં પ્રાણીઓને યાતનામુક્ત કરી ગુર્જરભાષીઓનું ખમીર અને ખુમારી પ્રગટ કર્યો. અને એ દ્વારા જૈનધર્મ Jain Educationa International For Personal and Private Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ IX - વિશ્વધર્મ છે એ સાબિત કરી આપ્યું – એટલું જ નહીં પણ “અહિંસા - એ જૈનધર્મનું જ નહીં, પણ માનવજાતનું – માનવધર્મોનું બુદ્ધ મહાવીરે સેવેલું, બાપુ મહાત્મા ગાંધીએ “વહાલું કરેલું સાંસ્કૃતિક ઇતિહાસનું અણમોલ નજરાણું છે. એક વખત મહારાજ કુમારપાળ – ગુરુદેવ હેમચન્દ્રાચાર્ય પાસે વહેલી સવારે આવી પહોંચ્યા અને વંદન કરતાં બોલી ઊઠ્યા, ‘ગુરુદેવ, તમે પસંદ કરીને મને ધર્મનું કોઈક એવું કામ બતાવો કે જેમાં હું મારું ધન વાપરી સાર્થક થાઉં.” આજના મુનિઓ, સંતો, આચાર્યો કે સૂરીશ્વરો હોત તો પોતાના ધર્મોનાં મંદિરો બાંધવાની આજ્ઞા કરતા પણ સંપૂર્ણપણે જૈનધર્મી બની ચૂકેલા કુમારપાળને હેમચન્દ્રાચાર્યજીએ સલાહ – આજ્ઞારૂપે આપી – એ અનોખી હતી – ધર્મના વાડાના કોચલામાં સબડતા સીમિત દૃષ્ટિએ વિશાળ જગતને માપવાનો પ્રયત્ન કરતાં સંકુચિત ધર્માનુરાગીઓ, જૈનો, વૈષ્ણવો. સ્વામિનારાયણીઓ, ખ્રિસ્તીઓ, મુસ્લિમો, સૌ કોઈએ હેમચન્દ્રાચાર્યજીના હૃદયની વિશાળતા માપવા એમની આ સલાહ લક્ષમાં લેવી જોઈશે. એક જૈન મુનિ કહે છે... મહારાજ, ભગવાન સોમનાથના મંદિરનો જીર્ણોધ્ધાર કરાવો... દરિયાનાં તોફાની મોજાંઓએ મંદિરને ખૂબ જ નુકસાન પહોંચાડ્યું છે.” બાજુમાં જ બેઠેલા હેમચન્દ્રાચાર્યજીના પટ્ટશિષ્ય રામચન્દ્રસૂરિ ચમકીને પ્રશ્ન કરી બેઠા : મહારાજના કુમારવિહારના સંપન્ન કાર્યને... ગુરુદેવે પ્રાધાન્ય આપવું જરૂરી નથી લાગતું ? હેમચન્દ્રાચાર્યજીનો જવાબ પણ જોવા જેવો છે. યુગયુગાંતર સુધી અમર રહેવા સર્જાયેલો એ જવાબ છે : રામચન્દ્ર, કુમારવિહાર' એ એક વ્યક્તિના જીવનપરિવર્તનના ઇતિહાસદર્શન માટેનું સર્જન છે. મહારાજ કુમારપાળે ધનનો વ્યય ધર્મ કાજે Jain Educationa International For Personal and Private Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ કરવાની સલાહ માગી હતી. ભગવાન સોમનાથ એનું મંદિર એ યુગયુગાંતર સુધી પ્રજાનો, ધર્મનો ઇતિહાસ આપવા માટેનું છે. રામચન્દ્ર, તમે એક જૈનસૂરિ છો - તમારા સવાલનો ગર્ભિત સૂર હું પામી ગયો છું.” સામાને હણતા – હું મને જ હણતો નથી – નો મનમાં ઉદ્દભવતો વિચાર એ જ મેં અગાઉ કહ્યું તે પ્રમાણે જૈનત્વ છે. આ જૈનત્વ સર્વ કોઈમાં પ્રગટે એ જ મારી ભાવના છે. મહારાજ કુમારપાળમાં એ જન્મી છે. ત્યારે અનન્ય ઉત્સાહિત બાલચન્દ્રસૂરિ એક બાલિશ પ્રશ્ર કરી બેસે છે, કેવી રીતે – એ જન્મ કે ધર્મે ક્યાં જૈન છે ?” અને હેમચન્દ્રાચાર્યજી જવાબ આપે છે જે સર્વ માટે મનનીય છે. બાલચન્દ્ર, આપણે જૈન બનતાં પહેલાં અજૈન થવાનું છે. આપણા પંથ કે મતનું અભિમાન હોવા કરતાં કેવળ સત્યને ધર્મ ગણે છે તે જ સાચો જૈન છે. મનિષેધ. અમાવ્રિત અને અહિંસા પરમો ધર્મ જે સર્વ ધર્મોના પર્યાયો છે અને જીવનમાં, રાજકારણમાં, વ્યવહારમાં અમલમાં મૂકી આપણે સાચા જૈન બનવાનું છે. અને કલિકાલસર્વજ્ઞ હેમચન્દ્રાચાર્ય અને મહારાજ કુમારપાળ એ રીતે સાચા જૈન જ નહીં, સાચા સંસ્કારપુરુષ – ધર્મ પુરુષ હતા. – જશવંત મહેતા નંદાભુવન” , બ્લોક નં. ૧૫. બજાજ રોડ, વિલે પાર્લે, પશ્ચિમ) મુંબઈ - ૪૦૦ ૦૫૬. Jain Educationa International For Personal and Private Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ કલિકાલસર્વજ્ઞ હેમચન્દ્રાચાર્યવાણી काव्यमानन्दाय यशसे कान्तातुल्योपदेशाय च (કાવ્યા આનંદ માટે, યશ માટે અને કાત્તાતુલ્ય ઉપદેશ માટે છે) – કાવ્યાનુશાસન भुमिं कामगयि स्वर्गोमयरसैरासिज्ज रत्नाकरा । मुक्ता स्वस्तिक मातनु ध्वृमुदुयं त्व पुर्णकृभ्भी भवः ।। धृत्वा कल्पतरादलानि सरलै दिग्वारणास्तोरणा स्तोरणान्दधत्त । स्वकविर्जितद जगती नन्वेति सिध्धाधिप ।। હે કામધેનુ! તું તારા ગોમયરસથી ભૂમિને સીંચી દે, હે રત્નાકાર ! તું મોતીઓથી સ્વસ્તિક પૂરી દે, હે ચન્દ્ર તું પૂર્ણ કુંજા બની જા ! હે દિગ્ગજો જો તમે સૂંઢ સીધી કરી કલ્પવૃક્ષનાં પત્રો લઈ તોરણો રચો, ખરેખર, સિદ્ધરાજ પૃથ્વી જીતીને અહીં આવે છે. यत्र यत्र समये यथा यथा । योऽसि सौकव्यभिधया यया तया ॥ वीत्तदोषक्लुष8 स चद भवान् । भवबाजाकुरजनाना रागाद्याः क्षयभूयपागया यस्य । बह्मावा विष्णुर्वा हरों जिनो वा नमस्त स्मै । ગમે તે સમયે, ગમે તે રીતે, અને ગમે તેવા નામ વડે જ વીતરાગ એક જ છે તે તું હો તો હે ભગવાન તને મારા નમસ્કાર છે. સંસારની પરંપરાને વધારનારા જેમના રાગ વગેરે દોષો ક્ષીણ થઈ ગયા છે એવા બ્રહ્મ હો, માદેવ હો, કે જિન હો તમને નમસ્કાર થાઓ. - મહાદેવ સ્તુતિ Jain Educationa International For Personal and Private Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ કવિ કુલગુરુ કલિકાલસર્વજ્ઞ હેમચન્દ્રજી વિષે सदा हृदि वहेम हेमसूरेः सरस्वतीम् । શ્રી હેમચન્દ્રસૂરિની સરસ્વતી વાણીને અમે સદાય હૃદયમાં ધારણ કરીએ. - સોમેશ્વર. मुनिवृन्दनृपं भूवने विदितं बुधलोकमतं नृपन्दनतम । विदितागमतत्वमभिज्ञ गुरु प्रणमामि सदा प्रभुहेमगुरुम ॥ – મુનીશ્રી ચતુરવિજયજી મુનિગણના રાજા સમાન, જગવિખ્યાત વિદ્વમાન્ય રાજગુરુ, સગમોના તત્ત્વજ્ઞ એવા શ્રી હેમચન્દ્રસૂરિને સદા પ્રણામ. विद्याम्मोनिधिमन्थमन्दरगिरिः श्री हेमचन्द्रो गुरुः । વિદ્યાસમુદ્રના મંથનમાં મંદરાચલ સમાન શ્રી હેમચન્દ્રગુરુ. – દેવચ મુનિ સૂર્યોદય વખતે સરસ્વતી નદીને કિનારે એક મહાન શક્તિ પોતાના પ્રકાશથી તેજથી આખા ગુજરાતને છાઈ દેતી કલ્યો અને તમને હેમચન્દ્રાચાર્ય દેખાશે. – ધૂમકેતુ હેમચન્દ્રાચાર્યના દિલમાં સમસ્ત ગુજરાતના ગૌરવને બહલાવવાનો છે. કાવ્યમાં સ્થળે સ્થળે ગુજરાતના નામથી અને ગુર્જર લક્ષ્મીની ભવ્યતાથી તેમનું હૃદય થનગને છે. તેમનું માનસ માંધ નથી. પરંતુ સહિષ્ણુતા, અપૂર્વ સમભાવ અને સમદષ્ટિથી તેજસ્વી બનેલું છે. -- શ્રી મધુસૂદન મોદી શ્રી હેમચન્દ્રાચાર્ય જીવંત શબ્દકોષ હતા. - પંડિત બેચરદાસ દોશી Jain Educationa International For Personal and Private Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ XIII સિદ્ધરાજ અને હેમચન્દ્રાચાર્યને એક કરતું સિદ્ધહેમ એ વ્યાકરણ જ નથી એ તો ગુજરાતનું જીવનઝરણું નિઃસારતી કૃપાશ્રયી ગંગોત્રી છે. - કનૈયાલાલ માણેકલાલ મુનશી શું પાણિની કે પતંજલિ, શું અક્ષપાદ કે શંકર, શું મમ્મટ કે ભટ્ટ, શું વ્યાસ કે કાલિદાસ આમ એકસામટી પ્રતિભા આ મહામાનવને સંક્રમણ કરી બેઠી છે. પ્રત્યેક વિષયની રચનામાંથી જ્ઞાનનો ધોધ વરસી રહ્યો છે. - એક અજ્ઞાત વિદ્વાન હેમચન્દ્ર જેવી એક જ વ્યક્તિમાં રહેલા જુદા જુદા વિષયના પાંડિત્યનો સમગ્રપણે વિચાર કરીએ તો આપણને આચાર્યશ્રી એન્સાઇક્લોપીડિયા જ લાગે. હું તેમને સારસ્વતપુત્ર કહું છું. – પંડિત સુખલાલજી આભ લગી જેનાં મસ્તક ઊંચા પગ અડતા પાતાળ યુગ યુગના જેણે કાળ વલોવ્યા ડોલાવી ડુંગરમાળ ફોડી જીવનરૂંધણ પાળ - મેઘાણી લચ્છિ – વાણીમુહ - કાણિ સાપાઈ ભાત્રી મુહુ મુરઉ હેમ-સુરિ – અલ્યાણી – જે ઈસાર તે પંડિયા – - એક દુહો લક્ષ્મી અને સરસ્વતી એકબીજાનું મુખ જોતાં લાજે છે, એ લજ્જા તે દૂર કરી તે તારી બલિહારી – કેમ કે હેમચન્દ્રાચાર્યની સભામાં જે ઐશ્વર્યશાળી છે – તેઓ પંડિત પણ છે. Jain Educationa International For Personal and Private Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ આભારી છું. * મિત્ર શ્રેષ્ઠિ શ્રી સી. જે. શાહનો - જેમણે ‘કલિકાલસર્વજ્ઞ’ની સાહિત્યિક, આધ્યાત્મિક, સામાજિક સૃષ્ટિનો પરિચય કરવા અને એ પરિચયના પરિપ્રેક્ષ્યમાં હેમચન્દ્રાચાર્યજી પર નાટક અહિંસા પરમો ધર્મ' અને નવલકથા ‘કલિકાલસર્વજ્ઞ' લખવા પ્રેર્યો. * હેમચન્દ્રાચાર્ય પરનું નાટક ‘અહિંસા પરમો ધર્મ’ - ગુજરાત / મહારાષ્ટ્રની જનતા સમક્ષ સાદર કરવા બદલ એના નિર્માતા શ્રી સી. જે. શાહ, દિગ્દર્શકો - પિનાકિન શાહ અને જયેન્દ્ર કલ્યાણી અને સાથી કલાકારોનો અને નાટકના વધુ ને વધુ પ્રયોગો રજૂ કરવાની સતત માગણી. કરતા રહેતા ગુજરાત / મહારાષ્ટ્રના સુજ્ઞ - પ્રેક્ષકો - ભાવકોનો. * મારા પૂર્વસૂરિઓ.... કલિકાલસર્વજ્ઞ, કનૈયાલાલ મુનશી, ધૂમકેતુ મેઘાણીથી માંડી કુમારપાળ દેસાઈ અને મુકુંદભાઈ બ્રહ્મક્ષત્રિય અને જૈનસમાજના અનેક વિદ્વાનો, આચાર્યો, મુનિવરો, સાધુ..... અને પૂર્વસૂરિઓનો કે જેમની કલમ પ્રસાદી, વિચાર પ્રસાદી અને... પ્રાચીન, અર્વાચીન, સંબંધિત અપ્રાપ્ય, અણમોલ ગ્રંથોનો..... કે જેણે મારી સર્જન પ્રક્રિયામાં ક્યારેય ન ભુલાય તેવો સથવારો આપ્યો. * અને Last, But Not the Least, એવા ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલયના મોભી મનુભાઈ, પંકજભાઈ અને ગૂર્જર પરિવારનો કે જેણે મારા હેમચન્દ્રાચાર્ય'ને ગ્રંથ સ્વરૂપે વાચકો સમક્ષ રજૂ કર્યા.... અને એ વાચકોનો જેણે એને વધાવ્યા-વખાણ્યા અને આત્મસાત કર્યાં. - જશવંત મહેતા Jain Educationa International For Personal and Private Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ Jain Educationa International For Personal and Private Use Only કલિકાલસર્વજ્ઞ જશવંત મહેતા Page #17 -------------------------------------------------------------------------- ________________ Jain Educationa International For Personal and Private Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ પૂર્વદિશાની ક્ષિતિજેથી ઊભરતા ઉદિત નારાયણનાં વિકિરણોથી આકાશનું પ્રાંગણ ગુલાબી રંગની ઓઢણી ઓઢી રહ્યું હતું. પંખીઓના મીઠા કલરવથી નગરશ્રેષ્ઠિ ચાંચદેવના ભવ્ય પાહિનીપ્રાસાદ'નું ઉદ્યાન ગુંજી રહ્યું હતું. ઠંડી વાયુલહરીથી શીતળતાનો સ્પર્શ અનુભવતી પાહિનીદેવીની કાયા મીઠો મધુરો કંપ અનુભવતી ‘પાહિનીપ્રાસાદ'ના વિશાળ ખંડમાં આંટા મારતી ઘડીએ ઘડીએ ગવાક્ષ તરફ દોડી જતી હતી. બ્રાહ્મમુહૂર્તમાં ઊઠી સ્નાનાદિ કાર્યથી પરવારી, એના દેવાલયમાં બેસી પ્રતિક્રમણ કરતી પાહિનીના જીવને આજે શાંતિ નહોતી – ચિત્ત ચકડોળે ચડયું હતું. નમો અરિહંતાણમ્'નો નવકારમંત્ર પણ શાંત ચિત્તે કરી શકતી નહોતી.... આખી રાત અજંપામાં પસાર કરી હતી અને જાગ્યા પછી પણ મન આકુળવ્યાકુળ દશામાં કૌતુકપૂર્ણ આનંદ અનુભવતું હતું. પાહિની, મનની બધી જ વ્યાકુળતાને અરિહંતને શરણે મૂકી ઝરૂખામાં બિછાવેલા રત્નજડિત આસન પર જઈને બેસી ગઈ. આંખો સામે ધંધુકાનગરીનો રાજપથ પથરાઈ ગયો. સવારનો સમય હતો, નાનાં ભૂલકાંઓને પાઠશાળામાં જતાં જોઈ એનું હૈયું ભરાઈ આવ્યું. પરદેશ પધારેલા કંથ ચાંચ સાથે પ્રસન્નદાંપત્યનો દાયકો વિતાવી ચૂકેલી પાહિનીની કૂખ ખાલી હતી. ખોળાનો ખૂંદનાર દેને રન્ના દે’ની એની પ્રાર્થના આજ સુધી રન્નાદેએ સાંભળી નહોતી, અને એનો રંજ પાહિનીને ઘણો હતો. પરંતુ આજની રાતની વાત અનોખી હતી. અજંપાની આડશમાં પણ પાહિનીના હૈયામાં ઊંડે ઊંડે અવનવાં સ્પંદનો જાગતાં હતાં... પાછલી પરોઢની નીંદરમાં પલકના હિંડોળે એક અવર્ણનીય સપનું ઝૂલી ઊઠ્યું હતું. Jain Educationa International For Personal and Private Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ કલિકાલસર્વજ્ઞ અને એ સપનાંમાં જ આ પળ પર્યત ઝૂલી રહી હતી.... હૈયાની આ વાત કહેવા એ અધીરી થઈ ગઈ હતી. પરંતુ એ વાતનો સાંભળનારો પિયુ પરદેશ જઈને બેઠો હતો. વિશાળ મહાલયનો એકાંત પાહિનીદેવીના દિલને ડંખી રહ્યો હતો, વ્યાકુળ કરી રહ્યો હતો. - ઝરૂખામાં સુખાસન પર બેઠેલી પાહિનીની આંખોમાં અણધારી ચમક ઊપસી આવી. હૈયું આનંદવિભોર થઈ ગયું. શ્વેતવસ્ત્રધારી ભગવંત આચાર્ય દેવચન્દ્રસૂરિ મહારાજ એના વિશાળ પ્રાસાદમાં પ્રવેશી રહ્યા હતા... પાહિની દોડીને મુખ્ય દ્વાર પાસે પહોંચી ગઈ, અને દરવાજો ખોલતાં જ આચાર્ય દેવચન્દ્રસૂરિજીને વંદના કરતી બોલી ઊઠી. પધારો ભગવત્ત... શ્રાવિકા પાહિનીદેવીના પાયલાગણ સ્વીકારો. ગુરુદેવ....' ચાળીસેક વર્ષના પ્રતિભાવંત વ્યક્તિત્વ ધરાવતા શ્વેતવસ્ત્રધારી મુનિ દેવચન્દ્રસૂરિ એક ક્ષણ પૂરતાં પાહિનીદેવી સામે જોઈ રહ્યા. પાહિનીના ચહેરા પર અનોખું તેજ પ્રસરેલું હતું. આંખોમાં શ્રદ્ધા અને ભક્તિનો સમંદર એકી સાથે ઊછળી રહ્યો હતો. દેવી... શ્રાવક ચાંચ હાલમાં અહીં નથી કે શું ?' પરદેશની ખેપે ગયા છેગુરુદેવ’ – પાહિની બોલી. બધું ક્ષેમકુશળ તો છે ને ? આપની કૃપા છે... ગુરુદેવ પાહિની બોલીને અટકી ગઈ. હૈયામાં ગડમથલ સર્જાતી જતી હતી... ફરી પેલો અજંપો એના તન અને મન પર ફરી વળ્યો. ભગવત્ત.” પાહિની બોલી. ને અટકી ગઈ. દેવી શી વાત છે... અટકી કેમ ગયાં? ક્ષોભ ન રાખશો. બાકી આજકાલ... તમારા ચહેરા પર મૂંઝવણની જગ્યાએ આનંદની લહર ઊડતી હોવી જોઈએ.” દેવચન્દ્રસૂરિ પાહિનીના ચહેરા પર એની નજર સ્થિર કરતાં બોલ્યા. Jain Educationa International For Personal and Private Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ કલિકાલસર્વજ્ઞ આનંદની લહર ” ચમકીને પાહિની બોલી. પાહિનીને આશ્ચર્ય થયું. મુનિ મહારાજ એના અંતરમાં ક્ષણે ક્ષણે અકળ એવી ઊઠતી-ફોરતી.... પ્રસન્નતાની પળોને ક્યાંથી કેવી રીતે પામી ગયા ! હા દેવી, શી વાત છે. તમને મારી વાતમાં શંકા લાગે છે ? તમારા મુખારવિંદ પર ફોરી રહેલા દિવ્ય પ્રકાશની પ્રસન્નતાની લહર - અનોખા અગમની એંધાણીઓ ઈંગિત કરી રહી છે... દેવી તમારા દિલમાં ઘોળાતી, મૂંઝવતી કોઈ વાત નિઃસંકોચભાવે કરો.... ક્ષોભ ન રાખશો.’ દેવચન્દ્રસૂરિની વાણીમાં પાહિનીને વાત્સલ્યનો રણકો – મારાપણાનો આત્મીયભાવ દેખાયો. ‘ભગવન્ત....’ પાહિનીદેવી ક્ષોભ અનુભવતી અટકી ગઈ. દેવી... ગુરુ પાસે કશો જ સંકોચ ન રાખો... દિલમાં ઊભરતી... શંકા.....આશંકા.... મૂંઝવણ જરૂર વ્યક્ત કરો.’ ‘ગુરુદેવ... આજકાલ વહેલી સવારે સપનાં ખૂબ આવે છે.' ‘સપનાં... દેવી આ તો બહુ સારી વાત છે. દેવી શાનાં સપનાં આવે છે ?” દેવચન્દ્રસૂરિ બોલ્યા. ભગવન્ત, વહેલી સવારનાં સપનાં સાચાં પડતાં હશે ખરાં ?” પાહિની આતુરભાવે - મુનિ સામે નજર માંડતી બોલી.. સપનામાં તમે શું દીઠું દેવી.... એની તો વાત કરો.' પાહિનીદેવીના સમસ્ત અંગમાં એક મીઠી ઝણઝણાટી પ્રસરી ગઈ. ક્ષણાર્ધ પૂરતી એ. ગુરુદેવના પ્રતિભાવંત ચહેરા સામે જોઈ રહી. ચહેરા પર એ જ નિર્દોષ, નિર્મોહ સંતની પ્રસન્નતા, આંખોમાં એ જ પ્રાણીમાત્ર પ્રત્યેની કરુણા, છલકતી હતી. ભગવન્ત... વહેલી સવારના આજના સપનામાં કોઈક અલૌકિક, અપૂર્વ એવો તેજવલય આકાશમાંથી ઊતરીને મારા શરીરમાં પ્રવેશતો અનુભવી રહી છું.' કહેતાં પાહિનીની આંખો શરમથી ઢળી પડી. Jain Educationa International For Personal and Private Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ ૪ કલિકાલસર્વજ્ઞા ‘દેવી, આ તો આનંદના સમાચાર છે. ભગવાનની અનહદ કૃપા તમારા પર ઊતરવાના સંકેતો છે. આપની પવિત્ર કુખેથી પ્રેમ અને અહિંસાના પથદર્શક એવા પુણ્યાત્મા આ પૃથ્વીને પાટલે પધારી વિદ્યા, વિરાગ અને વીતરાગની ઉપાસના દ્વારા સકળ વિશ્વના જીવાત્માઓના જ્ઞાનદર્શક, માર્ગદર્શક બનવાના છે.' ખરેખર ભગવત્ત... આપની વાણી સત્ય બની રહો ! આનંદવિભોર બની ગયેલી પાહિની બોલી ઊઠી. દેવી. દેવચન્દ્રસૂરિ સહજ ગંભીર સ્વરૂપે બોલી ઊઠ્યા. આજ્ઞા ભગવંત.” “આંગણે આવ્યો છું તો ગોચરી તો વહોરાવશો ને?” હસતા હસતા દેવચન્દ્રસૂરિ બોલી ઊઠ્યા. અરે મહારાજ. આ સંસારી માયામાં મુખ્યકાર્ય જ ભુલાઈ ગયું. ગુરુદેવ એક જ પળ.... આ.... હું આવી.” કહેતી પાહિની અંદરના ખંડમાં જવા જાય છે, ત્યાં જ એને અટકાવતા દેવચન્દ્રસૂરિ બોલી ઊઠે છે. દેવી ભગવાનની કૃપાથી આજપર્વત, ક્યારેય કોઈ પણ વસ્તુમાં આ જીવે રાગ બતાવ્યો નથી. જિંદગી આખી વિદ્યાવ્યાસંગમાં જ ગાળી છે અને હૈયે, હોઠે અને હાડે સાધુત્વની દીપધારા સદાય પ્રજ્વલિત રાખી છે, એવા આ તમારા ગુરુદેવ સાધુ દેવચન્દ્રસૂરિ તમારી કૂખે નજીકના ભવિષ્યમાં પ્રગટનારા દૈવી જીવ'ને ગોચરીમાં માંગે છે. વહોરાવશો ?' પાહિનીદેવી એક ક્ષણ પૂરતી ધ્રૂજી ઊઠી. ગુરુદેવે ગોચરીમાં આ શું માગ્યું? શરીરે પસીનો છૂટી ગયો. ચકળવકળ આંખે એ સામે આસન પરથી બેઠા થઈ ગયેલા... શાંત, સ્થિર દેવચન્દ્રસૂરિ મહારાજ સામે જોઈ રહી. અરે.. અરે.. ગુરુદેવ. આપે ભિક્ષામાં. ગોચરીમાં આ શું માગ્યું?” હા દેવી, વિશ્વના કલ્યાણાર્થે જીવદયાની કરુણા કાજે, જગતમાં જીવહિંસા ન થાય એના કાજે માનવીના હૈયામાંથી પ્રેમની અમીવર્ષા પ્રગટાવી Jain Educationa International For Personal and Private Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ કલિકાલસર્વજ્ઞ વિશ્વમાનવી મનથી પણ કોઈ પણ “જીવનો તનથી પણ કોઈ પ્રાણીનો હત્યારો ન બને અને અવેરે શમે વૅરની ભાવના, માનવહૃદયમાં જગાડતો રહે એવા પુણ્યાત્માની ભિક્ષા જગતના કલ્યાણ અર્થે, અહિંસા, પ્રેમ અને દયાધર્મ કાજે ગોચરીમાં માંગી રહ્યો છું.' ‘ગુરુદેવ... ધર્મલાભ થયો. આપની વાણીએ, મોહ, માયા અને સ્વાર્થની ભોગળો ભાંગી નાખી, મુક્તિના માર્ગની કેડીનો પાન્ધી મારો બાળક બની રહે જ્ઞાનની મૂર્તિ બની જગતના આંગણે જ્ઞાનનો પ્રકાશ પાથરતો રહે એવા સ્વાર્થ સાથે ગુરુદેવ ભવિષ્યના મારા બાળકને આપને શરણે ધરતાં હું આનંદ અને સંતોષના એક સત્કર્મ કર્યાની લાગણી અનુભવું છું. ભગવન્ત મારો લાડલો આજથી તમારે હવાલે સમજો.... પાહિનીદેવીના ગળે ડૂમો ભરાઈ ગયો આંખમાં આંસુ ઊભરાઈ આવ્યાં. ધન્ય છે દેવી, તમારા અપૂર્વ ત્યાગને, તમારી ત્યાગની ભાવનાને, તમારાં જેવાં નારીરત્નો પાસેથી જ જગતના સર્વ ધર્મો શણગારાયેલા છે એવા પાંચ મહાવ્રતો – અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહના પૂજારીઓ, આ સૃષ્ટિને સાંપડતા રહ્યા છે, ધન્ય છે દેવી તમને ધન્ય છે.” કહેતાં દેવચન્દ્રસૂરિ ધીમા પગલે પાહિનીની વિદાય લઈ ચાલી નીકળ્યા. પાહિનીદેવી... ગુરુદેવને જતાં કેટલીય પળો સુધી જોતી રહી. બસ જોતી જ રહી... Jain Educationa International For Personal and Private Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ ગુર્જરભોમકાના ઈતિહાસમાં સુખ, સંસ્કારિતા, શૌર્ય અને સમૃદ્ધિની દૃષ્ટિએ મહાન કહી શકાય એવા યુગ સોલંકીયુગની ગાથા – ભારતીય સંસ્કૃતિના ઉજ્જવલ શિખરોની ગાથા ગાતો આજના ભ્રષ્ટાચારી યુગમાં પણ - છેલછબીલો ગુજરાતી થાકતો નથી. મૂળરાજ સોલંકીથી ભીમદેવ, કર્ણદેવ, સિદ્ધરાજ, કુમારપાળ અને એથી પણ આગળ લંબાયેલી પરાક્રમી, પ્રજાવત્સલ ગૌરવવંતા રાજવીઓનો ત્રણસો વર્ષનો કાળ - ગુર્જર પ્રજાનો સુવર્ણકાળ હતો. અણહિલપુર પાટણના ગુર્જરેશ્વરો – રાજ્યના શાસનકર્તા તો હતા, પરંતુ રાજ્ય માટે, પ્રજાના કલ્યાણ કાજે જમાનાની માંગ પ્રમાણે સ્વેચ્છાએ રાજ્યગાદી છોડી આધ્યાત્મિક પંથે પળેલા - કંથાધારી પ્રજાના હૃદય પર શાસન કરનારા ત્યાગી રાજવીઓ પણ હતા. સાધુ, સંત, સૂરિ મહંતો, મૌલવીઓથી માંડી વિદ્વત્તજનોનાં બેસણાં સોલંકીયુગના રાજવીઓના દરબારમાં હંમેશા રહેતા... ધર્મ ધૂરંધરોની એક પેઢી સોલંકીયુગમાં એવી આવી ગઈ કે પ્રજામાં ધર્મભાવના, ત્યાગની ભાવના, ભક્તિની છોળો ઉડાડતી - પ્રજાને સંસ્કારિતા, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિનાં શિખરો સર કરતી કરી ગઈ. ધંધુકાના નગરશ્રેષ્ઠિ ચાંચ અને પાહિનીદેવી જન્મ મોઢ જ્ઞાતિનાં, પરંતુ જૈનધર્મી હતાં. ધંધુકા નગરીના ગૌરવસમા અનેક કોટ્યાધિપતિઓમાંના એક એવા ચાંચદેવ અને પાહિનીદેવી ધાર્મિકવૃત્તિથી રંગાયેલા દંપતી હતા. પાહિનીદેવીના આનંદનો પાર નહોતો. ગુરુદેવ દેવચન્દ્રસૂરિની જ્ઞાનવાણીનો એક એક શબ્દ, એણે Jain Educationa International For Personal and Private Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ કલિકાલસર્વજ્ઞ ઉચ્ચારેલી ભવિષ્યવાણી, અંતરમાં આનંદની છોળો ઉડાડતી - એના તન અને મનને ભક્તિરસથી તરબોળ કરી રહી હતી... પરદેશની ખેપ કરી પાછા ફરેલા પતિ ચાંચદેવને પાહિનીએ જ્યારે એને આવેલા સ્વપ્નની અને ગુરુદેવ દેવચન્દ્રસૂરિએ ઉચ્ચારેલી ભવિષ્યવાણીની વાત કરી ત્યારે ચાંચદેવ ઘડીભર તો હર્ષાન્વિત થઈ નાચી ઊઠો... ચતુરસુજાણ ભાર્યાએ.... ગુરુદેવને “ગોચરી'માં પોતાના ભાવિ બાળકને વહોરાવી દીધો છે, એની વાત અલબત્ત એના હૈયાના ભંડકિયામાં ગોપિત રાખી હતી. કાળનો પ્રવાહ વહેતો ગયો. પાહિની ઉદરમાં અંકુરિત થઈ રહેલા બાળકના સંસ્કાર ઘડતર કાજે એ રોજ અપાસરામાં સૂરિઓનાં પ્રવચનો સાંભળવા જતી. નવકાર મંત્રના સતત રટણથી પાહિનીપ્રાસાદ' ગુંજતો રહેતો. વિક્રમ સંવત ૧૧૪૫ની સાલ, વાતાવરણમાં કાર્તિક માસની ઠંડક પ્રસરી રહી હતી... પાહિનીદેવીનો રોમાંચ, પૃથ્વીના પાટલે આવી રહેલા બાળકની યાદમાં દિનપ્રતિદિન વધતો જતો હતો.. ચાંચદેવ પણ પરદેશની ખેપ કરી સમયસ૨ ધંધુકા પાછો ફરી - પાહિનીદેવીની આસપાસ આતુરહૈયે ઘૂમ્યા કરતો હતો. પાહિનીદેવીનો ભાઈ નેમિનાગ પણ બહેનની સારસંભાળ લેવા આવી ગયો હતો. સવાર-બપોર-સાંજ સાધુ, સંતો અને સૂરિઓની જ્ઞાનસભર ગાથાઓનું વાચન, સત્સંગ ચાલુ હતાં. ધાર્મિક, આનંદપૂર્ણ માહોલ પાહિનીપ્રાસાદમાં જામ્યો હતો. સ્તંભતીર્થ – ખંભાતમાં બિરાજતા દેવચન્દ્રસૂરિ પણ ધંધુકામાં પાહિનીના આંગણે જામેલા ધાર્મિક માહોલની વાતો સાંભળી પ્રસન્ન રહેતા. પાહિનીદેવીના ચહેરા પર અનોખું તેજ દિનપ્રતિદિન પ્રસરતું જતું હતું – એ તેજ શ્રદ્ધા અને પ્રેમનાં તત્ત્વોનું હતું... કાર્તિકી પૂર્ણિમાનું પ્રભાત પાહિનીપ્રાસાદ'માં અનેરું ખીલ્યું હતું. વહેલી સવારથી જ ઉદ્યાનમાં ઊડાઊડ કરતાં પંખીઓના કલ૨વમાંથી પણ ધાર્મિક સૂત્રોના ગાનની યાદ Jain Educationa International For Personal and Private Use Only - Page #25 -------------------------------------------------------------------------- ________________ આપતા સૂરો ઊઠતા હતા. વિક્રમ સંવત ૧૧૪૫ના કાર્તિકી પૂર્ણિમાના દિવસે, પાહિનીદેવીને ઊપડેલી પ્રસૂતિ પીડામાં પણ પૃથ્વીના પાટલે - એક મહાન વિરલ વિભૂતિના આગમનની છડી પોકારાતી હોય એવું ચાંચ અને નેમિનાગની સાથે સાથે પાહિનીદેવીને પણ લાગ્યું. અને પીડા પ્રસન્નતામાં પલટાઈ ગઈ અને શુભ ચોઘડિયામાં પાહિનીદેવીએ... એક નમણા, તેજસ્વી બાળકનો જન્મ દીધો.... ત્યારે આકાશમાંથી દેવોએ પુષ્પવૃષ્ટિ કરી... ભાટચારણોએ શ્રદ્ધા અને પ્રેમના પાર્ષદને પૃથ્વીના પટાંગણે વધાવતા સુંદર મજાનાં ગાન કર્યાં. પાહિનીએ નવજાત શિશુને ગોદમાં લેતાં એક નજ૨ કરી. બાળકના ચહેરા પરની નિર્મળ તેજસ્વિતા, ખીલતા ગુલાબનું વદન પર ફોરતું નિર્દોષ સ્મિત.... બંધ આંખોમાંથી વહેતું માનવમાત્ર પ્રત્યેની કરુણાનું ઝરણું... પાહિનીદેવીને દેવચન્દ્રસૂરિની આર્ષ-ઋષિવાણી યાદ આવી ગઈ. કલિકાલસર્વજ્ઞ દેવી આપની પવિત્ર કૂખેથી પ્રેમ અને અહિંસાના પથદર્શક એવા પુણ્યાત્મા આ પૃથ્વીને પાટલે પધારી, વિદ્યા, વિરાગ અને વીતરાગની ઉપાસના દ્વારા સકળ વિશ્વના જીવાત્માઓના જ્ઞાનદર્શક, માર્ગદર્શક બનવાના છે.’ અને એણે પ્રેમથી એના નવજાત શિશુને છાતી સાથે પ્રેમાવેશમાં જડી દીધું. પાહિનીદેવીએ આંખો મીંચી દીધી... બંધ આંખો સામે પણ ગોદમાં સૂતેલા બાળકનો – એ જ તેજસ્વી, કરુણામય, પ્રેમાળ ચહેરો રમવા માંડચો. બીજી જ ક્ષણે બંધ આંખો સામે આચાર્ય દેવચન્દ્રસૂરિ ખડા થઈ ગયા. દેવી..... તમારા ગુરદેવ સાધુ દેવચન્દ્રસૂરિ ગોચરીમાં તમારી કૂખે નજીકના ભવિષ્યમાં પ્રગટનારા દૈવી જીવ'ને ગોચરીમાં માંગે છે.... વહોરાવશોને ?” નહીં..... નહીં...નહીં...' – બેબાકળી પાહિનીદેવી આવેશમાં આવી For Personal and Private Use Only Jain Educationa International Page #26 -------------------------------------------------------------------------- ________________ કલિકાલસર્વજ્ઞ બોલી ઊઠે છે. શરીર પર પસીનો બાઝી જાય છે. ચાંચ ખંડમાં દોડી આવે શું થયું... શું થયું પાહિની ?” બોલી ઊઠે છે. કાંઈ નહીં... કાંઈ નહીં.' કહેતી પાહિની બહારથી સ્વસ્થ થઈ જાય છે. અંતરમાં તો મનોમંથન ચાલી રહ્યું છે. આવા સુંદર બાળકને ગુરુદેવને વહોરાવી દેવું પડશે ? નો સવાલ એને મૂંઝવી રહ્યો છે. શરીર ધ્રૂજી રહ્યું છે. ચાંચ પાહિનીની પીઠ પર એનો હાથ મૂકે છે. અને પાહિની ધીમે ધીમે શાંત થાય છે. “પ્રાણનાથ....” શું છે દેવી ? મારું પિયરનું ગોત્ર ચામુંડગોત્ર છે. તો આપણા લાડલાનું નામ ચ' અક્ષર પરથી રાખીશું ?” પાહિની બોલી. અરે ચાંગદેવ’ જ આપણે ત્યાં આવ્યો છે. એમ રાખોને... ચાંચ... પછી ચાંગ....” ચાંચ બોલી ઊ ઠ્યો. સુંદર અતિ સુંદર...” ચાંગ... બેટા ચાંગદેવ... આજ્ઞા માતા...' બેટા આજે અપાસરામાં ગુરુદેવ પધાર્યા છે......” પાંચ વર્ષના ચાંગને પાહિનીદેવી અપાસરામાં નિવાસ કરી રહેલા ગુરદેવને વંદના કરવા માટે તૈયાર કરતાં બોલી ઊઠી. શું મા... ગુરુદેવ પધાર્યા છે. ચાલને માડી આપણે જલદી અપાસરામાં જઈએ.” કહેતો નાનકડો ચાંગ માતાને વીંટળાઈ વળ્યો. મા દીકરો તૈયાર થઈ અપાસરે જવા નીકળ્યાં ત્યારે વાતાવરણમાં મંદ મંદ ઓતરાદા વાયરા વાઈ રહ્યા હતા. રાજપથ પર લોકોના ટોળે ટોળા તંભતીર્થથી ચાતુર્માસ ગાળવા શહેરમાં આવેલા દેવચન્દ્રસૂરિને વંદન કરવા Jain Educationa International For Personal and Private Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ ૧૦ જઈ રહ્યા હતા. “ચાંગ બેટા.... ચાંગદેવ..... આ જો પૂર્વદિશામાં આકાશમાં ખીલતી ઉષાના અજવાળાથી નગર કેવું શોભી રહ્યું છે. ગગનના ગોખલે કેવી રંગબેરંગી રંગોળી પુરાઈ રહી છે.’ માડી.... આ સૂર્યનાં કિરણોથી આપણા નગરનાં દેરાસરો, મંદિરો, દેવાલયોના સોનેરી શૃંગો કેવા ઝળહળી રહ્યા છે ! દેરાસરોમાંથી મહાવીર પ્રભુની જીનવાણી – અરિહંતની યશસ્વી ગાથા કેવી મધુરવાણીમાં આપણા કાનને પવિત્ર કરી રહી છે.’ કલિકાલસર્વજ્ઞ હા બેટા... તારું તો ચિત્ત... આટલી નાની ઉંમરમાંથી જ અરિહંત ભગવાને ચોરી લીધું છે, ઊઠતા, જાગતા, ખાતા પીતા, બસ એનું જ રટણ તારા મુખેથી ચાલતું જ રહે છે.' પાહિની બોલી. હા, મા.. આપણે સૌને જીવમાત્ર પ્રત્યે દયા, કરુણા અને માનવહૃદયના કોમળ ભાવોથી રાજસી, તામસી, દુર્ગુણોને બાળી નાંખનારા શ્રી મહાવીર પ્રભુના શરણે જ જવાનું છે ને ?' “અરે બેટા.... વાતવાતમાં તો અપાસરો આવી ગયો. ચાલ અંદર જઈ ગુરુવંદના કરીએ.' પાહિનીદેવી દીકરાની આંગળી પકડી અપાસરામાં પ્રવેશતી બોલી. માડી.... આ પાલખીમાં કોણ આવ્યું હશે ?” અપાસરાના દ્વાર પાસે પાલખીને જોતાં ચાંગ બોલ્યો. - હશે કોઈ નગરના કોટ્યાધિપતિ... ગુરુદેવને વંદન કરવા અડવા પગે ચાલીને આવવું જોઈએ. પણ ગામના કરોડપતિ એનો વૈભવ અને દોરદમામ દેખાડવા પાલખીમાં બેસીને આવ્યા લાગે છે.' - કરોડપતિ ચાંચદેવની ભાર્યા કડવાશભર્યા સ્વરે બોલી ઊઠી. Jain Educationa International બહેન... પાટણથી મયલ્લણાદેવી... કુમાર સિદ્ધરાજ સાથે પધાર્યા છે...' પાલખી પાસે ઊભેલા ભોઈએ પાહિનીદેવીને કહ્યું. ‘ઓહ ! રાજમાતા પધાર્યાં છે ને શું....' કહેતી પાહિની ચાંગને લઈને For Personal and Private Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ કલિકાલસર્વજ્ઞ ૧૧ દેવચન્દ્રસૂરિ પાસે પહોંચી ગઈ. ધ્યાનસ્થ દશામાં બેઠેલા દેવચન્દ્રસૂરિના ચહેરા પર ચાંગ અને પાહિનીના આગમને પ્રસન્નતાની ઝાંય પ્રસરાવી દીધી. ‘ચાંગ.... વત્સ આવ્યો.....' ધ્યાનસ્થ દેવચન્દ્રસૂરિ બોલી ઊઠ્યા. અરે માડી આપણા મુનિરાજે તો પહેલી મુલાકાતે મને વગર નિહાળ્યે ઓળખી કાઢ્યો.... ને શું !' ‘ગુરુદેવ પાય લાગું.’ કહેતો ચાંગ દેવચન્દ્રસૂરિજીને વંદન ક૨વા નીચો નમ્યો, ત્યાં તો દેવચન્દ્રસૂરિએ જ એને એના બન્ને હાથમાં ઊંચકી લીધો.. અને એની નજીક બેસાડતાં, માથે હાથ ફેરવતાં કહ્યું. બેટા આત્મા આત્માને નહીં ઓળખે તો કોને ઓળખશે ? પાહિનીદેવી આજ એ....’ ‘હા ગુરુદેવ.... પાંચ વર્ષ પહેલાં સંવત ૧૧૪૫ની કાર્તિકી પૂર્ણિમાએ આપના આશીર્વાદ સાથે મને આવેલા સમણાનો સાક્ષાત્કાર કરાવનારો આજ મારો ચાંગ.... ગુરુદેવ... મારા ચાંગને આપ આશીર્વાદ આપો...’ વંદન કરતી પાહિની દેવી બોલી. દેવચન્દ્રસૂરિએ આંખો ખોલી.. નજર સામે પાંચ વર્ષનો બાળક ખડો થઈ ગયો..... ચાંગની શિશુઆંખોમાં રમતું બાલસુલભ કૌતુક દેવચન્દ્રસૂરિને આકર્ષી ગયું. ‘ગુરુદેવ.. વંદન...’ નાનકડો ચાંગ દેવચન્દ્રસૂરિને વંદન કરતો બોલી ઊઠ્યો. ‘આયુષ્યમાન ભવ વત્સ....' દેવચન્દ્રસૂરિએ ચાંગ પર નજર માંડતા આશીર્વાદ આપ્યા. ગુરુદેવ... આ ધરતી પર અવતરીને હૈયામાં ઊઠતા મારા આ આત્માનું શું ? આ જનમ શું છે ? આ દેહ શું છે ? આ જગત, આ માણસો, ચોરાસી લાખ યોનિ, આ જીવ, આ બધું શું છે ? માનવે સુખદુ:ખના દાવાનળોમાં સળગતા જ રહેવાનું ? પશુ, પંખી, માનવ સમસ્ત સૃષ્ટિને આ કર્મયજ્ઞમાં હોમાતા જ રહેવાનું... ગુરુદેવ... મુક્તિ... મોક્ષ શી ચીજ છે ? ગુરુદેવ સચારિત્ર્યરૂપી વહાણથી મને આ સંસારસમુદ્રને તરાવો...' ચાંગ Jain Educationa International For Personal and Private Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ ૧૨ બોલી ઊઠ્યો. “અરે પાહિનીદેવી... તમારો આ દીકરો આટલી નાની ઉંમરે કેવા કેવા સવાલો કરે છે ! યુગોથી પુછાતા આવતા આ સવાલોના જવાબો શોધવામાં તો વત્સ ચાંગ... સાત સાત જન્મારાય ઓછા પડે.’ પ્રસન્નવદને દેવચન્દ્રસૂરિ ચાંગ સામે જોતા બોલી ઊઠ્યા. હૈયામાં હરખ માતો નહોતો. કલિકાલસર્વજ્ઞ. ગુરુદેવ... મારા પ્રશ્નોના આ જવાબો નથી.... મારા બાળકબુદ્ધિ સવાલોથી આપ નારાજ તો નથી થયા ને ? ચાંગદેવે વિદ્વાન ગુરુવર્ય સામે નજરનું ત્રાટક માંડતા પ્રશ્ન કર્યો. ચાંગ... તારા આ સવાલોના જવાબો તો એકાદ મહાવીર, એકાદ બુદ્ધ, એકાદ શંકરાચાર્ય કે શ્રીકૃષ્ણને ઈશ્વરકૃપાથી મળી જતાં હોય છે... અને એ મહાપુરુષો માણસો' વચ્ચે વહેંચતા... વાટતા હોય છે.' દેવચન્દ્રસૂરિએ ચાંગના પ્રશ્નના જવાબોનો હવાલો ભારતની ભોમમાં થઈ ગયેલા નરપુંગવો પર નાંખતાં કહ્યું. ચાંગ... ફાટી આંખે દેવચન્દ્રસૂરિ સામે એક ક્ષણ પૂરતું જોઈ રહ્યો, અને કોઈક અનેરી શ્રદ્ધા સાથે બોલી ઊઠ્યો : ગુરુદેવ... મને આ સવાલોના જવાબો ન મળે ?” દેવચન્દ્રસૂરિ ચાંગની હિંમત, ધગશ અને શ્રદ્ધા પર વારી ગયા... આટલો નાનો બાળક જ્ઞાનપ્રાપ્તિ માટે કેટલી ધગશ રાખતો હતો ! બેટા... જવાબો જરૂર મળે... હૈયે હામ અને ઈશ્વર પ્રત્યેનો અખૂટ અનુરાગ હોય તો.....' અને દેવચન્દ્રસૂરિ હજી તો વાક્ય પૂરું કરે, ત્યાં તો ચાંગ... બાજુના ખંડમાં સરકી ગયો. પાહિનીદેવી અન્ય સાધુ ભગવંતોને વંદના કરવા ગઈ હતી, તે પાછી ફરી અને નાનકડા ચાંગને ન જોતાં હાંફ્નીફાંફળી થઈ જતી લગભગ રાડ પાડતી બોલી ઊઠી.... ‘ગુરુદેવ.... મારો ‘ચાંગ’ ક્યાં ?” Jain Educationa International For Personal and Private Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ કલિકાલસર્વજ્ઞ ૧૩ દેવી... ચાંગ મારો' નહીં આપણો કહો, પાંચ વર્ષ પહેલાંના આપને થયેલા સ્વપ્નદર્શનનો, મારી અભયવાણી અને તમારી કૂખે જન્મનારા બાળક જીપ્રભુને ચરણે ધરી દેવાની તમારી ભાવનાઓ... યાદ છે દેવી ? ગુરુદેવ તમે... તમે... પાહિનીદેવી વાક્ય પૂરું ન કરી શકી. એનું શરીર ધ્રુજવા માંડ્યું, આંખોમાં ભય પ્રસરી ગયો. ચકળવકળ નજરે એ દેવચન્દ્રસૂરિ સામે શંકિત નજરે જોઈ રહી. એક ક્ષણ માટે તો થયું કે એ અન્ય સાધુઓને વંદન કરવા ગઈ, એટલી વારમાં આ સૂરિ મહારાજે એના દિકરાને ક્યાંક ગાયબ કરી દીધો. દેવીતમારો આ દીકરો મને આપી, તમારું વચન નિભાવો...આવી રહેલા કાળની આલબેલ વાગી રહી છે... “આત્માની ખોજમાં નીકળેલો આ બાળ અવધૂત આવતી કાલના જીનશાસનનો ધર્મપ્રહરી બનવાનો છે. દેવી ચાંગને...” “ના... ના... ના... ગુરુદેવ મારો ચાંગ ક્યાં છે ? હજી હમણાં તો આપની દિવ્યવાણી સાંભળી રહ્યો હતો... અને ક્યાં ગયો? ચાંગ... બેટા... ચાંગ તું ક્યાં છે. ગુરુદેવ... અવિનય થાય તો માફ કરજો પરંતુ ગુરુદેવ... તમે તો મારા દેવી... તમારો ચાંગ... બાજુના ખંડમાં છે. રમતો હશે જરા જુઓ...' - પાહિનીદેવી... ગુરુદેવનું વાક્ય પૂરું સાંભળવા પણ ન રહ્યાં અને દોડીને. બાજુના ખંડ તરફ ધસી ગયાં. અને હજી તો ખંડમાં પ્રવેશ કરે ત્યાં જ એના પગ ઉંબરામાં જ થંભી ગયા, અને આવેશમાં આવી... અરે બેટ ચાંગ... આ શું તોફાન માંડ્યાં છે. ગુરુ આસને બેસાતું હશે ? ચાલ, ઊઠી જા...” નાનકડો ચાંગ દેવચન્દ્રસૂરિના આસન પર બરોબર દેવચન્દ્રસૂરિની અદામાં - સ્થિર ચિત્તે બેસી એના ચરણ આગળ બેઠેલા એની જ ઉંમરના એક તેજસ્વી બાળકને અનોખી છટા સાથે વ્યાખ્યાતાની અદાથી કશુંક કહી રહ્યો હતો... Jain Educationa International For Personal and Private Use Only Page #31 -------------------------------------------------------------------------- ________________ ૧૪. કિલિકાલસર્વજ્ઞ દેવી શાતામાં તો છો ને ? – પાછળ આવીને ઊભેલા દેવચન્દ્રસૂરિજીનો અવાજ કાને પડ્યો. પરંતુ પાહિનીદેવી તો મંત્રમુગ્ધ બની એના લાડલા દીકરાની દિવ્યવાણી સાંભળી રહી હતી. “રાજનું આ જીવન તૃણાંકુર પર રહેલા જલબિંદુ જેવું ક્ષણિક છે... જીવદયા, મૃદુતા, સત્ય, અહિંસા, અસ્તેય, અપરિગ્રહ, વાસનામુક્તિ, ધર્માચરણ, માનવજિંદગી માટેના મુક્તિદ્વારો છે. તપ, જપ, નિષ્કામ ધર્મ, કર્મ, પ્રાણીમાત્ર પરની દયા, મુક્તિધામ પર પહોંચવાના માનવીની ભવાટવિના પંથો છે. રાજમાર્ગો છે. રાજસ્... તમે...” ચાંગના મુખેથી વહેતી અસ્મલિત વાકુધારા શ્રવણ કરનારી પાહિનીદેવી ઉપરાંત એક જાજરમાન વ્યક્તિત્વ ધરાવતી એક બીજી વ્યક્તિ પણ ખંડમાં મોજૂદ હતી. અને તે હતીએકચિત્તે ચાંગની વાફધારાને શ્રવણ કરતા બાળારાજા સિદ્ધરાજ જયસિંહની માતા... મલલ્લાદેવીમીનળદેવી ગુર્જuદેશની રાજમાતા. પ્રજાના સુખદુઃખ જાણવા મહારાજ કર્ણદેવના નિધન પછી કુમાર સિદ્ધરાજને ગુજરાત રાજ્યસિંહાસને બેસાડી - બાળારાજા સિદ્ધરાજ વતી રાજ્યની ધૂરા સંભાળતી મીનળદેવી ભાલકાંઠાના પ્રવાસે નીકળી હતી - વીરમગામમાં બંધાઈ રહેલા તળાવમાં એક વૃદ્ધ ડોશીની આડે આવતી ઝૂંપડીને કારણે ઊભી થયેલી તકલીફ ઝૂંપડીને એમ ને એમ રાખી, તળાવ બાંધવાનો નિર્ણય જાહેર કરી એ દીકરા સિદ્ધરાજને લઈને ધંધુકામાં બિરાજતા – એ જમાનાના પ્રકાંડ વિદ્વાન દેવચન્દ્રસૂરિના આશીર્વાદ લઈ મીનળદેવી – સિદ્ધરાજને લઈ આ ખંડમાં આરામ ફરમાવતી હતી ત્યાં અચાનક જ સિદ્ધરાજની જ ઉંમરના એક પ્રતિભાવંત બાળકને ખંડમાં આવી, બેધડક દેવચન્દ્રસૂરિના આસન પર આવીને બેઠેલો જોયો. બાળ યોગીનું લલાટ જ્ઞાનથી ઝળહળી રહ્યું હતું. આંખોમાં અનેરું તેજ, ચહેરા પરનું ગાંભીર્ય અને સમસ્ત અંગમાંથી ફોરતી - અનોખા પ્રકારની તેજસ્વિતાએ માનવપારખુ મીનળદેવીને ચાંગમાં અનોખી પ્રતિભાનાં દર્શન થયાં. Jain Educationa International For Personal and Private Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ કલિકાલસર્વજ્ઞ ૧૫ સિદ્ધરાજ... બેટા.” એણે આસન નજીક એની નાનકડી તલવારને હવામાં વીંઝતા દીકરાને બોલાવ્યો. શું છે મા ?” દીકરો માતા પાસે આવ્યો. બેટા... આ જો બાળયોગી પધાર્યા છે. આસન પર બિરાજમાન બાળયોગીને વંદન કરી આવ દીકરા.” સિદ્ધરાજે આસન પર બેઠેલા એની જ ઉંમરના બાળકને શાંતચિત્તે ધ્યાન ધરતો જોયો. નાના બાળકનું વ્યક્તિત્વ જ એવું હતું કે એ આસનસ્થ ચાંગની દિશામાં ખેંચાયો... રાજનું પધારો...” અને ચાંગે અનોખી છટાથી એના આસન પાસે હાથ જોડીને બેસી ગયેલા સિદ્ધરાજ અને એની માતા મીનળદેવીને નાનકડા વ્યાખ્યાન દ્વારા ધર્મલાભ કરાવ્યો. ગુરુદેવ... આ બાળયોગી... આપના અપાસરામાં ?” મીનળદેવીએ બાળારાજા સિદ્ધરાજની આંગળી પકડતાં પૂછ્યું. રાજમાતા... ચાંગ... અમારા ધંધુકાના નગરશ્રેષ્ઠિ ચાંચદેવ અને પાહિનીદેવીનો પુત્ર છે. આજ તો મોહ માયા અને મમતાનાં બંધનોના પાશમાં લપટાયેલો જીવ' છે, પરંતુ આવતીકાલનો એક મહાન ધર્મપ્રહરી થવા સર્જાયેલો આત્મા છે. રાજમાતા...” દેવચંદ્રસૂરિ બોલ્યા. “ગુરુદેવ આપની નિશ્રામાં આ “આત્માનો વિકાસ થાય અને આપનું સેવેલું સ્વપ્ન સાકાર બને.” કહેતાં રાજમાતા ચાંગના ગાલ પર ટપલી મારતાં સિદ્ધરાજ સાથે ચાલ્યાં ગયાં. પાહિનીદેવી તો નાની ઉંમરના એના દીકરાના પરાક્રમને જોઈ જ રહી... ચાંગ’ સામાન્ય બાળક નહોતો એની પ્રતીતિ એને ગુરુદેવને કરેલા પ્રશ્નો અને આ રીતે બિન્દાસ - નિર્દોષભાવે પણ ગુરુદેવના આસન પર બેસી ધર્મબોધ આપવાની હિંમત કરવી - એ વાતે જ પાહિનીદેવીની છાતી ગજ ગજ ફૂલવા માંડી. Jain Educationa International For Personal and Private Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ કલિકાલસર્વજ્ઞ દેવી... આજન્મ યોગી થવા સર્જાયેલા બાળક ચાંગને તમારી ક્ષણભંગુર મમતાના બંધનમાંથી મુક્તિ આપી જીનપ્રભુને શરણે ધરી, તમે જ દીધેલો “કોલ નિભાવી, તમારું જીવતર ધન્ય કરી દ્યો. રાજમાતા મીનળદેવીની વાત તો તમે સાંભળી હતી ને ?” દેવચન્દ્રસૂરિજી બોલ્યા. “ગુરુદેવ... તમે મારા એકના એક લાડલા દીકરાને – અમારા એકના એક જીવનાધારને – આટલી નાની કુમળી ઉમરે તપશ્ચર્યાની કપરી વિકટયાત્રાનો યાત્રિક બનાવવા ઇચ્છો છો ” કકળતી આંતરડીનો પડઘો પાહિનીદેવીના શબ્દોમાં પડતો હતો. દેવી, યોગી થવા, સાધુ થવા જન્મેલા – જગતના સંસારી જીવોનું કલ્યાણ કરવા જન્મેલા આ “આત્માની બાળકની પ્રતિભાને તમે ઓળખો દેવી, પ્રતિભાને ઓળખો.” દેવચન્દ્રસૂરિ બોલ્યા. “ગુરુદેવ... ચાંગના હોઠ પર હજી તો માતાના થાનેલાના દૂધનાં ટીપાં પણ સુકાણાં નથી – હજી તો હૈયેથી માનું વાત્સલ્ય મારા લાડલા પર ઝરી રહ્યું છે. ત્યાં ત્યાં તમે એને સાધુના સ્વાંગે મઢી લેવા માંગો છો ?” પાહિનીદેવીની અંદરની “માતાના વલોપાતે ક્ષણ ભર તો સાધુ - દેવચન્દ્રસૂરિજીના હૈયામાં પણ થોડીક ક્ષણો માટે ખળભળાટ સર્જી દીધો. દેવી જેવી તમારી ઈચ્છા... મને દુખ એ વાતનું રહેશે કે જગતના મહાન ધર્મનો પ્રહરી થવા સર્જાયેલો આત્મા’ – ક્ષણભંગુર લૌકિક વ્યવહાર જગતમાં ખૂંપી એના આત્માનું કલ્યાણ ખોઈ બેસવાનો....” દેવચન્દ્રસૂરિના. નિરાશાજનક સ્વરે પાહિનીદેવીના હૈયાને પણ ક્ષણ પૂરતું ખળભળાવી મૂક્યું. એક નજર ચાંગ પર નાંખી.... ચાંગ દેવન્દ્રસૂરિના આસન પાસે પડેલા ધાર્મિક ગ્રંથને સમજ્યા કર્યા વગર આમથી તેમ ઊથલાવી રહ્યો હતો. ‘ગુરુદેવ. આજે એના પિતા પરદેશમાં છે. ચાંગ એને ખૂબ જ વહાલો છે, પરદેશથી પાછા ફરતાં જ એના પ્રેમાળ પિતા દીકરા પર વ્હાલની હેલી વરસાવતા એના પ્યારમાં ડૂબી જાય છે. બાળક ચાંગને તમારે ચરણે ધરી Jain Educationa International For Personal and Private Use Only Page #34 -------------------------------------------------------------------------- ________________ કલિકાલસર્વજ્ઞ ૧૭ દઉં તો પછી એને શો જવાબ આપું ? ભૌતિક સુખ, મોહ અને ધનના ઢગલામાં રાચતા પિતાને હું કેમ કરીને ચાંગની ધાર્મિક પ્રતિભા, શક્તિ અને ધર્મની ધજા લહેરાવનારા આવતીકાલના આચાર્ય તરીકે રજૂ કરી શકું? ધર્મ કરતાં ચાંગ એના પિતાને વધુ વહાલો છે, ગુરુદેવ.' દેવચન્દ્રસૂરિ મનમાં હરખાયા. પાહિનીદેવી એના વલણમાં થોડીક ઢીલી પડી હતી. અને એટલે હવે એના પતિ - ચાંગના પિતાને આગળ કરતી. દલીલો કરવા માંડી હતી. દેવી, જગતના સાંસારિક જીવોનું આ જ તો દુઃખ છે. દીકરાની ધર્મશ્રદ્ધા પર તમારા વાત્સલ્યનો વિજય કરાવવા તમે મથતા રહો છો, ભક્તિ મોહના પૂરમાં તણાતી રહી છે. આ ક્ષણિક સંસાર તપને સાધુત્વ – સાધુધર્મથી વધારે પ્યારો લાગે છે. દેવી આ લાગણી, આ સંસાર, આ મોહ ક્ષુલ્લક છે, અલ્પજીવી છે. અસાર છે. આત્માના કલ્યાણ માટે બાધક છે. દેવી વિચાર કરો. યાદ કરો કે આ બાળક - સ્વપ્નમાં તમે અનુભવેલા તેજવલયનું ફળ છે. આ તેજોવલય - સાંસરિક દાંપત્યજીવનના પરિપાકનું ફળ નથી....દૈદીપ્યમાન – તેજોમય - પરમાત્માનો એક અંશ તેજોવલયના સ્વરૂપે તમારે ત્યાં “ચાંગના નામે આવ્યો છે. પ્રભુનો સંદેશ જગતના ખૂણે ખૂણે પ્રસરાવવા આવ્યો છેધર્મની સ્થાપના કરવા – ધર્મને જીવંત રાખવા પ્રભુએ આ જીવને પૃથ્વીના પાટલે પાઠવ્યો છે. ત્યારે એની શક્તિ, પ્રતિભા, ભક્તિ અને ધર્મ પ્રત્યેની અખૂટ શ્રદ્ધા અને અનુપમ અનુરાગ પર ક્ષણિકમોહના આવેશમાં આવી – એના જીવનને ઊર્ધ્વગામી બનાવવામાં અવરોધરૂપ ન બનો દેવી.” દેવચન્દ્રસૂરિની વાણીએ પાહિનીદેવીને વિચાર કરતા કરી દીધી... ગુરુદેવની વાણીમાંથી જીવનની ક્ષણભંગુરતાનું સત્ય નીતરતું હતું. એક દૈવી જીવના ઊર્ધ્વગમનના અવરોધરૂપ ન બનવાની લાગણીભરી વિનંતી હતી. પાહિનીદેવીએ એક નજર ચાંગદેવ પર નાંખી. એ તો એની મસ્તીમાં Jain Educationa International For Personal and Private Use Only Page #35 -------------------------------------------------------------------------- ________________ ૧૮ વ્યસ્ત હતો.. ‘ગુરુદેવ....’ કશુંક વિચારતી પાહિનીદેવી ગંભીરસ્વરે બોલી. બોલો દેવી.. કલિકાલસર્વજ્ઞ ‘આપની નિર્ભેળ વાણીએ મારા મનનાં સ્વાર્થી બંધ કમાડ ખોલી નાંખ્યાં છે. પ્રભુએ પાઠવેલા આ પાર્ષદ પર મોહ, માયા અને મમતાનાં બંધનોથી ઝકડી લેવાનો મને અધિકાર કેટલો ? ગુરુદેવ... મારા ચાંગને આપના ચરણે ધરી, હું માતા તરીકેના મમત્વને પણ આપના ચરણે ધરી.... હું નિર્મોહી થાઉં છું. મારા બાળકને ધર્મના ચરણે ધરી - એને આપની નિશ્રામાં ધર્મનો પ્રહરી, સત્ય, અહિંસા, જીવદયા, અસ્તેય, અપરિગ્રહી, ભગવન્ત.. સાધુ.. ચારે દિશામાં ધર્મધ્વજ લહેરાવતો આચાર્ય બનાવી - સંસારમાં સબડતા અમારા જેવા અસંખ્ય પામર જીવોનો પથદર્શક બનાવી કલ્યાણમાર્ગી બનાવજો... મારો ચાંગ હવે તમારો શિષ્ય બને છે ગુરુદેવ. બેટા ચાંગ, તારા જન્મ પહેલાં જ ગુરુદેવને મેં તને ગોચરી’માં વહોરાવી દીધો હતો.. આજે હું તને સદેહે ગુરુદેવને અર્પી રહી છું. કલ્યાણસ્તુ...' કહેતી પાહિનીદેવી અપાસરો છોડી ઝડપથી આંખમાં ઊભરાતાં આંસુ સાડીના પાલવથી લૂંછતી.... એકો ભાવઃ સર્વથા યેન દ્રષ્ટ સર્વે ભાવાઃ સર્વથા તેન દ્રષ્ટ’ - નો શ્લોક ગણગણતી પાહિનીપ્રાસાદ'ના રસ્તે ચાલી નીકળી.... Jain Educationa International For Personal and Private Use Only Page #36 -------------------------------------------------------------------------- ________________ ઘૂઘરિયાળા રથની ઘંટડીનો મધુર રવ પાહિનીદેવીના કાને પડ્યો. એ દોડીને ઝરૂખામાં પહોંચી ગઈ. વહેલી સવારનો મૃદુલ તડકો ‘પાહિનીપ્રાસાદ’ની લીલોતરીને ઉષ્મા આપી રહ્યો હતો. મંદ મંદ સમીરની લેરખીઓથી ઉદ્યાનનાં વૃક્ષોનાં પર્ણો ઝૂમી રહ્યાં હતાં. પાહિની આજે બ્રાહ્મમુહૂર્તમાં જ ઊઠી ગઈ. આજે એનો પિયુ - ચાંચ પરદેશની ખેપ કરી ખંભાત બંદરે ઊતરી ધંધુકા આવી રહ્યો હતો. છ છ માસના વિરહ પછીનાં મિલનને કેવી રીતે ઊજવવું એના વિચારમાં પાહિની ખોવાઈ ગઈ હતી, ત્યાં જ ખંભાતથી ઘૂંઘરિયાળા રથમાં આવી પહોંચેલા ચાંચને મળવા પાહિની દોડીને પ્રાંગણમાં આવી પહોંચી... પ્રાણનાથ...’ કહેતી પાહિની ચાંચને ભેટી પડી. પાહિની... ચાંગ ક્યાં છે ?’ -- પ્રિયતમાના આશ્લેષમાંથી મુક્ત થતાં ચાંચ બોલી ઊઠ્યો. એની આંખો ચારે દિશામાં દીકરાને શોધતી ઘૂમી વળી. પાહિનીનો બધો જ આવેશ... આવેગ પતિના પ્રશ્ન સામે શમી ગયો. પ્રાણનાથ... તમે આવી ગયા ? ક્ષેમકુશળ તો છો ને.. આપ અંદર પધારો... સુખાસન પર બિરાજો ત્યાં હું તમારા માટે શીતલ જલ લઈ આવું...' પાહિનીપ્રાસાદનાં પગથિયાં ચડતા ચાંચનો હાથ પકડી પાહિની વિશાળ દીવાનખાનામાં ચાંચને દોરી ગઈ... પાહિની... આપણો ચાંગ.... કેમ દેખાતો નથી ? પાઠશાળામાં ગયો છે કે શું ? હું આવી રહ્યો છું તેના સમાચાર તો તેં આપણા ચાંગને આપ્યા હશે ને ?” પાહિની ધ્રૂજી ઊઠી. એણે લાચાર નજરે પતિ સામે જોયું. Jain Educationa International For Personal and Private Use Only Page #37 -------------------------------------------------------------------------- ________________ કલિકાલસર્વજ્ઞ ચાંગ” ચાંચનો એકનો એક લાડકો દીકરો હતો. બાપ દીકરો - ચાંગ જ્યારે ધંધુકામાં હોય ત્યારે સાથે જ રહેતા, ઘૂમતા, ફરતા, એક ક્ષણ પૂરતો પણ ચાંચ ચાંગને એની નજરથી દૂર થવા દેતો નહોતો. પ્રાણનાથ... ચાંગ... આટલામાં જ ક્યાંક રમતો હશે... તમે લાંબા પ્રવાસેથી આવ્યા છો તો થાક્યા હશો. હમણાં હું માણસને મોકલી ચાંગને બોલાવી લઉં છું. આપ આરામ કરો. પાહિનીદેવી વાતને ટાળતી બોલી. પાહિની... ચાંગને નહીં જોઉં ત્યાં સુધી મને ચેન નહીં પડે.... નેમિનાગ ક્યાં છે ? મામાના ઘરે તો તે એને મોકલી આપ્યો નથીને ? બરોબર એ જ સમયે પાહિનીના ભાઈ નેમિનાગને પાહિનીપ્રાસાદમાં પ્રવેશતો જોઈ ચાંચ લગભગ ત્રાડ પાડતો – આખુંય પાહિનીપ્રાસાદ ગજાવતો બોલી ઊઠે છે – પાહિની... મારા ચાંગને હાજર કર... નેમિનાગ સાથે પણ નથી. તો એ ગયો ક્યાં ? પાહિનીદેવીના શરીરમાં ભયનું લખલખું પ્રસરી ગયું. પતિને કયા મોઢે કહે કે એણે ચાંગને દેવચંદ્રસૂરિને સોંપી દીધો છે. અને એને દીક્ષા આપવાનો દિવસ પણ નક્કી થઈ ગયો હતો. ચાંચના આગમનની જ રાહ જોવાતી હતી. અરે નેમિનાગ... મારા ચાંગને ક્યાંય જોયો ? તું તો અપાસરેથી આવતો હોઈશ, ત્યાં પાઠશાળામાં તો નહોતોને ? આ તારી બહેનને ક્યારનો હું પૂછું છું. પણ સરખો જવાબ દેતી નથી.’ – ચાંચ ગુસ્સામાં બોલી ઊઠ્યો. નેમિનાગે એક નજર ભયથી કંપતી એની બહેન સામે કરી અને પરિસ્થિતિનો તાગ કુશળ વાણિયાએ કાઢી લીધો. જીજાજી... આપણો ચાંગ તો દેવીજીવ હતો.... ધર્મની બારાખડી તો એને પાહિનીએ ગળથુથી દ્વારા ઘૂંટાવી પાંચ વર્ષના ચાંગને અમે હમણાં ખંભાતના દેવચન્દ્રસૂરિ પાસે વંદન કરાવવા લઈ ગયાં હતાં... પાહિની જીજાજીને તારા દીકરાના પરાક્રમની વાત કરી ?” નેમિનાગે પાહિનીએ Jain Educationa International For Personal and Private Use Only Page #38 -------------------------------------------------------------------------- ________________ કલિકાલસર્વજ્ઞ ૨૧ ગુરુદેવને ચરણે દીકરાને ધરી દીધાની વાતની માંગણી કરતાં કહ્યું. શું કર્યું મારા ચાંગે ? પણ એ છે ક્યાં પાહિની ? - ફરી એકનો એક પ્રશ્ન દોહરાવતાં ચાંચની ધીરજ ખૂટી ગઈ હતી. એ લગભગ બરાડી ઊઠ્યો. ‘અહીં જ છે નાથ.' ધૃજતા અવાજે પાહિની બોલી. અહીં એટલે ક્યાં ?” ચાંચનો અવાજ ગુસ્સામાં ફાટી ગયો. ગુરુદેવને શરણે... જિનપ્રભુની જાગીરમાં....' ‘ગુરુદેવને શરણે.... જિનપ્રભુની જાગીર ? વાત શી છે દેવી... કાંઈ ફોડ પાડીને વાત કરો... નેમિનાગ વાત શી છે? તમને તો ખબર છે ને કે ચાંગ મને કેટલો વ્હાલો છે ? મારા દીકરાનું મોટું ન જોતાં...... મારો તો જીવ કળીયે કળીયે કપાઈ રહ્યો છે. મારા ચાંગને તમે ભાઈબહેને મળીને ક્યાંક... ચાંચ આગળ બોલી ન શક્યો. એનું સમગ્ર અંગ, ક્રોધથી ધ્રુજતું હતું. આંખોમાંથી અંગારા વરસી રહ્યા હતા. ‘આપણા ચાંગને. જીવોના કલ્યાણર્થે, સત્ય, અહિંસા, પ્રેમના પરમ ધર્મોનો પ્રકાશ જગતમાં ફેલાવવા માટે મેં આચાર્ય દેવચન્દ્રસૂરિને સમર્પિત કરી દીધો છે, નાથ.” શું કહ્યું? મારા ચાંગને પેલા સાધુડાને હવાલે કરી દીધો... કોને પૂછીને ?” ત્રાડ પાડતો ચાંચ બરાડી ઊઠ્યો. પ્રાણનાથ... પાંચ વર્ષ પહેલાં જ આપણા ગુરુદેવ દેવચન્દ્રસૂરિજીને ગોચરીમાં સમર્પી દીધો હતો...... આપણો “ચાંગ” આપણા મહાવીર સ્વામીનો – જૈનધર્મનો પ્રહરી બની... એના આત્માનું જ નહીં પણ સર્વજીવોના કલ્યાણાર્થે જન્મેલો “આત્મા' હતો. સમસ્ત પ્રજાના કલ્યાણ ખાતર મેં ચાંગને ભગવાન મહાવીરને શરણે રમતો કર્યો છે. પાહિનીદેવીએ હિંમત કરીને આખીય વાતનો ઘટસ્ફોટ કરી દીધો. “શું કહ્યું? ભગવાન મહાવીર સ્વામીને શરણે રમતો કર્યો ? પાંચ વર્ષના બાળકને મૂંડકો બનાવવા સાધુઓને સોંપી દીધો ? પાંચ વર્ષના કોમળ બાળકને જિંદગી શું છે ? ધર્મ શું છે ? સત્ય, અહિંસા શી વાત Jain Educationa International For Personal and Private Use Only Page #39 -------------------------------------------------------------------------- ________________ ૨૨ છે એની ખબર નથી, જેની કોમળ કાયાએ આજસુધી ટાઢ, તડકો કે વરસાદ જોયા નથી.... એવા નિર્દોષ બાળકને સાધુડાને સોંપી દીધો ?' ગુસ્સામાં પાહિનીના શરીરને એના બે હાથથી હચમચાવી મૂકતો ચાંચ બોલી ઊઠ્યો. કલિકાલસર્વજ્ઞ જીજાજી.... હોશમાં આવો.....' નેમિનાગથી રાડ પડાઈ ગઈ. ચૂપ રહેજો નેમિનાગજી.... આ અમારો ઘરનો મામલો છે. પાહિની... કોની આજ્ઞાથી આવો કાળો કામો કર્યો ? મારી પૂછવાવાટ પણ ન રાખી... ચાંગ મારો પણ દીકરો હતો... મારો પણ એના પર હક્ક હતો... મુનિશ્રી દેવચન્દ્રસૂરિજી ક્યાં અપાસરામાં જ હશે કે પછી ખંભાત જવું પડશે... ચાલાક સાધુએ... મારા દીકરાને ક્યાં સંતાડી દીધો હશે.' આવેશમાં આવી ચાંચ દીવાનખાનાની બહાર નીકળી ગયો. પ્રાણનાથ... ક્યાં ચાલ્યા. હું પણ આવું છું... ભાઈ... તારા જીજાજીને રોક.... આવેશમાં ને આવેશમાં ગુરુદેવને કંઈક કઈ દેશે તો ભારે અનર્થ સર્જાઈ જશે.. નેમિનાગ અને પાહિનીદેવી ચાંચની પાછળ દોડ્યાં, પરંતુ દરવાજા સુધી પહોંચે ત્યાં તો ચાંચ ઘણો દૂર નીકળી ગયો હતો. ચાંચે અપાસરામાં પ્રવેશતાં જ સામે મળી ગયેલા સાધુને પૂછ્યું. ‘સૂરિજી... દેવચન્દ્રસૂરિજી ક્યાં મળશે ?" પધારો નગરશ્રેષ્ઠિ ચાંચ દેવ... અપાસરામાં આપનું સ્વાગત છે.' “મારે દેવચન્દ્રસૂરિજીને મળવું છે.' ચાંચ એકનું એક વાક્ય બોલતો અપાસરાના ચારે ખૂણા પર નજર ફેરવતો રહ્યો. સૂરિજી તો ગઈ કાલે સવારે જ સ્તંભતીર્થ તરફ વિહાર કરી ગયા છે.' સાધુએ કહ્યું. સ્તંભતીર્થ... ઓહ....' કહેતો ચાંચે અપાસરો છોડી સીધો એની પેઢી પાસે આવેલી એની હયશાળામાંથી એક અલમસ્ત ઘોડા પર જીન પાથરી સ્તંભતીર્થ તરફ રવાના થયો. Jain Educationa International For Personal and Private Use Only Page #40 -------------------------------------------------------------------------- ________________ ચાંચ મારતા ઘોડે સ્તંભતીર્થના ભવ્ય દરવાજામાંથી પ્રવેશી અશ્વને સીધો દેવચન્દ્રસૂરિજીના અપાસરા તરફ દોર્યો. અને ચોતરા પાસેના વૃક્ષના થડ સાથે અશ્વને બાંધી ધર્મસભાના ખંડમાં પ્રવેશ કર્યો. દેવચન્દ્રસૂરિ એ જમાનાના પ્રખર વિદ્વાન જૈનમુનિ હતા. સ્તંભતીર્થનો એમનો અપાસરો – વિદ્વાનોનું પિયર ગણાતું. ભારતભરમાંથી અનેક ધર્મોના સંતો, મહંતો, શાસ્ત્રીઓ વિદ્વાનો દેવચન્દ્રસૂરિને વંદન કરવા અને વિદ્ધજ્જનો ચર્ચા કરવા આવતા. દેવચન્દ્રસૂરિ જ્યોતિષ અને સામુદ્રિક લક્ષણના જ્ઞાતા હતા. પાહિનીદેવીએ જ્યારે એને આવતા સ્વપ્નની વાત કરી, ત્યારે સામુદ્રિક લક્ષણના જાણકાર દેવચન્દ્રસૂરિ પાહિનીદેવીના ચહેરા પરના તેજ પરથી જ એની કૂખેથી જન્મનાર બાળક - પ્રતિભાવંત - યુગપુરુષરૂપે જગતમાં પ્રતિષ્ઠા પામશે - એવી પ્રતીતિ થઈ ગઈ હતી... અને એ યુગાવતાર બાળક એના શિષ્ય તરીકે જગતમાં પ્રસિદ્ધ થાય તેવી ઝંખના સાથે જ એણે પાહિની પાસેથી... એની કૂખે જન્મેલા બાળકને “ગોચરીમાં માંગી લીધો હતો. દેવચન્દ્રસૂરિની ધર્મસભામાં પ્રવેશતાં જ ચાંચની નજર બેઠી દડીના રાજવી પોશાકમાં બેઠેલા પાટણના મંત્રીશ્વર ઉદયન મહેતા પર પડી. ઉદયન મહેતા - પાટણના મુત્સદ્દી ધર્મપરાયણમંત્રી હતા. સમગ્ર ગુજરાત પર જૈનધર્મનું સામ્રાજ્ય સ્થપાય એવા સ્વપ્ન સાથે એ દિશામાં સતત પ્રયત્નશીલ રહેતા મંત્રીશ્વરને અપાસરામાં જોઈ ચાંચને બહુ આશ્ચર્ય ન થયું, બલકે એનો દીકરો ચાંગ કદાચ અત્યારે એના કબજામાં જ હશે એવી એક કલ્પના પણ મનમાં આવી ગઈ. ઉદયન મહેતાની આજુબાજુ સ્તંભતીર્થના નગરશ્રેષ્ઠિઓ, શ્રાવકો તેમ જ એકાદ બે જૈન સાધુઓ પણ બેઠા હતા. ખંડની મધ્યમાં સુખાસન પર દેવચંદ્રસૂરિ શાંત ચિત્તે બેઠા હતા. Jain Educationa International For Personal and Private Use Only Page #41 -------------------------------------------------------------------------- ________________ ૨૪ કલિકાલસર્વજ્ઞ ચહેરા પર અનોખી શાંતિ હતી. નેત્રો ઢળેલાં હતાં. પધારો શ્રેષ્ઠિરત્ન ચાંચદેવજી સ્તંભતીર્થ આપનું સ્વાગત કરે છે.... ગુરુદેવ આમને ઓળખ્યાને....” – મીઠી મધ વાણીમાં ઉદયન મહેતાએ ચાંચને આવકાર્યા. - “અરે ધંધુકાના નગરમણિ સમા ચાંચદેવને કોણ ન ઓળખે ? ચાંચદેવ આપનું સ્વાગત છે.” દેવચન્દ્રસૂરિએ એનાં નતનેત્રોને ઊંચા કરતાં ચાંચદેવનું અભિવાદન કર્યું. ચાંચ વિહ્વળ હતો. એની આંખોએ સભાખંડના ખૂણેખૂણાને વીંધી નાંખ્યો હતો.... એક જ આશાએ ક્યાંય પણ એનો ચાંગ દેખાય છે? પરંતુ ચાંગ આ ધર્મસભામાં નહોતો. એની આંખો ઉદયન મંત્રી પર સ્થિર થઈ. મનોમન નક્કી થઈ ગયું... “સ્તંભતીર્થના આ વાણિયાએ જ એના કબજામાં ક્યાંક રાખ્યો હશે. ચાંચે ગુસ્સામાં દાંત કચકચાવ્યા. કાતિલ નજરે એણે દેવચન્દ્રસૂરિને પણ માપી લીધા. ઉદયન મંત્રીને વિષે એણે ઘણું સાંભળ્યું હતું.... એનું એક જ સ્વપ્ન હતું. આખાંય ભારતવર્ષ પર જૈનધર્મનું સામ્રાજ્ય સ્થપાય... જય જિનેન્દ્રના નારાથી આ દેશનું આકાશ ગુંજી ઊઠે અને એ માટે સ્તંભતીર્થનો આ વાણિયો કોઈ પણ કક્ષાએ જવા તૈયાર હતો. સિદ્ધરાજ જયસિંહ પર એણે એનો જાદુ પાથર્યો હતો... પાટણના રાજદરબારમાં ઉદયન મંત્રીની બોલબાલા હતી. શ્રેષ્ઠિરત્ન આપ વિહ્વળ દેખાવ છો ? ઉદયને જ ચાંચદેવની વિવળતા પારખી પ્રશ્ન કર્યો. “હા, મંત્રીશ્વર... આ આપણા સાધુ દેવચંદ્રસૂરિજી મારી ગેરહાજરીનો લાભ લઈ મારા ચાંગદેવને સાધુ બનાવવા અહીં લઈ આવ્યા છે.” ચાંચ દેવચન્દ્રસૂરિ સામે ભરચક સભાખંડમાં આંગળી ચીંધતો Jain Educationa International For Personal and Private Use Only Page #42 -------------------------------------------------------------------------- ________________ કલિકાલસર્વજ્ઞ ૨૫ આવેશમાં બોલી ઊઠ્યો. એનું શરીર ક્રોધથી ધ્રૂજતું હતું. શાંત થાવ શ્રેષ્ઠિરાજ... શાંત થાવ....' ઉદયન મંત્રીએ એના આસન પરથી ઊભા થઈ ચાંચ પાસે જઈ એના ખભા પર હાથ મૂકતાં કહ્યું. મંત્રીશ્વર... મારો ચાંગ હજી તો માંડ પાંચ વર્ષનો ગભરું બાળક છે... હજી તો દુનિયાદારીનાં લક્ષણો પણ જે જાણતો નથી, એવા બાળકને ‘બાળદીક્ષા' આપવાની હોય ? મહારાજ, હું મારા એકના એક દીકરાને પાછો લેવા આવ્યો છું. મને મારો ચાંગ સોંપી દો.' શ્રેષ્ઠિવર્ય... શાંત થાવ.... તમારો ચાંગ ધર્મની છત્રછાયા નીચે સલામત છે...' ધીમા સ્વરે દેવચન્દ્રસૂરિ બોલ્યા મારે તમારી એ ધર્મની છત્રછાયા નીચે મારા ચાંગને રાખવો નથી સૂરિજી... મારો ચાંગ મને પાછો આપો નહીં તો તમારા ઉંબરે... આ ધર્મક્ષેત્રના ઓટલાની સામે માથું પટકી દેહત્યાગ કરીશ... મારી જાત આપી દઈશ.’ ધર્મસ્થાન... એ રણભૂમિ નથી કે જ્યાં લોહી રેડવું પડે. શ્રેષ્ઠિરત્ન... તમારે માથું પટકવાની કોઈ જ જરૂ૨ નથી.. તમારો ચાંગ તમને પરત કરવામાં આવશે... ચાંચદેવ શાંત થાવ...' ઉદયન મંત્રી બોલી ઊઠ્યા. મારા દીકરાને મારી આંખો સામે ન જોઉં ત્યાં સુધી મને શાંતિ નહીં થાય....મહારાજ... મારા ચાંગનો મેળાપ કરાવી દો.' ચાંચદેવ લગભગ કરગરી ઊઠ્યો. ‘ચાંચદેવ....’ દેવચન્દ્રસૂરિનો પ્રેમાળ સ્વર વાતાવરણમાં ગુંજી ઊઠ્યો. બોલો મહારાજ.... તમારે શું કહેવાનું છે એની મને ખબર છે... તમે એ જ કહેવા માંગો છોને કે તમારો દીકરો ખૂબ જ ધાર્મિકવૃત્તિવાળો, જ્ઞાનરસનો રસિયો, જ્ઞાનપિપાસુ છે....' ચાંચદેવ અટકી ગયો. દેવચન્દ્રસૂરિ ચાંચના સંભાષણ પર હસી પડ્યા. એક નજર ચાંચ ૫૨ નાંખી.. એ નજરે ચાંચને ખળભળાવી મૂક્યો. શ્રેષ્ઠિરત્ન, તમે સાચું જ કહ્યું. તમે તમારા દીકરાની પ્રતિભાથી For Personal and Private Use Only Jain Educationa International Page #43 -------------------------------------------------------------------------- ________________ ૨૬ કલિકાલસર્વજ્ઞ પરિચિત છો... તમારો ચાંગ એક આધ્યાત્મિક જીવ છે... આવતીકાલની પેઢીનો ધર્મધુરંધર ત્યાગી આત્મા છે. વિદ્વાન છે... મોહમાયાના બંધનથી મુક્ત એવો વીતરાગી જીવ છે... સાધુતાનાં બધાં જ લક્ષણો હૈયે અને હાર્ડ ભરી બેઠેલો પુણ્યાત્મા જીવ છે... તમે આપણા ધર્મને ખાતર આત્માના કલ્યાણાર્થે - તમારી જાતને - ક્ષણભંગુર દેહ સાથેના મોહમાયાના બંધનથી મુક્ત કરી... આ વીતરાગી જીવને વિશાળ માનવસમાજના ભતા માટે પણ તમારા ચાંગને અરિહંતને શરણે સમર્પી દયો.' દેવચન્દ્રસૂરિ મહારાજે ચાંચની આંખો સામે ત્રાટક માંડતાં કહ્યું. મહારાજ, ચાંગ મારો એકનો એક દીકરો છે. અમારા ઘડપણની લાકડી છે. મારી કમાણીના દ્રવ્યથી છલકાતા કુબેરભંડારોનો એ માલિક છે. એશઆરામ અને દુનિયાનાં બધાં જ સુખો માણવા માટેનો જન્મેલો જીવ છે. સૂરિજી...' ચાંચે થોડીક અસ્વસ્થતા સાથે દેવચન્દ્રસૂરિ સાથે દલીલ કરી. ચાંચદેવ.. તમારો દીકરો.... દુનિયાના આ ક્ષણિક સુખોની પેલે પારના જેનો ક્યારેય ક્ષય થતો નથી... એવા પરમ સુખોનો સ્વામી થવા સર્જાયેલો જીવ છે.’ ચાંચદેવ... તમારા દીકરાની ધર્મ પ્રત્યેની આસ્થા, એનામાં સીંચાયેલા સંસ્કારોથી તમે ક્યારેય પરિચિત છો ખરા ?' ઉદયન મંત્રીએ પ્રશ્ન કર્યો. સંસ્કાર સિંચન ઘર આંગણે જ થતું હોય છે મંત્રીશ્વર અને રહી ધર્મ પ્રત્યેની આસ્થા, એ તો છે જ... ત્યારે જ તમે મારી નિર્દોષ બાળકને ‘દીક્ષા' આપવાને બહાને લઈ આવ્યા છો ને ?” ચાંચદેવ મંત્રીશ્વરની શેહમાં ન તણાતાં એની દલીલના જવાબો આપવા માંડ્યો, પરંતુ અંતરના ઊંડાણમાં વિચારોનું વલોણું ફરવા માંડ્યું હતું. નગરશ્રેષ્ઠિ ચાંચદેવ, પાંચ વર્ષના બાળકના મુખેથી એક જિજ્ઞાસુ જીવ દ્વારા પુછાતા પ્રશ્નો અને એ દ્વારા મારા આત્માનું શું ?” સુધી લંબાતી નાનકડા જીવની વિચારયાત્રા, દેહ, ક્ષણભંગુરતા, મોહ, વિલાસ, ઇત્યાદિની For Personal and Private Use Only Jain Educationa International Page #44 -------------------------------------------------------------------------- ________________ કલિકાલસર્વજ્ઞ. સમજણ પ્રાપ્તિની ઉત્સુક્તા એ જ આ ‘જીવ’ને મહાવીર પ્રભુની નિશ્રામાં ખેંચ્યો છે... તમે આ બાળકની પ્રજ્ઞા, ધર્મભાવના, જ્ઞાનપિપાસાને ઓળખો... અને શ્રેષ્ઠિ, ગુજરાતની સાંસ્કૃતિક, ધરતી પર ધર્મધ્વજા લહેરાતી કરવાનું પુણ્ય... યશ... આ જન્મે તમારા દીકરાને અપાવો. દેવચન્દ્રસૂરિએ ચાંચદેવના માયલા'ને ઢંઢોળતાં નાનકડું વ્યાખ્યાન આપી દીધું. વાતાવરણમાં સન્નાટો ફેલાઈ ગયો. શ્રેષ્ઠિવર્ય.... એક વાત કહું... તમે તો શ્રાવક છો ને ?” ઉદયન મંત્રીએ ચાંચને પ્રશ્ન કર્યો. ‘હા કેમ ?” ૨૭ તો શ્રેષ્ઠિવર્ય.... ખલકના ખેલમાં સાર્થકતા-નિરર્થકતા સમજીને જે શ્રાવક જિંદગી જીવી જાય છે એ જ મહાવીર બની શકે છે.' દેવચન્દ્રસૂરિએ ઉદયન મંત્રીની વાતનો તંતુ પકડી લેતાં કહ્યું. ‘ગુરુદેવ.... પણ મારા ચાંગની દીક્ષા લેવાની આ ઉંમર છે ?” ચાંચદેવે પ્રશ્ન તો કર્યો, પરંતુ પ્રશ્નમાં રહેલું બોદાપણું એને પણ કહ્યું. શ્રેષ્ઠિરત્ન, તમે તો વ્યવસાયે વેપારી છો ને ?” ઉદયને ચાંચદેવના પ્રશ્નને સિફતપૂર્વક ઉડાડી એની મૂળ વાત પર ખેંચ્યો. હા કેમ ?” . જિંદગીનાં સાચાં ખોટાં કર્મોનો હિસાબ માંડતાં - હિસાબ રાખતાં દક્ષ વ્યાપારી... તમારી પાસે અઢળક ધનના કુબેર ભંડારો ભર્યા છે... તમને બેને અને ત્રીજા તમારા દીકરાને રાતદિન ખાવા માટે કેટલું જોઈએ ?” ઉદયને પ્રશ્ન કર્યો. ઉદર ભરાય એટલું.’ ચાંચે પ્રશ્નના ઊંડાણને સમજ્યા વગર જવાબ આપ્યો. ખંભાતનો વાણિયો ધર્મની ધજા સારા ભારતવર્ષમાં લહેરાવવા માટે મુત્સદ્દીગીરી એક સારા કર્મ માટે – પ્રજાહિત કાજે... ધર્મ કાજે અજમાવી રહ્યો હતો. દેવચન્દ્રસૂરિ રત્નપારખુ જ નહીં પણ માનવપારખુ ઝવેરી હતા. For Personal and Private Use Only Jain Educationa International Page #45 -------------------------------------------------------------------------- ________________ ૨૮ કલિકાલસર્વજ્ઞ ચાંગની પ્રથમ મુલાકાતે - બાળ ચાંગે પૂછેલા પ્રશ્નો પરથી જ એની વિદ્વત્તા પરથી જ - પારખી લીધો હતો. ઉદયનને દેવચન્દ્રસૂરિની માનવપારખુ દક્ષતા પર નાઝ હતો. ચાંચદેવ ધીમે ધીમે મીણની જેમ ઓગળતો જતો હતો. આવેશ, ગુસ્સાની જગ્યાએ સમજણ, શ્રદ્ધા અને દીકરાનું ઊજળું ભવિષ્ય મનમાં નવાં જ દશ્યો સર્જી રહ્યું હતું. શ્રેષ્ઠિવર્ય. ઉદર ભરાય એટલું તો તમે પરદેશની એક ખેપમાંથી કમાઈ લ્યો છો, છતાંય વધુ ને વધુ ધનોપાર્જન માટે દરિયો ખેડતા રહો છો... કમાઈ કમાઈને ધન લાવતા રહો છો ને? ધનની નિરર્થકતા જાણ્યા પછી પણ... તમારું આ કાર્ય તો ચાલુ જ છે ને ?’ ઉદયને પ્રશ્ન કર્યો. હા.” તો બસ, શ્રેષ્ઠિવર્ય... તમારો પાંચ વર્ષનો ચાંગ પણ ધર્મ, જ્ઞાન અને કર્મની ગઠરિયા બાંધી... સત્કર્મની પૂંજી વધારવા આ અલખને ઓટલે આવ્યો છે. દેવચન્દ્રસૂરિ બોલ્યા. “એની જ્ઞાનભૂખને પિછાનો ચાંચદેવ... પાંચ વર્ષના બાળકે ગુરુદેવને કેવા કેવા સવાલો કરી ચકિત કરી દીધા... એની તમને જાણ છે” ઉદયન મંત્રી બોલ્યા. “અને આ નાનકડા બાળકની પ્રતિભા પણ કેવી ! આત્મવિશ્વાસ પણ કેવો કે મહારાજશ્રીના અપાસરામાં માતાની આંગળીએ આવી.... ગુરુદેવના આસને બેસી બાળારાજા સિદ્ધરાજને એના ચરણે બેસાડી ધર્મરાજ્ય કોને કહેવાય - ધર્મરાજ્ય કેવું હોવું જોઈએ - કેમ ચલાવવું જોઈએ એનો ઉપદેશ આપવા બેસી ગયો હતો.” ઉદયને વાતનો તંતુ આગળ વધારતાં કહ્યું. શું કહો છો મંત્રીશ્વર. મારા ચાંગે બાળારાજાની હાજરીમાં એવું દેવત્વ બતાવી દીધું ? ચાંચદેવને આશ્ચર્ય સાથે દીકરા માટે ગૌરવ પણ થયું. ચાંચદેવ....” દેવચન્દ્રસૂરિનો ગંભીર સ્વર સભામાં ગાજી ઊઠ્યો. “આજ્ઞા ગુરદેવ.” Jain Educationa International For Personal and Private Use Only Page #46 -------------------------------------------------------------------------- ________________ કલિકાલસર્વજ્ઞ ૨૯ શ્રેષ્ઠિવર્ય અમારે એટલું જ કહેવાનું છે કે તમે જીવનની યથાર્થતાને જાણ્યા વગર પણ ‘ઝાંઝવા’નું જીવન જીવવામાં ધર્મ, જ્ઞાન, કર્મ બધું જ ભૂલી, આ મહામોંઘા મૂલ્યવાન માનવઅવતારને ક્ષણિક સુખો, ક્ષણિક લાભો, ક્ષણિક સ્વાર્થોમાં વેડફી નાંખો છો, તમારા જેવા ભોળા ભટાક જીવોની સંખ્યા જગતમાં લાખોની છે - આવા લોકોને જિંદગીને સાચા રાહ ૫૨ લાવવાનો-દુ:ખી થતા જીવોને જ્ઞાનનો, સમજણનો, સૌદર્યનો સ્વ’નો પરિચય કરાવી મહાવીર સ્વામીના જ નહીં પણ જગતના બધા જ ધર્મોના અવતાર પુરુષોએ જે સત્ય, અહિંસા, અપરિગ્રહના પંથે દોરી જિંદગીનાં કર્મો ખપાવવાના કાર્યમાં ‘ચાંગ’ જેવા બાળકોને શૈશવથી જ જ્ઞાનના માર્ગે વાળવા છે કે જે ભવિષ્યમાં સમાજ ને લોકોને - કલ્યાણપંથે દોરે... દેવચન્દ્રસૂરિએ નાનકડું વ્યાખ્યાન આપી દીધું. ચાંચદેવ વિચારમાં પડી ગયા. એના હૃદયમાં ગુરુદેવની વાણી ઊતરતી હતી. ઉદયન મંત્રી ચાંચદેવના ચહેરા પરના બદલાતા ભાવોનું નિરીક્ષણ કરી રહ્યા હતા. દેવચન્દ્રસૂરિના વિચારો ચાંચદેવના અંતરમાં સ્થાયી થાય તે માટેનો પ્રયત્ન કરતાં કહ્યું, ચાંચદેવ.... ગુરુદેવની વાણી ૫૨ શાંતિથી વિચારો, તમારા દીકરાને, આ ક્ષણભંગુર જગતનો કુબેર બનાવવો છે કે પછી સમસ્ત વિશ્વમાં - માનવજીવોનાં સુખ-ચેન ખાતર અહિંસા અને પ્રાણીદયા, અપરિગ્રહ અને શમતા, જ્ઞાન અને ધર્મ માટે પોતાનું સર્વસ્વ હોમી દેનારો ધર્માત્મા ધર્મકુબેર બનાવવો છે ?” શ્રેષ્ઠિવર્ય... તમારો આ ક્ષણનો નિર્ણય જગતને કાં તો અધર્મ, હિંસા અને દુરાચારનું નરક બનાવશે અથવા તો અહિંસા, ધર્મ અને સદાચારનું સ્વર્ગ બનાવશે. શ્રેષ્ઠિરત્ન... પલ્લુ તમારા હાથમાં છે... ક્ષણ પણ તમારા હાથમાં છે... અને નિર્ણય પણ તમારા જ હાથમાં છે....' દેવચન્દ્રસૂરિની વાણીમાં કરુણતા, મૃદુતા અને ધર્મભાવનાનું ઝરણું વહી રહ્યું હતું. ચાંચદેવના હૈયામાં જામેલી મથામણ ૫૨ કેમ જાણે શાતાનાં શીતળજલ ફરી વળ્યાં ન હોય, એમ એનું વિહ્વળ મન - અનોખી શાંતિ Jain Educationa International For Personal and Private Use Only Page #47 -------------------------------------------------------------------------- ________________ ૩૦ કલિકાલસર્વજ્ઞ અનુભવવા લાગ્યું. ઉદયન મંત્રી અને દેવચન્દ્રસૂરિની વાણીમાંથી ઊઠેલું તથ્ય-સનાતન તથ્ય લાગ્યું. ભગવત્ત... ધર્મલાભ થયો...” ચાંચદેવ ગદ્ગદિત સ્વરે બોલી ઊઠ્યો. ગુરુદેવ. અજ્ઞાનનાં પડળ આપની વાણીથી ખૂલી ગયાં. મારો ચાંગ કુબેરના ધનભંડારના મેરુ પર આરોહણ કરી કાળની ક્ષણિક પળો પૂરતો કુબેરપતિ' કહેવરાવે એ કરતાં અહિંસા, અસ્તેય, સત્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ આદિનાં ઉત્તુંગ - સનાતન શિખરો પર બિરાજી જગતના સર્વ જીવોના કલ્યાણ માટેની જ્ઞાનની ગંગા વહેવડાવતો “ભગીરથ' બની રહે. એવી જ મારા જીવનની મનોકામના છે ગુરુદેવ.” ચાંચદેવ બોલી ઊઠ્યો. દેવચન્દ્રસૂરિ મહારાજના જયઘોષ વચ્ચે સભાખંડમાં એક લઘરવઘર સ્ત્રી ધસી આવી. એક ક્ષણ પૂરતી તો એના ગુરુદેવનો જયઘોષ સાંભળી ચમકી પણ ગઈ... ચાંચદેવ. દેવચંદ્રસૂરિને વંદન કરી રહ્યો હતો... દેવચન્દ્રસૂરિ ચાંચદેવને હૈયાસરસો ચાંપી રહ્યા હતા.' પ્રાણનાથ... ગુરુદેવ... આ હું શું જોઈ રહી છું....” ‘દેવી પાહિની. તમે ખૂબ જ ભાગ્યશાળી છો.. ગરવી ગુજરાતનું જિનશાસનનું ગૌરવ છો દેવી... તમારો ચાંગ... હવે સર્વ કોઈનો ચાંગ બને છે... આનંદો દેવી... આનંદો.... તમારા અને શ્રેષ્ઠિરત્ન ચાંચદેવના ભવ્ય ત્યાગે જગતને આજે અજરઅમર એવા પુણ્યાત્માનું દાન કર્યું છે દેવી...” કુલ પવિત્ર જનની કૃતાર્થી વસુંધરા ભાગ્યવતી ચ તેન, અવાક્ય માર્ગે સુખસિવું મગ્ન, લીને પર બ્રહ્મણિયસ્ય ચેત... દેવી, પરબ્રહ્મમાં જેનું ચિત્ત લીન થયું છે, તેનાથી તેનું કુળ પવિત્ર થયું... જનની કૃતાર્થ બની અને પૃથ્વી સૌભાગ્યવતી બની છે, એવા તમારા પુત્રરત્નના દીક્ષા મહોત્સવની તૈયારી કરો Jain Educationa International For Personal and Private Use Only Page #48 -------------------------------------------------------------------------- ________________ સ્તંભતીર્થની આજની રોનક અનોખી હતી... ચોરે ને ચૌટે ધંધુકાના નગરશ્રેષ્ઠિ ચાંચદેવ અને પાહિનીદેવીના પનોતા પુત્ર ચાંગદેવના ભવ્ય દીક્ષા સમારોહની જ વાત થઈ રહી હતી. કુલ પવિત્ર જનની કૃતાર્યા.” ના દેવચન્દ્રસૂરિજીના આશીર્વચન એના હૈયાના પાલવમાં ઢબૂરતી પ્રસન્નવદના પાહિની એના પતિ સાથે પાંચ વર્ષના ચાંગને ગુરુદેવની નિશ્રામાં મૂકી, ધંધુકા પાછી ફરી ત્યારે... એની આંખોમાં સંતોષપૂર્ણ સત્કાર્ય-ધર્મકાર્ય કર્યાનાં આંસુ હતાં. ચાંચદેવની પણ કાંઈક આવી જ પરિસ્થિતિ હતી. પાહિનીદેવી એના ભાઈ નેમિનાગ સાથે હાંફળીફાંફળી ધંધુકાથી સ્તંભતીર્થ આવી અને ધર્મસભામાં પ્રવેશતાં જ્યારે એના પતિના... “મારો ચાંગ કુબેરના ધનભંડારનાં શિખર પર આરોહણ કરી કાળની ક્ષણિક પળો પૂરતો કુબેરપતિ થાય એ કરતાં અહિંસા, અસ્તેય, સત્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ આદિના ઉત્તુંગ - સનાતન શિખરો પર બિરાજી સર્વજીવોના કલ્યાણ માટેની જ્ઞાનની ગંગા વહેવડાવતો “ભગીરથ બની રહે એવી જ મારા જીવનની કામના છે.ના શબ્દો સાંભળ્યા ત્યારે ઘડીભર તો આનંદની મૂછ આવી ગઈ. દીકરા પાછળ ચોવીસ કલાક ઘેલા રહેતા ચાંચદેવે જે રીતે ધંધુકાથી એના દીકરાને લેવા તંભતીર્થની વાટ પકડી હતી... એનાથી પાહિનીદેવી ખળભળી ઊઠી. પાહિનીદેવી ધર્માનુરાગી સ્ત્રી હતી. એનો પતિ સદાનો ધંધામાં અને દીકરાના મોહમાં ડૂબેલો “જણ” હતો. ધર્મ પ્રત્યેની આસક્તિ એટલી બધી નહોતી. પાહિનીને ડર હતો કે આવેશમાં આવી ચાંચ એના ગુરુદેવનું અપમાન કરી બેસશે, ઝઘડો કરી ધર્માચરણની મર્યાદા લોપી બેસશે તો એનું તો જીવવું ભારે થઈ જશે. Jain Educationa International For Personal and Private Use Only Page #49 -------------------------------------------------------------------------- ________________ કલિકાલસર્વજ્ઞ ચાલ વીરા નેમિનાગ. ઝટ સ્તંભતીર્થ પહોંચીએ, ત્યાં કાંક તારા બનેવી... ગુરુદેવને આડુંઅવળું કહી જીનપ્રભુનો - જીનશાસનનો ભારે અપરાધ ન કરી બેસે...” પરંતુ ધર્મસભામાં પ્રવેશતાં જ પતિના ઉદ્દગારો કાને પડતાં એના હૈયામાં આનંદનો પાર ન રહ્યો... આ બધો જ એના બહુશ્રુત ગુરુદેવ દેવચન્દ્રસૂરિની પૈર્યપૂર્ણ વાણીનો, એની સર્વજીવો પ્રત્યેની મમતા, કરુણા અને ઔદાર્યનો જ પ્રતાપ હતો. ચાંચદેવ અને પાહિનીદેવી એ દીકરાના દીક્ષા મહોત્સવની જોરદાર તૈયારી શરૂ કરી દીધી... રાત અને દિવસ પાહિનીપ્રાસાદી પ્રવૃત્તિઓથી ધમધમી ઊઠયો... ગુજરાતના ગામેગામ દીક્ષા મહોત્સવની કંકોતરીઓ.... વહેંચાવા માંડી... સ્તંભતીર્થના રાજમાર્ગો પર કમાનો, મંડપો બંધાવા માંડ્યા. તોરણોની હારમાળાથી શહેર શોભી ઊઠ્યું. " આ બાજુ ગુરુદેવ દેવચન્દ્રસૂરિના અપાસરાનું વાતાવરણ પણ ફરી ગયું હતું. નાનકડા ચાંગની જ્ઞાનવાર્તાઓ એની જિજ્ઞાસાવૃત્તિ, અને ધર્મ પ્રત્યેની આસ્થાનાં વખાણ થવા માંડ્યાં... ઉદયન મંત્રી એ અરસામાં સ્તંભતીર્થમાં જ હતા. દીક્ષા મહોત્સવનો બધો જ ભાર એણે જ ઉપાડી લીધો હતો. બાળક ચાંગમાં ઉદયન મંત્રીને જૈનધર્મનો આવતીકાલનો ધર્મપ્રહરી દેખાતો હતો. સંવત ૧૧૫૪ના મંગલદિને સ્તંભતીર્થમાં દેવચન્દ્રસૂરિના હસ્તે શુભ મુહૂર્તમાં ધામધૂમપૂર્વક “ચાંગને દીક્ષા આપવામાં આવી. “ચાંગ વત્સ આજ તારા લલાટ પર પ્રેમ, અહિંસા, મુદિતા, અપરિગ્રહ, એવા અનેક ભાવોનું હૃદયમાં જે સંક્રમણ થઈ રહ્યું છે એની શીતળતાનું તેજ - એ જ્ઞાનના ગગનમાંથી ધરતી પરના મુમુક્ષુઓ માટેનું “ચન્દ્રનું સોમનું તેજ ઝળહળા થઈ રહ્યું છે. મારા તને હૃદયના આશીર્વાદ છે તે સોમચન્દ્રના નામે તારી જ્ઞાનમધુરા વિશ્વના ખૂણે ખૂણે જીવદયા, અહિંસા, સત્યના નામે - અહિંસા પરમોધર્મના નામે પ્રસરતી રહે. બસ પ્રસરતી Jain Educationa International For Personal and Private Use Only Page #50 -------------------------------------------------------------------------- ________________ કલિકાલસર્વજ્ઞ ૩૩ રહે.” ગુરુદેવ દેવચંદ્રસૂરિએ આશીર્વાદ આપ્યા. . - ધર્મલાભ થયો ગુરુદેવ, હવે જ્ઞાનલાભનું દાન કરો.” કહેતાં “ચાંગ સોમચન્દ્રએ દેવચન્દ્રસૂરિને પ્રણામ કર્યા. સ્તંભતીર્થના દેવચન્દ્રસૂરિના અપાસરામાં સૂરિજીની નિશ્રામાં મુનિ સોમચન્દ્ર ન્યાય, તર્ક, કાવ્યાલંકાર વગેરે શાસ્ત્રોનો ઊંડો અભ્યાસ શરૂ કર્યો. શૈશવથી જ સોમચન્દ્રની ગ્રહણશક્તિ અને યાદશક્તિ અત્યંત તીવ્ર હતી. એક વખત વાંચેલો શ્લોક કે સૂત્ર એને કંઠસ્થ થઈ જતો. કુશાગ્ર બુદ્ધિ, અભ્યાસની ધગશ, નવું જાણવાની વૃત્તિ, અને આ બધા સાથેની એની ગુરુભક્તિનાં કારણે, દેવચન્દ્રસૂરિ એને હંમેશ એની સાથે જ રાખતા. ગુરુદેવ સાથે ગુજરાતના અનેક ગામો અને શહેરોમાં ચાતુર્માસ સોમચન્ટે કરી. ગુરુદેવની વાણી આત્મસાત કરી, જ્ઞાનની સરવાણી ઝીલી. સોમચન્દ્ર મુનિનો મોટા ભાગનો સમય વિદ્યાભ્યાસમાં જ જતો. દેવચન્દ્રસૂરિ - સોમચન્દ્રથી ખૂબ પ્રસન્ન હતા. એની તેજસ્વિતાથી, ધારદાર વાણીથી, ઊંડી અભ્યાસવૃત્તિ પર એ મનોમન હરખાતા રહેતા. માતા સરસ્વતી પર મુનિ સોમચન્દ્રની અખૂટ શ્રદ્ધા. ‘ગુરુદેવ...... એક સવારે સોમચન્દ્ર મુનિ, ગુરુદેવ પાસે આવતા બોલ્યા. બોલ વત્સ, સોમચન્દ્ર, તપ, આરાધના બરોબર ચાલે છેને ?” હા ગુરુદેવ... આજે હું આપનું માર્ગદર્શન અને આજ્ઞા લેવા આવ્યો છું.” બોલ... શી વાત છે ? વત્સ.' “માતા સરસ્વતીદેવીની આરાધના કરવા કાશમીર જવાની છે. માં શારદાનાં બેસણાં હિમાચ્છાદિત કાશમીરમાં છે ને ગુરુદેવ ? મારે એના ખોળે બેસીને અભ્યાસની આરાધના કરવી છે. મુનિ સોમચન્દ્ર બોલ્યા. “વત્સ ગુરુચરણોથી સરસ્વતીદેવીના ચરણે બેસી સાધના કરવાનો Jain Educationa International For Personal and Private Use Only Page #51 -------------------------------------------------------------------------- ________________ ૩૪ કલિકાલસર્વજ્ઞ તારો વિચાર અનોખો છે. તું પ્રસ્થાનની તૈયારી કરી દેવચન્દ્રસૂરિની આજ્ઞા મળતાં સોમચન્દ્ર નાચી ઊઠ્યો. અને બે સાધુ સાથે પ્રયાણ આદર્યું. મા શારદાય નમઃ મા સરસ્વતી નમ:ના જપ સાથે સોમન્દ્રસૂરિએ કાશમીર તરફ પ્રયાણ આદર્યું. સોમનાથના દરિયામાં સ્નાન કર્યું. અને જૂનાગઢ પહોંચ્યો. ગરવા ગિરનારને વાદળથી વાતો કરતો જોઈ. અંતરમાં અભરખો જાગ્યો. અને શબ્દો સરી પડ્યા. વાહ જ્ઞાનવૃધ્ધ ગિરનાર... આભમાં - બ્રહ્માંડમાં બિરાજતી માતા સરસ્વતીની મારી આરાધના પૂરી કરવાનું મને બળ આપ પર્વતરાજ...” - અને વહેલી પરોઢે.. ગિરનારની પ્રાર્થના કરતા - સરસ્વતી માને યાદ કરતાં મુનિ સોમચન્દ્ર ધ્યાનસ્થ દશામાં બેઠા હતા. એ જગ્યા પ્રકાશથી ઝળહળા થઈ ગઈ. વીણાના મધુર સૂરોથી વાતાવરણ ગુંજી ઊઠવું અને અંતરના ઊંડાણમાંથી જ અવાજ ઊઠ્યો હોય તેમ મુનિ સોમચન્દ્રના અંતરમાં જ અવાજ ઊઠ્યો. વત્સ સોમચન્દ્ર, તમારે સાધના માટે - વિદ્યા માટે ક્યાંય જવાની જરૂર નથી, તમે જ્યાં હશો ત્યાં તમે તમારી ઇચ્છાનુસાર વિદ્યા પ્રાપ્ત કરી શકશો.” સોમચન્દ્ર મુનિ સફાળા જાગી ગયા, અને જોયું તો હજી પણ પેલું વિવાદન ચાલુ હતું.... અને ધીમે ધીમે પૂર્વાકાશની ક્ષિતિજેથી અવનિ પર ઊભરાતાં રવિકિરણોમાં ઓગળી રહ્યું હતું..... ગુરુદેવ.” બોલો વત્સ સોમચન્દ્ર આપ ક્યાંય વિહાર કરી રહ્યા છો ?” હા વત્સ, પાટણની વિદ્વત્તસભામાં જ્ઞાનચર્ચા થઈ રહી છે... કર્ણાટકના દિગંબર પંથના આચાર્ય કુમુદચન્દ્ર અનેક દેશોમાં જ્ઞાનચર્ચાઓ કરી વિજયને વરી, પાટણ પધાર્યા છે. મહારાણી મીનળદેવીએ ગોઠવેલી Jain Educationa International For Personal and Private Use Only Page #52 -------------------------------------------------------------------------- ________________ કલિકાલસર્વજ્ઞ ૩૫ જ્ઞાનચર્ચા-વિવાદની બેઠકમાં જઈ રહ્યો છું.” દેવચન્દ્રસૂરિએ કહ્યું. ગુરુદેવ... એ સભામાં તો ગુર્જરદેશના મહાન વિદ્વાનો, વિચારકો, સંતો અને બૌદ્ધિકો હાજર હશે ને ” સોમચન્દ્ર મુનિએ પૂછ્યું. હા વત્સ...' એ બધાની વાણીનો - જ્ઞાનનો લાભ લેવાની મારી ઇચ્છા છે - તો આપ આજ્ઞા કરો તો હું પણ આપની સાથે વાદવિવાદની ચર્ચા-સભામાં આવું...” જરૂર સોમચન્દ્ર, તારી જ્ઞાનપિપાસાને હું જાણું છું.” સોમચન્દ્રમુનિ ખુશ ખુશ થઈ ગયા. એ સભામાં ભાવ બૃહસ્પતિ-સોમનાથના મહંત, આચાર્ય દેવબોધ, કટેશ્વરીના ભવાની રાશિ, વામ્ભટ્ટ કવિ શ્રીપાલ જેવા વિદ્વજ્જનો હશે એ વિચારે જ સોમચન્દ્ર મુનિ રોમાંચ અનુભવવા માંડ્યા. દેવચન્દ્રસૂરિની સાથે વીસેક વર્ષના સોમચન્દ્ર મુનિએ રાજસભામાં પ્રવેશ કર્યો અને એની આંખો વિદ્વાનો, વૈયાકરણીઓ, શાસ્ત્રીઓ, મહંતો, આચાર્યો ને યુવા રાજવી યસિંહ સિદ્ધરાજની બન્ને બાજુ બેઠેલા જોઈ ચકાચોંધ થઈ ગઈ. જિંદગીમાં સોમચન્દ્ર પહેલી વાર આવી રાજસભામાં આવ્યો હતો. સમય થતાં મુખ્યદ્વાર પરથી સિદ્ધરાજ જયસિંહે પ્રવેશ કર્યો. સૌ કોઈએ ઊભા થઈને એમના પ્રેમાળ યુવા રાજાને વધાવ્યો. આંખના ઇશારે રાજસભા ચાલુ કરવાની સૂચના રાજ્યસિંહાસનની બાજુમાં સમકક્ષ રત્નજડિત સિંહાસન પર બેઠેલાં મહારાણી મીનળદેવીએ મહાઅમાત્ય મુંજાલને આપી અને સ્નેહાળ નજરે પિયર - કર્ણાટકથી આવેલા સાધુ કુમુદચન્દ્ર પર નાંખી. કુમુદચન્દ્ર સાધુ એની બાજુના આસન પર બેઠા હતા. એની સાગના સોટા જેવી કાયા, આંખોમાં અનેક વિજયોની પ્રાપ્તિનો અહંકાર, ગુર્જર વિદ્વાનોની મંડળીમાં બિરાજેલા અનેક માટે એક અનોખું આકર્ષણ બની ગયું હતું. Jain Educationa International For Personal and Private Use Only Page #53 -------------------------------------------------------------------------- ________________ ૩૬ કલિકાલસર્વજ્ઞ ગુર્જરદેશની ગૌરવવંતી રાજસભામાં બિરાજેલા અનેક વિદ્વતજનો... માટે ગુજરાતને આંગણે પધારેલા વિદ્વાન આચાર્ય સાધુ કુમુદચન્દ્ર ભારતવર્ષના પ્રખર વિદ્વાન હતા. કર્ણાટકના આ દિગંબર પંથી સાધુ ગુર્જરદેશના આપણા વિદ્વાનો સાથે વિવાદ-ચર્ચા કરવા આવ્યા છે. દેશના અન્ય પ્રદેશોના વિદ્વાનો સાથે વાદવિવાદ કરી વિજય મેળવી ચૂકેલા આપણા અતિથિ સાથે આપણા સ્તંભતીર્થના શ્વેતાંબર આચાર્ય દેવચંદ્રસૂરિજી વિવાદ-ચર્ચા કરશે... એ પહેલાં સરસ્વતી વંદના થશે....” મહાઅમાત્ય મુંજાલે દેવચન્દ્રસૂરિ સામે સૂચક નજર નાંખતાં કાર્યક્રમની જાહેરાત કરી.” દિગંબર પંથી સાધુ કુમુદચન્દ્ર ગુર્જરભોમના મહાઅમાત્ય મુંજાલને અને મહારાણી મીનળદેવીને - થોડાક સમય પહેલાં એની સાથે ગુજરાતના પંડિતો વાદવિવાદ કરે... અને એ વાદવિવાદમાં એ જીતે તો એનું વિજયપત્ર સાથે સન્માન કરે. એવો આહ્વાહનપત્ર મોકલ્યો હતો. મહારાણી મીનળદેવી અને મહાઅમાત્ય મુંજાલે એ આહવાહન સ્વીકારી એને પાટણ આવવાનું નિમંત્રણ પાઠવ્યું - મીનળદેવી - મૂળ, કર્ણાટકનાં રાજવીવંશની કુંવરી હતી. શ્યામવર્ણી મીનળદેવી અને કર્ણદેવનું દાંપત્યજીવન ડામાડોળ હતું. આમ છતાં રાજનીતિની નિપુણ ચણીએ એની બુદ્ધિ અને લાગણીના જોરે પાટણની રાજમાતા તરીકેનું સ્થાન જાળવી રાખ્યું હતું. કર્ણદેવનું નિધન થતાં એણે બાળારાજા સિદ્ધરાજને ગાદીએ બેસાડી રાજ્યવહનની ધુરા સંભાળી લીધી હતી. અને કુશળ વહીવટકર્તા સ્વરૂપે - મહાઅમાત્ય મુંજાલના યોગ્ય માર્ગદર્શન નીચે એ રાજ્યવહનનો ભાર ઉપાડી રહી હતી. મીનળદેવીના અંતરમાં ઊંડાણમાં ઊંડે ઊંડે હતું કે કર્ણાટકનો વિદ્વાન આ ચર્ચા જીતી જાય. ગમે તેમ તોય એ આપણો જણ ગણાય. મહાઅમાત્ય મુંજાલની ગુજરાત પ્રીતિ અજોડ અને અનન્ય હતી. મીનળદેવીની મુરાદ એની નજરે ચડી ગઈ. એ થોડીક ક્ષણો માટે વિચારમાં પડી ગયો. અડધી રાત્રે સાંઢણીસવારને સ્તંભતીર્થ દોડાવ્યો. અને Jain Educationa International For Personal and Private Use Only Page #54 -------------------------------------------------------------------------- ________________ કલિકાલસર્વજ્ઞ ૩૭ દેવચન્દ્રસૂરિને ધર્મસભામાં ખાસ હાજરી આપી વિવાદ સભાનું નેતૃત્વ લેવાનું નિમંત્રણ આપ્યું. જૈનધર્મના મૂળભૂત સિદ્ધાંતો ૫૨ બે ધુરંધરો વચ્ચે વિષદ્ વાદવિવાદ ચાલ્યો. સિદ્ધરાજ વિવિધ ધર્મો - શૈવધર્મ અને જૈનધર્મ વચ્ચે વિવાદ ચર્ચાઓનું જ આયોજન કરતો એવું નહોતું. જૈનધર્મમાં પણ દિગંબર અને શ્વેતાંબર એવા બે ફાંટા પડી ગયા હતા. દિગંબર મતના સાધુઓની સંજ્ઞા, નગ્નાવસ્થામાં રહેવાથી અને દિશાઓરૂપી વસ્ત્ર ધા૨ણ ક૨વામાં માનતી - અને એ શાખાના અનુયાયીઓ દિગંબર કહેવાતા - જ્યારે શ્વેતાંબરીઓ ધોળાં વસ્ત્રો પહેરતા હોવાથી શ્વેતાંબરી કહેવાયા. કુમુદચન્દ્ર - દિગંબર મતના સાધુ હતા. અત્યાર સુધીમાં ચોર્યાસી સભાઓમાં જિત મેળવી મીનળદેવીના પિયર કર્ણાટકના આ સાધુ ગુજરાતમાં વિજય મેળવી કીર્તિવંત થવા આવ્યા હતા. સિદ્ધરાજે માતાના પ્રદેશના આ સાધુનો સત્કાર કર્યો. કુમુદચન્દ્ર એના ઉતારેથી પાલખીમાં બેસી રાજસભામાં ધામધૂમથી માથે છત્ર ધરીને આવ્યા. પાલખી આગળ એના અનુયાયીઓ વિજયચિહ્નો અને વિજયપત્રો લઈ પાટણના રાજમાર્ગો ૫૨ દોરદમામથી ચાલતા - ડંકાનિશાન વગાડતા રાજસભામાં આવ્યા ત્યારે સભામાં બેઠેલા વિદ્વાનો, શાસ્ત્રીઓ, રાજપુરુષો દંગ થઈ ગયા. આચાર્ય દેવચન્દ્રસૂરિ અને સોમચન્દ્રસૂરિ એમના આસને બેઠા હતા, એમની સાથે ચર્ચા આરંભતા પ્રશ્નોત્તરી શરૂ થઈ. બન્ને પક્ષના વિધાનોની નોંધણી થતી રહી. ‘અમે કેવલી ત્રિકાલદર્શી છીએ, અને અમારા મત પ્રમાણે જે કેવલ્ય અથવા મોક્ષ પામવાના માર્ગ પર હોય એને માટે આહાર ત્યાજ્ય છે. દિશા એનાં વસ્ત્ર છે. વસ્ત્ર ધારણ કરે છે તે મોક્ષને પામતો નથી - મોક્ષને પાત્ર નથી. સ્ત્રીઓ મોક્ષને લાયક નથી...' કુમુદચન્દ્રે વિજયી ટંકાર કરતાં એનો સિદ્ધાંત રાજસભામાં કરતાં સિદ્ધરાજ જયસિંહ અને સભાસદો પર એની ગર્વિષ્ઠ નજર નાંખી. Jain Educationa International For Personal and Private Use Only Page #55 -------------------------------------------------------------------------- ________________ ૩૮ દેવચન્દ્રસૂરિ અને સોમચન્દ્રએ કુમુદચન્દ્રના વિધાનનો વિરોધ કરતાં કહ્યું. ‘આહાર એ તો શરીરનું પોષક તત્ત્વ છે. શરીરમાં રહેલા આત્માનો પ્રાણ છે. સાચા કેવલીને આહાર કરવાનો બાધ નથી. અને મોક્ષ દિગંબર અવસ્થામાં રહેનારાને જ મળે છે એ માન્યતા ભૂલભરેલી છે. મોક્ષ સરિત્ર આચરનારા - ધવલ વસ્ત્રો ધારણ કરનારા - સાધનાના પંથે - કાયાનું - અને આત્માનું કલ્યાણ કરનારા સૌ કોઈ પામે છે અને સ્ત્રીઓ પણ સાધના દ્વારા મોક્ષની અધિકારી બને છે અને મોક્ષ પામે છે.’ કલિકાલસર્વજ્ઞ ગુરુ અને શિષ્યનાં વિધાનોથી કુમુદચન્દ્રની અર્ધી હાર તો થઈ ગઈ હતી પરંતુ સભામાં બેઠેલી વિદ્વાનોની મંડળીને કુમુદચન્દ્ર હારે નહીં - એ રીતે ચુકાદો આપવાનું અગાઉથી રાજમાતા દ્વારા કહેવામાં આવ્યું હતું. સોમચન્દ્રસૂરિને આ વાતની જાણ થતાં એ પરીક્ષકોને મળ્યા અને વિગતે એના વિધાનોની સમજણ આપતાં સમજાવ્યું કે દિગંબરોના મત પ્રમાણે સ્ત્રીઓથી ધર્મ પાળવા સાધના કરવાનું શકય જ નથી પરંતુ અમારા મતે તો માનવમાત્રને એના કલ્યાણ માટે સાધના કરવાનો હક્ક ઈશ્વરે આપ્યો જ છે. મીનળદેવીને પણ સ્ત્રીધર્મની સમજ આપતાં સોમચન્દ્રે કહ્યું કે મનુષ્યના આચરણથી - સત્કાર્યથી - સદ્વિચારોથી - એનું આ દિગંબરી અજ્ઞાન દૂર થાય છે અને માનવમાત્ર - પછી તે સ્ત્રી હોય કે પુરુષ હોય મોક્ષનો અધિકારી બને છે.’ કુમુદચન્દ્રની હાર થઈ... અને રાજસભાના પાછલા બારણેથી વિજયચિહ્નો તેમ જ વિજયપત્રો અને પાલખી મૂકીને નતમસ્તકે ચાલ્યો ગયો. સિદ્ધરાજ જયસિંહ એના સમવયસ્ક યુવાન સોમચન્દ્રના જ્ઞાન પર વારી ગયો. Jain Educationa International For Personal and Private Use Only Page #56 -------------------------------------------------------------------------- ________________ કાળના વહેતા પ્રવાહમાં “સોમચન્દ્ર - એની અગાધ વાગ્મિતાના બળે એકવીસ વર્ષની યુવાવયે ગુરુદેવ દેવચન્દ્રસૂરિની નિશ્રામાં - ધર્મશાસ્ત્રના પ્રખર જ્ઞાતારૂપે - જયસિંહ સિદ્ધરાજની ધર્મસભામાં સાધુ કુમુદચન્દ્ર પર વિજય મેળવવામાં ગુરુદેવ દેવચન્દ્રસૂરિને સહાયભૂત બની એનામાં રહેલી શક્તિનો ખ્યાલ સૌને આપી દીધો. એક સવારે દેવચન્દ્રસૂરિની નજર અપાસરાના એક ખૂણામાં અભ્યાસમાં લીન થયેલા સોમચન્દ્ર પર પડી. સોમચન્દ્રની અભ્યાસનિષ્ઠા અને જ્ઞાન પર પ્રસન્ન એવા ગુરુએ... ચોતરા પર બેઠા બેઠા જ બૂમ પાડી. સોમચન્દ્ર...” ‘આજ્ઞા ગુરુદેવ....... એકાદ શાસ્ત્રનું પુસ્તક વાંચતા સોમચ પુસ્તકને એના યોગ્ય સ્થાને મૂકતાં ગુરુદેવને જવાબ આપ્યો. સોચન્દ્ર અહીં આવ તો....” દેવચન્દ્રસૂરિએ એની નજીક બોલાવ્યો. સોમચન્દ્ર ધીમાં પગલે ગુરુદેવના ચરણોમાં જઈને બેસી ગયો. અન્ય સૂરિઓ. મુનિઓ, સાધુઓ પણ ગુરુદેવ આજે કશુંક અનન્ય કાર્ય - અથવા બોધ આપવાની તૈયારી કરી રહ્યા છે. એવું માની ચોતરાની આસપાસ ગોઠવાઈ ગયા.” સોમચન્દ્ર. થોડાક પ્રશ્નો તને પૂછવા છે વત્સ. જરૂર ગુરુદેવ... મને જ્ઞાનલાભ - ધર્મલાભ થશે.” શિષ્ય બોલ્યો. જૈનધર્મની આધારશિલા કેટલી ? પ્રશ્ન કરતાં દેવચન્દ્રસૂરિએ એકત્રિત થયેલા શિષ્યો પર નજર ફેરવી લીધી. ગુરુદેવ જૈનધર્મની આધારશિલા ત્રણ છે.” સોમચન્દ્ર જવાબ આપ્યો. “કઈ કઈ ?” Jain Educationa International For Personal and Private Use Only Page #57 -------------------------------------------------------------------------- ________________ જ0 કલિકાલસર્વજ્ઞ આહંતધર્મ, અરિહંતધર્મ, અને અનેકાન્ત દર્શન' એકથી વધુ દૃષ્ટિકોણથી જોવા - વિચારવાની વિશદ્ ચિંતનધારા અને વીતરાગધર્મ - રાગ અને દ્વેષ વિનાના પરમાત્માનો ધર્મ ગુરુદેવ આ ત્રણ આધારશિલાના આધારે “પરમેષ્ઠિનો પરમપદ મોક્ષની પ્રાપ્તિ થાય છે.” સોમચન્દ્ર કશોય ખચકાટ અનુભવ્યા વગર અનોખા આત્મવિશ્વાસ સાથે જવાબ આપ્યો. દેવચન્દ્રસૂરિ મનોમન શિષ્યના જવાબથી ખુશ થયા. “જીવ કેવળદર્શીનું પરમપદ ક્યારે પામે છે ? દેવચન્દ્રસૂરિનો પ્રશ્ન હવામાં ઊછળ્યો. ‘ગુરુદેવ સત્ય, અહિંસા અને તમામ જીવમાત્ર પદાર્થ અને પર્યાયને, વિચાર અને વૃત્તિને જોનાર કેવળદર્શીનું પરમપદ પામે છે.” સોમચન્દ્રની આજુબાજુ બેઠેલા સાધુઓ, ભગવત્તો, શિષ્યો... સોમચન્દ્રના જવાબો સાંભળી ઝૂમી ઊઠ્યા. ગુરુદેવ દેવચન્દ્રસૂરિ પણ મનોમન - જગતને ચોતરે - એક પ્રતિભાસંપન યુગાવતાર - ભગવન્તને સાધુને મૂકી જવાના છે. એના પર ગૌરવ અનુભવતા સંતોષનું સ્મિત વેરી રહ્યા હતા. સોમચન્દ્ર “આજ્ઞા ગુરુદેવ.” ધર્મમાત્રનું અંતિમ ધ્યેય - સાધ્ય કર્યું ? મુક્તિ.... મોક્ષ. નિર્વાણ...” મુક્તિ પ્રાપ્ત કરવાનાં સાધનો કયાં ?” ગુરુ- શિષ્ય વચ્ચે વિષદ - ગંભીર સવાલ-જવાબોની રમઝટ બોલી રહી હતી અને શિષ્યગણ તેમ જ ભગવન્તો, સાધુઓ, મુમુક્ષુઓ અને અપાસરામાં દર્શનાર્થે આવેલા શ્રાવકો - સંસારીજનો રંગાઈ રહ્યા હતા. સૌ કોઈને લાગતું હતું કે જિંદગીમાં જ્ઞાનપ્રાપ્તિની આવી પળો ક્યારેક જ સાંપડતી હોય છે. ‘ગુરુદેવ મુક્તિ પ્રાપ્ત કરવાનાં સાધનો, મારી સમજ મુજબ અહિંસા, Jain Educationa International For Personal and Private Use Only Page #58 -------------------------------------------------------------------------- ________________ કલિકાલસર્વજ્ઞ ૪૧ સત્ય, વીતરાગ, મુદિતા, અપરિગ્રહ. ઇત્યાદિનું આચરણ એ જ તો મુક્તિનો-મોક્ષનો માર્ગ મારે મન છે.' સાધુજીવનમાં આચરવાનાં પાંચ મહાવ્રતો કયાં?’ પ્રમાણમાં સરળ કહી શકાય એવો સવાલ કરી... એકત્રિત શ્રોતાઓને આશ્ચર્યમાં ગરકાવ કરી દીધા. ગુરુદેવ અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ, આ પાંચ મહાવ્રતોનો પ્રતિજ્ઞા દ્વારા અંગીકાર એટલે એના આચરણનો ખૂલેલો મોક્ષ માર્ગ.” દેવચન્દ્રસૂરિએ સાધો... સાધો...'ના પ્રસન ઉદ્દગારોથી વાતાવરણ ભરી દીધું. શ્રોતાઓના હૃદયમાંથી આવા જ ઉદ્ગારો સરી પડ્યા. સોમચન્દ્ર” આજ્ઞા ગુરુદેવ.” અપાસરાના પેલ્લા એકાંત ખૂણામાં પડેલો ઢગલો દેખાય છે? કાળા રંગનો છે તે ?” હા, ગુરુદેવ...” ‘એ શું છે સોમચન્દ્ર ?” હેમ.” “હેમ ?' સૌ કોઈના મુખમાંથી આશ્ચર્યના ઉદ્ગારો સરી પડ્યા. સોમચન્દ્ર આખરે ગુરુદેવની પરીક્ષામાં નાપાસ થઈ ગયો. કાળા કોલસાને તે પહેમ' - “સોનું કહેવાતું હશે ? “સોમચન્દ્ર” તેં શું કહ્યું, “હેમ ?” તારો દૃષ્ટિભ્રમ તો નથી થયોને ? એ તો કોલસાનો ઢગલો છે.” દેવચન્દ્રસૂરિ શિષ્ય પર નજર સ્થિર કરતા બોલી ઊઠ્યા. ગુરુદેવ.. એ હેમ' જ છે....' “હેમ. જ.' Jain Educationa International For Personal and Private Use Only Page #59 -------------------------------------------------------------------------- ________________ ૪૨ કલિકાલસર્વજ્ઞ ‘તું કઈ રીતે કાળા કોલસાને હેમ' કહે છે. વત્સ ?’ ગુરુદેવ પ્રાકૃતજનોને • સામાન્ય અજ્ઞાની જીવોને એમાં કોલસાનું દર્શન થાય છે....” ચોતરાની આજુબાજુ બેઠેલા શ્રોતાઓમાં ખળભળાટ સર્જાઈ ગયો... સોમચન્દ્ર આ પળોમાં ગોથાં ખાઈ ગયો હતો કે શું ? ‘ગુરુદેવ, મેં સામાન્ય અજ્ઞાની જીવોની - પ્રાકૃતજનોની વાત કરી... ગુરુકૃપાથી સતત “આત્માની શોધમાં ભટકતા “જીવાત્માની પામરતા પારખતાં “અહિંસાના આચારને જીવનધર્મ માનતા - આ તમારા શિષ્ય સોમચન્દ્રને તમારી જ્ઞાનરૂપી દિવ્યદૃષ્ટિ મળતાં, એને તો અંતે આ બધું હેમનું હેમ” જ દેખાય છે. ગુરુદેવ જગત અંતે તો હેમનું હેમ' જ છે. એ હેમ'નું દર્શન પામવા માટે દૃષ્ટિ એક સાધકની જ હોવી જરૂરી છે.' ચોતરા પર બેઠેલા દેવચન્દ્રસૂરિ આવેશમાં આવી આનંદવિભોર બની ઊભા થઈને એના લાડલા શિષ્યને ભેટી પડ્યા. એકત્રિત શ્રાવકો, સાધુઓ, સૂરિઓ, - બધા જ “ગુરુશિષ્યના આ પ્રકારના લૌકિક મિલનને ફાટી આંખે જોઈ રહ્યા. ગુરુદેવ આ પળોમાં - એક સામાન્ય પૃથકજન જેવા દેખાતા હતા. ગુરુદેવ આ ” કેટલાક બટકબોલા શ્રાવકો ઊઠતા ઊઠતા અંતરની શ્રદ્ધાને પ્રવચન સાંભળી બોધને ખંખેરી નાંખતાં બોલી પણ ઊઠ્યા. સોમચન્દ્ર. અને અહીં એકત્રિત થયેલા શ્રાવકો, સાધુઓ, સૂરિઓ... છાત્રો... આજથી સાતમા દિવસે સંવત ૧૧૬૬ના વૈશાખ સુદ ત્રીજ - અખાત્રીજના દિવસે સોમચન્દ્ર આપણા ધર્મનું સાધુસૂરિ સમાજનું “સાચું હેમ' - હેમચન્દ્રાચાર્યસૂરિ સ્વરૂપે દીક્ષિત થશે - સ્તંભતીર્થના મહોલ્લે મહોલ્લે એલાન કરો... ‘અહિંસા પરમો ધર્મનો આ જગતનાં મૂંગા પ્રાણીઓના, પામર મનુષ્યોના, ભોળા પંખીઓના, ફળ-ફૂલ, ઝાડ-પાન - સર્વે જીવોની થતી રહેલી હિંસા સામે અહિંસાનો એક માહોલ - એના મન, વચન અને કર્મથી સર્જતા રહી, જૈનધર્મની બુલંદી જગાવી હેમચન્દ્રાચાર્યસૂરિનું નામ જગતમાં રોશન કરશે. ધંધુકા અમારા Jain Educationa International For Personal and Private Use Only Page #60 -------------------------------------------------------------------------- ________________ કલિકાલસર્વજ્ઞ ૪૩ નગરશ્રેષ્ઠિ ચાંચદેવ અને માતા પાહિનીદેવીને પણ આ સમાચાર પહોંચાડી આચાર્ય મહોત્સવમાં હાજર રહેવાનું નિમંત્રણ પાઠવો.” વાતાવરણમાં સન્નાટો ઘડીભર તો છવાઈ ગયો. દેવચન્દ્રસૂરિની અણધારી જાહેરાતે સૌ કોઈને સ્તબ્ધ કરી દીધા પરંતુ સમય પસાર થતાં કળ વળતાં - સૌ કોઈના ચહેરા પર આનંદના ઓઘ ઊમટ્યા. સોમચન્દ્ર ગુરુદેવની કપરી પરીક્ષામાંથી પાસ થઈ ચૂક્યો હતો, દેવચન્દ્રસૂરિના ચરણોમાં એ ઢળી પડ્યો. ગુરુદેવ...જેવા શબ્દો પણ ઉચ્ચારવાના એનામાં હોશ રહ્યા નહોતા. ગુરુદેવનો પ્રેમાળ હાથ માથે ફરી રહ્યો હતો. પાહિનીદેવી... ઝબકીને જાગી ગઈ. મધ્યરાત્રીની “આલબેલ'ના ડંકા પાહિનીપ્રાસાદના ઘંટાઘરમાંથી વાગી રહ્યા હતા. પ્રાણનાથ... જાગો...” - બાજુમાં સૂતેલા “ચાંચના શરીરને આવેશમાં આવી હલબલાવી નાંખતી પાહિનીદેવી બોલી ઊઠી. “શું છે ? શું છે પાહિની... બેબાકળો ચાંચ જાગી ગયો. આંખો સામે... પાહિની, અંધકારને ફેડવા સુવર્ણપાત્રમાં દીપક પ્રગટાવી રહી હતી. એના ચહેરા પર રમતી વિહ્વળતાએ ચાંચને ક્ષણભર તો મૂંઝવી દીધો... પ્રાણનાથ... આજે તમે મારી બાજુમાં છો. દરિયા ડહોળતા સમંદર કિનારાના કોઈ શહેરમાં નથી. એનો મને આનંદ છે - સંતોષ છે.” પાહિની, વાત શી છે? તું આમ ઝબકીને જાગી ગઈ. તે શું કાંઈ ખરાબ....” પાહિની એની કોમળ હથેળી પતિના હોઠ પર મૂકતાં ખરાબ. નહીં. સરસ... સુંદર ક્યારેય ભુલાય નહીં એવું સ્વપ્ન આવ્યું. પ્રાણનાથ...” બોલી ઊઠી. દેવી, તને તો બસ સપના જ આવ્યા કરે છે... અને એ પણ સારાં... Jain Educationa International For Personal and Private Use Only Page #61 -------------------------------------------------------------------------- ________________ ૪૪ કલિકાલસર્વજ્ઞ સપનાં. અને વળી એ સપનાં સાકાર પણ થતાં રહે છે.” ચાંચ. જિન સ્વામીની કૃપા છે. મારું આજનું સપનું પણ સાકાર બને તો કેવું સારું? સાકાર ન પણ બને. મધ્યરાત્રીએ આવતાં સપનાં કાંઈ થોડાં સાચાં પડે છે. પાહિની બોલી. “અરે દેવી, એવું તે કેવું સપનું આવ્યું કે તમે આટલી વિહવળતા સાથે આનંદની છોળો પણ તમારી વાતોમાં ઉછાળો છો...” પ્રાણનાથ... આપણો ચાંગ... ગુરુદેવનો સોમચન્દ્ર. આચાર્ય બની આપણે આંગણે “ગોચરી વહોરવા આવ્યો...” “ખરેખર દેવી...? હા પ્રાણનાથ...' દેવી, હમણાં હમણાં આપણા ચાંગના ખાસ સમાચાર નથી હોં ચાલોને, કાલ સવારે સ્તંભતીર્થ જઈ દીકરાનું મોટું તો જોઈ આવીએ... હવે તો કેટલો મોટો યુવાન બડકમદાર સાધુ બની ગયો હશે, નહીં ?” પ્રાણનાથ.... પંદર પંદર વર્ષનાં વહાણાં વાઈ ગયાં. પણ તમારો દીકરા પ્રત્યેનો મોહ ઓછો નથી થયો... ચાંચ ચાંગ હવે આપણો મટી સમગ્ર વિશ્વનો બની ગયો છે... જૈનશાસનનું અણમોલ રત્ન બની ગયો છે....” હા દેવી.. મોહનાં બંધન તોડવાં જ રહ્યાં.” તમે કાલે સાંભળ્યું નહીં, ચાંગ... સોમચન્દ્ર પાટણની ધર્મસભામાં કર્ણાટકના મહાન સાધુ કુમુદચન્દ્ર એક પછી એક વાદવિવાદ ચર્ચાઓમાં વિજયી નીવડી પાટણ આવ્યા ત્યારે આપણા સોમચન્દ્ર તો ગુરુદેવને વિજયી બનાવ્યા....” દેવી તમે મોહનાં આવરણ હટાવી નાંખવાનું કહો છો... પણ... તમે ખુદ તો... આપણો ચાંગ-સોમચન્દ્ર કહેતાં થાકતાં નથી. ચાંચ હસીને બોલ્યો. હા પ્રાણનાથ... આપણા સંસારી જીવોની આ જ તો તકલીફ છે ને... આપણો ચાંગ... સોમચન્દ્ર. આચાર્ય થાય - સૂરિશ્વર બને કે તરત Jain Educationa International For Personal and Private Use Only Page #62 -------------------------------------------------------------------------- ________________ કલિકાલસર્વજ્ઞ ૪૫ જ હું જ એની પ્રથમ સાધ્વી બની જઈ જિનશાસનની સેવામાં શેષ જિંદગીને એવી તો ડુબાડી દઈશ કે દીકરો યાદ પણ ન આવે... પાહિની બોલી ઊઠી. અને તમારે પગલે હું પણ દીક્ષા લઈને મહાવીર સ્વામીનો લાડલો બની જઈશ...” પતિ-પત્ની વચ્ચેની વાતોમાં સવાર ક્યારે પડી ગયું તેની પણ ખબર બન્નેને ન રહેત, પણ વહેલી સવારે પાહિનીપ્રાસાદની ડેલી ખખડવાનો અવાજ બન્નેને કાને પડવો. અરે હજી તો ભડભાંખળું પણ નથી થયું ત્યાં આંગણે વળી ક્યા અતિથિ આવીને ઊભા રહી ગયા હશે....” કહેતો ચાંચ પલંગમાંથી ઊભો થઈ ડેલી ખોલવા ગયો. એની પાછળ પાછળ પાહિનીદેવી પણ પહોંચી ગઈ. બારણું ખોલતાં જ જય જિનેન્દ્ર, નગરશ્રેષ્ઠિ ચાંચદેવ અને પાહિનીદેવીનું પાહિનીપ્રાસાદ' આ જ કે?’ - એક અજાણ્યો અસવાર - અશ્વને નજીક ખેંચતાં બોલી ઊઠ્યો. “હા ભાઈ... હું જ ચાંચદેવ અને આ છે પાહિનીદેવી. મારાં પત્ની. આપ અંદર પધારો. આખી રાતનો ઉજાગરો વેઠીને અમારા આંગણે આવ્યા લાગો છો ?' હા. મને સ્તંભતીર્થથી ઉદયન મંત્રીએ મોકલ્યા છે.' ઉદયન મંત્રીએ....! શા સમાચાર લાવ્યા છો ભાઈ, અમારો ચાંગ.. સોમચન્દ્ર. તો સૂરિજીની નિશ્રામાં સાજા-નરવો છે ને?” ચાંચ બોલી ઊઠ્યો. અવાજમાં ચિંતા અને આશંકા રમતાં હતાં. નગરશ્રેષ્ઠિ... આવતીકાલે - અખાત્રીજના શુભદિને નાગોર મુકામે દેવચન્દ્રસૂરિજી એમની કંથા સોમચન્દ્રમુનિને ઓઢાડી એને આચાર્યપદે - હેમચન્દ્રાચાર્યસૂરિરૂપે સ્થાપશે.... તો આપ બન્ને એ પ્રસંગે હાજર રહેવાનું ખાસ નિમંત્રણ આપવા મંત્રીશ્વરે મને મારતા ઘોડે મોકલ્યો છે.' Jain Educationa International For Personal and Private Use Only Page #63 -------------------------------------------------------------------------- ________________ હંતમે કહ્યું ભાઈ... અમારો ચાંગ... પાહિનીદેવી હર્ષની મારી આગળ બોલી ન શકી. “અરે ભાઈ, તમે તો ઉંબરામાં જ ઊભા છો... અંદર આવો. અને અમને વિગતે સમાચાર આપો... અમારો ચાંગ... – હર્ષઘેલો ચાંચ પણ આગળ કશું બોલી ન શક્યો. ઉંબરો ઓળંગી સ્તંભતીર્થના ઉદયન મંત્રીના કાસદને લઈ પતિપત્ની દીવાનખાનામાં આવ્યાં. બેસો ભાઈ... બેસો... હું આપને માટે જલપાન લઈ આવું. આપ આ સુખાસન પર બેસો.” ગાંડીઘેલી પાહિનીદેવીએ આંગણે આવેલા અતિથિનું સ્વાગત કરતાં કહ્યું. હા ભાઈ... વિરામ કરો.... લાંબી ખેપ કરીને આવ્યા છો...” ‘આપનું નામ ?” ચાંચે પૂછ્યું. જીવો... મંત્રીશ્વરની સેવામાં વર્ષોથી છું.” જીવાએ ટૂંકો જવાબ આપતાં કહ્યું. પાહિનીદેવીએ જલપાન આદિથી મહેમાનનો સત્કાર કરી... ઉત્સુકતા સાથે જીવા કાસદને પ્રશ્નો કર્યા. “તેં હે જીવાભાઈ... તમને મંત્રીશ્વરે ખાસ મોકલ્યા... અપાસરે ગુરુદેવ દેવચન્દ્રસૂરિને વંદના કરવા ગયા હતા ? સૂરિજીએ શું કહ્યું?' “હા જીવાભાઈ તમે અમને સોમચન્દ્રને આચાર્યપદથી વિભૂષિત કરવાના સમાચારની વાત વિગતેથી કરો....' “શું કહું શ્રેષ્ઠિરત્ન.. પાહિનીદેવી... મારા સદ્દભાગ્ય કે હું મંત્રીશ્રી સાથે અપાસરામાં હતો.' Jain Educationa International For Personal and Private Use Only Page #64 -------------------------------------------------------------------------- ________________ કલિકાલસર્વજ્ઞ ૪૭ અપાસરામાં શું હતું ? કંઈ ખાસ વાત ?” ચાંચે પૂછ્યું. અમારા સોમચન્દ્રને જોયો ? અમારો ચાંગ હવે તો ખાસ્સો મોટો થઈ ગયો હશે નહીં ?” પાહિનીદેવી દીકરા વિષેના સમાચાર સાંભળવા આતુર હતી. આખરે તો મા હતી ને ! શું વાત કરું સોમચન્દ્રમુનિની હું મંત્રીશ્વર સાથે અપાસરામાં ગયો ત્યારે ઘેરોએક માણસો વચ્ચે ગુરુદેવ.. અમારા સોમચન્દ્રમુનિને એક પછી એક સવાલો પૂછે ને... સોમચન્દ્રમુનિ તરત જ એના એવા તો જવાબ આપે કે લોકો વાહ વાહ બોલી ઊઠે.' અચ્છા... દીકરાએ સાધુ બની... અમારાં તો કુળ ઈકોતેર તારી નાંખ્યાં. હોં જીવાભાઈ પણ હાં પછી શું થયું ?” ચાંચ બોલી ઊઠ્યો. થાય શું.. શિષ્યના જવાબો સાંભળી ગુરુદેવ તો ફૂલ્યા નહોતા સમાતા... પાટણની સભામાં પણ એવું જ થયું હતું. પેલો કોક કર્ણાટકથી સાધુ આવ્યો હતો. એને પાટણના પંડિતોને હરાવવા હતા. પણ આપણા ગુરુદેવ અને સોમચન્દ્રમુનિએ એને તો ભૂ પીતો કરી દીધો હોં...” “વાત કરો છો જીવાભાઈ....” પાહિની બોલી. ‘આ બસ તે દિવસથી જ આમ તો ગુરુદેવે મનોમન ગાંઠ બાંધી દીધી હતી કે સોમચન્દ્રમુનિને આચાર્યપદથી વિભૂષિત કરવા... અને એ મંગલ અવસર આવી પહોંચ્યો છે.” કહેતાં જીવાભાઈ ઊભા થઈ ગયા. લ્યો હવે હું જઈશ. મારે હજી મંત્રીશ્વરનાં ઘણાં કામ પતાવવાનાં છે...' ચાંચદેવે જીવાભાઈને ભેટસોગાદો આપી વિદાય કર્યા. દેવી... આપણે પણ નાગોર જવાની તૈયારી કરીએ.’ પ્રાણનાથ.... આજે જ આપણે સ્તંભતીર્થ પહોંચી ગુરુદેવ સાથે જ નાગોર જઈએ તો કેવું...” વિચાર સારો છે. એમની વાણીનો ધર્મલાભ પણ થશે. અને દીકરાની આ ક્ષેત્રની ગતિવિધિનો પણ ખ્યાલ આવશે.” ચાંચ બોલ્યો. Jain Educationa International For Personal and Private Use Only Page #65 -------------------------------------------------------------------------- ________________ ૪૮ કલિકાલસર્વજ્ઞ આપણે. હવે સોમચન્દ્રને દીકરાની નજરે જોવાનો મોહ છોડી દેવો જોઈએ. આપણું મમત્વ એની પ્રગતિમાં અવરોધ બની રહેવું ન જોઈએ” પાહિનીદેવી બોલી. દેવી, તમારી વાત સાચી છે.' ચાંચે વાતને સમેટી લેતાં કહ્યું. નાનકડું નાગોર ગામ આનંદને હેલે ચડ્યું હતું. ગામની ગલીઓ, કેડીઓ, રસ્તાઓ શણગારાઈ રહ્યાં હતાં તોરણો ઝૂલતાં હતાં. શમિયાણા બંધાઈ રહ્યા હતા. શરણાઈના સૂરો અને કોકિલકંઠી નારીઓના સ્વરગુંજનથી વાતાવરણમાં પ્રસન્નતાની લહરો ઊઠતી હતી. નાગોર ગામને આંગણે એના પ્રિય, વંદનીય સોમચન્દ્ર સાધુ એના ગુરુ દેવચન્દ્રસૂરિ સાથે આવી રહ્યા હતા. અક્ષય તૃતિયાનો દિવસ ગામ માટે શુકનિયાળ નીકળ્યો. સોમચન્દ્ર સાધુ - સાધુ બન્યા ત્યારથી આ ગામના લોકોના પ્રેમભાજન બની રહ્યા હતા. એમનો શાસ્ત્રોનો અભ્યાસ કરવા, લેખન કાર્ય કરવા, શાંતચિત્તે ધ્યાન અને યોગની સાધના કરવા નાગોર ગામના અપાસરામાં આવતા. અનેક ચાતુર્માસો પણ સોમચન્દ્ર સાધુએ આ ગામમાં ગાળ્યા હતા. નાગોર ગામના લોકોને જ્યારે સમાચાર મળ્યા કે સોમચન્દ્ર મુનિનો આચાર્યપદ ગ્રહણ કરવાનો સમારંભ એના ગુરુ દેવચંદ્રસૂરિ સ્તંભતીર્થમાં યોજી રહ્યા છે, ત્યારે નાગોર ગામનો સકળસંઘ - ઉત્સવ એના ગામમાં થાય તેવી વિનંતી કરવા દેવચન્દ્રસૂરિ પાસે ગયો. અને ગામલોકોના સોમચમુનિ પ્રત્યેના અખૂટ પ્યાર આગળ મહારાજ ઝૂકી પડ્યા. પરિણામે આનંદોત્સવની ઉજવણી વહેલી સવારથી અક્ષયતૃતિયાના દિવસે ભગવન્તો, આચાર્યો, સાધુસંતો અને શ્રાવક સંઘો દ્વારા શરૂ થઈ ગઈ હતી. વહેલી સવારે ભારતના પશ્ચિમપ્રદેશમાં સમયની રેતી પરથી કદી ન ભૂંસાય તેવા જ્ઞાનનાં પગલાં પાડનારા પ્રથમ પંક્તિના જ્ઞાની, વીતરાગી એવા એકવીસ વર્ષના યુવાન સાધુ સોમચન્દ્રજી અને એના ગુરુ Jain Educationa International For Personal and Private Use Only Page #66 -------------------------------------------------------------------------- ________________ કલિકાલસર્વજ્ઞ ૪૯ દેવચન્દ્રસૂરિના આગમન સાથે કાર્યક્રમ શરૂ થયો. દેવચન્દ્રસૂરિના ચહેરા પર પ્રસન્નતા પથરાયેલી જોઈ ધંધુકાથી આવેલા ચાંચદેવ અને પાહિનીદેવીની છાતી ગજગજ ફૂલવા માંડી. મંત્રોચ્ચારથી ગુંજી ઊઠેલા મંડપના મંચ પર દેવચન્દ્રસૂરિ ઉપસ્થિત થતા... જનસમૂહમાંથી “દેચન્દ્રસૂરિ મહારાજનો જય.' નો જયઘોષ ઊઠ્યો. સોમચન્દ્ર... વા... મંચ પર પધારો.... દેવચન્દ્રસૂરિના ગંભીર અવાજે વાતાવ૨ણમાં શાંતિનું સામ્રાજ્ય સ્થાપી દીધું. સોમચન્દ્રમુનિએ એના આસન પરથી ઊભા થઈ, એક નજ૨ સભામંડપમાં પથરાયેલા માનવમહેરામણ પર નાંખી, ઉદયન મંત્રીની બાજુમાં બેઠેલા દંપતી પર નજર સ્થિર થઈ. એક ક્ષણ પૂરતા વીતરાગી જીવના હૈયામાં હલચલ મચી ગઈ. ઝડપથી નજર ઘુમાવી, મંચ પર બિરાજમાન ગુરુદેવ પર આંખો સ્થિર કરી... ગુરુદેવના ચહેરા પરની પ્રસન્નતાએ એના હૈયામાં ૫૨મ શાંતિનો અનુભવ કરાવ્યો.... એણે ધીમા પગલે મંચ પર ઊભેલા દેવચન્દ્રસૂરિ મહારાજ તરફ જવા ડગલાં માંડ્યાં... ચિત્ત શાંત, હૈયા અને હોઠેથી ઊઠતા... ‘નવકારમંત્ર’નો એક એક શબ્દ સોમચન્દ્રના હૈયામાં આ ક્ષણોમાં-શાંતિનો ઉજાસ પાથરી રહ્યો હતો. ધીમાં ડગ ભરતા સોમચન્દ્રમુનિ ગુરુદેવ પાસે પહોંચતાં જ એના ચરણોમાં ઢળી પડ્યા... દેવચન્દ્રસૂરિએ સોમચન્દ્રમુનિને એમના બન્ને બાહુમાં ઝીલી લીધા અને... પ્રેમથી હૃદયસરસા ચાંપી દીધા.... અને કશા જ શબ્દના ઉચ્ચારણ વગર એમની કંથા સોમચન્દ્રમુનિને ઓઢાડી દીધી.... અને એક ક્ષણની પરમ શાંતિ પછી બોલી ઊઠ્યા. સોમચન્દ્ર મુનિ... માટે વર્ષો પહેલાં - એના જન્મ પહેલાં - અને પછી મેં ભવિષ્ય ભાખ્યું હતું કે આ બાળક એક મહાન આચાર્ય બનશે અને જિનશાસનને ગૌરવ બક્ષનારો મહાપુરુષ બનશે... આજે મારું એ સ્વપ્ન સાકાર બને છે. સંવત ૧૧૫૦માં સ્તંભતીર્થ ખાતે ચાંગ’ નામના પાંચ વર્ષના બાળકને દીક્ષિત કરી એનું નામ ‘સોમચન્દ્ર' રાખ્યું હતું, તે સોમચન્દ્ર Jain Educationa International For Personal and Private Use Only Page #67 -------------------------------------------------------------------------- ________________ ૫૦ કલિકાલસર્વજ્ઞ આજે સંવત ૧૧૬ ૬ના અક્ષયતૃતિયાના દિને - આપણા ધર્મનું - આપણા સાધુ સમાજનું સાચું હેમ” હેમચન્દ્રાચાર્યસૂરિ સ્વરૂપે દીક્ષિત થઈ રહ્યા છે.... આજે મારી કંથા મેં એમને ઓઢાડી છે... અને મારા આચાર્યપદથી હું એને સકળસંઘ સમક્ષ નવાજું છું.... બોલો ભગવાન મહાવીર સ્વામીનો જય... હેમચન્દ્રાચાર્યસૂરિનો જય...” ગુરુદેવ ધન્ય થયો... જીવ્યું જગતે સાર્થક થયું..” કહેતાં – ક્ષણ પહેલાનાં સોમચન્દ્રમુનિ, હેમચન્દ્રાચાર્યજી - ગુરુદેવને પ્રણામ કરવા નીચા નમ્યા, ત્યાં જ દેવચંદ્રસૂરિએ એના હાથ પકડી લીધા અને બોલી ઊઠ્યા... આચાર્ય દેવો ભવ...” સોમચન્દ્રમાંથી હેમચન્દ્રાચાર્ય બનેલા સાધુએ ઉદયન મંત્રીની બાજુમાં બેઠેલા આધેડ વયના દંપતી સામે નજર કરી પતિ-પત્નીની આંખોમાંથી હર્ષનાં આંસુની ધારા વહી રહી હતી. હેમચન્દ્રાચાર્યજી એનાં માતા-પિતાને ઓળખી ગયા... એક ડગલું આગળ વધ્યા, ત્યાં જ માંયલાનો. વીતરાગી જીવ બોલી ઊઠ્યો...... “સાધુ માટે કોણ મા... કોણ બાપ.... મોહનાં બંધનોથી મુક્ત માણસ માટે - સાધુ માટે તો વસુધૈવ કુટુંબકમ્....” ચાંચદેવ અને પાહિનીદેવી ઊભા થઈ ગયા. હેમચન્દ્રાચાર્યજીના મનમાં સારી એવી ગડમથલ સર્જાઈ ગઈ હતી. પાહિનીદેવીને મંચ તરફ આવતા જોઈ, હેમચન્દ્રાચાર્યથી રહેવાયું નહીં. એ લથડતી ચાલે એના તરફ આવતી સંસારી માતા તરફ ધસી ગયા. અને “અરે મા...... - કહેતાં પાહિનીદેવીને ભેટવા જતા હતા ત્યાં જ પાહિનીદેવીનો ઘેઘૂર અવાજ વાતાવરણમાં ફરી વળ્યો : “ના...ના...ના... આચાર્ય હેમચન્દ્રસૂરિ... આ મહામૂલા માનવદેહને ક્ષણિક મોહ અને માયામાં ઝબોળી તમારા તમને, જ્ઞાનને, ધર્મ અને કર્મને ના અભડાવશો....” નહીં મા... તમારા આગમને આપણા પ્રથમ તીર્થકર ઋષભદેવને નિહાળતા જેમ એની માતાનાં પ્રજ્ઞાચક્ષુ ખૂલી ગયાં હતાં એમ મા તમારાં પ્રજ્ઞાચક્ષુ ખૂલી રહ્યાં છે. ક્ષણેક માટે ભગવાન તથાગત જેવાને પણ પત્ની Jain Educationa International For Personal and Private Use Only Page #68 -------------------------------------------------------------------------- ________________ કલિકાલસર્વજ્ઞ પ૧ યશોધરાનાં દર્શન ભિક્ષા માંગવા જતાં થયાં હતાં ત્યારે એ પળો પૂરતો ત્યાગધર્મ તુચ્છ લાગ્યો હતો.” આદિ શંકરાચાર્યના વિરક્તિના મહાન સમુદ્રમાં માતૃપ્રેમના સંસ્મરણોનું નાવડું તરતું થઈ તપમાં વિક્ષેપ પાડી રહ્યું હતું... જિંદગીની આ સુવર્ણપળે - જન્મ જન્માંતરની મોક્ષપ્રાપ્તિની પળે મને પણ આવું જ કાંઈક થાય છે...” “હેમચન્દ્રાચાર્યજી... તમારો જન્મ આવી ક્ષણિક આવેગ કે મોહ સર્જતી પળોના કાજે આ પૃથ્વીના પાટલે નથી થયો... સંસારનાં બધાં જ આવરણો તોડીફોડી, પરમપદને પામવા તમે ચાંગમાંથી સોમચન્દ્ર અને સોમચન્દ્રમાંથી આજે હેમચન્દ્રાચાર્યસૂરિના પદે ગુરુદેવની કૃપાથી આરૂઢ થયા છો, ત્યારે આ માનવકલ્યાણકારી પંથની યાત્રામાં હું તમારા સાધ્વીગણની પ્રથમ સાધ્વી બનવાનું ગૌરવ યાચું છું. મને દીક્ષા આપો સૂરિ હેમચન્દ્રાચાર્યજી...” વાતાવરણમાં સન્નાટો પ્રસરી ગયો. મંચ પરથી ગુરુદેવ દેવચન્દ્રસૂરિ પ્રાંગણમાં ઊભેલાં માતા-પિતા અને પુત્ર વચ્ચે આવી ગયા... વર્ષો પછી માતાના થયેલા દર્શને કેટલીક ક્ષણો માટે પોતાની કંથા ઓઢેલા આચાર્ય મોહ-માયાના આવરણોમાં આવી જાય એ સાધુજીવન - સાધુગણ માટે શોભાસ્પદ નહોતું. દેવચન્દ્રસૂરિ મહારાજ આ બાબતમાં કશુંક કહેવા જાય ત્યાં તો માતા પાહિનીદેવીના ઉદ્દગારો કાને પડ્યા અને હૈયું ધન્યતા અનુભવતું ફરી એક વખત બોલી ઊઠ્યું. બકુલ પવિત્ર જનની કૃતાર્થ ધન્ય છે માતા પાહિનીને... અપૂર્વ એના ત્યાગને... આજે એની કંથા ઓઢી આચાર્ય બનેલા દીકરાને જ્ઞાનમાર્ગે - ત્યાગના માર્ગે - મક્કમતાથી દોરી રહી હતી.... ગુરુદેવ દેવચન્દ્રસૂરિજી એના પટ્ટશિષ્ય અને આચાર્યપદે સ્થાપિત થયેલા હેમચન્દ્રાચાર્ય નજીક ગયા અને ખભે એનો પ્રેમાળ હાથ મૂક્યો... માતેય... હેમચન્દ્રાચાર્યજી લાગણીભર્યા સ્વરે બોલ્યા. Jain Educationa International For Personal and Private Use Only Page #69 -------------------------------------------------------------------------- ________________ કલિકાલસર્વજ્ઞ “ના, શ્રાવિકા કહો આચાર્ય અને ગુરુદેવની આજ્ઞા લઈ મને દીક્ષા આપી આપની આપના સંઘની પ્રથમ દીક્ષિત શ્રાવિકા થવાનો લાભ આપો.” - પાહિનીદેવી બોલ્યાં. એના ખભા પર કોઈકનો હાથ ફરી રહ્યો હતો. એણે નજર કરી તો ચાંચદેવ - એના પતિ ખડા હતા. આપ મારા માટે પૂજ્ય છો, પ્રણામને લાયક છો. વયે અને જ્ઞાને વડીલ છો - હજી તો હું બાળક છું. દીક્ષા દેવાનો અધિકારી હજી હું બન્યો નથી... તમારા હાથે તો વંદનીય જિનપ્રભુના - આપણા ધર્મના મારામાં જીવનસંસ્કાર રેડાયા. આ સંસ્કારોએ તો આ જીવને જિનપ્રભુનો બનાવ્યો. તમને દીક્ષા આપવાનો મારો અધિકાર કેટલો? મહારાજ આપનું શું મંતવ્ય છે ? હેમચન્દ્રાચાર્ય સૂરિ તમે માયા, મમતાનાં કર્મો ખપાવી ચૂકેલા સાચા અર્થમાં સાધુ જીવ છો. આંખો સામે કે અંતરમાં તમારાં માતાપિતા કે કોઈ પણ લૌકિક સંસારી જીવ તમારા માટે હવે સંબંધોના તાંતણે રહ્યો નથી.... ભક્તિરસનું ભાવભીનું સૂરઝરણું વહાવતા- રાગ-દ્વેષ, હિંસા સર્વથી પર એવા સૂરઝરણાના વીતરાગી સૂરિ, પાહિનીદેવીને આપ જ પ્રથમ દીક્ષા આપી - માતાને નહીં પણ એક મુમુક્ષુ દીન જીવને દીક્ષિત કરો... દેવી આગળ પધારો...” પાહિનીદેવી આગળ આવે છે, પાછળ પાછળ ચાંચદેવ પણ આવે છે. અને આચાર્ય હેમચન્દ્રાચાર્યસૂરિના સૌ પ્રથમ શિષ્યો... એનાં માતા પિતા બન્યાં. Jain Educationa International For Personal and Private Use Only Page #70 -------------------------------------------------------------------------- ________________ હેમચન્દ્રાચાર્યજી સ્તંભતીર્થના દરિયાકિનારે એકાંત સ્થળે સમી સાંજના આથમતા સૂરજને નિહાળતા બેઠા હતા. અક્ષયતૃતિયાના દિવસે આચાર્યપદ ગ્રહણ કર્યા પછી, એ પદની ગરિમા જાળવી રાખવા સદાય સતર્ક - જાગ્રત રહેતા. એમના કાળનું ગુજરાત - મહારાજા સિદ્ધરાજ જયસિંહની રણહાકથી ગાજતું, સમૃદ્ધિની છોળો ઉછાળતું - વિદ્યાવ્યાસંગથી ગુંજતું - જ્ઞાનની ક્ષિતિજો વિસ્તારતું રહેતું ગુજરાત હતું - સિદ્ધરાજ જયસિંહના બાહુબળનો - શૌર્યનો પરચો - દર્શિત કરતું. ગુજરાતના ઇતિહાસનું એક સુવર્ણયુગનું અણમોલ પાનું હતું. શ્રમણ અને બ્રાહ્મણ વચ્ચેના યુગોથી ચાલતા આવતા દ્વેષની નોંધ તો પતંજલિ ઈત્યાદિએ કરી છે પરંતુ આ કૅષ ગુજરાતમાંથી ક્યારનો લોપ પામી ગયો હતો. વનરાજ ચાવડાના ગુરુ શીલગુણસૂરિ ચૈત્યવાસી યતિ હતા. નવા નવા સ્થપાયેલા - અણહિલપુર પાટણમાં ચૈત્યવાસીના જોરને કારણે પાટણમાં જૈન સાધુઓને પ્રવેશ મળતો નહોતો. એ જમાનાના પ્રખ્યાત આચાર્ય અભયદેવસૂરિના બે વિદ્વાન શિષ્યો, જિનેશ્વર અને બુદ્ધિસાગર - કે જેઓ પૂર્વાશ્રમમાં વેદપાઠી - શ્રીપત અને શ્રીધર બ્રાહ્મણો હતા, તેઓ વિહાર કરતા કરતા પાટણ આવી પહોંચ્યા. જૈન સાધુઓને પાટણમાં એ જમાનામાં પ્રવેશ નહોતો મળતો. બને યુવા વિદ્વાન સાધુઓએ માંડમાંડ પાટણમાં પ્રવેશ તો મેળવ્યો, પરંતુ બન્ને જૈન સાધુઓને રાત્રીવાસ માટે ચૈત્યો, અપાસરા, ઈત્યાદિ સ્થળોમાંથી જાકારો મળ્યો. બનેના મૂળભૂત બ્રહ્મતેજના સંસ્કારો જાગી ઊઠ્યા... રાજપુરોહિત સોમેશ્વરના ઘર આગળ આવી જૈન Jain Educationa International For Personal and Private Use Only Page #71 -------------------------------------------------------------------------- ________________ ૫૪ કલિકાલસર્વજ્ઞ સાધુઓએ વેદોચ્ચારથી પાટણનું આકાશ ગજવી મૂક્યું. રાજપુરોહિત સોમેશ્વરે કારણ પૂછ્યું ત્યારે બન્ને સાધુઓએ જૈન સાધુઓને પાટણપ્રવેશ શા કાજે નહીંનો બુલંદ અવાજ ઉઠાવ્યો. રાજપુરોહિતે આ વાત એ જમાનાના રાજા દુર્લભદાસ સોલંકીને કરી અને રાજાએ - એ નિયમો હળવા કરી સૌ કોઈ પ્રજાજનને પાટણમાં પ્રવેશવાનો અધિકાર છે.' ની ઘોષણા કરાવી. પરિણામે જૈનોને પાટણમાં પ્રવેશ મળ્યો. હેમચન્દ્રચાર્યજી સાગરતટે બેઠા બેઠા - જૈનધર્મના ઉત્થાન - એના ઉદાત્ત સિદ્ધાંતો અને એના તીર્થકરોનો પરિચય સમાજને કઈ રીતે કરાવવો એની વિચારધારામાં મશગૂલ થઈને બેઠા હતા. સ્તંભતીર્થનો દરિયો વિશાળ હતો, પરંતુ નગર એના મંત્રીશ્વર ઉદયન જેવું સાંકડું હતું. યુવાન હેમચન્દ્રાચાર્યની આંખોમાં એક સપનું ઝૂલતું હતું... ગરવી ગુજરાતનું એક એક નગર, એક એક ગામ, એક એક કસબો.... માનવસંસ્કૃતિના પાયાનું ધર્મ અને જ્ઞાનનું તીર્થ બની રહે. માતા સરસ્વતીની કૃપા ગુજરાત પર ઊતરે – એક એક નગર, ગામ તક્ષશિલા, વારાણસી, વૃંદાવન બની રહે... ગુજરાતના સોલંકીયુગના રાજવીઓ શિવપંથી હતા, રૂદ્રના અવતાર સમા હતા. મૂળરાજ સોલંકીથી થોડા સમય પહેલાં જ જીવનલીલા સંકેલી પરમધામની યાત્રાએ નીકળી ચૂકેલા મહારાજા કર્ણદેવ સુધીના રાજવીઓની રણભૂમિ પરની શૌર્યગાથાનો કુક્કુટધ્વજ... પાટણથી ગોધરા, કચ્છ લાટ અને સોરઠના સીમાડા સુધી ફરકતો હતો. રાજમાતા મીનળદેવી, દીકરા સિદ્ધરાજના હૈયામાં... ગુજરાતની આણ કચ્છથી કોંકણ અને પાટણથી પતિયાળા સુધીના પ્રદેશો સુધી વિસ્તરેલી જોવા ઈચ્છતા હતા... અને દીકરાને પ્રોત્સાહન અને પ્રેરણાનાં પીયૂષ પાઈને તૈયાર પણ કરી રહ્યાં હતાં. બાળારાજા સિદ્ધરાજ યુવાનીને ઉંબરે પહોંચી ગયો હતો. માતાનાં સ્વપ્ન સાકાર કરવા એનું યુવાન હૈયું થનગની રહ્યું હતું. મહાઅમાત્ય મુંજાલ પણ ગુજરાતનો કુષ્પટધ્વજ ભારતીય સીમાડાઓ વીંધી... ગજનીના દેશ પર ફરકતો થાય તેવું સ્વપ્ન લઈને પાટણમાં બેઠા હતા. ગૂર્જરભોમના Jain Educationa International For Personal and Private Use Only Page #72 -------------------------------------------------------------------------- ________________ કલિકાલસર્વજ્ઞ પપ – શમશેરના ખણખણાટના – રણભેરીનાં સ્વપ્નાઓ આવતાં હતાં તો સ્તંભતીર્થના એક ખૂણામાં સાગરતટે બેઠેલા સંસ્કૃતપુરુષ હેમચન્દ્રાચાર્યને દેશપરદેશમાં ધર્મ અને સંસ્કૃતિનાં ધ્વજ લહેરાવવાના કોડ જાગ્યા હતા.... આ સ્વપ્ન સાકાર કરવા માટે સ્તંભતીર્થ નાનું પડતું હતું. ગુજરાતની રાજધાની અણહિલપુર પાટણ જો એની કર્મભૂમિ બને તો જ રાજવીઓ, નગરશ્રેષ્ઠિઓ, કોટ્યાધિપતિઓ અને વિદ્વાન આચાર્યો, સંતોના સહકાર સાથે જનસમાજમાં ધર્મની ભાવના જગાડી શકે તેમ હતા. દરિયાઈ તરંગોમાંથી ઊઠતી શીતલ લહરીઓનો રસાસ્વાદ માણતા હેમચન્દ્રાચાર્યજી કશાક નિર્ણય સાથે ઊઠ્યા... અને અપાસરામાં પ્રવેશતાં જ ગુરુદેવ દેવચન્દ્રસૂરિજીને ચોતરા પર બેઠેલા જોયા... ‘ગુરુદેવ.' બોલો આચાર્યશ્રી.” ગુરુદેવ આપ મને આચાર્ય રૂપે સંબોધી શરમાવો નહીં. હું તો આજ પણ તમારો શિષ્ય સોમચન્દ્ર જ છું. હેમચંદ્રાચાર્યે વિવેક દેખાડ્યો. બોલો વત્સ શું વિચાર લઈને આવ્યા છો ?” ‘ગુરુદેવ. સાધુ તો ચલતા ભલા અને એમાં પણ જૈનસાધુઓ માટે તો ‘વિહાર' એ જ જ્ઞાનજ્યોત, સંસ્કારજ્યોત અને ધર્મજ્યોત પ્રસરાવવા માટેના ઉત્તમ પર્યાયો છે.' વાત સાચી છે વત્સ!” દેવચન્દ્રસૂરિ બોલ્યા. આપ રજા આપો તો ગુર્જર પ્રદેશનાં દર્શન કરી પવિત્ર થાઉં. ગુર્જરભોમમાં વસતા સંતોનો, જ્ઞાનીઓનો, સાધુઓના સત્સંગથી પાવન થાઉં, ગુજરાતનાં નગરોના ખાસ કરીને પાટણ, પાલિતાણા, ઈત્યાદિના ગ્રંથભંડારોનાં દર્શન કરું.” હેમચન્દ્રાચાર્ય બોલ્યા. વત્સ તમારો સરસ્વતી પ્રેમ, જ્ઞાનપિપાસા, વિદ્યાપ્રેમ અનોખાં છે, એ હું જાણું છું, શાસ્ત્રમાં કહ્યું છે ને કાવ્ય શાસ્ત્ર વિનોદન, કાલોં ગચ્છતી ધિમતામ... પાટણ આજે ભારતભરના વિદ્વાનો, સંતો, બૌદ્ધિકોનું પિયર બની Jain Educationa International For Personal and Private Use Only Page #73 -------------------------------------------------------------------------- ________________ કલિકાલસર્વજ્ઞ રહ્યું છે. તમે વેદતણા ઘોષે, ક્યાંક મંગળ ગીતથી બંદીશ શબ્દોથી, નિત્ય જે પૂરી ગાજતી.” એવી પાટણ નગરી તરફ પ્રસ્થાન અવશ્ય કરો. આ પાટણ રૂપ, લાવણ્ય અને લક્ષ્મીથી શોભી રહ્યું છે, બાવન બજાર અને ચોર્યાસી ચૌટાથી ધબકતા અઢારસો કોટ્યાધીશોના નગરમાં હાલમાં તો વિજયોત્સવનું પર્વ ધામધૂમથી ઊજવાઈ રહ્યું છે શેનો વિજયોત્સવ, કોનો વિજયોત્સવ. હેમચન્દ્રાચાર્યે પ્રશ્ન કર્યો. દેવચન્દ્રસૂરિ એના શિષ્યરત્ન સામે જોઈ રહ્યા. આજ પણ વર્ષો પહેલાં ધંધુકાના અપાસરામાં પાંચ વર્ષના બાળક ચાંગના લલાટ પર જે ઝળહળતું તેજ એણે જોયું હતું. એ જ તેજ... એ જ પ્રકાશ, એકવીસ વર્ષના યુવાન આચાર્યના લલાટ પર ઝળહળી રહ્યો હતો. આ જ પ્રકાશ, આ જ તેજ ગુર્જરેશ્વરોને જ્ઞાન, ધર્મ અને કલ્યાણરાજ્યને પંથે દોરવાનું હતું. ગુજરાતના યુવાન પ્રતિભાશાળી રાજા સિદ્ધરાજ જયસિંહે બાર બાર વર્ષના લોહિયાળ સંગ્રામ પછી ભારતના સંસ્કૃતિધામ માલવા પર – માલવ નરેશ નરવર્મદેવ અને પુત્ર યશોવર્મા પર વિજય મેળવ્યો હતો, એના સમાચાર સ્તંભતીર્થમાં ધર્મકર્મની ધૂણી ધખાવીને બેઠેલા દેવચન્દ્રસૂરિને આગલી સાંજે સિદ્ધરાજ જયસિંહના ખાસ સંદેશાવાહક દ્વારા મોકલાવ્યા હતા. માલવનરેશ અવંતીમાંથી ભાગીને ધારાગઢના અજેય કિલ્લામાં ભરાયો હતો. સિદ્ધરાજ જયસિંહ ખુદે ગુજરાતની સરહદ પાર કરી એના લશ્કરને અવંતી તરફ દોર્યું હતું. એની સાથે કેશવસેનાપતિ, મહાઅમાત્ય મુંજાલ, એના જ હાથ નીચે તૈયાર થઈ રહેલો મહાદેવ, સિદ્ધરાજના ભત્રીજા કુમારપાળનો બનેવી મોઢેરકનો કૃષ્ણદેવ જે કાન્હડદેવના નામથી પ્રખ્યાત હતો, આબુના પરમાર રામદેવ, નકુલના અશ્વરાજ અને શાકંભરીથી Jain Educationa International For Personal and Private Use Only Page #74 -------------------------------------------------------------------------- ________________ કલિકાલસર્વજ્ઞ પ૭ આનકરાજ પણ યુદ્ધમાં એનું શૂરાતન દેખાડવા આવી પહોંચ્યા હતા. અજિત ધારાગઢના તોતિંગ દરવાજાઓ પાટણના ગજરાજોએ તોડી નાંખ્યા અને માલવનરેશની હાર નિશ્ચિત થઈ ગઈ. સિદ્ધરાજ જયસિંહે ધારાનગરી અને અવંતીમાં વિજયી પ્રવેશ કર્યો ત્યારે એના હૈયામાં બારબાર વર્ષના રણસંગ્રામમાં જે માનવસંહાર થયો તેનાથી ખુદ સિદ્ધરાજ પણ દુઃખી દુઃખી હતો. દેવચન્દ્રસૂરિને મોકલેલા સંદેશામાં લખ્યું હતું કે ગુરુદેવ... બાર બાર વર્ષના ભીષણ રણસંગ્રામ પછી વિદ્વાનોની નગરી અવંતીમાં ખિન્ન હૃદયે પ્રવેશ કર્યો ત્યારે પણ ભોજરાજાની આ નગરીએ એની સંસ્કારિતા અને જ્ઞાનગરિમાને જાળવી રાખ્યાં હતાં. ભોજરાજાના એ ગ્રંથાગારોમાંથી મહાકવિ કાલિદાસ અને એના જેવા અનેક સંસ્કૃતિ અને સંસ્કારરક્ષક મહાકવિઓ, મહા સર્જકો અને મહા વિદ્વાનોની કલમની સુગંધ વાતાવરણમાં પ્રસરી રહી હતી. ઉજ્જૈન નગરીમાં પ્રવેશતાં પણ એ જ સંસ્કારી હવાનો સ્પર્શ અનુભવાયો. સિદ્ધરાજ જયસિંહ એના સંદેશાવાહક સાથે પાઠવેલા પત્રમાં લખતો હતો કે... ‘ગુરુદેવ, માલવવિજેતા – અવંતીનાથ સિદ્ધરાજની અહીં હાર હતી. મારા ગુજરાત પાસે – મારા પાટણ પાસે – આ સંસ્કારધન નહોતું – ગ્રંથાગારો નહોતા. ગ્રંથો નહોતા. કાલિદાસ નહોતો... મારું ગુજરાત વિદ્યા અને સંસ્કારિતાના ક્ષેત્રે કેટલું દરિદ્ર હતું એના અહેસાસ આગળ રણભૂમિનું શૌર્ય વામણું લાગતું હતું. મારા ગુજરાતને જ્ઞાનસમૃદ્ધ કરવા હું અવંતી ઉજ્જૈન અને ધારાગઢના ગ્રંથાગારોનાં મૂલ્યવાન ગ્રંથોનું ધન લૂંટીને તો નહીં કહું પણ આદર સાથે પાટણ લાવી રહ્યો છું.’ દેવચન્દ્રસૂરિ પત્ર વાંચીને વિચારમાં પડી ગયા. બર્બરકજિષ્ણુ ત્રિભુવનગંડ અને અવંતીનાથના નામે સમગ્ર ભારતમાં જેની પ્રતિષ્ઠાના ચાર ચાંદ લાગી ગયા હતા – એ ગૂજરશ્વર સિદ્ધરાજ જયસિંહને એની બાજુમાં Jain Educationa International For Personal and Private Use Only Page #75 -------------------------------------------------------------------------- ________________ ૫૮ કલિકાલસર્વજ્ઞ એવા સંસ્કારપુરુષની જરૂર હતી કે જે ગુજરશ્વરના અંતરની વ્યથાને - વાસ્તવિકતાને સમજી ગુર્જરભોમમાં સંસ્કારિતાનાં શાંતિનાં ધર્મભાવનાનાં વિચારશીલબીજનું વાવેતર કરી જ્ઞાન, સંસ્કારિતા અને ધર્મના વટવૃક્ષને ઉગાડી ગુજરાતને સંસ્કૃતિનું ધામ બનાવે... દેવચન્દ્રસૂરિ આ બાબતમાં કશુંક વિચારી રહ્યા હતા ત્યાં જ હેમચન્દ્રાચાર્યજી એમની પાસે આવી પહોંચ્યા. અને ગુર્જરપ્રદેશની યાત્રાએ જવાની પાટણનગરીના વૈભવનું દર્શન કરવાની અને ગુજરાતના સાંસ્કૃતિક સાહિત્યધનનો અભ્યાસ કરવા ગ્રંથાગારોની મુલાકાત લેવાની વાત કરી. દેવચન્દ્રસૂરિએ હેમચન્દ્રાચાર્યની વાત સાંભળી પ્રસન્નતા અનુભવી. આ ક્ષણોમાં સિદ્ધરાજ જયસિંહની પડખે હેમચન્દ્રાચાર્ય જેવા સર્વ શાસ્ત્રોના જ્ઞાતા હોય તો ગૂર્જરેશ્વરનું - ગુજરાતને સંસ્કાર અને સાંસ્કૃતિકતાનું પરમધામ બનાવવાનું સ્વપ્ન જરૂર સાકાર થાય ગુજરાતનું પાટનગર વિજયોત્સવને હેલે ચડ્યું છે. લોકો અવંતીથી પધારી રહેલા એના લાડીલા મહારાજનું સ્વાગત કરવા શહેરને શણગારી રહ્યા છે. ત્યારે પાટણ નગરીની રોનક અનેરી હશે, પણ... દેવચન્દ્રસૂરિ અટકી ગયા. ‘ગુરુદેવ, અટકી કેમ ગયા ? હેમચન્દ્રાચાર્ય બોલ્યા. બાર બાર વર્ષના ભીષણ સંગ્રામને અંતે પ્રાપ્ત થયેલા અવંતી પરના વિજયનું મૂલ્ય પ્રજામાં અનેરો ઉત્સાહ જગાડી ગયું છે, પરંતુ લોહીની નદીઓ વહેવડાવી મેળવેલા ભૌતિક-પ્રાદેશિક વિજયનું મૂલ્ય માલવવિજેતા ગુજરશ્વર સિદ્ધરાજ જયસિંહ માટે શૂન્યવત છે, એટલું જ નહીં પણ એના ઋજુ હૃદયમાં શૂળ બનીને ખૂંચતું રહ્યું છે....” દેવચન્દ્રસૂરિ બોલ્યા. શું વાત કરો છો ગુરુદેવ ? હેમચન્દ્રાચાર્યને પણ આશ્ચર્ય થયું. રાજા મહારાજાઓ માટે તો યુદ્ધભૂમિ પરનો વિજય એનો મહામોલો યાદગાર પ્રસંગ કહેવાય.” “હેમચન્દ્રાચાર્ય, યશોવર્મા અને ભોજરાજાના અવંતીના દરબારમાં, Jain Educationa International For Personal and Private Use Only Page #76 -------------------------------------------------------------------------- ________________ કલિકાલસર્વજ્ઞ પ૯ વિદ્વાનોની સળંગ હારમાળા જોઈ, એને પાટણની સાંસ્કૃતિક દરિદ્રતા ખૂંચી. મહારાજને પાટણની રાજ્યસભા, વિદ્વદુભા – જ્ઞાનસભા તરીકે દેશભરના વિદ્વાનોની ઉપસ્થિતિથી ગાજતી જોવી છે, અને પાટનગર પાટણની પ્રજાને સાચા અર્થમાં “કાલોગચ્છતિ ધીમતામ્” બનાવવી છે. હેમચન્દ્રાચાર્યની આંખોમાં ચમક અને શરીરમાં ઉત્સાહ ઊપસી આવ્યો. પાટણમાં પ્રવેશવાની – મહારાજા સિદ્ધરાજ જયસિંહના સંપર્કમાં આવવાનો – અને એના હૈયામાં પણ ધીમે ધીમે ગુજરાતના સંસ્કારધનને વિશ્વને ચોતરે ગૌરવપૂર્ણરૂપે મૂકવાના મોકાને ગુમાવવવા હેમચન્દ્રાચાર્યજી તૈયાર નહોતા. ‘ગુરુદેવ આપની આજ્ઞા, પ્રેરણા અને આશીર્વાદ મળશે તો પાટણની સાંસ્કૃતિક ભવ્યતા, સાંસ્કારિતાથી ઊજળી ઊઠશે.... “અવેરે શમે વેરની ભાવનાથી – “અહિંસા' એક પામર નહીં પણ વૈચારિક અડગતારૂપે અડીખમ વિચારધારારૂપે ઝળહળી ઊઠશે. “જીવહિંસા પરના નિષેધના ડંકાથી સમગ્ર ગુજરાતની ચારેય દિશાઓ ધણધણી ઉઠશે. મહારાજ આપ આજ્ઞા આપો, મહાવીરકૃપાથી મહારાજના ચહેરા પર “સત્યમ્ શિવમ્ સુંદરમ'નું તેજ “અરે શમે વેરની અહિંસાની પ્રેમાળ કરુણતાનું તેજ ફરી ફોરી ઊઠે એવા તમારા આ શિષ્યના પ્રયત્નો સફળતાને વરે એવા આશીર્વાદ આપો.' હેમચન્દ્રાચાર્યજી ગુરુને વંદન કરતાં બોલી ઊઠ્યા. “વત્સ... ભગવાન શ્રી મહાવીરની ધર્મસંસ્થાપનાથયની ભાવના સાકાર પામો એવા મારા આશીર્વાદ છે.' અને હેમચન્દ્રાચાર્યે – એના બે પ્રખર શિષ્યો – રામચન્દ્રસૂરિ અને બાલચન્દ્રસૂરિ સાથે પાટણ તરફ પ્રયાણ આદર્યું. Jain Educationa International For Personal and Private Use Only Page #77 -------------------------------------------------------------------------- ________________ હેમચન્દ્રાચાર્ય એમના શિષ્ય રામચન્દ્રસૂરિ સાથે ગુરુદેવના આશીર્વાદ સાથે સ્તંભતીર્થથી, કવિ સોમેશ્વરની કાવ્યભાષામાં કહીએ તો... જેના ઊંચા દેવમંદિરો આકાશમાં સૂર્યના અશ્વનો માર્ગ રોકે છે, દિવસ દરમિયાન વેદતણા ઘોષોથી નગર ગુંજતું રહે એવા ધર્મ, સંસ્કાર અને શૌર્યના ત્રિવેણીતીર્થ સમા અણહિલવાડ પાટણ તરફ પ્રસ્થાન કર્યું. - ઉદયન મંત્રીએ હેમચન્દ્રાચાર્યના પાટણ પ્રવાસના સમાચાર અગાઉથી ત્યાંના સંઘો, નગરશ્રેષ્ઠિઓ વિદ્વાનો, સંતો અને શાસ્ત્રીઓને ખાસ સંદેશાવાહક દ્વારા પહોંચાડી દીધા. હેમચન્દ્રાચાર્યની વિદ્વત્તા, સ્વાધ્યાય, મનન, ચિંતન અને જ્ઞાનપિપાસાની સુવાસ ગુજરાતભરમાં નાની ઉંમરે જ પ્રસરી ચૂકી હતી. સ્તંભતીર્થના આ જ્ઞાન-યોગીએ ધર્મના નવા નવા પરિમાણો દ્વારા જ્ઞાનના વિકાસમાર્ગો ખોલી સાધકોની જ્ઞાનપિપાસાને ઉત્તેજિત કરી હતી - સત્ય, અપરિગ્રહ, મુદિતા અને અહિંસાનો ઉપદેશ એની મધુરવાણી દ્વારા પૃથકજનોના હૃદયની આરપાર ઊતરી જતો હતો. અહિંસાના નામે નમાલા થતા જતા જનોને – અહિંસા તો મહા-વીરનું ભવસાગર તરી જવાનું મન, વચન અને કર્મથી હૃદયમાં પ્રેમ, સ્વાર્પણ અને મુદિતાનું માનવજાત માટેનું સાધન છે... હેમચન્દ્રાચાર્યે એના જમાનામાં પ્રજાજનના હૃદયમાં સિચેલા પ્રેમ, સત્ય, અહિંસાનાં તત્ત્વો આજસુધી ગુર્જઅજામાં અકબંધ રહ્યા છે. હેમચન્દ્રાચાર્ય અને એના શિષ્ય રામચન્દ્રસૂરિ. એની પાટણ પદયાત્રામાં રસ્તામાં ઠેર ઠેર ગામડાઓમાં નગરોમાં એની વિદ્વત્તાનો પરિચય આપતાં સત્ય, અહિંસા, જીવહિંસા, તેમ જ મહાવીર સ્વામીના વાણી અને Jain Educationa International For Personal and Private Use Only Page #78 -------------------------------------------------------------------------- ________________ કલિકાલસર્વજ્ઞ ૬૧ વિચારો જનસમાજ પાસે રજૂ કરતાં ધર્મક્ષેત્રે જનજાગૃતિનું અભિયાન આદરવાનું મહાન કાર્ય કરતાં કરતાં એક સવારે પાટણના પાદરમાં પહોંચ્યા... ત્યારે નગરવાસીઓનો માનવસમુદ્ર – સરસ્વતીના તટે ઊમટ્યો હતો.... હેમચન્દ્રાચાર્યજીએ વિષાદ અનુભવતા એના શિષ્ય રામચન્દ્રસૂરિને કહ્યું : ‘વત્સ, ‘માલવવિજય’નો આનંદોત્સવ પાટણની પ્રજા કેવો ઉમળકાથી ઊજવી રહી છે ?' ગુરુદેવ બાર બાર વર્ષના ભીષણ યુદ્ધ પછી મહારાજ જયસિંહે મેળવેલો મોંઘેરો વિજય છે ને ?' વત્સ... પાટણના નગરજનોનો આ ‘નરસમુદ્ર' નિહાળી મારા હૃદયમાં આ નગરની ખુમારી ને ખુદ્દારી માટે માન થાય છે. આ પટ્ટણીઓ માટે કહેવાયું છે ને કે ત્રણ વસ્તુ માટે અહીંના નગરજનો હંમેશાં અભિમાનમાં રાચતા રહ્યા છે.’ ‘કઈ ત્રણ વસ્તુ ગુરુદેવ....' જિજ્ઞાસુ શિષ્યે પૂછ્યું. ગુજરાતનું વિવેક, એમના રાજાનું સિદ્ધચક્રત્વ અને પાટણનું નજરે પડતું આ નરસમુદ્રત્વ. ચાલો વત્સ... આપણે પણ માલવવિજેતા મહારાજ સિદ્ધરાજ જયસિંહના આ સ્વાગતયજ્ઞમાં ભળી જઈએ....' હેમચન્દ્રાચાર્યે સરસ્વતીતટે ભેગા થયેલા લોકો તરફ અંગુલિનિર્દેશ કરતાં કહ્યું. ગુરુદેવ...... રામચન્દ્રસૂરિ ગંભીર સ્વરે ઘડીકમાં દૂર દેખાતા જનસમૂહ તરફ તો ઘડીકમાં જે દિશામાંથી સિદ્ધરાજ જયસિંહની સેના સાથેની વિજ્ય સવારી આવવાની હતી તે તરફ દૃષ્ટિ નાંખતા બોલ્યા. બોલો વત્સ... શું વાત છે ?” આપને નથી લાગતું મહારાજા સિદ્ધરાજ જ્યસિંહે મેળવેલો આ વિજય... મોંઘો વિજય છે ?' રામચન્દ્રસૂરિ બોલ્યા, ‘હા રામચન્દ્ર... ખૂબ જ મોંઘેરો વિજ્યું છે... આ ક્ષણભંગુર ભૌતિક સમૃદ્ધિની વિસ્તારલીલાના વિજયની માનવજાતે કેટલી મોંઘી કિંમત ચૂકવવી પડી છે... રામચન્દ્ર, આ યુદ્ધ, હિંસા, હત્યા માનવજાત માટેનું માનવીના Jain Educationa International For Personal and Private Use Only Page #79 -------------------------------------------------------------------------- ________________ ૬૨ કલિકાલસર્વજ્ઞ માંહ્યલામાં પડેલી હિંસકવૃત્તિને બહેકાવતું એક મોટું કલંક છે...' હેમચન્દ્રાચાર્યજી બોલી ઊઠ્યા. એને ગુરુદેવ પર આવેલા સિદ્ધરાજ જયસિંહનો સંદેશપત્ર યાદ આવ્યો... હેમચન્દ્રાચાર્યને હૈયે એક શાતા હતી, આનંદ હતો કે, પાટણનરેશ – માલવનરેશ બન્યા હોવા છતાં એના હૈયામાં વિજયનો આનંદ કે વિજ્યનો કેફ નહોતો. અવંતી અને ઉજ્જૈનની સાંસ્કૃતિક પરંપરા, વિદ્યા અને જ્ઞાનની બંધાયેલી ઠેર ઠેર પરબો અને વિશાળ ગ્રંથાગારોમાં ગ્રંથોરૂપે સચવાયેલી... સરસ્વતીની એણે સરાહના કરતાં આ સંસ્કૃતિ, આ સંસ્કાર, આવા ગ્રંથો અને ગ્રંથાગારો સર્જકો અને કલાકારોથી ગુજરાતની ભૂમિ પણ કેમ એની એક આગવી વિશિષ્ટ પરંપરા ન સર્જે એવો વિચાર લઈને માલવવિજેતા ગુર્જરેશ્વર સિદ્ધરાજ જયસિંહ પાટણ એની વિજયીસેના સાથે પાછા ફરી રહ્યા હતા. પટ્ટણીઓના આ વિજયોત્સવના ઉન્માદને વિદ્યોત્સવના ઉલ્લાસમાં કેમ ન પલટી શકાય ? હેમચન્દ્રાચાર્યજી કશુંક આવું વિચારી રહ્યા હતા, ત્યાં તો... ‘અરે ગુરુદેવ..... આ પટ્ટણીઓ તો ઉદયન મંત્રીની નિગેહબાની નીચે આપની તરફ આવી રહ્યા છે ને શું.' હેમચન્દ્રાચાર્યજીના બીજા શિષ્ય બાલચન્દ્રસૂરિજી બોલી ઊઠ્યા. હા ગુરુદેવ... આખોય જનપ્રવાહ આપણી તરફ વળી રહ્યો છે ને શું ?” રામચન્દ્રસૂરિ પણ ધ્વજ-પતાકા, ઢોલ ત્રાંસા વગાડતા.... ગુર્જરસંસ્કૃતિના મહાન ઉપાસક હેમચન્દ્રાચાર્યજીનો જય..... જ્ઞાનર્ષિ પંડિત હેમચન્દ્રાચાર્યજીનો જય... હેમચન્દ્રાચાર્યજીના આશ્ચર્યનો પાર નહોતો... સરસ્વતી નદીના વહેતા જલપ્રવાહ સામે નજર નાંખતાં ગદિત અવાજે બોલી ઊઠ્યા. ‘અરે રામચન્દ્ર... આ તો... આપણું સ્વાગત કરવા ઉદ્દયન મંત્રીશ્વર પટ્ટણીઓના જનસમુદાય સાથે આવી રહ્યા છે ને શું ? આપણા આ પ્રસ્થાનની વાત ગુરુદેવે ઉદયન મંત્રીને કરી લાગે છે કે શું ?' હેમચન્દ્રાચાર્ય For Personal and Private Use Only Jain Educationa International Page #80 -------------------------------------------------------------------------- ________________ કલિકાલસર્વજ્ઞ ૬૩ એમને નજીક આવી રહેલા પાટણના પ્રજાજનો ૫૨ દૃષ્ટિ કરતાં બોલી ઊઠ્યા. આચાર્ય હેમચન્દ્રાચાર્યનો જય'ના નાદ સાથે ઉદયન મંત્રી, વાગ્ભટ્ટ, કવિ શ્રીપાલ, ભાવબૃહસ્પતિ ઇત્યાદિ સાથે હેમચન્દ્રાચાર્ય સામે ઊભા રહી ગયા. ગુજરાતની અસ્મિતાના કર્ણધાર હેમચન્દ્રાચાર્ય મહારાજશ્રી, આપના પાવન પગલા - ગૂર્જરગિરાના પાટનગર અણહિલવાડ પાટણમાં થતા... ભારતીય સંસ્કૃતિનાં અણમોણ રત્નશા હેમચન્દ્રાચાર્યજી આપનું સ્વાગત છે....’ કહેતા ઉદયન મંત્રીએ હેમચન્દ્રાચાર્યજીનું પાટણની પ્રજાવતી ભાવભીનું સુગંધી પુષ્પોથી સ્વાગત કર્યું. એની સાથે આવેલા બન્ને શિષ્યોનું પણ પાટણના નગરશ્રેષ્ઠિઓએ સ્વાગત કર્યું. અને બરોબર એ જ સમયે બર્બરકજિષ્ણુ - માલવવિજેતા - ગુર્જરેશ્વરના આગમનની છડી પોકારાઈ.... વિદ્યા અને વિદ્યાધરના સન્માન પછી શૌર્ય અને શૂરવીરનું સ્વાગત કરવા પાટણના પ્રજાજનો તલપાપડ થઈ ગયા હતા. મહારાજના આગમનની પોકારાયેલી છડી સાથે પટ્ટણીઓમાં પણ સ્વાગતઘોષ વાતાવરણમાં ફરી વળ્યો. માલવા જીતી સિદ્ધરાજ ગુર્જરેશ્વર પોતાની સાથે અવંતી, ઉજ્જૈનના ગ્રંથભંડારોમાંથી અનેક ગ્રંથો લાવી રહ્યા હતા. હેમચન્દ્રાચાર્યજીને આનંદ થયો. ધૂળની ડમરીઓ, ડંકા-નિશાન અને રણભેરીના નિનાદથી વાતાવરણ ધમધમી ઊઠ્યું. રામચન્દ્ર... બાલચન્દ્ર... આ માનવમહેરામણમાં આપણે ક્યાંક હડફેટે આવી જઈએ એ પહેલાં... સામે દેખાતી બંધ દુકાનના ઓટલા પર જઈને શાંતિથી ઊભા રહી જઈએ....' હેમચન્દ્રાચાર્ય બોલી ઊઠ્યા. ‘ગુરુદેવ જેવી આશા.’ કહેતાં ગુરુ અને શિષ્યો બંધ દુકાનના ઓટલા ૫૨ ચડી ગયા. ઓટલો મોટો અને સહજ ઊંચો હતો. રસ્તા પરની ગતિવિધિ, દોડધામ અને ધમાલ જોઈ શકાતી હતી. સિદ્ધરાજ જયસિંહને એના માનીતા હાથી શ્રીકરણ પર આરૂઢ થઈને ધીમેધીમે.. તેની તરફ આવતો જોયો. હેમચન્દ્રાચાર્યે એક નજર ગુર્જરેશ્વ૨ પર નાંખી. ચહેરો સ્પષ્ટપણે For Personal and Private Use Only Jain Educationa International Page #81 -------------------------------------------------------------------------- ________________ ૬૪ કલિકાલસર્વજ્ઞ દેખાતો હતો અને શાંત સ્નિગ્ધ ચહેરા પર વિજયના આનંદ સાથે વિષાદપૂર્ણ ગાંભીર્ય પણ દેખાતું હતું. જયઘોષના ઘોંઘાટ વચ્ચે ગજરાજ પર બેઠેલા સિદ્ધરાજ જયસિંહની નજર ચારે દિશામાં ફરી રહી હતી. ઓચિંતી આંખો એક ખૂણામાં સ્થિર થઈ ગઈ. એક દુકાનના ઓટલા પર ત્રણ જૈનસાધુઓ. ઊભા હતા. એમાં એક સાધુનો ચહેરો પરિચિત લાગ્યો... આમેય એ સાધુના ચહેરા પર અનોખું તેજ લહેરાતું હતું. આંખોમાં કરુણાનો સાગર ઊછળતો હતો. અને હૈયું ઊછળીને બોલી ઊઠ્યું. “અરે આ તો દેવચન્દ્રસૂરિના એક જમાનાના શિષ્ય સોમચન્દ્રમુનિ, અને એથી પણ આગળ, સ્મૃતિપટ પર સ્તભંતીર્થના મહારાજના અપાસરામાં - મહારાજના આસન પર બેસી જુસ્સાદાર ભાષામાં એને ધર્મલાભ આપતો એની જ ઉંમરનો ચાંગ... આ ચાંગ... સોમચન્દ્રને અક્ષયતૃતિયાના દિવસે ગુરુદેવે કંથા ઓઢાડી એનું આચાર્યપદ આપી હેમચન્દ્રાચાર્યના નામે જે જગતના મેદાનમાં એક ધર્માચાર્યરૂપે રમતો કર્યો હતો એ જ તો નહીં ને ?” સિદ્ધરાજે એક ક્ષણ પૂરતું અંબાડીમાંથી પાયદળમાં એના ગજરાજની પડખે ચાલતા સૈનિકને આંખના ઇશારે નજીક બોલાવી – મહાવત દ્વારા એક ટૂંકો સંદેશો પહોંચાડ્યો. સંદેશામાં લખ્યું હતું કે – દુકાનના ઓટલા પર ઊભેલા ત્રણેય ભગવન્તોમાંના હેમચન્દ્રાચાર્યજીને મહારાજ જ્યસિંહ વંદના કરવા માંગે છે... અને મહારાજ એ માટે આવી રહ્યા છે. સૈનિક ઝડપથી દુકાનના ઓટલા પાસે પહોંચી ગયો. અને વંદન કરતો ગજરાજ પર બેઠેલા મહારાજા સિદ્ધરાજ તરફ અંગુલિનિર્દેષ કરતો બોલ્યો : મહારાજ. અવિનય થાય તો ક્ષમા, પરંતુ આપ જ આચાર્ય દેવચન્દ્રસૂરિના વિદ્વાન શિષ્ય સૂરિ હેમચન્દ્રાચાર્યજી તો નહીં ? ' “હા.... હું જ જિનશાસનનો અદનો સાધુ હેમચન્દ્ર - “ધન્ય થયો મુનિશ્રેષ્ઠ, આપના ચરણમાં મહારાજશ્રીની આજ્ઞાનુસાર એક સંદેશો રજૂ કરવા માંગું છું.' જરૂર વત્સ. મહારાજશ્રીને આ સંસારે વિરક્ત એવા આ સાધુની Jain Educationa International For Personal and Private Use Only Page #82 -------------------------------------------------------------------------- ________________ કિલિકાલસર્વજ્ઞા ૬૫ યાદ આ અવસરને ટાણે ક્યાંથી આવી?” હેમચન્દ્રાચાર્ય મહારાજ સિદ્ધરાજ જયસિંહ પર દૃષ્ટિ ઠેરવતા બોલ્યા. એ જ વખતે સિદ્ધરાજ જયસિંહ મહારાજ અંબાડી પરથી નીચે ઊતરી રહ્યા હતા. ‘ગુરુદેવ, મહારાજ આજે માલવવિજયની વધામણીના પ્રસંગે આપશ્રીના આશીર્વાદ લેવા અહીં પધારવા માંગે છે. ધર્મલાભની અપેક્ષા રાખે છે.” જરૂર હું ધર્મલાભ આપીશ.... આપણે ચાલીશું? હેમચન્દ્રાચાર્યબોલ્યા. પરંતુ એટલામાં ગુજરશ્વર સ્વર્ય મહારાજશ્રી પાસે અડવાણે પગે આવીને વંદન કરવા નીચા નમ્યા. હેમચન્દ્રાચાર્યજીના આશ્ચર્યનો પાર ન રહ્યો. બર્બરકજિષ્ણુ, ત્રિભુવનગંડ, અવંતીનાથ જેવાં નામોથી સમગ્ર ભારતમાં એના શૌર્ય, શીલ અને શાલીનતા માટે પ્રખ્યાત એવા મહારાજ સિદ્ધરાજ જયસિંહ સ્તંભતીર્થના એક અદના સાધુને પગે લાગવા – સામે ચાલીને એની પાસે આવીને ઊભા રહી ગયા હતા. હેમચન્દ્રાચાર્યજીએ આનંદવિભોર થઈ પગે લાગવા નીચા નમેલા મહારાજાનેઃ “વિજયી ભવ... આજના વિજયોત્સવના દિવસે માંગલિક ઉચ્ચારતા આ સાધુ આપને આશીર્વચનથી નવાજે છે...' कारय प्रसरं सिध्य हस्तिराजमशङिकतम् । त्रस्यन्तु दिग्गजाः किं तैर्तृत्वयैबोध्यता यतेः ॥ હે રાજા સિદ્ધરાજ તમારા હાથીને નિરંકુશ આગળ વધવા દો, એનાથી દિગ્ગજો ભયભીત થાય તો ભલે થાય, કારણ કે ભૂમિનો ભાર તો તમે જ વહન કરો છો. મહારાજ, આજની રાજસભામાં આપ હાજરી આપો એવી અમારી વિનંતી છે... આપની હાજરીથી રાજ્યસભાનું માન અને ગૌરવ વધશે....” મહારાજાની સાથે આવેલા મહાઅમાત્ય મુંજાલે વંદના કરતાં હેમચન્દ્રાચાર્યજીને વિજયોત્સવની ઉજવણીમાં હાજરી આપવાનું નિમંત્રણ આપ્યું “જરૂર મહાઅમાત્યશ્રી આપ મહારાજશ્રીની શોભાયાત્રા આગળ Jain Educationa International For Personal and Private Use Only Page #83 -------------------------------------------------------------------------- ________________ ૬૬ કલિકાલસર્વજ્ઞ વધારો.... અમે સમયાનુસાર જરૂર આવી પહોંચીશું.” હેમચન્દ્રાચાર્યે કહ્યું. મહારાજ આપને માનભેર લઈ જવા. સુખાસન સાથે હું જ અપાસરે લેવા આવીશ.” ઉદયન મંત્રીએ તક ઝડપી લેતાં કહ્યું. ઉદયન મંત્રીના આનંદનો પાર નહોતો.... વર્ષો પહેલાં ચાંગના સ્વરૂપે દેવચંદ્રસૂરિના અપાસરામાં આવેલા પાંચ વર્ષનો બાળક આજે આચાર્ય હેમચન્દ્રાચાર્યના રૂપે – એક મહાન આચાર્ય રૂપે – એના ગુરુ દેવચંદ્રસૂરિના આશીર્વાદ સાથે... બાવન બજાર અને ચોર્યાસી ચૌટાથી શોભતી ગુજરાતની રાજધાની અણહિલપુર પાટણની રાજ્યસભામાં લઈ આવવાના પુણ્યકાર્યને એ ગુમાવવા નહોતા માંગતા. જે રીતે સિદ્ધરાજ જયસિંહ એક વિજેતા તરીકેના બધા જ આવરણો ખંખેરી દુકાનના એક ઓટલા પર સામાન્ય જનસમાજના પ્રતિનિધિ રૂપે ઊભેલા જૈનસાધુને વંદન કરવા અંબાડીમાંથી નીચા ઊતરી હેમચન્દ્રાચાર્ય પાસે ગયા એ પ્રસંગે જ મુત્સદી ઉદયન મહેતાને સમગ્ર ગુજરાતમાં જિનશાસનનો ડંકો વગાડવાના એના સ્વપ્નને સાકાર થતું દેખાયું. ઉદયનને વર્ષો પહેલાં ચાંગના પિતા ચાંચદેવને મનાવી – સોમચન્દ્રસૂરિથી આચાર્ય હેમચન્દ્રાચાર્યસૂરિ સુધીની ચાંગની આધ્યાત્મિક યાત્રામાં એનું યોગદાન સાર્થક થતું લાગ્યું. મંત્રીશ્વર. આપને તકલીફ લેવાની જરૂર નથી. સાધુઓને સુખાસનોની નહીં પણ સુખાસનોને પાઠવનારા – પ્રેમાળ, શ્રદ્ધાળુ - મહારાજ, મહાઅમાત્ય અને તમારા જેવા રાજ્યની પ્રજાના સુખ, દેશની સંસ્કૃતિ અને માનવીય ધર્મની ખેવના કરનારાની જરૂર વધારે છે. અમે નિશ્ચિત સમયે રાજ્યસભામાં હાજરી આપવા આવી પહોંચશું.” કહેતાં હેમચન્દ્રાચાર્યે એના શિષ્યો સાથે અપાસરા તરફ પ્રયાણ આદર્યું - ત્યારે એકત્રિત જનસમૂહમાંથી જયઘોષ ઊઠ્યા. મહારાજ હેમચન્દ્રાચાર્યજીની જય...” ગુર્જરેશ્વર - મહારાજા સિદ્ધરાજ જયસિંહની જય...” Jain Educationa International For Personal and Private Use Only Page #84 -------------------------------------------------------------------------- ________________ અણહિલપુર પાટણ એ જમાનાનું નગર સંસ્કૃતિનું એક આગવું પ્રતિનિધિત્વ ધરાવતું નગર હતું. પાટણની જાહોજલાલીમાં સોલંકીવંશના શૌર્ય, ધર્મ અને સંસ્કારના ત્રિવેણી સંગમના પુનિત પ્રવાહનો ઘણો મોટો ફાળો રહ્યો છે. સમસ્ત ગુજરાત દરેક ક્ષેત્રે પ્રગતિના એક પછી એક સોપાનો સર કર્યું જતું હતું. પાટણની રાજ્યસભાની ભવ્યતા જ અનોખી હતી. એ જમાનાના શ્રેષ્ઠ ગુર્જરરત્નોથી, સંતોથી, આચાર્યોથી, શિલ્પીઓ, ચિંતકો સંગીતકારોથી સાહિત્યકારોથી રાજસભા શોભતી. ભૃગુકચ્છના આચાર્ય દેવબોધ, કેટકેશ્વરી દેવીના પૂજારી ભુવનરાશિ, સોમનાથ મહાદેવના મહંત ભાવબૃહસ્પતિ, વાભટ્ટ, કવિ શ્રીપાલ, તેમ જ અઢારસો કોટ્યાધીશના પ્રતિનિધિરૂપે કુબેર શ્રેષ્ઠિ જેવા અનેક માનવરત્નોથી સિદ્ધરાજ જયસિંહની રાજ્યસભા ધર્મસભારૂપે વધુ જાણીતી હતી. દેશપરદેશથી અનેક વિદ્વાનો, શાસ્ત્રીઓ, પ્રવાસીઓ પાટણમાં આવતા અને પાટણની સંસ્કારિતા, શિલ્પસ્થાપત્યના બેનમૂન નમૂનાઓ સમા મહાલયો, શિવાલયોથી શોભતું સહસ્ત્રલિંગ તળાવ, પાટણની નજીક સિદ્ધપુર ખાતેનાં રુદ્રમાળના શિલ્પસ્થાપત્ય પર વારી જતા. હેમચન્દ્રાચાર્યજી પણ પાટણનગરીની ભવ્યતા, એક અદના પ્રજાજન બની સાધુસંતોના આશીર્વાદ લેવા જેટલી નમ્રતા દેખાડતા રાજવીઓ, સમય આવ્યે રાજ્યસિંહાસનનો ત્યાગ કરી ભગવી કંથા ઓઢી તપોવનની કેડી પકડી લેતાં મૂઠી ઊંચેરા ચૌલુક્ય વંશના રાજવીઓની ગાથા સાંભળી ભલભલા પ્રભાવિત થઈ જતા. હેમચંદ્રાચાર્યજીના પાટણપ્રવેશના કાળમાં ગુર્જરદેશ સોળે કળાએ Jain Educationa International For Personal and Private Use Only Page #85 -------------------------------------------------------------------------- ________________ કલિકાલસર્વજ્ઞ ખીલી ઊઠ્યો હતો... ગુજરાતનો એ સુવર્ણયુગ હતો અને અણહિલપુર પાટણ ગુજરાતની એ રિદ્ધિસિદ્ધિનું જાહોજલાલીપૂર્ણ પાટનગર પાટણ હતું. હેમચન્દ્રાચાર્ય અને એના બને શિષ્યો – રામચન્દ્રસૂરિ અને બાલચન્દ્રસૂરિ પ્રતિભાવંત સાધુઓ હોવા ઉપરાંત નાજુક શબ્દોના નમણા સૌંદર્યને ઋજુભાવોથી પ્રગટ કરતા કવિઓ પણ હતા. પાટણના પ્રથમ દર્શને જ હેમચન્દ્રાચાર્યજી એના રૂપ, લાવણ્ય અને પ્રજાની સંસ્કારિતા પર વારી ગયા હોય એમ ગાઈ ઊઠ્યા......... 'अस्ति स्वस्तिकयद भूमे धर्मागारं नयास्पदम् । पुरं श्रिया सदाष्टश्लिनाम्नाणिटिलं पाटकम् ॥' ભૂમિના સ્વસ્તિક સમાન ધર્મનું ગૃહ, ન્યાયનું સ્થાન અને લક્ષ્મી વડે સદાકાળ આલિંગિત એવું આ અણહિલવાડનગર છે. પાટણના દિગ્ગજ કોટટ્યાધિપતિઓની લક્ષ્મીથી શોભી ઊઠેલા નગર પર શિષ્ય બાલચન્દ્રસૂરિ પણ વારી ગયા અને કોટ્યાધિપતિની લક્ષ્મી સાથેના રસિકતાના ગુણને પાટણમાં વસતા સરસ્વતીપુત્રોની આધ્યાત્મિક, સાંસ્કૃતિક અને અન્ય જ્ઞાનના સર્વોચ્ચ શિખરો પર બિરાજતી સરસ્વતી - સાથે લક્ષ્મી ક્લેશ કર્યા વગર રહેતી જોઈ કવિહૃદય બોલી ઊઠ્યું.’ कल्हुयते न सह शारदाया कमलात्र वासरस लोभवती । કલહ વગર વસી શકતી લક્ષ્મી અને સરસ્વતીનું કારણ હતું રસલોભ... આ રસલોભના કારણે જ બન્ને વચ્ચેની મૈત્રી આજસુધી ટકી રહી હતી. - ગુરુદેવ... જ્યારે આ નગરી આટલી સુંદર છે તો માલવવિજેતા ગુજરશ્વરનો રાજદરબાર તો કોને ખબર કેટલો ભવ્ય હશે બાલચન્દ્રસૂરિ બોલી ઊઠ્યા. ગુરુદેવ આપણે રાજદરબાર તરફ પ્રસ્થાન કરશું” રામચન્દ્રસૂરિ બોલી ઊઠ્યા. હેમચન્દ્રાચાર્યજી એના બને શિષ્યો સાથે નગરના એક પછી એક જરા રસહ કલહ વગર Jain Educationa International For Personal and Private Use Only Page #86 -------------------------------------------------------------------------- ________________ કલિકાલસર્વજ્ઞ ૬૯ સુગંધિત પુષ્પોથી મઘમઘતી પથવિથિકાઓ પસાર કરી. રાજદરબારના પ્રાંગણમાં પધાર્યા ત્યારે એમના આશ્ચર્ય વચ્ચે સિદ્ધરાજ જયસિંહના ગજરાજે હેમચન્દ્રાચાર્યજીનો આંગણામાં જ સરસ્વતી નદીના પુણ્યજલથી અભિષેક કર્યો. રાજદરબારના પ્રવેશદ્વાર પાસે જ મહાઅમાત્ય મુંજાલ, કવિ શ્રીપાલ, ભૃગુકચ્છથી ખાસ પધારેલા આચાર્ય દેવબોધ, સોમનાથ મહાદેવના ભાવબૃહસ્પતિ, કંટકેશ્વરી મંદિરના ભવાનીરાશિ પણ મહારાજા સાથે હેમચન્દ્રાચાર્યજીનું સ્વાગત કરવા તૈયાર થઈને ઊભા હતા. પાટણના છપ્પન કોટ્યાધક્ષોના શિરમોર એવા કુબેરશ્રેષ્ઠિ પણ હાજર હતા. સિદ્ધરાજ જયસિંહ મહારાજે હેમચન્દ્રાચાર્યજીનો પાદપ્રક્ષાલનનો વિધિ પૂરો કરી – એમને રાજ્યદરબારમાં દોરી ગયા. એમની પાછળ મહાઅમાત્ય મુંજાલ અને ઉદયન મંત્રી, કવિ શ્રીપાલ અને અન્ય અનેક સભાસદો પણ રાજદરબારમાં પ્રવેશ્યા, એટલે નૃત્યનો કાર્યક્રમ શરૂ થયો. - હેમચંદ્રાચાર્યજીની આંખો સામે સિદ્ધરાજ જયસિંહના પૂર્વજ રાજા ભીમદેવના આ જ નગરની એ જમાનાની જાજવલ્યમાન નર્તકી ચૌલાદેવી સાથેના સંબંધો... યાદ આવી ગયા અને એના જ વંશમાં જન્મેલો હાલમાં ગુજરાત બહાર ભટકતો સિદ્ધરાજ જયસિંહનો ભત્રીજો કુમારપાળ યાદ આવી ગયો. હેમચન્દ્રાચાર્યજી એ દિશામાં કશુંય આગળ વિચારે એ પહેલાં જ નર્તિકાનું નૃત્ય પૂરું થતાં જ રાજકવિ શ્રીપાલનો બુલંદ અવાજ વાતાવરણમાં ગાજી ઊઠ્યો... મધુર કંઠે કવિ શ્લોકનું પઠન કરી રહ્યા હતા. ગુર્જરત્રાયા વિવેક બૃહસ્પતિત્વ નૃપસ્ય સિદ્ધચકિત્વ પત્તનસ્ય ચ નરસમુદ્રત્વમ્.......” ગુજરાતનું વિવિધ બૃહસ્પતિત્વ, રાજાનું સિદ્ધચક્રત અને પાટણનું નરસમુદ્ર એવા પટ્ટણીઓના ત્રણ અભિમાનને લાયક જેમાં તેઓ કોઈનો વિવાદ સહન નથી કરી શકતા, એવા મહાન પટ્ટણીઓના ચક્રવર્તી માલવવિજેતા મહારાજા સિદ્ધરાજ જયસિંહના રાજદરબારમાં આચાર્ય Jain Educationa International For Personal and Private Use Only Page #87 -------------------------------------------------------------------------- ________________ કલિકાલસર્વજ્ઞ હેમચન્દ્રાચાર્યનું માલવવિજય ઉત્સવ પ્રસંગે હાર્દિક સ્વાગત છે. એમના વિદ્વાન શિષ્યો રામચન્દ્રસૂરિજી અને બાલચન્દ્રસૂરિનું પણ સ્વાગત છે....” કવિ શ્રીપાલનાં વચનો સાંભળી સમસ્ત સભાગૃહના સદસ્યોએ હેમચંદ્રાચાર્યજી મહારાજનો જયઘોષ બોલાવ્યો. સિદ્ધરાજ જયસિંહે સિંહાસન પરથી ઊભા થઈ હેમચન્દ્રાચાર્યને વંદન કરતાં “જ્ઞાનનિષ્ઠ, ધર્મપરાયણ, અહિંસાભૂષણ, મહાતપસ્વી શ્રી હેમચન્દ્રાચાર્યજી ગુજરાતનું પાટનગર અણહિલવાડ પાટણના રાજ્યદરબારમાં આપનું હાર્દિક સ્વાગત છે.' નો જયઘોષ કર્યો. હેમચન્દ્રાચાર્યજીના આશ્ચર્યનો પાર ન રહ્યો. એક નજર ગુજરાતના મહાઅમાત્ય મુંજાલ પર નાંખી. ચહેરા પર રહસ્યમય સ્મિત છલકતું હતું. ઉદયન મંત્રી પણ મહાઅમાત્યના સ્મિત જેવું જ સ્મિત ચહેરા પર ઊપસાવી રહ્યા હતા. હેમચન્દ્રાચાર્યે... ગુજરશ્વરને ઊભા થઈને આશીર્વાદ આપતો શ્લોક રાજસભામાં વહેતો મૂક્યો. હે કામદુગ્ધા ગાય ! તું તારા ગોમયરસથી, પૃથ્વીનું સિંચન કર, હે રત્નાકર તમે મોતીના પવિત્ર સાથિયા પૂરો, હે ચન્દ્ર તું જળથી ભરેલા પૂર્ણકુંભ જેવો થા ! હે દિગ્ગજો ! તમે કલ્પવૃક્ષના પત્રનાં તોરણો બાંધો, કારણ કે મહારાજ સિદ્ધરાજ જયસિંહ, આ પૃથ્વી પટે દિગ્વિજય કરીને પધારી રહ્યા છે માટે માંગલિક પ્રગટ કરો...” રાજસભામાં સિદ્ધરાજ જયસિંહનો જયઘોષ ગાજી ઊઠ્યો. ગૂજરશ્વરે સિંહાસન પરથી ઊભા થઈ હેમચન્દ્રાચાર્યજીને વંદન કર્યા. મહારાજ શાતામાં તો છો ને ?? હેમચન્દ્રાચાર્યે પ્રશ્ન કર્યો. તન વિજયનો આનંદ અનુભવે છે. પરંતુ મન... આચાર્યશ્રી સિદ્ધરાજ આગળ ન બોલી શક્યો – ચહેરા પર વિષાદની કાલિમા પ્રસરી ગઈ. Jain Educationa International For Personal and Private Use Only Page #88 -------------------------------------------------------------------------- ________________ કલિકાલસર્વજ્ઞ ૭૧ રાજનું આપ અટકી કેમ ગયા ? મહાઅમાત્ય વાત શી છે ?” હેમચન્દ્રાચાર્યે પૂછવું. આચાર્યશ્રી, મહારાજે બાર બાર વર્ષના રાતદિનના ભીષણ યુદ્ધ પછી માલવદેશ પર વિજય તો મેળવ્યો, પરંતુ માળવા અને માલવનરેશની વિદ્વત્તા, જ્ઞાન, સંસ્કારિતા અને અભ્યાસ પર વિજય ન મેળવી શક્યા એનો એને રંજ છે.” મુંજાલે કહ્યું. “આચાર્યશ્રી, ભોજ અને મુંજની નગરીમાં જ્ઞાન અને વિદ્યાનું જે વર્ચસ્વ છે, સંસ્કારિતાનો આભને આંબતો ઊંચો આંક છે, એની સામે આપણા લોહિયાળ વિજયનું મૂલ્ય કેટલું ? આપણી આ વિજયી વૈભવી સૃષ્ટિમાં મા સરસ્વતીનું – મા સંસ્કારિતાનું સ્થાન ક્યાં ? દર્દભર્યા સ્વરે સિદ્ધરાજ જયસિંહે હૈયાની વાત રજૂ કરી. “રાજન, તમારા હૃદયમાં તમારી ભાવના, તમારું ગૌરવ, સાહિત્ય, સંગીત અને કલાઓ વિદ્યાઓ પ્રત્યેનો આદર અને એ ક્ષેત્રોમાંના વિકાસ માટેની દિલચસ્પી અને સંસ્કારવિહોણા આપણા ગુજરાત....” આચાર્યશ્રી....અધવચ્ચેથી જ હેમચંદ્રાચાર્યની વાતને કાપી નાંખતાં સહજ અસ્વસ્થ થયેલા મહાઅમાત્ય મુંજાલ બોલ્યા. હેમચન્દ્રાચાર્યજીના મુખેથી સરી પડેલા સંસ્કારવિહોણા શબ્દ પર અનેક સભાસદોનાં ભવાં પણ ઊંચકાયાં. આચાર્યશ્રી, અવિનય થતો હોય તો ક્ષમા કરજો પણ આપણું ગુજરાત અભણ હશે પરંતુ સંસ્કારવિહોણું તો નથી જ... પાટણના શ્રેષ્ઠિઓ, ગુજરાતભરના કવિઓ, સુભટો, શૂરવીરો અને મૂળરાજ સોલંકીથી આજસુધીના ચૌલુક્વેશ્વરોએ તો પાટણની - ગુજરાતની ગૌરવગાથા રચવાનું કાર્ય કર્યું છે.” મહાઅમાત્યજી... પાટણ ગુજંપ્રદેશ સોલંકીકુળના ગુજરશ્વરોની વતનપરસ્તી, શ્રેષ્ઠિઓની વ્યાપારકુશળતા અને જાન હથેળીમાં રાખી જંગ ખેલતા જવાંમર્દોનો લાડીલો ગરવો પ્રદેશ છે, પરંતુ આપણી માતૃભાષા Jain Educationa International For Personal and Private Use Only Page #89 -------------------------------------------------------------------------- ________________ કલિકાલસર્વજ્ઞ ગુજરાતીનું મૂલ્ય જગતના ચોતરે કેટલું? આપણી પાસે આપણી કહેવાતી એવી માતૃભાષા કે વ્યાકરણ છે ખરા ?’ હેમચન્દ્રાચાર્યે વેધક પ્રશ્ન સભાસદો સમક્ષ મૂક્યો. રાજસભામાં સન્નાટો છવાઈ ગયો. સૌ કોઈ વિચારમાં પડી ગયાં. ગુજરશ્વર ખુદ વિમાસણમાં મુકાઈ ગયા. માલવદેશ પર વિજય મેળવી સિદ્ધરાજ જયસિંહ અવંતી અને ઉજ્જૈનના ગ્રંથાગારોની મુલાકાતે ગયો, ત્યારે એના મનમાં – ભાષા માટે, વ્યાકરણ માટે – ગુર્જર સાહિત્ય માટે ગુજરાતમાં કેટલું કામ થઈ રહ્યું હશે, એની કોઈ સીધી અસર ક્યાંય નજરે પડતી નહોતી... ગ્રંથાગારની લટાર મારતા રાજા સિદ્ધરાજે ગુજરાતી ભાષા માટે શું અને કેટલું કામ થઈ રહ્યું છે અને માળવામાં ગુર્જરભાષાનું સ્થાન ક્યાં એની તપાસ કરતાં ગ્રંથપાલને પૂછ્યું તો જવાબ મળ્યો... મહારાજ... આ ભંડારમાં તો રાજા ભોજે બનાવેલું એક અદ્ભુત વ્યાકરણશાસ્ત્ર. ભોજવ્યાકરણ' રૂપે દેશભરની પાઠશાળાઓમાં આજ વ્યાકરણ ભણાવવામાં આવે છે, એટલું જ નહીં પણ માલવાપર વિજય પ્રાપ્ત કરનારા સિદ્ધરાજ જયસિંહના પાટણનગરમાં આજ પણ ભોજવ્યાકરણ” ગ્રંથ જ ભણાવવામાં આવે છે. ગુર્જરભેર ગ્રંથપાલનો જવાબ સાંભળી ઠંડાગાર થઈ ગયા. મહેતા આજ્ઞા મહારાજ..' ગ્રંથાગારનો આખોય ભંડાર આજ સુધીના તમામ પુસ્તકો સાથે પાટણની પાઠશાળાઓમાં પહોંચી જાય.’ જેવી આજ્ઞા....' અને એ જ વખતે ભયાનક વંટોળ સર્જાયો... આ વંટોળ સિદ્ધરાજ જયસિંહના હૃદયમાં એવા જોરથી ફૂંકાયો કે ઘડીભર તો યુવા સિદ્ધરાજ પણ ખળભળી ઊઠ્યો. એણે મુકામ પર આવી, મહાઅમાત્ય મુંજાલ, ઉદયન મંત્રી, Jain Educationa International For Personal and Private Use Only Page #90 -------------------------------------------------------------------------- ________________ કલિકાલસર્વજ્ઞ ૭૩ વાલ્મટ્ટને આપણે પાટણ તત્કાલ પહોંચવાનું છે.” નો સિદ્ધરાજે હુકમ કર્યો. મહારાજ... ચિંતા ન કરશો બધું જ થઈ રહેશે.” આજે ભરસભામાં માતૃભાષાનો – ગુજરાતી ભાષાની ચર્ચા ચાલી રહી હતી એનો સિદ્ધરાજને આનંદ હતો. આચાર્યશ્રી !' બોલો, મહારાજ...” ભાષાનું ગૌરવ વધારવા શું કરવું જોઈએ ?” સિદ્ધરાજે સવાલ કર્યો. ગુજરાતી ભાષામાં જ શિક્ષણ આપવાનું સૌથી પહેલું કામ આપણે કરવાનું રહેશે. આજે આપણી ભાષા અધકચરી પ્રાકૃતભાષા છે.” ‘આચાર્યશ્રી...' ભાષાનું ગૌરવ... ભાષાનું હિત.. જગતને આંગણે વધારી શકીશું તો જ ગુજરાતની અસ્મિતા મહારાજ આપ જેવા સમર્થ ગુજરશ્વર દ્વારા સંસ્કારિતા, જ્ઞાન, શૌર્ય અને સમજણના પાયા પર જ ઝળહળી ઊઠશે.” હેમચન્દ્રાચાર્ય બોલી ઊઠ્યા. રાજસભાના સદસ્યો વચ્ચે ભાષા પરની ચર્ચા ખૂબ જ મુદ્દાસરની થઈ તો રહી હતી પરંતુ એનો નિષ્કર્ષ કેટલો? એ સવાલ પણ પટ્ટણીઓ અને ગુર્જરભાષી સદસ્યોને થઈ રહ્યો હતો. આચાર્યશ્રી મારું એક સ્વપ્ન છે.” મહારાજ બોલ્યા. સ્વપ્નો હોવાં, સ્વપ્નો સેવવાં એ જ તો માનવજાતની સંસ્કારિતાની પારાશીશી છે... મહારાજ, આપના સ્વપ્નની વાત કરો...” ધારાનગરી – ઉર્જન – અવંતી જેવી રાજસભાઓ વિદ્વાનોની વાણીથી ગુંજતી હોય. રાત-દિવસ જ્ઞાનચર્ચાઓ ચાલતી હોય, અહિંસા, પરમોધર્મના પડાવો નંખાયા હોય... પાટણની જ શા માટે, સમગ્ર ગુજરાતના ગામે ગામ પાઠશાળાઓ, અભ્યાસ શિબિરો, લેખન શિબિરો, મનન મંડળો ઊભા થાય અને બધા જ વિદ્યાનુરાગી બને. પાટણની – ગુજરાતની ભોમકા પર શિક્ષણનો, સંસ્કારિતાનો સૂર્યોદય થાય, તેવું મારું સ્વપ્ન સાકાર આપ જેવા . Jain Educationa International For Personal and Private Use Only Page #91 -------------------------------------------------------------------------- ________________ ૭૪ કલિકાલસર્વજ્ઞ વિદ્વાનો જ કરી શકશો...” સિદ્ધરાજે વિષયના મુખ્ય મુદ્દા પર આવતાં કહ્યું. હા મહારાજ. આપના હાથે શિક્ષણ, સંસ્કાર અને સાહિત્યના મહાયજ્ઞનું આયોજન ન થાય ?' મહાઅમાત્ય મુંજાલ બોલી ઊઠ્યા. મહારાજ.” ઉદયન મંત્રીએ ચર્ચામાં ઝંપલાવ્યું. બોલો મંત્રીશ્વર.” સિદ્ધરાજ બોલ્યા. અરે હાં મંત્રીશ્વર, મારે પણ કશુંક કહેવાનું છે. મહાઅમાત્યશ્રી, ગુજરશ્વરોની જ્ઞાનોપાસના ઓછી નથી. આપણી પાસે પણ સોમનાથના ભાવબૃહસ્પતિ, ભૃગુકચ્છથી પધારેલા આચાર્ય દેવબોધ, ગુર્જરેશ્વરો જ્યારે જ્યારે રણે ચઢે છે ત્યારે મા કનકેશ્વરીના આશીર્વાદ સાથે રણે ચડે છે – એના પૂજારી ભવાની રાશિ, સ્તંભતીર્થના અમારા ગુરુ દેવચન્દ્રસૂરિજી – જેવા વિદ્વાનો આપણી વચ્ચે છે ત્યારે મારા મનમાં પણ એક સ્વપ્ન હિલોળા લઈ રહ્યું છે. મહારાજ.” હેમચન્દ્રાચાર્ય સિદ્ધરાજ સામે આંખો માંડતા બોલ્યા. મહારાજ.. આચાર્યશ્રીની સ્વપ્નિલ આંખોમાં રમતા સોણલાને હું પારખી ગયો છું મહારાજ, એ સોણલું ફક્ત એક જૈનમુનિનું નથી, એ સોણલું કોંકણથી કાન્યકુબ્ધ અને પાટણથી અવંતી સુધી પથરાયેલા મહારાજ સિદ્ધરાજનું – એની ગરવી ગૂર્જર પ્રજાનું સ્વપ્ન છે મહારાજ..” ઉદયન મંત્રી બોલી ઊઠ્યા. એ સોણલું એટલે ગરવી ગુજરાતના ખૂણે ખૂણે જ્ઞાનનો પ્રકાશ પાથરવો... ગામડે ગામડે, કસબે કસબ, ભાષાનું મહત્ત્વ અને માહાસ્યની સમજણ આપવી... બરોબર છે ને આચાર્યશ્રી મહાઅમાત્ય મુંજાલ બોલી ઊઠ્યા. મહારાજ” હેમચન્દ્રાચાર્યજી બોલ્યા. બોલો ગુરુદેવ.” મહારાજ, ગુજરાતની અસ્મિતાને અજવાળતા જ્ઞાનગ્રંથોથી– પૌરાણિક કાળથી પ્રસિદ્ધ એવી આ પાટણ નગરીના ગ્રંથાલયો આપણે આપણી ભાષાના ગૌરવવંતા ગ્રંથોથી છલકાવી દઈએ. અને આ કાર્ય માટે મારી સમગ્ર શક્તિ, Jain Educationa International For Personal and Private Use Only Page #92 -------------------------------------------------------------------------- ________________ કિલિકાલસર્વજ્ઞ ૭૫ તન, મન અને ધન દ્વારા સમર્પ દેવા તૈયાર છું...” હેમચન્દ્રાચાર્ય બોલી ઊઠ્યા. એમના અવાજમાંથી ઉત્સાહની છોળો ઊડતી હતી. આચાર્યશ્રી... આપ હુકમ કરો, આપ જેવા જ્ઞાની સંત હોય, મુંજાલ મહેતા જેવા સમર્થ મહાઅમાત્ય હોય, ઉદયન મહેતા જેવા શ્રદ્ધાળુ જીવો હોય પછી વિચાર શેનો કરવાનો ?” સિદ્ધરાજ જયસિંહ બોલી ઊઠ્યા. રાજનું ધીરગંભીર સ્વરે હેમચન્દ્રાચાર્ય બોલ્યા. “આજ્ઞા આચાર્યશ્રી.” જગતની કોઈ પણ ભાષાનો પાયો – “શબ્દ જ રહ્યો છે. આ શબ્દ'નું બંધારણ સંકલન એના વ્યાકરણ પર આધારિત છે.’ શબ્દની ઈમારત વ્યાકરણના બંધારણ પર ઘડાતી રહી છે. અને આજે જ્યારે ગુર્જરભાષા પાસે પોતાનું વ્યાકરણ ન હોવાથી માલવપતિ ભોજનું વ્યાકરણ ભણવું પડે છે. હેમચન્દ્રાચાર્ય બોલ્યા. માલવપતિ સિદ્ધરાજની આજ તો હાર છે...” કવિ શ્રીપાલે કહ્યું. ગુજરાતી ભાષાની આ જ તો મોટી કરુણતા છે.' મહાઅમાત્ય મુંજાલ બોલી ઊઠ્યા. આચાર્યશ્રી, માલવવિજેતા ગુજરશ્વરની આ જ તો હાર છે કવિ શ્રીપાલે સાચું કહ્યું. મહારાજ આપ જ ગુજરાતી ભાષાનું, સાહિત્યનું દારિદ્ર ફેડી શકો તેમ છો... આપણી ભાષામાં આપણું પોતાનું વ્યાકરણ રચો અને માતૃભાષાનું ગૌરવ કરો.” સિદ્ધરાજ જયસિંહે કહ્યું. હા, મહારાજ. આ કાર્ય માટે પાટણના ધનભંડારો, માનવશક્તિ અને અન્ય જે કાંઈ આવશ્યકતા હશે તે પૂરી પાડવામાં ગુજરશ્વર અને એના પ્રજાજનો પાછા નહીં પાડે... મહારાજ બરોબર છે ને? મહાઅમાત્ય મુંજાલે સિદ્ધરાજ જયસિંહ સામે નજર કરતાં કહ્યું. હા મહારાજ.” यशो मम् तवख्यांति, पुण्ये च मुनिनायक । विश्वलोकोपकाराय कुरु व्याकरणं नवम् ॥ Jain Educationa International For Personal and Private Use Only Page #93 -------------------------------------------------------------------------- ________________ કલિકાલસર્વજ્ઞ હે મુનિશ્વર નવા વ્યાકરણની રચના કરો, એથી મને યશ મળશે અને તમને ખ્યાતિ મળશે અને સમગ્ર લોકના ઉપકારનું પુણ્ય મળશે.’ ‘શબ્દોની વ્યુત્પતિ કરનારું શાસ્ત્ર રચીને અમારા મનોરથો પૂર્ણ કરો આપ સિવાય આવું કાર્ય ક૨વા બીજું કોઈ સમર્થ ગુર્જરપ્રદેશે નથી.' સિદ્ધરાજ જ્યસિંહનાં વચનો રાજ્યસભાના સદસ્યોએ – મહારાજ સિદ્ધરાજ જયસિંહનો જય.... આચાર્યશ્રી હેમચન્દ્રાચાર્યનો જય..... ૭૬ ના જયઘોષ દ્વારા ઝીલી લીધા. હેમચન્દ્રાચાર્ય સિદ્ધરાજ જયસિંહની ગુજરાતી ભાષા પ્રત્યેના પ્રેમ ૫૨ પ્રસન્ન થઈ ગયા. સ્તંભતીર્થથી જે સ્વપ્નની ખાલી કાવડ લઈ... મહામુનિ નીકળ્યા હતા. એ કાવડ ગુર્જરેશ્વરની પ્રેરણા અને પ્રોત્સાહન દ્વારા ભરાઈ ગઈ હતી. હેમચન્દ્રાચાર્યજીની આંખોમાં આનંદનાં આંસુ ઊભરાઈ આવ્યાં. “મહારાજ આપની મનોકામના પૂર્ણ કરવા આ ક્ષણોથી જ હું કાર્યાન્વિત થઈ રહ્યો છું. હું મારા શિષ્ય રામચન્દ્રસૂરિને આપના એક સચિવ સાથે કાશ્મી૨ મોકલવા માંગું છું.' ‘કાશ્મીર ?” અનેકની આંખો આશ્ચર્યથી વિસ્ફારિત થઈ ગઈ. ‘હા મહારાજ, મા સરસ્વતી જલના પ્રવાહરૂપે પાટણની પુણ્યસલિલા બની વહે છે. પણ એના જ્ઞાનવહેણનાં બેસણાં કાશ્મીરની હિમાચ્છાદિત ધવલ કંદરાઓમાં છે. માતા સરસ્વતી ત્યાં સાક્ષાત બિરાજે છે. કાશ્મીર સરસ્વતી ધામ છે. આદ્ય શંકરાચાર્યની તપોભૂમિ છે. સરસ્વતી ધામમાં માતા સરસ્વતીની આરાધના કરી મારા શિષ્ય રામદ્રસૂરિ માના વરદ હસ્તે સંસ્કૃતભાષાના આઠ વ્યાકરણ ગ્રંથો લઈ અહીં આવશે. માતા સરસ્વતી અને ભગવાન મહાવીરની કૃપા ઊતરશે તો આપણી પ્રાકૃત ગુજરાતી ભાષામાં ગુજરાતને ગૌરવ અપાવે એવું વ્યાકરણ અને અન્ય સારસ્વત ગ્રંથોથી પાટણ, સિદ્ધપુર, સ્તંભતીર્થ, કર્ણાવતી તેમ જ અન્ય શહેરોના ગ્રંથાગારોને સારસ્વત ગ્રંથોથી ભરી મા ભોમ ગુજરાતની સેવા કરવાનું મારું For Personal and Private Use Only - Jain Educationa International Page #94 -------------------------------------------------------------------------- ________________ કલિકાલસર્વજ્ઞ સ્વપ્ન સિદ્ધ કરીશ.’ હેમચન્દ્રાચાર્ય બોલી ઊઠ્યા. હેમચન્દ્રાચાર્યના સમય દરમિયાન, ગુજરાતમાં બે ધર્મસંપ્રદાયો – જૈન અને હિંદુધર્મ જ પ્રચલિત હતા, બૌદ્ધ ધર્મ – સરહદ પારનો – ભારત બહારનો ધર્મ થઈ ગયો હતો. લંકા, બ્રહ્મદેશ, ચીન, જાપાનમાં એનું વિસ્તરણ થઈ ચૂક્યું હતું. સોલંકી વંશના રાજાઓ શૈવધર્મી હતા. સોમનાથ મહાદેવ એમના કુળપરંપરાગત દેવ હતા. પરમ માહેશ્વર' કહેવાતા જૈન સંપ્રદાયમાં પણ શ્વેતાંબર – દિગંબરના વિચારફાંટા પડી ચૂક્યા હતા. હેમચન્દ્રાચાર્યના પિતા ચાંચદેવ પેસરી માહેશ્વરી હતા તો માતા પાહિનીદેવી અને એના ભાઈ નેમિનાગ શ્રાવકજૈન હતા. ધર્મ અંગેના નિરર્થક વાદવિવાદોમાં ભાષા – ગુજરાતી ભાષા પ્રત્યે કોઈ ધર્માચાર્યોએ લક્ષ આપ્યું નહોતું – પરિણામે પ્રાકૃત ગુજરાતી ભાષામાં અધકચરું ભાષાજ્ઞાન પ્રજાને પાઠશાળાઓમાં અપાતું હતું. હેમચન્દ્રાચાર્ય - ગુજરાતના એવા પ્રથમ ધર્માચાર્ય હતા કે જેણે ધર્મ, સંસ્કૃતિ, ઈતિહાસ, વિજ્ઞાન, આદિ માનવ જિંદગીને સ્પર્શતા વિષયોના પ્રચાર અને પ્રસાર માટે ભાષાની માતૃભાષાની આવશ્યકતા સ્વીકારી હતી. ભાષા સંસ્કૃતિનું નવલખું ઘરેણું હતું. અને વ્યાકરણ એ ભાષાનો પ્રાણ હતું. રસજ્ઞ મહાકવિ કાલિદાસના માલવદેશનું ભોજવ્યાકરણ - માલવવિજેતા ગુજરેશ્વરના ગુર્જરપ્રદેશમાં ભણાવાતું હતું અને આ વસ્તુ ભાષાપ્રેમી હેમચન્દ્રાચાર્યજીને - તેમ જ ગુજરાતના વર્તમાન રાજકારણીઓને સિદ્ધરાજથી માંડી મુંજાલ મહેતા અને ઉદયન મંત્રી સુધી સૌને ખૂંચતી હતી એ ભાષાના ઉત્થાન માટેની વાત હેમચન્દ્રાચાર્ય માટે ઉત્સાહ પ્રેરતી વાત હતી. હેમચન્દ્રાચાર્યજી વિચારને ઝોલે ચડી ગયા. મંત્રીશ્વર ઉદયન આપણા આંગણે પધારી પાટણનગરીને – ગુર્જરરાષ્ટ્રને સાહિત્ય, અને સંસ્કારનગરી – સંસ્કારી રાષ્ટ્ર બનાવવાનું એક મહાન અભિયાન આરંભનારા આચાર્ય દેવચન્દ્રસૂરિના પ્રતાપી શિષ્ય હેમચન્દ્રાચાર્યજીને એની કાર્યસાધના આરંભવા માટેની વિશાળ જગ્યા Jain Educationa International For Personal and Private Use Only Page #95 -------------------------------------------------------------------------- ________________ ७८ ઉપરાંત આ ભગીરથકાર્ય પૂરું પાડવા માટેની બધી જ સગવડો પૂરી પાડવાની વ્યવસ્થા કરો. એમના શિષ્યગણના કાશ્મીરપ્રવાસનું કાર્ય યોગ્ય સચિવને સોંપી એને પણ કાશ્મીર સાથે મોકલી, મા સરસ્વતીની આરાધના કરી એને પ્રસન્ન કરી, ‘કાશ્મીરીવાહિની’ ગુજરાતવાહિની’ બને એવો પ્રબંધ કરો.' સિદ્ધરાજ બોલી ઊઠ્યા. ઉદયન મંત્રી જવાબદારી માથે લેતા બોલી ઊઠ્યા : મહારાજ, બધી જ વ્યવસ્થા થઈ જશે.’ રામચન્દ્રસૂરિ અને વાગ્ભટ્ટ કાશ્મી૨થી માતા સરસ્વતીની કૃપાથી સંસ્કૃત ભાષાનાં આઠ વ્યાકરણો ઉપરાંત ઢગલાબંધ અભ્યાસગ્રંથો, ભાષાશાસ્ત્રને લગતાં પુસ્તકો તેમ જ વેદ, ગીતા, ઉપનિષદ ઇત્યાદિ મૂલ્યવાન ગ્રંથો પાટણમાં તૈયાર થઈ ગયેલા હેમચન્દ્રાચાર્યજીના અપાસરામાં વ્યવસ્થિત રીતે લઈ આવ્યા અને ગ્રંથોને ક્રમવા૨ ગોઠવવામાં આવ્યા. આ બાજુ સંસ્કૃત વ્યાકરણના પાણિનિ સમા હેમચન્દ્રાચાર્યજીએ સાધુતાના આચાર સાચવીને ગુર્જર ભાષાના જ્યોતિર્ધર બની ગુજરાતની અસ્મિતાના પાયાનું કામ તેણે એક વર્ષમાં વ્યાકરણની રચના કરી. કરી આપ્યું. મૂલસૂત્ર, ધાતુ, ગણપાઠ, પ્રત્યય અને લિંગાનુશાસન એવા પંચાંગી પ્રકારની વ્યાકરણ રચના એમણે સવાલાખ શ્લોકોમાં કરી મહારાજ સિદ્ધરાજ જયસિંહને વ્યાકરણ ગ્રંથ પૂર્ણ થયાનો સંદેશો એના અનુચર શ્રીધર સાથે મોકલ્યો.’ શ્રીધર પણ આનંદથી હેમચન્દ્રાચાર્યના ગુણગાન ગાતો, નાચતો રાજસભામાં પહોંચ્યો અને મહારાજનો જય હો.... આનંદો... આનંદો..... આજ આપણા વંદનીય આચાર્ય કવિવર્ય સાહિત્યરત્ન શ્રી હેમચન્દ્રાચાર્ય મહારાજશ્રીએ ગુજરાતી ભાષાનો સવા લાખ શ્લોકોનો વ્યાકરણગ્રંથ પૂર્ણ કર્યો.... મહારાજનો જય હો..... હેમચન્દ્રાચાર્ય મહારાજનો જય હો...... સિદ્ધરાજ જયસિંહે સિંહાસન પરથી હર્ષાવેશમાં આવી ઊભા થઈ, અપાસરામાંથી આવેલા શ્રીધરને એમના ગળામાંથી સોનાનો હાર કાઢી પહેરાવી દીધો. Jain Educationa International કલિકાલસર્વજ્ઞ For Personal and Private Use Only Page #96 -------------------------------------------------------------------------- ________________ ૧૧ ‘રામચન્દ્રસૂરિ..’ ‘આજ્ઞા ગુરુદેવ.’ હૈયું શાતા અનુભવે છે... આપણી ગરવી ગુજરાતી ભાષા માટેનું મહેણું ભાંગ્યું. છેલ્લો શ્લોક તમને લખાવતાં ઉરમાં જે આનંદ, સંતોષ અને કશાકની પ્રાપ્તિની જે અનુભૂતિ થઈ છે એ અજોડ છે હો...... વ્યાકરણગ્રંથના અંતિમ શ્લોકની પૂર્ણાહુતિ કરતાં હેમચન્દ્રાચાર્યે એના અંતરને થયેલી શાતાનું વર્ણન કરતાં કહ્યું. નવજાત શિશુ પર માતા એની પ્રેમાળ દૃષ્ટિનાં અમીછાંટણાં છાંટે એ રીતે જ હેમચન્દ્રાચાર્યે લગભગ સવા લક્ષ શ્લોકોથી રચાયેલા ગ્રંથ ૫૨ એની પ્રેમાળ નજરનાં અમીછાંટણાં છાંટી આનંદની મૂર્છામાં લગભગ સરી પડયા. ગુરુદેવ... આજની ઘડી સમગ્ર ગુજરાત માટે રળિયામણી બની રહી છે. ત્રણસો ત્રણસો લહિયાઓ આપના આ વિદ્યાધામમાં ગ્રંથની નકલો તૈયાર કરી રહ્યા છે...' રામચન્દ્રસૂરિ બોલ્યા. ગુરુદેવ, સંવત ૧૧૯૫ની સાલનો આજનો દિવસ ‘હેમદિન’ તરીકે ગુજરાતભરમાં ઊજવાશે...' બાલચન્દ્રસૂરિએ વાતની પૂર્તિ કરતાં કહ્યું, હેમચન્દ્રાચાર્યનો અપાસરો એ માત્ર જૈન અપાસરો નહોતો. આખા ગુજરાતનો સર્વધર્મસમભાવનું ધર્મસ્થાન હતો. રાતદિન દેશદેશાવારથી વિદ્વાનો આવતા અને ધર્મ, રાજકારણ, સંગીત, સાહિત્ય, જ્યોતિષ, ઇત્યાદિ અનેક વિષયો પર ચર્ચાઓ થતી, વાદવિવાદો થતા, અપાસરાનું વાતાવરણ ચૈતન્યપૂર્ણ - ધબકતું રહેતું... અનેક લહિયાઓ વચ્ચે બેસી હેમચન્દ્રાચાર્યે એક જ વર્ષમાં વ્યાકરણનો ગ્રંથ પૂરો કર્યો હતો. સવાલક્ષ શ્લોકો – સંસ્કૃત - For Personal and Private Use Only Jain Educationa International Page #97 -------------------------------------------------------------------------- ________________ કલિકાલસર્વજ્ઞ અને પ્રાકૃત ગુજરાતીમાં – તાલપત્રીઓનાં પર્ણો પર શબ્દસ્થ થયા હતા. હેમચન્દ્રાચાર્યના વ્યાકરણગ્રંથે પાટણને વિદ્યાકેન્દ્રોમાં ગૌરવવંતુ સ્થાન અપાવ્યું હતું. શ્રી હેમચન્દ્રાચાર્યે મહર્ષિ પાણિનિ વગેરેના આઠેક વ્યાકરણગ્રંથોના અભ્યાસ અને મનન પછી પાણિનિના અષ્ટાધ્યાયી વ્યાકરણની સૂત્રશૈલીને અનુસરી એમનું વ્યાકરણ એણે સંસ્કૃત અને પ્રાકૃતમાં સૂત્રાત્મક શૈલીમાં લખ્યું. 9 ८० ગુરુદેવ... ગ્રંથ પૂર્ણાહુતિના સમાચાર ગુર્જરેશ્વરને પહોંચાડવાનો કાર્યભાર મને સોંપો.’ છેલ્લા એક વર્ષથી હેમચન્દ્રાચાર્યની પ્રતિ પળમાં એના લેખનકાર્યમાં છાયાની જેમ પ્રવૃત્તિશીલ રહેલાં અનુચર શ્રીધરે હેમચન્દ્રાચાર્યજી સમક્ષ માંગણી કરી. હેમચન્દ્રાચાર્ય... રાતદિન એમની સેવામાં છેલ્લા એકાદ વર્ષથી વ્યસ્ત એવા સેવક શ્રીધર સામે એક ક્ષણ પૂરતું જોઈ રહ્યા અને ધીમેથી વિવેકપૂર્ણ નમ્રતા સાથે કહ્યું, વત્સ શ્રીધર... ગુર્જરેશ્વરના દરબારમાં જઈને ખૂબ જ વિવેક, નમ્રતા અને વિનય સાથે મહારાજને આટલું જ કહેજે... કે... મહાવીર સ્વામીની કૃપાથી એના આ સેવકે લખવા ધારેલો વ્યાકરણગ્રંથ આજે વહેલી સવારે પૂરો થયો છે..... અને શ્રીધર આગળ કશું જ સાંભળવા ન રોકાતાં અપાસરાની બહાર નાચતો, કૂદતો હેમચન્દ્રાચાર્ય મહારાજશ્રીનો જ્ય જ્ય કાર બોલાવતો... રાજસભાના માર્ગ તરફ દોડી ગયો. રસ્તામાં ગાંડાઘેલા શ્રીધરને કોઈ પૂછતું કે : “ભાઈ આમ દોડતો... ક્યાં જઈ રહ્યો છે ?” ગુરુદેવ હેમચન્દ્રાચાર્યજીએ વ્યાકરણગ્રંથ પૂરો કર્યો એના સમાચાર આપણા મહારાજા સિદ્ધરાજ જયસિંહને આપવા જઈ રહ્યો છું.' અને રાજ્યસભામાં શ્રીધરે જ્યારે હેમચન્દ્રાચાર્યજીએ વ્યાકરણગ્રંથ પૂરો કર્યાંના સમાચાર મહારાજાને આપ્યા ત્યારે આખાય સભાગૃહમાં આનંદનો સાગર ઊછળ્યો... મહારાજે શ્રીધરના ગળામાં એમણે પહેરેલો For Personal and Private Use Only Jain Educationa International Page #98 -------------------------------------------------------------------------- ________________ કલિકાલસર્વજ્ઞ હાર કાઢીને પહેરાવી દીધો... મહારાજનો જય હો...” હેમચન્દ્રાચાર્ય મહારાજનો જય હો.” મંત્રીશ્વર’ સિદ્ધરાજ જયસિંહના પહાડી અવાજમાંથી સૂર ઊઠ્યો... અને સભામાં શાંતિનું વાતાવરણ સર્જાઈ ગયું. ‘આજ્ઞા મહારાજ.” ઉદયન મંત્રી સિંહાસન પાસે આવતાં બોલ્યા. મારા ગજરાજ શ્રીકરણને સોને મઢ્યાં આભૂષણોથી શણગારો... રાજમહેલના ચોગાનમાં હાજર કરો. કવિ શ્રીપાલ તમે અપાસરે જઈ ગુરુવર્ય સાહિત્યશિરોમણિ આચાર્યશ્રી હેમચન્દ્રાચાર્યજીને ખબર કરો કે ગુજરેશ્વર મહારાજા સિદ્ધરાજ જયસિંહ આપના અપાસરે આપનું, આપે સર્જેલા મહાન વ્યાકરણગ્રંથનું મોતીડેથી વધાવતું સ્વાગત કરવા આવી રહ્યા છે. મહાઅમાત્યજી ગુજરાત અને ગુર્જરભાષા પ્રત્યેનો આપનો પ્રેમ અગાધ છે... આપના માટે તો આજનો આનંદ અનેરો હશે તો આપ, સેનાપતિ કેશવના વિજયી ચુનંદા સૈનિકો સાથે મહારાજશ્રીના અપાસરેથી સાહિત્યાચાર્ય હેમચન્દ્રાચાર્યજી રચિત વ્યાકરણગ્રંથની સુવર્ણજડિત પોથી રત્નજડિત અંબાડીમાં પધરાવી પાટણનગરીના રાજમાર્ગો, ચોરા ને ચૌટા, અને નગરની ગલી ગલીઓમાં આચાર્યશ્રીની નિશ્રામાં – આપણા સૌની હાજરીમાં એવી તો શોભાયાત્રા કાઢી રાજદરબારમાં ચૌલુક્યવંશી – મહાન ગુર્જરશ્વરો બિરાજતા રહ્યા છે એવા રાજસિંહાસન પર વ્યાકરણ ગ્રંથને પધરાવી – આપણા વિદ્વાન આચાર્ય – સારસ્વત હેમચન્દ્રાચાર્યજી અને સારસ્વત વ્યાકરણગ્રંથનું ન ભૂતો ન ભવિષ્યતિ' એવાં ભવ્ય સ્વાગતની તૈયારી કરો...” સિદ્ધરાજ જયસિંહે રાજ્યસભાનો આખોય દોર હાથમાં લેતાં... વ્યાકરણગ્રંથના ભવ્ય સ્વાગતની રૂપરેખા આપી દીધી. જેવી આજ્ઞા ગુજરશ્વરજી મુંજાલ બોલી ઊઠ્યા. મહારાજ... આજનો ઉત્સવ માળવા જીતીને આપે નગપ્રવેશ કર્યો ત્યારના વિજયોત્સવ કરતાં પણ ચઢી જાય એવો ઉત્સવ પાટણના આંગણે Jain Educationa International For Personal and Private Use Only Page #99 -------------------------------------------------------------------------- ________________ ૮૨ કલિકાલસર્વજ્ઞ પટ્ટણીઓ ઊજવશે એ જોવાનું સદ્ભાગ્ય. આ બુઢા મહાઅમાત્યને મળશે... પાટણને પાદર વહેતી સરસ્વતી... મા શારદાના સ્વરૂપે અક્ષરદેહે મહાન ગુર્જરેશ્વરોના સિંહાસન પર બિરાજી... ગુર્જરીભાષાને ગૌરવવંતા સ્થાનથી આભૂષિત કરશે... મહારાજા જિંદગીનો આજનો દિન મારા માટે સુવર્ણદિન – જિંદગીનો યાદગાર દિન બની રહેશે.’ મહાઅમાત્ય મુંજાલની આંખો હર્ષાશ્રુથી છલકાઈ ગઈ. અને અવાજ ભીનો બની ગયો. - * * * કવિ શ્રીપાલે હેમચન્દ્રાચાર્યજીના અપાસરામાં પ્રવેશ કર્યો ત્યારે અપાસરામાં પણ વ્યાકરણગ્રંથ સર્જનનો આનંદોત્સવ ઊજવાઈ રહ્યો હતો. હેમચન્દ્રાચાર્યજીના ચહેરા પર અભૂતપૂર્વ શાંતિ હતી... આ શાંતિ એક મહાન કાર્ય પૂર્ણ થયાની હતી. મા સરસ્વતીના પ્રાપ્ત થયેલા પ્રસાદની શાંતિ હતી. પધારો કવિ શ્રીપાલ... આપનું સ્વાગત છે.’ હેમચન્દ્રાચાર્યે રાજકવિને આવકાર્યા. આચાર્યશ્રી... હ્રદયના હાર્દિક અભિનંદન... આજનો દિવસ દરેક ગુર્જરભાષી માટે આનંદ અને ગૌરવનો દિવસ છે. ગુજરાતી ભાષા માટે સુવર્ણદિન - હેમદિન’ છે... મહારાજ...' ‘રામચન્દ્ર... કવિવરનું અક્ષતચંદનથી સ્વાગત કરો... આપણે આંગણે એક વિદ્વાન, સાક્ષર, કવિનું પધારવું – પ્રસન્નતાનું વાતાવરણ સર્જી દેવું એ આપણા સારસ્વત જગત માટે એક અવિસ્મરણિય ઘટના છે.' મહારાજ... આજ તો હું આપને વધાઈ આપવા અને મહારાજ સિદ્ધરાજ જયસિંહનો સંદેશ લઈ આવ્યો છું. આટલાં બધાં માનપાન ન હોય.....' “શું સંદેશો લાવ્યા છો કવિવર્ય... મહારાજ છે તો ક્ષેમકુશળને ?” ‘મહારાજ, મહાઅમાત્ય મુંજાલ, મંત્રીશ્વર ઉદયન, વાગ્ભટ્ટ આપના અપાસરે આપને અભિનંદવા આવી રહ્યા છે.' કવિ શ્રીપાલ બોલી ઊઠ્યા. મહારાજ અને અહીં ! આ સુદામાની ઝૂંપડીએ મહાઅમાત્ય અને For Personal and Private Use Only Jain Educationa International Page #100 -------------------------------------------------------------------------- ________________ કલિકાલસર્વજ્ઞ રાજપુરુષો સાથે આવી રહ્યા છે ?” “હા, મહારાજ.' અને એ જ વખતે અપાસરાની બહાર મહારાજ સિદ્ધરાજ જયસિંહના આગમનના ડંકા-નિશાન અને જય ઘોષ સંભળાવા માંડ્યા. માલવવિજેતા બર્બરકજિષ્ણુ, ત્રિભુવનગંડ, અવંતીનાથ મહારાજ સિદ્ધરાજ જયસિંહનો જય.” પરમ માહેશ્વર મહારાજ સિદ્ધરાજ જયસિંહનો જય' લોકોનાં ટોળાં અપાસરા બહાર એના લાડીલા રાજાના દર્શન કરવા ઊમટી પડ્યાં. મહારાજની સાથે ગુજરાતના મહાઅમાત્ય મુંજાલ, ઉદયન મંત્રી, વામ્ભટ્ટ, ભાવબૃહસ્પતિ, ભવાનીરાશિ, આચાર્ય દેવબોધ જેવા મહાન વિદ્વાનો પણ આવ્યા હતા. હેમચન્દ્રાચાર્યજી અપાસરાના મુખ્યદ્વારથી પ્રવેશતાં સિદ્ધરાજ જયસિંહનું સ્વાગત કરવા ગયા. સિદ્ધરાજ જયસિંહે વંદન કર્યા અને ભાવવિભાર સ્વરે... “આચાર્ય હેમચન્દ્રાચાર્ય નો જય...'નો જયઘોષ કરતાં, “મહારાજ, આપનું આ કાર્ય ભારતના – ગુજરાતના – પાટણના ઇતિહાસમાં અમર થઈને રહેશે. હું આપને અભિનંદન આપવા અને વંદન કરવા આવ્યો છું.' કહેતાં સિદ્ધરાજ જયસિંહે એના માથા પરનો રાજમુગુટ ઉતારી હેમચન્દ્રાચાર્યના ચરણમાં ધરી દીધો. હેમચન્દ્રાચાર્ય હજી તો કાંઈ પણ બોલે, એ પહેલાં તો અપાસરાની બહાર મહારાજના ગજરાજના આગમનના સમાચાર નાના ભૂલકાઓની ચિચિયારીઓથી ગાજી ઊઠ્યા. મહારાજ આપશ્રી રાજદરબારમાં આપ રચિત વ્યાકરણગ્રંથ સાથે મારા ગજરાજ પર બિરાજી ગ્રંથની શોભાયાત્રાને દીપાવો. પાટણના રાજમાર્ગો, ગલીઓ, ચોરા-ચૌટાઓમાં થઈને રાજસભામાં પધારી આપનું અને આ મહાગ્રંથનું સન્માન કરવાનો મોકો આપો.” મહારાજ. આપની ઈચ્છા પ્રમાણે જ થશે... વ્યાકરણગ્રંથને આપ Jain Educationa International For Personal and Private Use Only Page #101 -------------------------------------------------------------------------- ________________ ૮૪ કલિકાલસર્વજ્ઞ અંબાડી પર પધરાવી શોભાયાત્રાનો આરંભ કરો. હું તો એક સામાન્ય મહાવીર સ્વામીનો અદનો સેવક છું... આપ સર્વ સાથે અડવાણે પગે મારા શિષ્યો સાથે શોભાયાત્રામાં જરૂ૨ સામેલ થઈશ.' હેમચન્દ્રાચાર્ય બોલ્યા. મહાઅમાત્ય મુંજાલ અને સિદ્ધરાજ જયસિંહને હેમચન્દ્રાચાર્યજીએ પોતાના સ્વહસ્તે વ્યાકરણગ્રંથ સોંપ્યો... અને સુવર્ણજડિત અંબાડીમાં ગ્રંથને સિદ્ધરાજ જયસિંહે પધરાવ્યો ત્યારે લોકોએ..... સિદ્ધરાજ જયસિંહનો ..... હેમચન્દ્રાચાર્ય મહારાજાનો જય.'ના જયનાદથી ગામ ગજવી દીધું. પાટણના રાજપથો, શેરીઓ અને પોળોમાંથી પસાર થતી શોભાયાત્રા પૂરા બે કલાક પછી શુભ મુહૂર્તમાં રાજદરબારમાં પહોંચી... હેમચન્દ્રાચાર્યે વ્યાકરણગ્રંથ પોતાના માથા પર મૂકી રાજસભામાં જ્યારે પ્રવેશ કર્યો ત્યારે રાજસભાના સદસ્યોએ ઊભા થઈ હેમચન્દ્રાચાર્યજીના નામના જયઘોષ સાથે સ્વાગત કર્યું. મહારાજ સિદ્ધરાજ જયસિંહના હાથમાં ગ્રંથને પધરાવતા હેમચન્દ્રાચાર્યજી બોલી ઊઠ્યા.... માલવવિજેતા ગુર્જરેશ્વર મહારાજ સિદ્ધરાજ જયસિંહનો જય.... મહારાજ, ભગવાન મહાવીરની પરમકૃપા અને આપની ઉચ્ચકોટિની પવિત્ર સહકારની ભાવનાથી તૈયાર થયેલા ગુજરાતી ભાષાને ગૌરવ આપતો આ વ્યાકરણ ગ્રંથ આપને અને આપ દ્વારા મહાન ગુર્જર પ્રજાને સાદર લોકાર્પણ કરતાં ગર્વ અનુભવું છું.' ‘ગુરુવર્ય... આ વ્યાકરણગ્રંથનું નામકરણ કરવાનું કાર્ય આપ કરો.' ઉદયન મંત્રીએ સૂચન કર્યું. આ વ્યાકરણગ્રંથ આજ પછી શ્રી સિદ્ધશબ્દાનુશાસન' નામે ઓળખાશે....' હેમચન્દ્રાચાર્યજીએ નામ સચવ્યું. “મહારાજ, એક પળ પૂરતું મને સાંભળશો.... મહામંત્રી મુંજાલ ઊભા થઈને બોલી ઊઠ્યા. જરૂર... મહાઅમાત્યશ્રી શી વાત છે ? સિદ્ધરાજે પૂછ્યું. For Personal and Private Use Only Jain Educationa International Page #102 -------------------------------------------------------------------------- ________________ કલિકાલસર્વજ્ઞ ૮૫ મહારાજ, ગુરુદેવ હેમચન્દ્રાચાર્ય રચિત આ મહાન ગ્રંથના નામકરણમાં - એક નાનકડો સુધારો સૂચવું છું. આ મહાનગ્રંથ... શ્રી સિદ્ધહેમશબ્દાનુશાસન' નામે આજ પછી ઓળખાવો જોઈએ....” “મહાઅમાત્યજી... મારા મનની વાત તમે ચોરી લીધી... આ ગ્રંથનું શ્રેય.. એક માત્ર આપણા હેમચન્દ્રાચાર્યજીને જાય છે... રાત-દિવસની એની મહેનતનું આ પરિણામ છે “સિદ્ધહેમશબ્દાનુશાસન' ગ્રંથને રાજયના ગ્રંથભંડારમાં ગૌરવભેર પધરાવો અને ત્રણસો લહિયાઓ દ્વારા તૈયાર થયેલી સેંકડો હસ્તપ્રતો, દેશવિદેશમાં મોકલાવી ગુજરાતનું ગૌરવ વધારો... આજથી સમગ્ર ગુજરાત, ઉપરાંત માલવા, કોંકણ, કાન્યકુબ્ધ ઈત્યાદિ પ્રદેશોમાં જ્યાં જ્યાં ગુર્જર શાસન વિસ્તર્યું છે ત્યાં ત્યાં સિદ્ધહેમશબ્દાનુશાસન વ્યાકરણગ્રંથથી શિક્ષકો, શાસ્ત્રીઓ, પંડિતો, ગુજરાતની ભાવિ પેઢીને સંસ્કારશે...” સિદ્ધરાજ જયસિંહ બોલી ઊઠ્યો. કવિ શ્રીપાલે એના આસન પરથી ઊભા થઈ.... સોમપ્રભસૂરિનો શ્લોક એના મધુર કંઠેથી વહેતો કર્યો... “फलृप्तं व्याकरणं नवं विरचितं छन्दा नवं । द्वयाश्रयालंकारौ प्रथितौ नवौ प्रकटितं श्री योगशास्त्रमं ॥ तर्क, संजनितो नवो जिनवरादीनां चरित्रम् नवम् । बध्धं येन न केन केन विदिनां मोह: कृते दूरतः ॥" જેમણે નવું વ્યાકરણ રચ્યું, નવું છંદશાસ્ત્ર આપ્યું, નવા વયાશ્રય અને અલંકારશાસ્ત્ર પ્રસિદ્ધ કર્યા, નવું યોગશાસ્ત્ર પ્રગટ કર્યું, નવું તર્કશાસ્ત્ર તથા જિનવર આદિનું નવું ચરિત્ર અને પરિશિષ્ટ કર્યું આવા શ્રી હેમચન્દ્રાચાર્યે સર્વનું અજ્ઞાન દૂર કર્યું. - “વાહ કવિશ્વર.... આપે ખૂબ જ યોગ્ય સમયે.. આપણા નગરમાં વિસતા, મા ભોમે ગુજરાતના હિતને હૈયે રાખી, માતૃભાષા ગુજરાતી માટે એનું સર્વસ્વ સમર્પ દેતાં સાહિત્યાચાર્ય વિદ્વાન નિસ્વાર્થ સાધુચરિત માનસ ધરાવતા શ્રી હેમચન્દ્રાચાર્યજીને ખૂબ જ ઉચિત રીતે પાટણની આ Jain Educationa International For Personal and Private Use Only Page #103 -------------------------------------------------------------------------- ________________ કલિકાલસર્વજ્ઞ રાજ્યસભા જેમની હાજરીથી ધર્મસભા બની ગઈ છે. એમાં બિરદાવ્યા, એ બદલ તમને ખૂબ ખૂબ અભિનંદન.' ભૃગુકચ્છ છોડી પાટણમાં સ્થિર થયેલા પ્રકાંડ પંડિત આચાર્ય દેવબોધ બોલી ઊઠ્યા. “મહારાજ, હું આચાર્ય દેવબોધના શબ્દ શબ્દને વધાવું છું. હેમચન્દ્રાચાર્યે આટલી નાની ઉંમરમાં તૈયાશ્રયથી માંડી આજ સુધીમાં ભટ્ટિકાવય' જેવું સુંદર કાવ્ય, અભિધાન ચિન્તામણિ તથા અનેકાર્થ સંગ્રહ નામના સંસ્કૃત ભાષામાં કોશની રચના કરી, નિઘંટુકોષની રચના દ્વારા વનસ્પતિ અને વૈદકશાસ્ત્રના ગ્રંથો લખ્યા, યોગશાસ્ત્ર પર ગ્રંથ કર્યો... અને આ બધામાં શ્રેષ્ઠ અને ગુજરાતી સંસ્કારિતાનો પરિચય કરાવતું સિદ્ધહેમ શબ્દાનુશાસન' રચી... સર્વકાળના સર્વજ્ઞ એવા આચાર્ય તરીકેનું એનું સ્થાન સિદ્ધ કર્યું છે. તો મહારાજ, આજે ગુજરાતના વિદ્વાનો, આચાર્યો, શ્રેષ્ઠિઓ, પંડિતો, સૂરિઓ જ્યારે આ મંગલ પ્રસંગે ભેગા થયા છે ત્યારે ભગવાન સોમનાથ મહાદેવની સાક્ષીએ હું આપણા સર્વે વતી... હેમચન્દ્રાચાર્યજીને મહારાજા સિદ્ધરાજ જ્યસિંહ દ્વારા “કલિકાલસર્વજ્ઞ'નું બિરૂદ – પદવી અર્પણ કરવાનું સૂચન કરું છું.... સોમનાથના મહંત ભાવ બૃહસ્પતિનું વાક્ય હજી તો પૂરું થાય એ પહેલાં જ... સાધો... સાધો...” ના ઉચ્ચારો સાથે કલિકાલસર્વજ્ઞ હેમચન્દ્રાચાર્યનો જયના જયજયકાર સાથે રાજ્યસભા ગાજી ઊઠી. Jain Educationa International For Personal and Private Use Only Page #104 -------------------------------------------------------------------------- ________________ ૧૨ મધ્યરાત્રીનો ગજર ભાંગી રહ્યો હતો. પાટણ નગરીના રસિકજનો પાછલી રાતની મીઠી નીંદર માણી રહ્યા હતા. હેમચન્દ્રાચાર્યજી થોડા સમય પહેલાં જ એક ગ્રંથનું અંતિમ પ્રકરણ પૂરું કરી એના પ્રિય ચોતરા પર જ પાથરેલા દર્ભાસન પર સંતોષપૂર્ણ ઊંઘ ખેંચતા સૂતા હતા. પાટણનું રાજકારણ હમણાં હમણાં ડહોળાયેલું હતું. સિદ્ધરાજ જયસિંહનો વનપ્રવેશ મહોત્સવ થોડા સમય પહેલાં ધામધૂમથી ઉજવાયો હતો. એ ઉત્સવની ઉજવણી પછી સિદ્ધરાજે ખાસ અંગતના કહી શકાય એવા સ્વજનો, સેનાપતિ કેશવ, ઉદયન મંત્રી, મહાઅમાત્ય મહાદેવ કે જેણે થોડા સમય પહેલાં મહાઅમાત્ય મુંજાલે લીધેલી નિવૃત્તિ પછી એના જ હાથ નીચે તૈયાર થયેલા મહાદેવને મહાઅમાત્ય બનાવ્યો હતો. ઉદયન મંત્રીની ઉમર થવા છતાં એને હતું કે મહાઅમાત્યપદ મુંજાલ પછી સિદ્ધરાજ એને જ આપશે, પરંતુ આ સ્પર્ધામાં મુંજાલની સલાહ મુજબ યુવાન મહાદેવ મેદાન મારી ગયો... ઉદયન મંત્રી ઉમરલાયક હતો, મુત્સદ્દી પણ ઓછા નહોતા, સિદ્ધરાજ જયસિંહનો પૂરો વિશ્વાસ ધરાવતા આ મારવાડી મંત્રીને પડતો મૂકી મહાદેવને મહાઅમાત્ય” પદે નિયુક્ત કરવામાં આવ્યો હતો. અંગત સ્વજનોની હાજરીમાં... સિદ્ધરાજ જયસિંહ મહારાજ પછી કોણ?” - નો પ્રશ્ન ચર્ચાયો હતો. હેમચન્દ્રાચાર્ય પણ આ સભામાં અનિચ્છાએ પણ હાર હતા. તમારા સામાજિક, કૌટુંબિક, રાજ્યસત્તાને લગતી ચર્ચાસભાઓમાં આ સાધુને ક્યારેય ન બોલાવો.” એવી વિનંતી છતાં પણ ઉદયન મંત્રીના આગ્રહ પછી આચાર્ય હેમચન્દ્રાચાર્યજી પણ એ સભામાં હાજર હતા. આચાર્ય દેવબોધજી, બૃહસ્પતિજી, ભવાનરાશિ, નગરશ્રેષ્ઠિ Jain Educationa International For Personal and Private Use Only Page #105 -------------------------------------------------------------------------- ________________ ૮૮ કુબેરજી, સેનાપતિ કેશવજી, ઉદયન, મુંજાલજી... આપ સર્વેએ ખૂબ જ પ્રેમપૂર્વક મારા વનપ્રવેશ મહોત્સવને ધામધૂમથી ઊજવીને મને વૃદ્ધ બનાવી દીધો છે...' કાળના કહેણને કાળા માથાનો કોઈ માઈનો પૂત અટકાવી શક્યો નથી. વનપ્રવેશ માનવીને એની જિંદગીની સાચી દિશા બતાવે છે... આજે મારા કચ્છથી કોંકણ અને સોમનાથથી અવંતી સુધીના વિશાળ સામ્રાજ્ય સંભાળી શકે એવા વારસદાર વિષેની શક્યતાઓ ચકાસી જોવી છે...' સિદ્ધરાજ બોલ્યો. કલિકાલસર્વજ્ઞ મહારાજ એ બાબતમાં આપે શું વિચારી રાખ્યું છે ? મુંજાલ મહેતાએ પ્રશ્ન કર્યો. મુંજાલજી... તમને તો ખબર છે.. નાંખી નજર પહોંચતી નથી. સોમનાથના સમંદરથી નર્મદાના મૂળ સુધી, સહ્યાદ્રિની પર્વતમાળા સુધી પથરાયેલા વિશાળ રાજ્યને સંભાળી શકે તેવો સોલંકી પરિવારમાં આજે તો કોઈ દેખાતો નથી.' સિદ્ધરાજે કહ્યું. મહારાજ... આટલા નિરાશ થવાની જરૂ૨ નથી.' કુમારતિલક ત્યાગભટ્ટ... આપના...' મલ્હાર ભટ્ટે સિદ્ધરાજના પ્રપન્ન પુત્ર ત્યાગભટ્ટનું નામ મહારાજાને સારુ લગાડવા છેડ્યું. હજી એ એટલો પરિપક્વ નથી... કે આટલા મોટા સામ્રાજ્યને એને સોંપાય...' મુંજાલે વાતનો છેદ ઉડાડી દીધો. મહારાજ... આપના પિતરાઈભાઈ ત્રિભુવનપાલના ત્રણ ત્રણ દીકરા છે. અને એમાં પણ મોટા મહિપાલ, કીર્તિપાલનો વિચાર ન કરીએ તો પણ કુમારપાળ માટે વિચારી શકાય.' ઉદયન મંત્રીએ એક નજર હેમચન્દ્રાચાર્ય ૫ર નાંખતાં મમરો મૂક્યો. ઉદયન મંત્રીની વાત વિચારવા જેવી ખરી. મહારાજ કુમારપાળનો બનેવી કાન્હડદેવે – ઉદયન મંત્રીની વાતને ટેકો આપ્યો. કૃષ્ણદેવના નામે ઓળખાતો કાન્હડદેવ – સિદ્ધરાજનો વિશ્વાસુ સાથી હતો. યુદ્ધભૂમિ પરના એના પરાક્રમો અજોડ હતાં... પાટણનો એ તુરંગાધ્યક્ષ હતો... ત્રિલોચનપાલ Jain Educationa International For Personal and Private Use Only Page #106 -------------------------------------------------------------------------- ________________ ૮૯ દુર્ગપાલ હતો. સમસ્ત પાટણની જવાબદારી એના શિરે હતી. ‘કાન્હડદેવ. મંત્રીશ્વર... ચૌલુક્યોનું સિંહાસન વારાંગનાના પુત્રો માટે નથી....સિદ્ધરાજ કડક સ્વરે બોલી ઊઠ્યો. વાતાવરણમાં એક સોપો પડી ગયો. કૃષ્ણદેવ સમસમી ઊઠ્યો. ઉદયન મંત્રીનું મસ્તક ઢળી પડ્યું. સભા બરખાસ્ત થઈ ગઈ. સૌ કોઈ હૈયામાં અવનવા વિચારો સાથે છૂટા પડ્યા ત્યારે સિદ્ધરાજે મુંજાલ મહેતાને ઇશારો કરી એની નજીક બોલાવ્યા. ઉદયન મંત્રીની નજરે મહારાજનો ઇશારો ચડી ગયો. એણે એની ચાલ ધીમી કરી નાંખી... “મુંજાલજી. શાકંભરી... સાંઢણીસવાર તાકીદે મોકલી અર્ણોરાજ, કાંચનદેવી અને ભાણેજ સોમેશ્વરને પાટણ બોલાવી લ્યો... બે દિવસ પછી પિતાશ્રીનો શ્રાદ્ધદિન આવે છે... અને હાં... તમને સોમેશ્વર માટે શું લાગે છે ? વિચારી જોજો: મુંજાલ... અને થાંભલાની આડશમાં ઊભેલા ઉદયન મંત્રી – બન્નેએ એકી સાથે આંચકો અનુભવ્યો – ધ્રાસકો પડ્યો, મહારાજા સિદ્ધરાજનું વલણ કઈ દિશામાં ઢળી રહ્યું હતું એનો અંદાજ બને મંત્રીઓને એની રીતે આવી ગયો. શાકંભરીનો અર્ણોરાજ મહાપ્રતાપી રાજા હતો. સિદ્ધરાજનો જમાઈ હોવાથી એનું પાટણના રાજકારણમાં સારું એવું ઉપજતું હતું. ચાલાક દીકરીજમાઈએ – પુત્રવિહોણા સિદ્ધરાજ પાસે ભાણેજ સોમેશ્વરને શૈશવથી જ રમતો કરી દીધો હતો. મામાનો ભાણેજ પ્રત્યેનો પ્યાર – પાટણના ચોરે અને ચૌટે ચર્ચાનો વિષય બની ગયો હતો. મુંજાલ ચમકી ગયા. એ પટ્ટણીઓના સ્વભાવથી – એની ખુમારી અને ખુદ્દારીથી પરિચિત હતા. પાટણના સિંહાસન પર પાટણની પ્રજા “ચૌલુક્ય વંશના ખમીરવંતા વારસને જ સ્વીકારે તેમ હતી. ભાણેજો અને દત્તકપુત્રોને એ કોઈ કાળે રાજવી તરીકે સ્વીકારવાના નહોતા. Jain Educationa International For Personal and Private Use Only Page #107 -------------------------------------------------------------------------- ________________ co કલિકાલસર્વજ્ઞ “અરે મંત્રીશ્વર... તમે અહીંયાં... હજી ગયા નથી ?” ઓચિંતી મુંજાલની નજર થાંભલા પાછળથી બહાર નીકળેલા ઉદયનને જોઈને એ બોલ્યા. પાટણના – ગુજરાતના સિંહાસન પરના ઉત્તરાધિકારી વિષે જ્યાં વિચારાઈ રહ્યું હોય - ત્યાં પાટણના સિંહાસનના આ વફાદાર સેવકને ચેન ક્યાંથી પડે.” ‘તમારી વાત સાચી છે ઉદયનજી... આ જુવોને આજે વળી મહારાજને શું સોલો ચડ્યો કે એના ઉત્તરાધિકારીની વાત કાઢીને બેઠા.. મુંજાલ બોલ્યા. મહારાજની આ એક સતત ચિંતા રહી છે. પરંતુ જુવોને... ત્રિભુવનપાલના દીકરાઓ આજે હયાત હોય... પછી... એ બાબતની ચિંતા મહારાજે શું કામ રાખવી જોઈએ. મહિપાલ, કીર્તિપાલ હું કબૂલ કરું છું કે આટલા મોટા સામ્રાજ્યને સાચવી કે વિસ્તારી શકવાની તાકાત વગરના છે, પણ કુમારપાળનું શું ? આજે મહારાજની ખફા દૃષ્ટિમાંથી છટકતા રહેવામાં કોને ખબર ક્યાં રખડતા હશે... એ પ્રતાપી રાજકુમારને વારાંગનાપુત્ર તરીકે નવાજી એનો તો કાંકરો જ મહારાજે કાઢી નાખ્યો.” ઉદયન મંત્રી બોલ્યા. મહારાજના ત્રિભુવનપાલજીના ત્રણેય કુમારો માટેનો તિરસ્કાર જગજાહેર છે” મુંજાલ બોલ્યા. ખાસ કરીને કુમારપાળ પ્રત્યેની મહારાજની ધૃણા – એ યુવાન રાજકુમારની હત્યા કરાવવા સુધી પહોંચી છે. મુંજાલજી... તમે એ ક્યાં નથી જાણતા ?” મંત્રીશ્વર એ નિર્દોષ રાજકુમાર પાછળ મારાઓ મોકલનારો પણ એક વખતનો હું જ મહાઅમાત્ય હતો ને?” મુંજાલ દર્દભર્યા અવાજે બોલી ઊઠ્યા. “અને ભાણેજ સોમેશ્વર પ્રત્યેની લાગણીનો અતિરેક પણ એટલો જ Jain Educationa International For Personal and Private Use Only Page #108 -------------------------------------------------------------------------- ________________ કિલિકાલસર્વજ્ઞા ૯૧ જાણીતો છે...” હા મંત્રીશ્વર. ભગવાન સોમનાથ મહારાજને સબુદ્ધિ આપે, નહીં તો... પાટણને ઘૂંટણિયે પડેલા શાકંભરીના અણરાજ – દીકરાના નામે, ભવિષ્યમાં પાટણપતિ બની જાય તો નવાઈ નહીં. મુંજાલ બોલી ઊઠ્યા. સિદ્ધરાજ જયસિંહે મુંજાલને દિવંગત મહારાજા કર્ણના શ્રાદ્ધદિન નિમિત્તે સોમેશ્વરને પાટણ લાવવાની સૂચના હમણાં જ આપી હતી. મુંજાલને ડર હતો કે પિતાના શ્રાદ્ધપર્વના દિવસે જ મહારાજ રાજ્યસભામાં સોમેશ્વરને ગુર્જuદેશના પાટણના ઉત્તરાધિકારી તરીકે જાહેર કરી... રાજ્યના શાંત, સ્થિર રાજકારણમાં ખળભળાટ જગાવી ન દે. ઉદયન મંત્રીને પણ આ જ ચિંતા હતી. આવા સમયે કુમારપાળની પાટણમાં હાજરી ખૂબ જ જરૂરી હતી. સિદ્ધરાજ જયસિંહના ગુપ્તચરો અને મારાઓ કુમારપાળની હત્યા કરવા... સારા ગુજરાતમાં ઘૂમી રહ્યા હતા. કુમારપાળના રઝળપાટના આ દિવસો હતા. એ ક્યાં હશે તે વિશે ઉદયન મંત્રીની મૂંઝવણનો પાર નહોતો. દિવંગત મહારાજા કર્ણદેવનો શ્રાદ્ધદિન હતો. રાજમહેલના વિશાળ ચોગાનમાં સવારથી જ શ્રાદ્ધતર્પણની વિધિની તૈયારી થઈ રહી હતી. રાજમાતા મીનળદેવી તર્પણવિધિની તૈયારીમાં પડ્યાં હતાં. સોમનાથ મંદિરના મહંત ભાવબૃહસ્પતિ શ્રાદ્ધનો વિધિ કરાવવા સોમનાથથી આવી પહોંચ્યા હતા. બપોરના બાર વાગે... ગુજરાતભરમાંથી -- શિહોર, સિદ્ધપુર, કર્ણાવતી, જામનગર, ગામેગામથી ભૂદેવો બ્રહ્મભોજન માટે આવી પહોંચ્યા હતા. બ્રહ્મભોજન માટેની પંગત બેસી ગઈ હતી. લાલ પીતાંબરી અને સફેદ ધોતીમાં સજ્જ એવા ભૂદેવો... બપોરના બારના ટકોરે શ્રાદ્ધતર્પણ વિધિનો કાર્યક્રમ પૂરો થતાં... જમવા માટે એક જ પંક્તિમાં શ્લોકોની રમઝટ બોલાવતા બેસી ગયા. છ ફૂટ ઊંચા ભવ્ય લલાટ, આંખોમાં અનેરા તેજ Jain Educationa International For Personal and Private Use Only Page #109 -------------------------------------------------------------------------- ________________ ૯ર કલિકાલસર્વજ્ઞ સાથેનો એક બ્રાહ્મણ પણ કતારમાં બેઠો હતો. પલાંઠી વાળીને બેઠેલા યુવાન બ્રાહ્મણ પર સિદ્ધરાજ જયસિંહની નજર વારે વારે જતી હતી. લલાટ પર ઝળહળતું તેજ.. કંઈક અનોખું લાગ્યું. એ યુવાન બ્રાહ્મણની બેસવાની રીત પણ જુદા પ્રકારની લાગી. ઓચિંતી એની નજર યુવાન બ્રાહ્મણની પગની પાની પર ગઈ... એ ચમક્યો. એણે ઝડપથી સોમનાથના ભાવબૃહસ્પતિને બોલાવી લીધા. ઇશારાથી જ સિદ્ધરાજે બ્રાહ્મણોની પંગતમાં બેઠેલા યુવાન બ્રાહ્મણ સાધુ તરફ નજર સ્થિર કરી. ભાવબૃહસ્પતિની આંખો યુવાન સાધુના ભાલ પરના તેજ પર, પગની પાનીના રાજચિહ્નો પર પડી... અને એ ચમકી ગયો.... નક્કી આ કુમારપાળ જ હોઈ શકે દાદાના શ્રાદ્ધનો પ્રસાદ જમવા – રાતદિન ભૂખ્યો તરસ્યો રાજકુમાર કુમારપાળ જ હોવાની શંકા એણે પહેલાં ઉદયન મંત્રી પાસે કાનમાં રજૂ કરી, ઉદયન પણ કુમારપાળને પારખી ગયો. - બરોબર એ સમયે જ રાજમાતા મીનળદેવીના આગમનની છડી પોકારાઈ. સિદ્ધરાજ, મુંજાલ, ભાવબૃહસ્પતિ અને અન્ય રાજપુરુષો રાજમાતાનું સ્વાગત કરવા દરવાજા તરફ વળ્યા, એટલામાં ઉદયન મંત્રી યુવાન બ્રાહ્મણ સાધુ નજીક સરકયા અને... શ્રાદ્ધ પહોંચી ગયું... ઝટ વિદાય લ્યો મહારાજ, નહીં તો કારાગાર ભેગા થશો....” અને ચેતી ગયેલો યુવાન સાધુ... ઝડપથી પંગતમાંથી ઊભો થઈ રાજમહેલના પાછળના ભાગની ડોકાબારીમાંથી ભૂખ્યો-તરસ્યો છટકી ગયો. સિદ્ધરાજ જયસિંહ અને અન્ય મહાનુભાવો મીનળદેવીનું ભાવભીનું સ્વાગત કરી, પાછા બ્રાહ્મણો વચ્ચે આવીને ઊભા રહી ગયા અને પંગતમાં એક પાતળ સામે પેલા શંકિત બ્રાહ્મણને ન જોતાં જ સિદ્ધરાજ જયસિંહ હેબત ખાઈ ગયા. “અરે કોઈ છે... પકડો પેલા કુમારપાળને – બ્રાહ્મણ બનીને શ્રાદ્ધ Jain Educationa International For Personal and Private Use Only Page #110 -------------------------------------------------------------------------- ________________ કલિકાલસર્વજ્ઞ ખાવા આવી આ ભૂદેવોને વટલાવી દીધા. દોડો..... પકડો.... અને થોડા સમય માટે દોડધામ થઈ ગઈ. સૈનિકોની અવરજવ૨ વધી ગઈ. બ્રહ્મભોજન માટે બેઠેલા બ્રાહ્મણો પણ ડઘાઈ ગયા. કુમારપાળે પાટણની પોળમાં રહેતાં ઉદયન મંત્રીની ડેલી ખખડાવી. રાજમહેલમાંથી હાંફળાફાંફળા ચિંતાગ્રસ્ત ઉદયન મંત્રી ઘરે આવી ગયા હતા. એણે બારણું ખોલી જોયું તો યુવાન બ્રાહ્મણ સાધુ ઊંબરે ઊભો હતો....... ૯૩ અરે મહારાજ... તમે.... અહીં...... ‘હા મંત્રીશ્વર... આટલા મોટા પાટણમાં તમારા સિવાય મારું કોણ ?’ “મહારાજ, ઝટ ઘરમાં આવી જાવ... મહારાજ સિદ્ધરાજના મારાઓ અને ગુપ્તચરો તમારી શોધમાં આખું પાટણ ધમરોળી રહ્યા છે... મહારાજ.... તમે પાછળના ભાગની ડોકાબારીમાંથી બહાર નીકળી પાટણગામ છોડી ક્યાંક દૂર દૂર ચાલ્યા જાવ... અથવા તો... હેમચન્દ્રસૂરિના અપાસરે પહોંચી જાવ.' અને મોડી સાંજે... અંધારામાં ઉડ્ડયન મંત્રીના પાછલા ભાગના ખંડની ડોકાબારીમાંથી સાધુવેશે કુમારપાળ હેમચન્દ્રાચાર્યના અપાસરા તરફ ભાગ્યા ત્યારે મધ્યરાત્રીનો ગજર ભાંગી ચૂક્યો હતો. અપાસરાની ડેલીના બારણાને કુમારપાળે જોરથી ખખડાવ્યું... અને હેમચન્દ્રાચાર્યે ... બારણું ખોલી જોયું તો ઊંબરામાં એક યુવાન બ્રાહ્મણ સાધુ ઊભો હતો. ‘તમે... તમે... મને અંદર લઈ લ્યો.... પાટણના મારાઓ મારો જાન લેવા પાછળ પડ્યા છે મહારાજ....’ અને હેમચન્દ્રાચાર્યે ઝડપથી યુવાનસાધુને અંદર ખેંચી લીધો અને બારણાને સાંકળ મારી. યુવાન બ્રાહ્મણ સાધુને એની કુટિરમાં લઈ ગયા. Jain Educationa International For Personal and Private Use Only Page #111 -------------------------------------------------------------------------- ________________ ૧૩ અરે વિપ્ર આપ.. આજે તો... મહારાજ કર્ણદેવનો શ્રાદ્ધદિન છે... આમ હાંફ્ળાંફાંફળા અડધી રાત્રે આ સેવકની કુટિર પાવન કરવા ક્યાંથી આવી ચઢ્યા ? આપ સ્વસ્થ થાવ... શાંત થાવ....' હેમચન્દ્રાચાર્ય બોલ્યા. આ જગતનો ભૂલ્યોભટક્યો અતિથિ છું સૂરિજી. મને ક્યાંક છુપાવી દો. રાજ્યના સૈનિકો મારો જીવ લેવા મારી પાછળ પડ્યા છે.' યુવાન વિપ્ર કરગરી ઊઠ્યો. હેમચન્દ્રાચાર્ય આંગણે આવેલા અતિથિ સામે જોઈ રહ્યા. કુટિરના ફાનસના અજવાળામાં ચહેરો – તેજથી ચમકતું લલાટ, હેમચન્દ્રાચાર્યજી જોતા રહ્યા. એ જ વખતે અપાસરાના દરવાજા પર અરે કોઈ છે.... ઝટ ઉઘાડો... દરવાજો....’ના ઘોંઘ૨ા અવાજે વાતાવરણને ધમધમાવી મૂક્યું. અપાસરાની બહારના રસ્તા પર ધડબડાટી બોલી રહી હતી. હેમચન્દ્રાચાર્યજીએ એક નજર ધ્રૂજતા વિપ્ર ૫૨ નાંખી. ચહેરા પર સ્મિત ફોરી ઊઠવાને બદલે આ વ્યક્તિ અગાઉ ક્યાંક જોયાનો અણસાર આવી ગયો. અને બીજી જ ક્ષણે દરવાજા પર થતા ધમધમાટને લીધે એણે સાવચેતીરૂપે કુમા૨પાળને એ જ કુટિરમાં પુસ્તકોના ગંજ પાછળ સંતાડીને કુટિર બહાર આવ્યા ત્યારે દરવાજામાંથી ત્રણચાર સૈનિકો પ્રવેશી રહ્યા હતા. મહારાજનો ય હો... ગુરુદેવ આપના અપાસરામાં એક સાધુને ઘૂસતો જોયો, આપે જોયો ? કોણ એ ચોર હતો ? રાજ્યનો મોટામાં મોટો શત્રુ હતો ?” હેમચન્દ્રાચાર્યે પૂછ્યું. ‘હા મહારાજ, રાજનો એ મોટામાં મોટો ગુનેગાર છે. આપની રજા Jain Educationa International For Personal and Private Use Only Page #112 -------------------------------------------------------------------------- ________________ કલિકાલસર્વજ્ઞ ૮૫. સાથે અમે અપાસરામાં ઘૂસી ગયેલા ગુનેગારને પકડવા આવ્યા છીએ.” એક સૈનિકે હેમચન્દ્રાચાર્યજીને કહ્યું. જરૂર... અહીં હોય તો જરૂર લઈ જાવ...” આ ત્રણેય સિપાહીઓ ઓખા અપાસરામાં ફરી વળ્યા. પરંતુ રાજ્યનો ગુનેગાર ન મળતાં નિરાશ થઈને ચાલ્યા ગયા. હેમચન્દ્રાચાર્યે હસતા હસતા કુટિરમાં જઈ પુસ્તકોના ગંજ પાછળ છુપાયેલા અતિથિને બહાર કાઢતાં પધારો રાજાધિરાજ કુમારપાળજી...” યુવાન વિપ્ર ચમકી ગયો... અને બીજી જ ક્ષણે હસી પડતાં બોલ્યો, “અરે આચાર્યશ્રી આપે મને ઓળખી કાઢ્યો ?” મહારાજ, જગતમાં બધુ છુપાવી શકાય છે પરંતુ વિપત્તિના વાદળોમાં છુપાયેલાં શીતળ ચાંદની વેરતો ચન્દ્રમાં લાંબો સમય છુપાઈ શકતો નથી. હેમચન્દ્રાચાર્ય બોલી ઊઠ્યા. “આચાર્યવર્ય, આપ વારે વારે મહારાજ કહીને, રાજાધિરાજ કહીને - કાકાજી – મહારાજા સિદ્ધરાજથી સદાય હડધૂત એવા એના આ ભત્રીજા કુમારપાળને શરમાવો નહીં. મશ્કરી ના કરો. સૂરિજી પાટણના સિંહાસન પર આજે તો કાકાજી સિદ્ધરાજ જયસિંહ જ બિરાજે છે અને એના પછી ભાણેજ...” - કુમારપાળજી તમારા ચહેરા પરના રાજસી ચિહ્નો, તમારી આંખોમાં રમતો ગુર્જરધરા પરનો પ્રેમ, હૈયામાં ઊભરતી પ્રજાકલ્યાણની ભાવના અને તમારા જન્મ સમયના ગ્રહોની પરિભ્રમણની દિશા જોતાં આપ આજથી સાતમા વર્ષે ગરવી ગુજરાતના સાચા અર્થમાં નાથ બનશો. પાટણના સિંહાસને બિરાજી ગુર્જરેશ્વર કુમારપાળજી તરીકે સત્તાનાં સૂત્રો સંભાળશો. હેમચન્દ્રાચાર્યજી અડગ વિશ્વાસ સાથે બોલી ઊઠ્યા. અપાસરાના દરવાજાની સાંકળ ફરી ખખડી. કુમારપાળ સાવધ થઈ કુટિરમાં પુસ્તકોના ગંજ પાછળ સરકી ગયો, હેમચન્દ્રાચાર્યજીએ બારણું ખોલ્યું અને એના મુખમાંથી આશ્ચર્યોદ્ગાર સરી પડ્યા... “અરે મંત્રીશ્વર, Jain Educationa International For Personal and Private Use Only Page #113 -------------------------------------------------------------------------- ________________ ૯૬ આપ આટલી મોડી રાત્રે... પધારો... અંદર પધારો...... ઉદયન મંત્રી, હાંફળાફાંફળા અપાસરાના ચારે ખૂણામાં નજર ફેરવતાં બેબાકળા સ્વરે બોલી ઊઠ્યા. મુનિવર્ય... આપણા કુમારપાળ અહીં તમારી સુરક્ષા નીચે જ છે ને ?” ‘હા મંત્રીશ્વર, મહારાજ ઉદ્દયન મંત્રીશ્રી આવ્યા છે.’ હેમન્દ્રાચાર્યે કુટિર તરફ નજર કરતાં કહ્યું. કુમારપાળને કુટિરમાંથી બહાર આવતો જોઈ ઉદયન મંત્રી ગળગળા અવાજે... હા....... આચાર્યશ્રી... આપે ખરા પુણ્યનું કાર્ય માથા ૫૨ રાજ્યના ગુનેગારને ન સોંપવાનો દેશદ્રોહનો ગુનો વહોરીને પણ કર્યું છે...’ .' મહારાજ શાતામાં તો છો ને ?” કલિકાલસર્વજ્ઞ અરે મંત્રીશ્વર, તમે પણ આચાર્યશ્રીની જેમ મહારાજ કહીને બોલાવો છો... એ કેટલે અંશે યોગ્ય ગણાય ?” આ તમારા બુઢા સેવકના જીવતરનો શો ભરોસો ? કોને ખબર આ સિંહાસન પર આપને બેસવાનો ક્યારે વારો આવે ?” મંત્રીશ્વર, કુમારપાળજી આ ધરાના પ્રજાપાલક, પ્રેમાળ મહારાજ શાસનકર્તા થવા સર્જાયેલા છે. લલાટ પરની રેખા, ચહેરા પરનાં રાજસી ચિહ્નો અને જન્મસમયના ગ્રહોની પરિભ્રમણની દિશા જોતાં આજથી સાતમા વર્ષે કુમારપાળજી પાટણના સિંહાસને આપ જરૂ૨ બિરાજશો. ભાવિ ક્યારેય, કોઈ મિથ્યા કરી શકતું નથી. જો મારું આ ભવિષ્યકથન ખોટું પડશે તો હું નિમિત્ત જોવાનું છોડી દઈશ પરંતુ તમારે આ સાત વર્ષ કપરાકાળના રઝળપાટમાં જ પસાર કરવાનાં રહેશે....' હેમચન્દ્રાચાર્ય ભવિષ્યવાણી ઉચ્ચારતાં બોલી ઊઠ્યા. ‘કુમારપાળજી !’ ઉદયન મંત્રી ગંભીર સ્વરે બોલી ઊઠ્યા. બોલો મંત્રીશ્વર.’ Jain Educationa International For Personal and Private Use Only Page #114 -------------------------------------------------------------------------- ________________ કલિકાલસર્વજ્ઞ મહારાજના ગુપ્તચરોએ આપની પાટણમાંની હાજરી જાણી લીધી છે.” મંત્રીશ્વર આચાર્યશ્રી, મારા ચરણમાંના રાજસી ચિલો ખુદ કાકાજી - અન્ય બ્રાહ્મણોની સાથે મારા પગનું પાદપ્રક્ષાલન કરી રહ્યા હતા ત્યારે જોઈ ગયા હતા – અને મને પારખી લીધો હતો.” “અને તમને જીવતા યા મૂવા પકડવા માટે ગુપ્તચરો, અને સૈનિકોને છોડી મૂક્યા છે.” ઉદયન મંત્રી બોલી ઊઠ્યા. મંત્રીશ્વર, હવે અહીંથી છૂટવાનો રસ્તો વિચારો... આચાર્યશ્રી અપાસરો ધર્મની ધંજા ઉન્નત રાખતા સંતોનો અપાસરો છે... મારા જેવા રાજ્યના દુશમનોનો સલામતીનો દુર્ગ નથી... તમે કાંઈક છટકબારી શોધો મંત્રીશ્વર મહારાજ હું એ માટે જ આવ્યો છું. સૌથી પહેલાં તો તમારો આ પહેરવેશ ત્યજી, કુંભારનો વેશ પહેરી લ્યો. હું દેથલીના આલિંગ કુંભારના કપડાં લઈ આવ્યો છું – એ પહેરી અપાસરાના પાછલા બારણેથી નીકળી જાવ. આલિંગ કુંભાર એના ગધેડાઓ સાથે ચાંપાનેરી દરવાજે ઊભો હશે તો એની સાથે સાથે ભડભાંખળું થતાં દરવાજો ખૂલે એટલે નીકળી જાવ.' ઉદયન મંત્રીએ બગલમાં દબાવેલી કપડાની થેલી કુમારપાળના હાથમાં આપી. થોડી વારમાં જ હાથમાં ડાંગ સાથે ભરવાડનો પહેરવેશ પહેરી, મૂછો પર તાવ દેતો કુમારપાળ બહાર નીકળ્યો ત્યારે... અરે વાહ... તમે તો ખરા રૂડા કુંભાર લાગો છો ને શું.” હેમચન્દ્રાચાર્ય બોલ્યા. લ્યો, મહારાજ... તમારું તો નામ પણ પડી ગયું ને શું રૂડા કુંભાર....” ઉદયન મંત્રી બોલ્યા અને પછી.... મહારાજ ચોંપ રાખજો હજી અંધારું છે ત્યાં ચાંપાનેરી દરવાજે પહોંચી જાવ. તમારી પાછળ પાછળ હું પણ વેશપલટો કરીને આવું છું.' ઉદયન મંત્રી બોલ્યા. Jain Educationa International For Personal and Private Use Only Page #115 -------------------------------------------------------------------------- ________________ કલિકાલસર્વજ્ઞા મંત્રીશ્વર, તમારે આ ઉમરે તકલીફ લેવાની જરૂર નથી. મને મારા નસીબ પર છોડી દ્યો... ભગવાન મારો પાધરો હશે તો હેમખેમ દરવાજા બહાર નીકળી જઈશ.” કુમારપાળ બોલ્યો. મહારાજ આપ સિધાવો. એવું કહેવું પડે છે. એનો હૈયે ભારે રંજ છે... પરંતુ સંજોગો જ એવા છે કે અમારે કૂર થવું પડે છે...” ઉદયન મંત્રીનો અવાજ ભીનો થઈ ગયો. - કુમારપાળે હેમચન્દ્રાચાર્યને વંદન કર્યું. ઉદયનને વંદન કરવા કુમારપાળ નીચા નમે એ પહેલાં જ ઉદયન મંત્રી એને ભેટી પડ્યા. મહારાજ. જિનશાસનનો વિજય હો... જૈનમ્ જયતિ શાસનમ્...” મહારાજ સાત વર્ષની રઝળપાટની આકરી અગ્નિપરીક્ષામાંથી આપ પાર ઊતરો અને ગુર્જપ્રજાના સુખદુઃખનો પરિચય મેળવી પરદુઃખભંજન રાજવી બનો. કલ્યાણમ્ અસ્તુ...” હેમચન્દ્રાચાર્ય બોલ્યા. અને કુમારપાળ ચાલી નીકળ્યા. Jain Educationa International For Personal and Private Use Only Page #116 -------------------------------------------------------------------------- ________________ ૧૪ ‘એ હાલજો બાપલા.. દેથલી ગામ આવી પોપ્યું” જરા ચોપ રાખજો.” આલિંગ કુંભાર એના ગધેડાઓને ડચકારતો બોલતો હતો. આલિંગ આ જાનવરની જાત બાકી માણસની જાત કરતાં વફાદાર ઘણી હોં...” રૂડો કુંભાર ઉર્ફે કુમારપાળ બોલ્યો. પાટણનું પાદર છોડ્યાને કલાકેક પસાર થઈ ગયો હતો. દેથલી હવે દૂર નહોતું – છતાંય બને જણા ગધેડાને ડચકારતા, વ્હાલ કરતા, લગભગ દોડાવ્યે જતા હતા. આલિંગ કુંભારને ડર હતો કે પાટણ આવીને પરખાઈ ગયેલા કુમારપાળને શોધતા સિદ્ધરાજ જયસિંહના ગુપ્તચરો કે સૈનિકો રસ્તા પર ભેટી જવાના. આલિંગને હતું કે એક વખત દોથા જેવડા દેથલી ગામમાં હેમખેમ પહોંચી ગયા, પછી કોઈની તાકાત નહોતી કે તેના મહેમાન રૂડા કુંભારને ઊની આંચ પણ આવે. દેથલી ગામ અંદરથી અને બહારથી ગાંડાબાવળની કાંટ્યોથી ઘેરાયેલું હતું. એકલદોકલ આદમીને કે વરરાજાની જાનને લૂંટીને લૂંટારાઓ કાંટાના વનમાં એવા તો ગાયબ થઈ જતા કે શોધ્યા ન જડે. દેથલીના પાદરમાં આલિંગ, રૂડો અને એના ગધેડા પહોંચ્યા ત્યાં તો દૂર દૂરથી ઊડેલી ધૂળની આંધીએ બન્નેને સાવધ કરી દીધા. સિદ્ધરાજ જ્યસિંહના ચુનંદા સૈનિકોનું ધાડું એની પાછળ આવી રહ્યું હતું. કુમારપાળે, એક નજર આલિંગ પર નાંખી. આંખોમાં હિંગળોકિયો રંગ છવાઈ ગયો. શરીર ક્રોધથી કંપવા લાગ્યું. દેથલી ગામ કર્ણ રાજાએ કુમારપાળના દાદા દેવપ્રસાદને આપેલું ગામ હતું. દેવપ્રસાદ અને એનો પરિવાર આ નાનકડા ગામમાં જ રહેતો એટલે સ્થાનિક લોકોને આ પરિવાર પ્રત્યે ખૂબ જ સ્નેહ હતો. પાટણમાં હટાણે આવેલા આલિંગને ઉદયન મંત્રીએ શોધી કાઢ્યો Jain Educationa International For Personal and Private Use Only Page #117 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ કલિકાલસર્વજ્ઞ અને આલિંગ સાથે કુમારપાળને હેમખેમ દેથલી તરફ રવાના કર્યો. અને દેથલીથી કુમારપાળ ગુજરાત છોડી દક્ષિણ તરફ ચાલ્યો જવાનો હતો. મહારાજ પાટણપતિના કાળમુખા કૂતરા દોડતા આવતા લાગે છે. એક વાર ગામમાં ઘૂસી જવાય પછી ગંગા નાહ્યા.” આલિંગ બોલી ઊઠ્યો. આલિંગ....” કુમારપાળ બોલ્યો. શું છે મહારાજ ?” “તને ખબર છે – મને જીવતો-મર્યો પકડવા માટે મારા માથે સવા લાખ દ્રમનું ઈનામ જાહેર થયું છે.” હા... તે શું છે ?” આલિંગ મસ્તીમાં બોલી ઊઠ્યો. “આ પાછળ દોડતા આવતા કૂતરાને આ કુમારપાળનું નીરણ નાંખી દે... તો ?' શું કહ્યું મહારાજ ?” “માલામાલ થઈ જઈશ. મને રાજ્યના સૈનિકોને સોંપી દે.” કુમારપાળ બોલ્યો. “મહારાજ શું બોલ્યા... આ આલિંગ કુભાર છે. હોં... તમે મારા ભે ખરા મારા જેવા માટલાને જીવતરના નિભાડામાં તપાવી જાણો છો... હોં... હસીને આલિંગ બોલ્યો એટલામાં સિપાઈઓ ગામમાં પ્રવેશેલા જોતાં જ આલિંગ બોલી ઊઠ્યો : “મહારાજ સાબદા થાવ.... ઝટ ઉપાડો પગ એટલે થાય ગામ ટૂકડું અને આવે અમારો કુંભારવાડો.' આલિંગે ઘરની ડેલી ખખડાવી ત્યારે સિદ્ધરાજ જયસિંહના સૈનિકોના ઘોડાની ધડબડાટીથી દેથલીનું પાદર ગાજી ઊઠ્યું. આલિંગ... આ તો સૈનિકો આવી પહોંચ્યા...” કુમારપાળ બોલ્યો. મહારાજ - ઝટ મારી પાછળ ચાલ્યા આવો.” કહેતો આલિંગ એના ઘરના પાછળના વાડા તરફ કુમારપાળને લઈ ગયો અને પાછલા દરવાજેથી બહાર નીકળી એના નિભાડા પાસે પહોંચતાં જ બોલ્યો. મહારાજ આ નિંભાડામાં શાંતિથી સંતાઈ જાવ... અને સૈનિકો આ Jain Educationa International For Personal and Private Use Only Page #118 -------------------------------------------------------------------------- ________________ કલિકાલસર્વજ્ઞ ૧૦૧ તરફ આવે તો... પાછલી ડેલીએથી બહાર નીકળી... મારો કાળિયો દેવ દેખાડે ઈ દિશામાં નાસી છૂટજો...' કહેતાં આલિંગની આંખોમાં આંસુ છલકાઈ ગયાં. દેથલી ગામના ધણીની આ હાલત જોઈ એ દુઃખી થઈ ગયો. આલિંગ... કોચવા મા. અહીં સુધી તું મને લઈ આવ્યો... એ કાંઈ ઓછું છે... તું તારે હવે જા... હું મારો રસ્તો કરી લઈશ... તારો આ ઉપકાર હું ક્યારેય ભૂલીશ નહીં.... ' કહેતાં કુમારપાળે આલિંગને ખભે હાથ મૂકી વિદાય આપી અને નિંભાડામાં ત્રણેક કલાક કાઢ્યા. નાનકડા દેથલી ગામને સિદ્ધરાજ જયસિંહના સૈનિકોએ ધમરોળી નાંખ્યું. ધીમે ધીમે વાતાવરણમાં શાંતિ પ્રસરતાં કુમારપાળ નિંભાડામાંથી બહાર નીકળી, ભૂખ્યોતરસ્યો, પાછલી ડેલીએથી ગામના પાદરે રસ્તા પર ચાલવા માંડ્યો. ગુલાબી સંધ્યાના રંગોથી આકાશ શોભી રહ્યું હતું... કુમારપાળ સાવધ થઈ આજુબાજુ નજર ફેરવતો... આગળ વધતો હતો... ત્યાં જ આલિંગના ઘર તરફથી સૈનિકો એની જ દિશામાં આવતા હોય એવા અવાજો સંભળાવા માંડ્યા. કશુંક વિચારે ત્યાં તો રસ્તાની બાજુમાં કાંટાની ઘટાટોપ ઝાડી પાછળથી એક યુવાન ખેડૂત બહાર આવીને બોલી ઊઠ્યો, મહારાજ પાય લાગું !' ‘કુણ છો અલ્યા ?” કુમારપાળે શંકિત નજરે યુવાન ખેડૂત સામે જોતાં પ્રશ્ન કર્યો. મહારાજ... ચોંપ રાખો.... રાજના ઘોડેસ્વારો આવી રહ્યા છે તમને પકડવા.. ઝટ મારા ખેતરમાં આવી જાવ...' ખેડૂત બોલ્યો. કુમારપાળને અવાજ પરિચિત લાગ્યો. એક નજર નાંખતા જ કુમારપાળ બોલી ઊઠ્યો, ‘અલ્યા તું હુડો તો નહીં ?” આઠેક દિવસ પહેલાં પાટણ જતાં દેથલીના આ ખેડૂતના ખેતરમાં ભૂખ્યા ડાંસ કુમારપાળે – પટલાણીના હાથના રોટલા ખાધા હતા. એ યાદ Jain Educationa International For Personal and Private Use Only Page #119 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ આવી ગયું. હુડો જ છું બાપલા... પણ અત્યારે વાતોનાં વડાં કર્યા વગર ખેતરના સામે શેઢે મારી હાર્યે ચાલ્યા આવો... અને કાંટાની ઝાડીમાં સંતાઈ જાત... આ હમણાં ‘સધરા જેસંગ’ના કાળમુખા સૈનિકો આવી પોગશે.’ હુડો બોલી ઊઠ્યો. સૈનિકોના ઘોડાના ડાબલાનો અવાજ હવે સ્પષ્ટ સંભળાતો હતો. કુમારપાળ અને હુડો આથમતી સંધ્યાના આછેરા અજવાળામાં... ખેતરની અંદર ઘૂસી ગયા અને હુડો કુમારપાળને બીજા છેડે લઈ ગયો અને કાંટાળી ઘેઘુર વાડમાં ડાંગને ખોસતો સંતાવાની જગ્યા કરતો બોલી ઊઠ્યો. મહારાજ... આ કાંટાની ઝાડીમાં રાત ગાળી નાંખો.... આ હમણાં રાજના સપાઈડા આવી પોગવાના...' હુંડો બોલ્યો. ‘કુમારપાળ હુડાની સામે એક નજર કરતો, કાંટાની વાડમાં પ્રવેશ્યો એટલે ઝાડી-ઝાંખરાથી વાડને ઢાંકી દેતો હુડો બોલી ઊઠ્યો, મહારાજ... સંભાળજો... દેથલીના ધણીને કાંટાળી ઝાડીમાં કાંટ ખાતા, લોહીલુહાણ થતા જોઈ અમારાં તો કાળજાં કાંપી ઊઠે છે... પણ શું કરીએ લાચાર છીએ મહારાજ....' હુડા તમે સૌ કેટલી લાગણી રાખો છો...' કહેતો કુમારપાળ સાવચેતીથી કપડાં પર ઉઝરડા ન પડે એ રીતે ઝાડીમાં ઘૂસી ગયો. પાંચેક મિનિટમાં જ સૈનિકો ખેતરમાં દોડી આવ્યા અને કાંટાળી ઝાડીમાં ‘ભાલા’ ખોસવા માંડ્યા. એક ખૂણામાં હુડો... ચિંતિત નજરે ઊભો ઊભો સૈનિકોનો તાલ જોતો રહ્યો.... પાંચ દસ મિનિટની ધમાલ પછી સૈનિકો કંટાળીને ચાલ્યા ગયા. હુડાએ હળવે હાથે ઝાડી ઝાંખરા દૂર કરી લોહીલુહાણ કુમારપાળને બહાર કાઢ્યો. મહારાજ... આપની આ દશા....' કહેતો હુડો રડી પડ્યો. ‘હુડા-કંટકો સહીને પણ મારા ગુજરાતની સેવા કરવા જીવી જવાતું હશે... તો આ કાંટા અને કાંટાળી દુનિયા મને મંજૂર છે.' કુમારપાળ બોલ્યો. હુડાની આઠેક દિવસની સેવાચાકરી પછી તાજોમાજો થયેલો Jain Educationa International કલિકાલસર્વજ્ઞ For Personal and Private Use Only Page #120 -------------------------------------------------------------------------- ________________ કલિકાલસર્વજ્ઞ ૧૦૩ કુમારપાળ ગામ છોડી – ગુજરાતની ભોમ છોડી દક્ષિણ તરફ જવા ચાલી નીકળ્યો. આથડતોકુટાતો કુમારપાળ રસ્તામાં બબ્બે ત્રણ ત્રણ દિવસના અપવાસ કરી, ક્યારેક ચણા પર રહી... ભટકતો સમય કાઢી રહ્યો હતો. એક દિવસ જંગલમાં એક ઝાડ નીચે ભૂખ્યોતરસ્યો થડને અઢેલીને બેઠો હતો. નજીકના દરમાંથી એક ઉંદરે આવી જમીન પર એક રૂપિયો મૂક્યો. આમ ને આમ દરમાંથી એણે એકવીસ રૂપિયા કાઢીને જમીન પર મૂક્યા. અને પછી થોડી વાર પછી એક રૂપિયો દરમાં લઈને મૂક્યો. કુમારપાળ દરમાંથી ઉંદર બહાર આવે એટલામાં બાકીના રૂપિયા લઈને એનો પ્રવાસ આગળ વધાર્યો. થોડાક દિવસોમાં એ રૂપિયા પણ ખલાસ થઈ ગયા. ફરી નિર્ધન બની ગયેલો કુમારપાળ. એક વખત કુમારપાળ ભૂખ્યોતરસ્યો લગભગ બેભાન અવસ્થામાં જંગલમાં ઝાડ નીચે પડ્યો હતો ત્યારે ઉમ્બર ગામના નગરશેઠની પુત્રવધૂ શ્રીદેવી એની પાલખીમાં પિયર જતી હતી. શ્રીદેવીએ જંગલમાં બેભાન યુવાનને ઝાડ નીચે સૂતેલો જોયો. એણે પાલખી ઊભી રખાવી. કુમારપાળના મુખ પર પાણી છાંટી એને ભાનમાં લાવી... ભૂખ્યા કુમારપાળને ખાવાનું આપ્યું. ત્યારે કુમારપાળ ગદ્ગદિત સ્વરે બોલી ઊઠ્યો.” દયાની દેવી. તારું નામ શું છે ? હું ઉદમ્બર ગામના નગરશ્રેષ્ઠિની પુત્રવધૂ શ્રીદેવી છું ભાઈ.” “તું. તેં મને ભાઈ કહ્યો... ભૂખે મરતા રાજ્યના ગુનેગારને જિવાડડ્યો. બેના તારો આ ઉપકાર ક્યારેય નહીં ભૂલું.' કહેતો કુમારપાળ ચાલી નીકળ્યો ત્યાં જ શ્રીદેવીએ બૂમ પાડી... રાજ્યના ગુનેગાર... એવા તમે કોણ છો ભાઈ....?” બહેન ગુજરાતના લોકો મને કુમારપાળના નામે - સિદ્ધરાજ જયસિંહ મહારાજના ભત્રીજા તરીકે ઓળખે છે. ચાલ બહેન... નસીબમાં હશે તો ફરી મળીશું.” કુમારપાળ... મારા વીરા...' શ્રીદેવી બોલતી રહી અને કુમારપાળ ચાલી નીકળ્યો. Jain Educationa International For Personal and Private Use Only Page #121 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ ગુજરાતમાં સિદ્ધરાજના ગુપ્તચરો પાછળ પડી ગયા હતા એટલે એણે માળવા તરફ પ્રયાણ કર્યું... કુંડકેશ્વર પ્રાસાદમાં મહાદેવજીના દર્શન કરી એ મંદિરનાં પગથિયાં ઊતરતો હતો ત્યાં જ એક શિલા પર લખેલો શ્લોક નજરે પડ્યો. 'पुण्ये वास सहस्से सयस्मिवरिसाणं नवनवरु कलिये । होद्दी कुमर नारिन्दी तुह विक्रमराय सारिच्छो ॥' શ્લોક પૂરો કરતાં એના આશ્ચર્યનો પાર ન રહ્યો. પવિત્ર ૧૧૯૯મું વર્ષ વીત્યા પછી હૈ વિક્રમરાય ! કુમારપાળ રાજા થશે તે તારા જેવો થશે !! માળવામાં એને સિદ્ધરાજ જયસિંહના સ્વર્ગવાસના સમાચાર મળ્યા. દુઃખી થઈ ગયો. જે કાકાએ શૈવધર્મીઓ – ભાવબૃહસ્પતિ, ભવાનીરાશિ અને આચાર્ય દેવબોધનાં વચનો, કલિકાલસર્વજ્ઞ હે રાજ... તમારા નસીબમાં પુત્રસુખ લખ્યું નથી પરંતુ ભગવાન શંકરની આરાધના કરો અને ભગવાન શંકર પ્રસન્ન થાય તો... પુત્રપ્રાપ્તિનો એના આશીર્વચનો દ્વારા યોગ થાય પરંતુ રાજ્યના સુકાની કુમારપાળ જ બનશે.’ કહ્યા ત્યારે સિદ્ધરાજ જયસિંહૈ.... કુમારપાળનું નામોનિશાન મિટાવી દેવાનો નિશ્ચય કર્યો... અને એની પાછળ હત્યારાને છોડી મૂક્યા. અને રાનપાન થઈ ગયેલા એને રસ્તે રખડતો ભિખારી બનાવી દીધો હતો એ યાદ આવી ગયું. પરંતુ કુમારપાળને આઘાત લાગ્યો. કચ્છથી કોંકણ અને સોમનાથથી અવંતી સુધીના પથરાયેલા ગુર્જરપ્રદેશ પર રાજ્ય ક૨વા એ જ સર્જાયો છે તેનું ભાન થતાં કુમારપાળ સ્તંભતીર્થ તરફ જવા નીકળી પડ્યો. અને એક સાંજે એણે સ્તંભતીર્થથી પાટણ જઈને ઉદયન મંત્રીશ્રીના આંગણે જઈને ઓચિંતો ખડો થઈ ગયો. “મહારાજ... આપે મોકાના સમયે ગુજરાતમાં આગમન કર્યું.’ ઉદયન મંત્રી બોલી ઊઠ્યો. Jain Educationa International For Personal and Private Use Only Page #122 -------------------------------------------------------------------------- ________________ ૧૫ બાવન બજાર અને ચૌર્યાસી ચૌટાઓ અને કોટ્યાધિપતિ પટ્ટણીઓની ભવ્ય પાટણનગરી સૂમસામ હતી. પટ્ટણીઓના ચહેરા પર વિષાદની કાલિમાં સરી પડી હતી. ચૌલુક્યવંશના મહાપ્રતાપી મહારાજ સિદ્ધરાજ જયસિંહની બાવન વર્ષે સંવત ૧૧૯૯ના વર્ષમાં જીવનલીલા સંકેલાઈ ગઈ હતી. બર્બરક રાજમહેલના એક ખૂણામાં એના માલિકના દેહાંત પર આંસુ સારતો બેઠો હતો. મંત્રીશ્વર ઉદયન, કેશવ સેનાપતિ તુરંગાધ્યક્ષ કાન્હડદેવ - (કૃષ્ણદેવ), દુર્ગપાલ ત્રિલોચનપાલ અને પાટણના અન્ય ધુરંધરો તેમ જ આચાર્ય દેવબોધ, ભવાની રાશિ, ભાવબૃહસ્પતિ, વામ્ભટ્ટ જેવા વિદ્વાનો સિદ્ધરાજ જયસિંહના નિધનને કારણે ભારે વિમાસણમાં પડી ગયા હતા. પાટણના રાજદરબારમાં સિદ્ધરાજના દેહાંત પછી તરત જ ગુજરેશ્વર સિદ્ધરાજ જયસિંહની પાદુકાને રાજસિંહાસન પર મૂકી. રાજ્યકારભાર ગુજરાતના મુત્સદ્દી રાજકારણીઓ ચલાવી રહ્યા હતા. તો સાથે સાથે નિર્વશ મૃત્યુ પામેલા સિદ્ધરાજ જયસિંહના ઉત્તરાધિકારીની શોધ અને ચર્ચા થઈ રહી હતી. ગુજરાતભરમાંથી લોકોનો સમુદાય પાટણની દિશામાં અનેક તર્કોવિચારો અને વિમાસણો સાથે આવી રહ્યો હતો. સિદ્ધરાજ – એક માનવેત્તર સિદ્ધપુરુષ હતા. એનું શૌર્ય- ગુજરાતના સીમાડાની સરહદો – વિકસાવવામાં કોંકણથી કાન્યકુબ્ધ, પાટણથી ભૃગુકચ્છ અને દક્ષિણ ગુજરાતથી પણ આગળ વધી રહ્યાદ્રિની ગિરિમાળા સુધી વિસ્તર્યું હતું. આટલા મહાન સામ્રાજ્યને સાચવવા માટેની વ્યક્તિ પણ સિદ્ધરાજ જયસિંહ જેવી મહાન હોવી જોઈએ. આજસુધી ચૌલુક્યોના સિંહાસન પર રાણીપુત્ર – સોલંકીવંશના લોહી સિવાય કોઈને બેસવાનો Jain Educationa International For Personal and Private Use Only Page #123 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ કલિકાલસર્વજ્ઞ કે બેસાડવાનો વિચાર પણ થઈ શકે તેમ નહોતો. પાટણનરેશોની મૂળરાજ સોલંકીથી આ પરંપરા ચાલી આવી હતી. ગુજરશ્વર કોણ ?’નો પ્રશ્ન હવામાં ગુંજતો હતો. ચોરે ને ચૌટે ચર્ચાતો હતો. નિર્વશ સિદ્ધરાજ જયસિંહના નિધન પછી પાટણપતિનો પ્રશ્ન ચર્ચાને ચાકડે ચડ્યો હતો. સિંહાસનની ચૌલુક્યવંશની આ પરંપરા તૂટવાના સંજોગો ચૌલુક્યવંશના જ ઉત્તરાધિકારી એવા ભીમદેવના વંશજ ત્રિભુવનપાલના ત્રણ ત્રણ દીકરા મહીપાલ, કીર્તિપાલ અને કુમારપાળ હોવા છતાં ઊભા થયા હતા. રાજગાદી પર સિદ્ધરાજના નિધન બાદ એનો હક્ક આમ તો હતો પરંતુ આ વંશપરંપરા મહારાજ ભીમદેવની વારાંગના રાણી ચૌલાદેવીની કૂખે જન્મેલા ક્ષેમરાજે સ્વેચ્છાએ ગાદી ત્યાગ કરી ત્યાગ અને સિંહાસન પ્રત્યેની ભક્તિનો એક નવો ચીલો પાડી સિંહાસનની પવિત્રતાને અકબંધ જાળવી રાખી હતી – ક્ષેમરાજનો દેવપ્રસાદ અને એના દીકરા ત્રિભુવનપાલના ત્રણ પુત્રો સિવાય ચૌલુક્યવંશમાં હવે કોઈનું અસ્તિત્વ રહ્યું નહોતું સિદ્ધરાજ કુળની અને સિંહાસનની પવિત્રતા જળવાઈ રહે એ માટે આ ત્રણેય ઉત્તરાધિકારીઓને રાજ્ય સોંપવાની વિરુદ્ધમાં હતો, એટલું જ નહીં પણ એના પછી કુમારપાળ સિંહાસને બેસી રાજ્યધૂરા સંભાળશે એવી જ્યોતિષીઓની આગાહી સાંભળ્યા પછી એની હત્યા કરાવવા સુધી – પ્રવૃત્ત થયો હતો. અને કુમારપાળને જાન બચાવવા ભારતભરનો રઝળપાટ કરવો પડ્યો હતો. સિદ્ધરાજ જયસિંહનું નિધન થતાં જ મંત્રીમંડળે રાજ્ય સિંહાસન પર સિદ્ધરાજની પાદુકાઓ મૂકી રાજ્ય ચલાવવાનું શરૂ કરી દીધાને મહિનો થવા આવ્યો હતો. આ સમય દરમિયાન ઉદયન મંત્રીએ માલવાથી કુમારપાળને પાટણ આવી જવાનો સંદેશો મોકલી દીધો હતો. અને કુમારપાળે સાધુવેશે પાટણમાં પ્રવેશ કરી દીધો હતો. - પાટણમાં ગુર્જરપ્રદેશના રાજ્ય સિંહાસન પર બેસવાના સ્વપ્નો સેવતા બીજા પણ કેટલાક ઉમેદવારો હતા. એમાં રણસંગ્રામમાં અનોખી Jain Educationa International For Personal and Private Use Only Page #124 -------------------------------------------------------------------------- ________________ કલિકાલસર્વજ્ઞ ૧૦૭ રણકુશળતા દાખવનાર, લોકોમાં નાની વયમાં જ યુદ્ધ ઉપરાંત બીજા અનેક ક્ષેત્રમાં પોતાની પ્રતિભા દેખાડનારો સિદ્ધરાજ જયસિંહનો પ્રપનપુત્ર કુમાર તિલક ત્યાગરાજ પણ હતો. મહારાજે મૃત્યુશધ્યા પરથી એની કુમાર તિલકને રાજ્ય સોંપવાની ઇચ્છા મહાઅમાત્ય મહાદેવ આગળ વ્યક્ત કરી હતી. કેશવ સેનાપતિ, બર્બરક ઈત્યાદિ મહારાજના વિશ્વાસુ રાજપુરુષોએ – મહારાજની અંતિમ ઈચ્છા પૂરી કરવા માટેના પ્રયત્નો છાને ખૂણે ચાલુ કરી દીધા હતા. ઉદયન મંત્રીને આ વાતની ખબર પડતાં એણે કુમારપાળના બનેવી તુરંગાધ્યક્ષ કાન્હડદેવ - અને ગુરુવર્ય હેમચન્દ્રાચાર્યને ખબર આપ્યા. ઉદયન મંત્રી - ચુસ્ત જૈન હોવાના કારણે કુમારપાળને રાજયસિંહાસન પર જોવા માંગતો હતો. હેમચન્દ્રાચાર્યના સંપર્કમાં આવેલો કુમારપાળ જૈન શાસનનું સામ્રાજ્ય ગુજરાતમાં સ્થાપવામાં ઘણો ઉપયોગી થઈ પડે તેમ હતો. કાન્હડદેવનું સિદ્ધરાજના પ્રીતિપાત્ર હોવા ઉપરાંત કુમારપાળના બનેવી તરીકે પાટણના રાજકારણમાં એક વગદાર વ્યક્તિ તરીકે સારું એવું વજન પડતું. કાન્હડદેવ ખૂબ જ મહત્ત્વાકાંક્ષી હતો. અભિમાની અને રંગીન સ્વભાવનો, એનું ધાર્યું પાર પાડી શકે તેવો રાજકારણી હતો. કુમારપાળને રાજગાદીએ બેસાડી, ગુજરાતનું રાજ્ય એને ચલાવવાની મહેચ્છા હતી – એક મહિના પછી રાજ્યના મંત્રીમંડળ પાટણના ભાવિ ગુજરશ્વરની નિમણૂક માટેની રાજ્યસભા બોલાવવાનો નિર્ણય કર્યો. એ રાજ્યસભામાં હાજરી આપવા માટે વિદ્વાનો, ધર્માચાર્યો, શાસ્ત્રીઓ, પંડિતો, સુભટો, મંડલેશ્વરો, દંડનાયકો ઈત્યાદિને આમંત્રણ મોકલી આપ્યાં. મહારાજા સિદ્ધરાજના નિધનના સમાચાર ગુજરાત ઉપરાંત અન્ય પ્રદેશો આબુ, શાકંભરી, માળવા, સોરઠ, ઇત્યાદિમાં ફરી વળ્યા કે તરત જ આ પ્રદેશોના રાજવીઓ ગુજરાત જાણે બોડીબામણીનું ખેતર હોય એમ એના આયુધો ખખડાવવા માંડ્યાં.... મહાઅમાત્ય મહાદેવ અને કેશવસેનાપતિને પણ થયું કે ધણીધોરી વગરનું રાજ્યસિંહાસન કેટલા અંશે આ પરિસ્થિતિમાં સલામત રહી શકવાનું અને એટલે જ રાજ્યસિંહાસન માટેના ઉત્તરાધિકારી માટેની નિયુક્તિ માટે Jain Educationa International For Personal and Private Use Only Page #125 -------------------------------------------------------------------------- ________________ કલિકાલસર્વજ્ઞ રાજ્યસભા બોલાવી ઉત્તરાધિકારીનું કાર્ય સંપન્ન કરી લેવાનું સર્વાનુમતે નક્કી કરવામાં આવ્યું હતું. વિક્રમ સંવત ૧૧૯૯નો માગશર માસની વદ ૩નો દિવસ હતો. બીજા દિવસની રાજસભાની તૈયારી થઈ રહી હતી. મધ્યરાત્રીનો સમય હતો. પાટણનગરીના મહાલયો, પ્રાસાદો, મહેલોમાં રંગીન મહેફિલની રંગત જામી હતી, ત્યારે કાન્હડદેવના મહાલયમાં ભરાનારી પાટણની રાજ્યસભા અંગેની ગુપ્તમંત્રણા ચાલી રહી હતી. આ મંત્રણામાં ઉદયન મંત્રી, કાન્હડદેવ, કુમારપાળ ઉપરાંત હેમચન્દ્રાચાર્યની હાજરી ખાસ ધ્યાન ખેંચતી હતી. ૧૦૮ કુમારપાળે આગલે દિવસે ત્રિલોચનપાલ દુર્ગપાલની બાજનજર ચૂકવી ચાંપાનેરી દરવાજેથી સાધુવેશે પ્રવેશ કર્યો હતો. અને સીધા ઉદયન મંત્રીને ઘરે પહોંચી સાંકળ ખખડાવી હતી. ઉદયન મંત્રી સૂવાની તૈયારી કરતા હતા. કુમારપાળને સંદેશો મોકલ્યે પણ પંદરેક દિવસ થઈ ગયા હતા. પણ કુમારપાળના કાંઈ જ વાવડ નહોતા... ઉદયન મંત્રીને સહજ ચિંતા હતી. 3 સાંકળ ખખડવાનો અવાજ સાંભળી ઉદયન મંત્રી દરવાજો ખોલવા ગયા અને દરવાજો ખોલતાં જ... મંત્રીશ્વર દરવાજો બંધ કરી દ્યો હું કુમારપાળ’ અરે, કુમારપાળજી બરોબર સમયાનુસાર આવી પહોંચ્યા છો... આવતીકાલે રાજ્યસભાનું આયોજન ગુજરાતના ભાવિ ગુર્જરેશ્વર નિયુક્ત કરવા માટે કરવામાં આવ્યું છે.' પછી ગુર્જરેશ્વર કોણ બનશે ?” કુમારપાળે જ પ્રશ્ન કર્યો. ‘તમારા સિવાય બીજું કોઈ લાયક રાજસિંહાસન પર બેસવા માટે દેખાતું નથી મહારાજ.' ઉદયન મંત્રી બોલ્યા. પરંતુ એ સ્થાનને લાયક હું તો કાકાજીના જમાનાથી છું જ નહીં મારી હત્યા માટે તો લાખ્ખોનાં ઇનામો જાહેર થયાં છે.' Jain Educationa International For Personal and Private Use Only Page #126 -------------------------------------------------------------------------- ________________ કલિકાલસર્વજ્ઞ ૧૦૯ મહારાજ સાત સાત વર્ષ મુસીબતોના કાઢી આવતી કાલનો શુકનવંતો દિવસ આપણા સૌ માટે જ નહીં પણ સમસ્ત ગુજરાતની પ્રજા માટે આવી રહ્યો છે... જિંદગીમાં આવી તક ફરી વાર નહીં આવે.. આવતીકાલે ગુજરાતના નાથની વરણી થવાની છે. હોંશભર્યા ઉદયન મંત્રી બોલી ઊઠ્યા. મહારાજ આવતીકાલનું પ્રભાત... દિવસ, પળ બધું જ ખૂબ શુકનવંતુ આપના માટે છે. જ્યોતિષ અને સામુદ્રિક શાસ્ત્રના આધારે, ગ્રહોના પરિભ્રમણની દૃષ્ટિએ પસાર થનારી પળો-ક્ષણોમાં આપના માટે રાજયોગનો યોગ છે. આપ આવતીકાલે કાન્હડજી સાથે રાજસભામાં પધારજો.” ગુરુદેવ... આપની આજ્ઞાનું અવશ્ય પાલન થશે.” કુમારપાળ બોલી ઊડ્યા. રાજમહાલયની દોઢીએથી સવારના દસ વાગ્યાના ડંકાથી વાતાવરણ ફૂર્તિલું અને ઉત્સાહભર્યું થઈ ગયું. - “રાજસભાનાં પ્રવેશદ્વાર ખૂલી ગયાં હતાં. ત્રિલોચનપાલની કડક દેખરેખ નીચે પ્રવેશદ્વારમાંથી રાજસભામાં પ્રવેશ થતી દરેક વ્યક્તિની સંપૂર્ણ ચકાસણી થતી હતી. વાતાવરણમાં સહજ ભાર હતો. રાજસભામાં હાજરી આપવા ભાગેડુ કુમારપાળ દુર્ગપાલની નજર ચુકાવી પાટણમાં પ્રવેશી ગયો છે તેવી અક્વા જોરશોરમાં પાટણના ચોરે અને ચૌટે ફેલાઈ ગઈ હતી. ત્રિલોચનપાલ એ બાબતે ચિંતિત હતો અને કુમારપાળ રાજ્યસભામાં ન પ્રવેશી જાય એ માટે સતર્ક હતો. “રાજસભાનાં દ્વાર ખૂલતાં પહેલાં જ એની ખુદની સરદારી અને માર્ગદર્શન નીચે કડક ચોકી પહેરો મુકાઈ ગયો હતો અને સંપૂર્ણ ચકાસણી પછી જ રાજસભામાં પ્રવેશ મળતો. મહાઅમાત્ય મહાદેવ, કેશવ સેનાપતિ, કુમારપાળના ભાઈઓ મહિપાલ અને કીર્તિપાલ, ત્યાગભટ્ટ, વાભટ્ટ, ઉદયન મંત્રી તેમ જ અન્ય Jain Educationa International For Personal and Private Use Only Page #127 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ રાજકારણીઓ, આચાર્ય દેવબોધ, ભાવબૃહસ્પતિ ભવાનીરાશિ, તેમ જ હેમચન્દ્રાચાર્ય એના શિષ્યો રામચન્દ્રસૂરિ સાથે આવીને એમના સ્થાને બેઠા હતા. બર્બરક મુખ્યદ્વાર ૫૨ અડ્ડો જમાવીને બેઠો હતો. પાટણના નગરશ્રેષ્ઠિઓમાં કુબેરશ્રેષ્ઠિની હાજરી બધાનું ધ્યાન ખેંચી રહી હતી. રાજકવિ શ્રીપાલ સિંહાસન પર મહારાજની યાદ આપતી પાદુકાને વંદન કરતો એના સ્થાને બિરાજમાન થયો. કાન્હડદેવ એના ખાસ અનુચર સાથે પ્રવેશ્યા ત્યારે સભાસદોએ એનો યંજયકાર બોલાવ્યો. એના વ્યક્તિત્વ હવામાં એક પ્રકારની તાજગી આણી દીધી હતી. આબુથી ધાર પરમાર પણ પાટણની પરિસ્થિતિનો ક્યાસ કાઢવા આવી પહોંચ્યા હતા. એણે એની બેઠક કાન્હડદેવની બાજુમાં લીધી, સ્તંભતીર્થથી દેવચન્દ્રસૂરિના શિષ્યોનો કાફલો શ્વેતવસ્ત્રો પરિધાન કરી સાધુવેશમાં આવ્યો હતો. હેમચન્દ્રાચાર્યની આંખો એ કાફલાના સાધુઓ પર ફરી વળી, અને ચહેરા પર સ્મિત ફરી વળ્યું. ઉદયન મંત્રી અને કાન્હડદેવ તરફ સૂચક નજરે જોયું અને બન્નેના ચહેરા પર પણ સ્મિત ફોરી ઊઠેલું જોઈ સંતોષ અનુભવ્યો. કલિકાલસર્વજ્ઞ નવારાજાના સવારના અગિયારના ટકોરે રાજસભાનો પ્રારંભ સરસ્વતી વંદનાથી શરૂ થયો. મંગલ વાદ્યોથી વાતાવરણ ઝૂમી ઊઠ્યું. પાટણની જ પ્રજા નહીં પણ ગુજરાતના ખૂણે ખૂણેથી આવેલા પ્રજાજનો રાજ્યાભિષેકનો કાર્યક્રમ જોઈ શકે તેટલે સભાગૃહના બધા જ દરવાજાઓ ખોલી નાંખ્યા હતા. પરંતુ રાજસભામાંનો પ્રવેશ રાજસભાના મુખ્ય દ્વારેથી અટકાવી દેવામાં આવ્યો હતો. ત્રિલોચનપાલની ખુદની હાજરી અને કડક ચોકીપહેરો મુખ્યદ્વાર આગળ લાગી ગયા હતા. પ્રજાજનો રાજમહેલના ખુલ્લા મેદાનમાંથી રાજ્યભિષેકનો પ્રસંગ નિહાળવાના હતા. કુમારપાળ સાદાં વસ્ત્રોમાં રજપૂતનો પહેરવેશ પહેરીને લોકોના ટોળામાં ઘૂસી ગયો. સાદાં વસ્ત્રોની ભીતરમાં જરિયાન વાઘામાં એક રાજવીનો પહેરવેશ એણે પહેર્યો હતો. તલવારને સાદા લૂગડામાં વીંટી બગલમાં દબાવી ટોળાના પ્રવાહમાં ધીમે ધીમે આગળ ઘસડાતો એ લગભગ For Personal and Private Use Only Jain Educationa International - Page #128 -------------------------------------------------------------------------- ________________ કલિકાલસર્વજ્ઞ ૧૧૧ મુખ્ય દ્વાર પાસે આવી પહોંચ્યો. હવે આગળ વધી શકાય તેમ નહોતું. કાન્હડદેવને ઘેર થયેલી ચર્ચા પ્રમાણે રાજસભામાં જ્યારે કાન્હડદેવ એનું નામ મૂકે કે તરત જ ઉપવસ્ત્રોનો ત્યાગ કરી રાજાના જાજવલ્યમાન પહેરવેશમાં – લોકોના જયજયકાર વચ્ચે રાજસભામાં ઝડપથી પ્રવેશી જવાનું હતું. પ્રવેશદ્વારના સૈનિકો એને જોવે અને અટકાવે એ પહેલાં જ એને સિક્તથી રાજ્યસભામાં પ્રવેશવાનું હતું. એક વાર રાજ્યસભામાં પ્રવેશ મળી જાય પછી કેશવસેનાપતિથી માંડી ત્રિલોચનપાલ અને સૈનિકોનું કંઈ જ ચાલવાનું નહોતું. બર્બરક પણ આંખો ચોળતો રહી જવાનો હતો. સરસ્વતી વંદના પૂરી થતાં જ મહાઅમાત્ય મહાદેવ એના આસન પરથી ઊભા થઈ સભાનો પ્રારંભ કરતાં બોલી ઊઠ્યા, માનનીય સભાસદો, ગુજરશ્વર સિદ્ધરાજ જયસિંહ મહારાજશ્રીના દુઃખદ નિધનની આ રાજ્યસભા નોંધ લે છે અને મહારાજશ્રીની ઇચ્છા અને આજ્ઞાનુસાર કચ્છથી કોંકણ અને સોમનાથથી અવંતી સુધીના આપણા ગરવી ગુજરાતના વિસ્તરેલા રાજ્યના શાસનાધિકારી પદે એટલે કે ગુજરાતના સિંહાસને મહારાજપદે બિરાજી રાજ્યનું સુકાન સંભાળી શકે તેવી વ્યક્તિની આપણે સૌએ સાથે મળીને નિયુક્તિ કરવાની છે. ગુજરાત રાજ્યની આન, બાન અને શાન વધારે એવી રાજવંશી વ્યક્તિને સિંહાસન પર આરૂઢ કરવાની છે. રાજ્યસભામાં ભાવબૃહસ્પતિ, હેમચન્દ્રાચાર્ય, ઉદયન મંત્રી અને મહાઅમાત્યની રૂએ નિમાયેલી સમિતિ ઉમેદવારોની ચકાસણી પછી એનો નિર્ણય જણાવશે.” મહાઅમાત્ય મહાદેવના લાંભા નિવેદન સાંભળી રાજ્યસભાના સભાસદો સતર્ક થઈ ગયા. મહાઅમાત્ય મહાદેવે સમિતિના અધ્યક્ષની રૂએ સૌથી પહેલાં દેથલીના રાજકુમાર મહિપાલને સમિતિ સમક્ષ આવવાનું નિમંત્રણ આપ્યું. ત્રિભોવનપાલના સૌથી મોટો પુત્ર મહિપાલ ધીમા પગલે સમિતિ સામે આવી રહ્યો હતો. ત્યાં જ એના પગ લથડ્યા, જરિયાન વાઘા, માથે ભારેખમ Jain Educationa International For Personal and Private Use Only Page #129 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ કલિકાલસર્વજ્ઞ પાઘડી... અને અન્ય ઉપકરણોનો ભાર સહી ન શકનાર મહિપાલ - વિશાળ ગુર્જરપ્રદેશનો ભાર ક્યાંથી ઊંચકી શકવાનો? એવો વિચાર પણ સમિતિના સભ્યોને આવી ગયો. મહિપાલ નીચાં નયને આસન પર બેઠો કે તરત જ મહાઅમાત્ય મહાદેવે સવાલ કર્યો. મહિપાલજી... ધારો કે આટલા મહાન ગુર્જરદેશનું રાજ્ય તમને સુપરત કરવામાં આવે તો એનું અનુશાસન તમે કઈ રીતે કરશો ? યાદ રાખજો આ સુવર્ણજડિત સિંહાસન - બર્બરકજિષ્ણુ, ત્રિભુવનગંડ, અવંતીનાથ – પ્રતાપી મહારાજ સિદ્ધરાજ જયસિંહનું છે.” મહિપાલજી હર્ષાવિત થઈ એના આસન પરથી ઊભા થઈ હોંશભર્યા રત્નજડિત સિંહાસન પર ધબૂ કરતાં બેસી જઈ સોનેરી સિંહાસન પર એનો હાથ ફેરવવા માંડ્યો. પ્રજાજનો મહિપાલના બાલિશ વર્તન પર ખડખડાટ હસી પડ્યા. કાન્હડદેવે ઊભા થઈ મહિપાલનો હાથ પકડી સિંહાસન પરથી ઉઠાડી મૂકી કહ્યું, મહિપાલજી... તમે દેથલીના રાજ્યને સાચવીને બેસો તોપણ ઘણું... હેઠા ઊતરો... મહિપાલજી.' હતપ્રભ મહિપાલજી પછી એના નાનાભાઈ કીર્તિપાલજીને બોલાવાયા. એના શરીરે તો વડીલબંધુનો થયેલો ઉપહાસ જોઈ પસીનો છૂટી ગયો... ખભા પરનો ખેસ જમીન પર પડી ગયો. નીચા નમી ખેસ લેવા ગયા તો માથાની પાઘડી જમીનદોસ્ત થઈ ગઈ... માંડ માંડ આસનપર બેઠા.... ત્યાં જ એ જ સવાલ પુછાયો. “મહારાજનું રાજ્ય કેમ ચલાવશો ?” ‘તમે કહેશો તેમ ” કીર્તિપાલે જવાબ આપ્યો. સભાગૃહ ખડખડાટ હાસ્યથી ગાજી ઊઠ્યું. કાન્હડદેવે... એના બીજા સાળાને પણ એની યોગ્ય જગ્યા બતાવી દીધી. મહાઅમાત્ય નવા ઉમેદવારને નિમંત્રે એ પહેલાં જ આગલી હરોળમાં Jain Educationa International For Personal and Private Use Only Page #130 -------------------------------------------------------------------------- ________________ કલિકાલસર્વજ્ઞ ૧૧૩ - કી બોલી ઉ ો મારું દાન બેઠેલો કુમારતિલક એના આસન પરથી ઊભો થઈ સમિતિના સભ્યો સામે ઉપસ્થિત થતો ઊભો રહી ગયો. પધારો કુમારતિલકજી' કાન્હડદેવે આવકાર આપતાં કહ્યું. કૃષ્ણદેવજી તમે એક જ સવાલ કરવાના છો ને કે તમને આ મહાન ગુજરાતનું રાજ્ય સોંપવામાં આવ તો...” કાન્હડદેવ કૃષ્ણદેવ તરીકે પણ ઓળખાતો હતો. તો' કાન્હડદેવ આગળ ન બોલી શક્યો. સાંભળી લ્યો... કાન્હડદેવ - મહાઅમાત્યજી, ઉદયનજી, હેમચન્દ્રાચાર્યજી... આ રાજગાદી પર તો પહેલેથી જ મારો હક્ક સ્થાપિત છે જ. તમે શું આપવાના.” કુમારતિલકજી...' ઉદયન મંત્રી બોલી ઊઠ્યા. ‘હું સિદ્ધરાજજીનો પાલક પુત્ર છું... રાજ તો મારું જ છે. કાન્હડદેવજી... તમારી યાદદાસ ખૂબ નબળી લાગે છે... અને હા, ઉદયન મંત્રીજી આપ માલવભૂમિના યુદ્ધને જ ભૂલી ગયા... અને કેશવ સેનાપતિ તમે પણ...” મહારાજ ત્યાગભટ્ટજી પ્રતિજ્ઞા યાદ છે... તમારી પડખે સદાતા માટે ઊભા રહેવાની.” કેશવ બોલ્યા. “કેશવજી... ગુજરાતના સિંહાસન પર કોનો અધિકાર હશે એ રાજસભા નક્કી કરશે.” મહાઅમાત્ય મહાદેવ બોલી ઊઠ્યા. ત્યાગભટ્ટ ગુસ્સામાં એના જ આસન પર બેસી ગયો. મહાઅમાત્ય મહાદેવે એક નજર સદસ્યો પર નાંખી... ઉદયન મંત્રી અને કાન્હડદેવની નજરો અથડાઈ... અને એ જ વખતે મુખ્યદ્વાર પર થોડીક હલચલ સર્જાતા સૌની નજર એ દિશા તરફ વળી. મુખ્યદ્વાર પાસે કુમારપાળ મહારાજનો જયનો જયઘોષ સંભળાયો. સૌ કોઈના આશ્ચર્ય વચ્ચે લગભગ છ ફૂટ ઊંચો એક પ્રૌઢ માણસ સભાખંડમાં અનેરી છટાથી - રાજવંશી પોશાકમાં આવી રહ્યો હતો. Jain Educationa International For Personal and Private Use Only Page #131 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ કલિકાલસર્વજ્ઞ પધારો કુમારપાળજી... બહુ મોકાના સમયે આવી પહોંચ્યા છો.” ઉદયન મંત્રી બોલી ઊઠ્યા. સૌ કોઈના ચહેરા પર આશ્ચર્યના ભાવ ખીલી ઊઠ્યા. ત્રિલોચનપાલ બર્બરક, કેશવ સેનાપતિ અને ત્યાગભટ્ટ તો સમસમી ઊઠ્યા. મહાઅમાત્ય મહાદેવની કરડી નજર બધા તરફ – ખાસ કરીને દુર્ગપાલ અને બર્બરક પર ફરી વળી. એની આંખોમાં ઠપકો હતો - લાચારી હતી - નિરાશા હતી. સવિશેષ કુમારપાળ લોકોના ટોળામાંથી એના જયજયકાર સાથે ગૌરવપૂર્ણ ચાલે રાજ્યસભામાં એના જાજરમાન વ્યક્તિત્વની છાપ ઉપસાવતો પ્રવેશી ચૂક્યો હતો. ભાવબૃહસ્પતિ અને ભવાનિરાશિ ત્યાગભટ્ટ અથવા તો થોડા સમય પહેલાં જ સિદ્ધરાજ જયસિંહની દીકરી કાંચનદેવી એના દીકરા સોમેશ્વર સાથે શાકંભરીથી આવી હતી – એને રાજગાદી સોંપવાનું બને શૈવધર્મી હોવાથી સોંપવાનું વિચારી રહ્યા હતા, ત્યાં જ કુમારપાળનું અણચિંતવ્યું આગમન થઈ ગયું હતું. વિચક્ષણ રાજકારણીઓ અને ધર્માચાર્યો – આ આખાય ખેલના ખેલાડીઓને ઓળખી ગયા હતા. – ખાસ કરીને મહત્ત્વાકાંક્ષી કાન્હડદેવની આ ચાલ હોય એમ લાગ્યું. કાન્હડદેવને સાળા કુમારપાળને રાજગાદીએ બેસાડી, એના વતી ગુજરાત રાજ્યપર એની સત્તા જમાવી દેવાનો કુમારપાળ વતી રાજ્ય ચલાવવાનો અભરખો, મહત્ત્વાકાંક્ષા, પાટણના મુત્સદ્દી રાજકારણીઓથી અજાણ નહોતી. ખંધો રાજકારણી અત્યારે ચૂપ બેઠો હતો. મહાઅમાત્ય મહાદેવે કુમારપાળને આવકારતાં કહ્યું, કુમારપાળજી... આપનું આ સભામાં સ્વાગત છે. આપ પધારો..” - ભરતખંડના આ દિગ્વિજયી રાષ્ટ્ર પર તમે રાજ્ય કેમ કરશો ? સોમનાથ મંદિરના ભાવબૃહસ્પતિએ પ્રશ્ન કર્યો. આ યુગના સર્વોચ્ચ, પ્રતિભાશાળી માલવવિજેતા, ત્રિભુવનગંડ, બર્બરકજિષ્ણુ મહારાજ સિદ્ધરાજ જયસિંહ – મારા કાકાશ્રીએ એના અપ્રતિમ પરાક્રમથી જે દિગ્વિજયો મેળવી ગુર્જર પ્રદેશના સીમાડાઓ... Jain Educationa International For Personal and Private Use Only Page #132 -------------------------------------------------------------------------- ________________ કલિકાલસર્વજ્ઞ ૧૧૫ અવંતી, સહ્યાદ્રિ, ગિરિમાળા, સોમનાથ, કર્ણાટક અને રાજસ્થાન સુધી વિસ્તાર્યા છે. એ વારસાનું હું મારી શમશેરથી રક્ષણ કરીશ, એટલું જ નહીં પણ એનો વિસ્તાર કરીશ... સર્વધર્મ સમભાવ... ના પ્રેમી – વિદ્વાન મહારાજની કલ્પનાના બધા જ ધર્મોનું. જનહિતાય. પાલન કરીશ. હિંદુ મુસ્લિમ જૈન હિંદુ બધી જ કોમના પ્રજાજનો પ્રત્યે...કાકાજીના પગલે પગલે પ્રેમ-મૃદુતા-લાગણી અને એના સુખ-દુઃખનો હામી બનતો રહીશ. મારા પૂર્વજોની પ્રણાલિકા પર ડગ માંડતો રહીશ... એક પ્રજાવત્સલ, પરોપકારી પરદુઃખભંજન રાજવી બની રહીશ.... જય જય ગરવી ગુજરાત. મહારાજ સિદ્ધરાજ જયસિંહનો જય મહાન ગુર્જપ્રજાનો જય.” કહેતાં કુમારપાળે અનોખા આત્મવિશ્વાસ સાથે અત્યાર સુધી હાથમાં ખુલ્લી રાખેલી તલવાર મ્યાન કરી.... મહારાજ કુમારપાળનો જય...' રાજર્ષિ કુમારપાળનો જન્મ મહારાજ સિદ્ધરાજ જયસિંહનો જય....” ના જયઘોષથી પાટણનું આકાશ ધમધમી ઊઠ્યું. કુમારપાળે એના આસન પર બેસતાં પહેલાં આચાર્ય હેમચન્દ્રાચાર્યજી, આચાર્ય દેવબોધ, ભવાની રાશિ, અને ભાવબૃહસ્પતિને વંદન કર્યા. ત્યારે આશીર્વચનના શ્લોકોથી સભામંડપ ગાજી ઊઠ્યો. આચાર્ય દેવબોધ, ભાવબૃહસ્પતિ અને ભવાનીરાશિ. તેમ જ હેમચન્દ્રાચાર્યની નજર સમિતિના સભ્યો સમક્ષ ગઈ. ચહેરાઓ પર પ્રસન્નતા છવાઈ ગઈ. ભાવબૃહસ્પતિએ કુલગુરુરૂપે આશીર્વચનો ઉચ્ચારતા આશીર્વાદ આપતાં કહ્યું, વિજયી ભવ... રાજ... મહારાજનો સત્, ચિત્ત અને આનંદનો સમૃદ્ધ વારસો વિસ્તારતા રહો... આજની સભામાં “ગુર્જરેશ્વર' બની રાજગાદી શોભાવતા રહો... અને કુલગુરુ ભાવબૃહસ્પતિ, હેમચન્દ્રાચાર્ય, ભવાનીરાશિ. તેમ જ આચાર્ય દેવબોધ કુમારપાળને રાજસિંહાસન તરફ Jain Educationa International For Personal and Private Use Only Page #133 -------------------------------------------------------------------------- ________________ કલિકાલસર્વજ્ઞ સાનંદ દોરી ગયા... અને સંસ્કૃત શ્લોકોની રમઝટ વચ્ચે રાજ્યસિંહાસન ૫૨ કુમારપાળે સ્થાન લીધું... ત્યારે એનું હૃદય ગદિત થઈ ગયું. આંખો સામે આલિંગ કુંભાર, હુડો ખેડૂત, શ્રીદેવી ઉદયન મંત્રી, હેમચન્દ્રાચાર્ય... ખડા થઈ ગયા... એના રઝળપાટ દરમિયાન ભૂખ્યા તરસ્યા, ચૌલુક્યવંશના રાજકુમારને આ બધાનો સ્નેહભર્યો સથવારો, નિઃસ્વાર્થ પ્રેમ, અને હૂંફ મળ્યાં હતાં. હેમચન્દ્રાચાર્ય પર નજર સ્થિર થઈ ગઈ... ગુરુસમા હેમચન્દ્રાચાર્યજીના ચહેરા પર સ્મિત રમતું હતું. કુમારપાળ હેમચન્દ્રાચાર્યજી ત૨ફ વળ્યો અને વંદન કર્યાં.... ૧૧૬ મહારાજ... આજે માગશર વદ ૪ ને રવિવાર સંવત ૧૧૯૯ ના શુભ દિવસે મહારાજ સિદ્ધરાજ જયસિંહની ગરવી ગુજરાતના વિશાળ સામ્રાજ્યની ધૂરા સંભાળી રહ્યા છો ત્યારે આ સામ્રાજ્યની લાગણીભરી ગુર્જરપ્રજાની સુખાકારી, સંભાળવાનું પ્રથમ કર્તવ્ય તમારું બની રહે છે. મારા આપને આશીર્વાદ છે – આ ગુર્જર પ્રદેશની જનતાના યોગ્ય રાહબર બની પ્રજાની અમીરાઈ, ચતુરાઈ અને ખમીરાઈની શાનના મશાલચી બની રહો.' હેમચન્દ્રાચાર્યે આશીર્વાદ આપતાં કહ્યું. કુમારપાળે રાજસિંહાસન પરથી ઊતરી, એ જ વખતે રાજમુગુટ હેમચન્દ્રાચાર્યજીના ખોળામાં ધરી કીધું. ગુરુદેવ, આ પાટણ – આ ગુર્જપ્રદેશ, આ રાજ્ય આપનું છે. આપની ગોચરી”માં હું સમર્પિત કરું છું.' સભામાં સન્નાટો પ્રસરી ગયો. શૈવપંથી ધર્માચાર્યોની આંખો ફાટી ગઈ. મહારાજ આ શું કર્યું ?” ભાવબૃહસ્પતિ ધ્રૂજતા સ્વરે બોલી ઊઠ્યા. ‘રાજન્...' હેમચન્દ્રાચાર્યનો ઘેઘૂર અવાજ વાતાવરણમાં ગાજી ઊઠ્યો. “અમે સાધુઓ તો ધર્મના પ્રતિહરી.... ધર્મના રક્ષક, પંચમહાવ્રતધારી છીએ. સાધુની જિંદગીમાં ક્યારેય ચીજવસ્તુ, દ્રવ્ય, સોગાદોનો પરિગ્રહ હોતો નથી. તો આ રાજ્યની તો વાત જ ક્યાં આવી ? આજે તમે આ અકિંચન For Personal and Private Use Only Jain Educationa International Page #134 -------------------------------------------------------------------------- ________________ કલિકાલસર્વજ્ઞ ૧૧૭ સાધુની ગોચરીમાં કશુંક વહોરાવવા જ માંગો છો તો સમસ્ત ગુર્જર પ્રદેશમાં જીવહિંસા – પ્રાણીહિંસા બંધ કરાવો, અબોલ મૂંગા પ્રાણીઓની હિંસા જેવું બીજું કોઈ પાપ આ જગતમાં નથી. મન, વચન અને કર્મથી માનવ અહિંસાવ્રતને પાળતો થાય તો જગતમાંના રોજબરોજના ઝઘડા, ઈર્ષા અહમ્, કેષ, જેવા દુર્ગુણોની પક્કડમાંથી છૂટશે અને ગુજરાતની પ્રજા માટે શાંતિનો ભાગ બની જશે. બસ આટલું વહોરાવો... રાજનું.” હેમચન્દ્રાચાર્ય બોલી ઊઠ્યા. Jain Educationa International For Personal and Private Use Only Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧૬ કુમારપાળના રાજ્યારોહણ પછીના પ્રારંભના વર્ષો રાજ્યની આંતરિક ખટપટો દૂર કરવામાં ગયાં. શાકંભરીનો અર્ણોરાજ - કુમારપાળની બહેન દેવળદેવીને પરણ્યો હતો, એ નવા નવા નબળા કુમારપાળ સામે - ગુજરાતની પશ્ચિમના પ્રદેશોના રાજાઓનો સાથ લઈ પાટણ પર ચડી આવ્યો. માળવાના બલ્લાલ રાજાની પણ દાઢ સળકી તે એણે અણરાજ સાથે ચર્ચા કરી, જુદી જ દિશામાંથી ગુજરાત પર ચઢાઈ કરી. તળ પાટણમાં પણ કુમારપાળ ગુજરશ્વર બન્યો એની વિરુદ્ધમાં અનેક નાનામોટા અમલદારો, સામંતો, સેનાધિકારીઓથી માંડી અનેક લોકો ગુપ્ત મંત્રણાઓ દ્વારા કુમારપાળને પદભ્રષ્ટ કરવાની પેરવી કરતા હતા. કાન્હડદેવનો ગર્વ ક્યાંય માતો નહોતો. કુમારપાળને ગાદી પર બેસાડવાનું માન એ ખાટી જવા માંગતો હતો, એટલું જ નહીં પણ કુમારપાળ ગાદીનશીન થયો ત્યારથી કાન્હડદેવ કુમારપાળને અપમાનિત કરવાની એક તક પણ ચૂકતો નહોતો, અને આ બધો વૈભવ એનો પોતાનો છે, પાટણ મારું છે અને ગુજરાતનો રણીધણી તો હું જ છું એવો હુંકાર કરી કુમારપાળની માનહાનિ કર્યા કરતો હતો. પાટણ, ગુજરાત અને ખુદ કુમારપાળ પણ એના બનેવીથી કંટાળી ગયો હતો... આવા વાતાવરણના કારણે કુમારપાળનો હેમચન્દ્રાચાર્યજીનો સંપર્ક ઓછો થઈ ગયો હતો. આ બાજુ કુમારપાળ એની કુશાગ્રબુદ્ધિથી એક પછી એક અરિનો સંહાર કરતો યુદ્ધમાં વિજય પ્રાપ્ત કરતો જતો હતો, તો હેમચન્દ્રાચાર્યજીનો. અપાસરો ત્રણસો ત્રણસો લહિયાઓ વડે વિદ્વાન આચાર્યના શિષ્યોના મધુર કંઠે ઊઠતા સ્તવનો થકી પ્રવૃત્તિઓથી ધમધમતો હતો. સિદ્ધહેમશબ્દાનુશાસન' ગ્રંથની રચના સાથે સાથે હેમચન્દ્રાચાર્યે Jain Educationa International For Personal and Private Use Only Page #136 -------------------------------------------------------------------------- ________________ કલિકાલસર્વજ્ઞ ૧૧૯ એક પછી એક ગ્રંથો રચવાના શરૂ કર્યા હતા. સિદ્ધહેમ શબ્દાનુશાસનની રચના દ્વારા શબ્દના વિજ્ઞાનને પૂરો ન્યાય આપી એમણે દ્વયાશ્રય ગ્રંથની રચના આરંભી. સંસ્કૃત અને પ્રાકૃત ભાષામાં લખાયેલાં આ ગ્રંથ “ઇતિહાસ ગ્રંથમાં ચૌલુક્યવંશનો સિલસિલાબંધ ઇતિહાસ વાચકને મળે છે... જ્યારે ‘ત્રિશષ્ટિ શલાકાપુરુષ ચરિત્રમના દસ ગ્રંથોની ભવ્ય રચનામાં ર૪ તીર્થંકરો ૧૨ ચક્રવર્તીઓ, ૯ વાસુદેવ એટલે અર્ધચક્રવર્તીઓ, ૯ બલરામ, ૯ પ્રતિ વાસુદેવ એમ કુલ મળીને ત્રેસઠ શલાકાપુરુષોના ચરિત્રો હેમચન્દ્રાચાર્યે આલેખ્યા. હેમચન્દ્રાચાર્ય - એના ગ્રંથોના આલેખનો દ્વારા ભાષા અને કલ્પનાનો સરસ સુમેળ ધરાવનારા કલ્પનાશીલ લેખક તરીકે આદરભર્યું સ્થાન સાહિત્યજગતમાં મેળવી ચૂક્યા છે. માતા સરસ્વતીના લાડલા હેમચન્દ્રાચાર્યની ખ્યાતિ ધીમે ધીમે જૈનેતર સમાજમાં પણ એક અહિંસાપ્રેમી, પાક સાધુ અને સર્વધર્મસમભાવની ભાવનાવાળા મહારાજ તરીકેની લોકચાહના મેળવનારા સંત તરીકે એનું નામ જાણીતું હતું. - કુમારપાળ ધીમે ધીમે રાજગાદી પર સ્થિર થતા જતા હતા. અનેક સંગ્રામો જીતીને નિરાંતના શ્વાસ લેતા ગુજરશ્વર કુમારપાળ સમય કાઢીને પણ હવે હેમચન્દ્રાચાર્યના અપાસરે આવતા થયા હતા. ગુરુ અને શિષ્ય વચ્ચે ક્યારેક જ્ઞાનચર્ચા તો વળી ક્યારેક સંસ્કૃત શ્લોકોની રમઝટ બોલતી, તો વળી ક્યારેક પ્રશ્નોની સરવાણીના જલનું આચમન કરતા રહેતા. કુમારપાળનો જૈનધર્મ તરફ વળાંક, હેમચન્દ્રાચાર્યજી સાથેની વધતી જતી. મુલાકાતો અને સત્ય, અહિંસા, અપરિગ્રહ, ઇત્યાદિ પ્રત્યેની અભિરુચિ – એ સમયના રાજકારણીઓમાં મિત્ર તેમ જ દુરુમન રાજ્યોમાં, શિવપંથી હિંદુઓ પ્રજાજનોમાં ક્યારેક હોનારતો સર્જી દેતા હતા. શાકંભરીના અણરાજની રાણી દેવળદેવી – મહારાજ કુમારપાળની બહેન. દેવળદેવી અને અર્ણોરાજ એક વખત સોગઠાબાજી રમતાં હતાં. રમતનો રંગ જામ્યો હતો. અણરાજ રમતમાં સોગઠી મારે કે તરત જ હસતો Jain Educationa International For Personal and Private Use Only Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ કલિકાલસર્વજ્ઞ હસતો દેવળરાણીને ટોણો મારતો બોલે એય... મુંડકાને માર્યો...' મુંડકા એ જૈન સાધુઓ માટે વપરાતો હીન પ્રકારનો શબ્દ, સાધુજીવન ગાળવા માંડેલા કુમારપાળ માટે જાણી જોઈને દેવળદેવીને ખીજવવા અર્ણોરાજ વાપરતો. ‘અર્ણોરાજ... તમે મારા ભાઈની સાધુતાની આવી હીન મશ્કરી – ‘મૂંડકા' જેવા શબ્દો વાપરી ન કરો. મૂંડકો'નો અર્થ તો જાણો ?' પરંતુ અર્ણોરાજ દેવળદેવીને ટોણા મારી ખીજવવાનો પ્રયત્ન કર્યા જ કરતો હતો ત્યારે દેવળદેવી ગુસ્સામાં બોલી ઊઠી... ‘અર્ણોરાજ, જરા જીભ સંભાળીને બોલો, ગુજરાતના દૈદિપ્યમાન, દેહવાળા સ્વચ્છ અને મધુર આલાપ કરનારા – ભૂમિના દેવતારૂપ સુશોભિત જૈનસાધુઓની સાથે તમારા દેશના જાડા, લંગોટિયા, વિવેકશૂન્ય, પિશાચ જેવા ભયંકર દેખાવના જોગા શું બરોબરી કરી શકવાના ? તમને મારી શરમ નથી નડતી ? મારા ભાઈ કુમારપાળ જે જંગમાં જવાંમર્દ, અને જાત સાખે વિવેકી-નમ્ર, ભાવુક અને વિદ્વાન ગુરુ હેમચન્દ્રાચાર્યજીના સંસ્કાર પામેલાની તો કાંઈ આમન્યા રાખો ? મહાન ગુર્જરેશ્વર કુમારપાળની હું બહેન છું સમજ્યા.....!' જવાબમાં અર્ણોરાજે ગુસ્સામાં આવી દેવળદેવીને લાત મારી, અને કટાક્ષમાં બોલી ઊઠ્યો. જોયો નહીં મોટી સાધુડો-અપાસરામાં પડ્યોપાથર્યો તારો કીડીને મારતા પણ ધ્રૂજે એવો ભાઈ... જા તારે કહેવું હોય તે કહી દેજે..... અર્ણોરાજ... જે જી... મારા સાધુઓને મુંડકા કહ્યા.. જે જી.... મારા ભાઈને સાધુડો કહ્યો..... એ સોલંકીવંશીની દીકરી... આજે પ્રતિજ્ઞા કરીને જાઉં છું કે આ તમારી બોબડી - ખેંચાવી ન લઉં તો મારું નામ દેવળદેવી નહીં... રાજર્ષિ કુમારપાળની બહેન નહીં....' અને દેવળદેવી પ્રતિજ્ઞા સાથે શાકંભરી છોડી પાટણ એના ભાઈલા કુમારપાળના મહેલે આવી પહોંચી. અને કુમારપાળને જ્યારે વાત કરી ત્યારે કુમારપાળનો ક્રોધ Jain Educationa International For Personal and Private Use Only Page #138 -------------------------------------------------------------------------- ________________ કિલિકાલસર્વજ્ઞ ૧૨૧ ભભૂકી ઊઠ્યો... અને પ્રતિજ્ઞા કરતો બોલી ઊઠ્યો : બહેન... તારો આ સાધુડો ભાઈ પ્રતિજ્ઞા કરે છે કે... “અખ્તરાજની જીભડી ખેંચીને તારા હાથમાં ન મૂકી દઉં તો મારું નામ કુમારપાળ નહીં અને કુમારપાળે બનેવી અર્ણોરાજ સાથે ભયંકર યુદ્ધ ખેલી – હાથી પર બેઠેલા અણરાજ પર છલાંગ મારી, એને જમીન પર પાડી, એના પર ચઢીને ગર્જના કરી... મૂઢ, અધમ, પિશાચ. માર મુંડકાને જેવા કટાક્ષો મારી ગભરૂ બહેનને કહેનાર, અર્ણોરાજ આજે તારાં એ વચનો સંભાર મારી સાધુતા ને પડકારનાર – જૈનધર્મી પવિત્ર, સાધુઓને “મુંડકા' કહેનાર ધર્મષી - આજે તારી આ જીભડી ત્રણ દિવસ બાંધી, મારી બહેનના ચરણે ધરી હું મારી બહેનની પ્રતિજ્ઞા પૂરી કરું છું. અને જૈન સાધુઓની મશ્કરી કરનારા અનેક અર્ણોરાજીની બોબડીઓ કુમારપાળે બંધ કરી. મધ્યરાત્રિના ઘેઘુર અંધકારમાં જંગલમાં તમરાં બોલતાં હતાં. આકાશમાંથી અમાસનો અંધકાર વરસતો હતો. પાટણનગરીના પટ્ટણીઓ નિરાંતની ઊંઘ ખેંચતા હતા. ત્યારે પાટણના ભવ્ય મહેલના શયનખંડમાં ગુજરશ્વર કુમારપાળ ઘસઘસાટ ઊંઘતા હતા. દ્વારપાળ દરવાજા પર ચોકી કરતો જાગતો હતો. રાજમહેલની પાછળ જેના જંગલમાંથી અડધી રાત્રે કોઈ મોટા અવાજે રડતું હોય તેવો અવાજ સંભળાતા, કુમારપાળ જાગી ગયો. વિચારમાં પડી ગયો. આટલી મોડી રાત્રે જંગલમાં કોણ રડી રહ્યું હશે ? અવાજ સ્ત્રીનો લાગતો હતો... “મારા રાજયમાં દુઃખ કોઈને નહિ'ના જીવનધર્મને એની રાજનીતિની એક પરંપરા ગણી ગુજરાતનું રાજ્ય ચલાવતો કુમારપાળ એના સુવર્ણજડિત પલંગમાં બેઠો થઈ ગયો. “અરે કોઈ છે કે... ? કુમારપાળે બૂમ પાડી. Jain Educationa International For Personal and Private Use Only Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ કિલિકાલસર્વજ્ઞ દ્વારપાળ ઝડપથી ખંડમાં પ્રવેશી પ્રણામ કરતો... આજ્ઞા મહારાજ....' પાછળના જંગલમાંથી તને કોઈનો રડવાનો અવાજ સંભળાય છે ? કુમારપાળે પૂછ્યું. “હા મહારાજ. કોઈક રડી રહ્યું લાગે છે. અને અવાજ સ્ત્રીનો લાગે છે, મહારાજ....” કુમારપાળે ઊભા થઈ ખીંટી પર ટાંગેલી તલવાર કમરમાં લટકાવી, મોઢા પર બુકાની બાંધી... અને શરીર પરના જરિયાન વાઘા ઉતારી સામાન્ય નાગરિકનો પહેરવેશ પહેરી લીધો. મહારાજ... આમ મધ્યરાત્રીએ... આપ દ્વારપાળથી પ્રશ્ન થઈ ગયો. - “આનક... મારા રાજ્યમાં હજી લોકોને આંસુનો સહારો લેવો પડે છે... કોણ રડી રહ્યું છે, શું એને દુઃખ છે... એ કોણ છે... આમ અમાસની રાત્રે જંગલમાં આવીને કેમ કલ્પાંત કરે છે જાણવું છે.' કુમારપાળ બોલ્યા. મહારાજ... આપ શા માટે પરિશ્રમ લ્યો છો ? હું હમણાં જ જંગલમાં જઈને તપાસ કરી આવું... અને સ્ત્રી કે પુરુષ જે કઈના માથે દુઃખના ડુંગરા તૂટી પડ્યા હોય.. એને આપની સમક્ષ હાજર કરું. આનક બોલી ઊઠ્યો. “નહીં આનક પ્રજાનાં દુઃખ રાજાએ પોતે જાણવાં જોઈએ. તું પણ મોઢા પર બુકાની બાંધીને ફાનસ લઈને ચાલ” કુમારપાળે પ્રયાણ આદરતાં કહ્યું. કુમારપાળ અને આનકે જંગલમાં પ્રવેશ કર્યો ત્યારે ઘુવડનો અવાજ, ચીબરીની ચિચિયારી કાન પર પડ્યાં. આકાશમાં વાદળ ગર્જતાં હતાં. બાજુમાં વહેતી સરસ્વતી નદીના ખળખળ અવાજને વીંધીને રડવાનો અવાજ બન્નેને સંભળાતો હતો. આનક ચોપ રાખ... બિચારી કોઈક નિરાધાર બાઈ દુઃખની મારી રડી રહી લાગે છે.' Jain Educationa International For Personal and Private Use Only Page #140 -------------------------------------------------------------------------- ________________ કલિકાલસર્વજ્ઞ ૧૨૩ મહારાજ...... આપણે એ દિશામાં જ આગળ વધી રહ્યા છીએ.......... આનક... તને નથી લાગતું એક નહીં પણ બે સ્ત્રીઓના રુદનસ્વરો કાને પડતા હોય ?” ‘હા, મહારાજ... આપની વાત સાચી છે... જુઓ પેલા વડલાની છાયામાં કાળા કપડાંમાં બે વ્યક્તિ બેઠેલી દેખાય છે...' વીજળીના ચમકારામાં વડના ઝાડ નીચે દેખાયેલી બે વ્યક્તિ તરફ આંગળી ચીંધતો આનક બોલી ઊઠ્યો. કુમારપાળ અને આનક ઝડપથી વડ પાસે પહોંચ્યા ત્યારે ફાનસના આછા અજવાળે – બે સ્ત્રીઓ કાળી કાંબળી ઓઢી મોટા અવાજે કલ્પાંત કરી રહી હતી. જુવાન ઔરત છાજિયા લેતી હતી.. અરે બહેનો, તમે આમ અંધારી રાત્રે – નિર્જન એકાંતમાં બાઈ માણસ થઈને રડો છો કેમ ? જરા શાંત થાવ... અને તમારા દુ:ખડાની વાત કરો.....' કુમારપાળ બોલ્યો. કુમારપાળે જોયું તો એની કલ્પના પ્રમાણે બે સ્ત્રીઓ હતી. એક યુવાન અને બીજી પ્રૌઢ... બન્નેના ચહેરા અડધા ઢંકાયેલા હતા. રુદનનો અસ્ખલિત પ્રવાહ નજીકમાં વહેતી સરસ્વતી જેવો જ વહેતો હતો. બન્ને સ્ત્રીઓ, અજાણ્યા પુરુષોને અંધારી રાત્રે એની પાસે આવેલા જોઈને ક્ષણભર માટે તો ચમકી ગઈ – રુદનમાં વિક્ષેપ પડ્યો ઘોર અંધારમાં પુરુષની હાજરી બન્નેને ધ્રુજાવી ગઈ. માજી - તમે મને જવાબ ન આપ્યો.' કુમારપાળે પ્રશ્ન દોહરાવ્યો. ભાઈ, અમે તો જનમની દુખિયારી સ્ત્રીઓ છીએ..... તું તારે રસ્તે જા ભાઈ... અમે અમારું ફોડી લઈશું.' પ્રૌઢ સ્ત્રી બોલી ઊઠી. પણ તમે છો કોણ ? અહીં આવીને આંસુ કેમ સારો છો ? એવા તે કયા દુઃખના ડુંગર તૂટી પડ્યા છે તે બસ આમ ચોધાર આંસુએ રડ્યે જ જાવ છો... રડ્યે જ જાવ છો.... ધીરી ખમો મારી બહેનો... અને કાંઈક દિલ ખોલીને વાત તો કરો ? Jain Educationa International For Personal and Private Use Only Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ કલિકાલસર્વજ્ઞ તું કોણ છે ભાઈ ? હું તો એક પ્રવાસી છું.' કુમારપાળે જાત છુપાવી. આનક થોડેક દૂર ઝાડના થડ પાછળ ઊભો ગુજરાતના વિક્રમરાજા'ને જોઈ રહ્યો હતો. ભાઈ, પ્રવાસી... તું તારો પ્રવાસ આગળ વધાર તારું અહીં ગજું નથી....... પ્રૌઢા બોલી. અમે તો આ જન્મ દુખિયારી થઈ ગયેલી પાટણનગરીની વિધવાઓ છીએ.” યુવાન સ્ત્રી બોલી ઊઠી. વિધવા... અને પાટણની... બેના?” કુમારપાળને આશ્ચર્ય થયું. એણે એની આંખો – યુવાન અને પ્રૌઢ વિધવા પર સ્થિર કરતાં એને બને સ્ત્રીઓ કુળવાન કુટુંબની લાગી. ચહેરા પરની ચમક જ કાંઈક ઓર હતી, પરંતુ માથે ત્રાટકેલા દુઃખે બન્નેને અસ્તવ્યસ્ત કરી દીધી હોય એમ લાગ્યું. હા અમારા તો આ કુમારપાળ રાજાના રાજ્યમાં નસીબ જ ફૂટી ગયાં છે – જા ભાઈ જા. આ તો “અંધેરી નગરી ને ગંડુરાજાની નગરી છે તું અમારાં દુઃખો શું ઓછાં કરી શકવાનો ? અરે અમારી વાત સાંભળીને આઘો પાછો થઈ જઈશ.” યુવાન સ્ત્રી એનો ચહેરો છુપાવતી બોલી. બેના, મને ખબર નથી હું તમને કઈ રીતની મદદ કરી શકીશ, પરંતુ મારાથી તમારું આ રુદન, કલ્પાંત, આંસુ જોવાતાં નથી તમારી વાત સાંભળી હું તમને વચન આપું છું કે તમારી આ દુઃખોમાંથી મુક્તિ કરી આપીશ.” કુમારપાળ બોલ્યો. યુવતીએ કુમારપાળ રાજાના રાજ્યને અંધેરી નગરી ને ગંડુરાજાનું રાજ્ય કહીને ચમકાવી દીધો હતો. પરદુઃખભંજન માળવાના વીર વિક્રમના અવતાર રૂપે ગણાતા એના રાજ્યમાં પણ દુઃખી લોકોનું અસ્તિત્વ પણ છે – અને એની એને જાણ નથી -- એ વાત બને યુવતીના “અરણ્ય' રુદનમાંથી ફલિત થતી હતી. એ કશુંક આગળ વિચારે ત્યાં તો પ્રૌઢ સ્ત્રીનો કટાક્ષ – રુદનભીના સ્વરે વાતાવરણમાં પ્રસરી ગયો. શું ધૂળ અને ખાક દુઃખોમાંથી મુક્તિ અપાવીશ ભઈલા...? અમારાં તો દુઃખ જ દોયલાં છે... મારા વીરા જ્યાં રાજા જાતે માથે Jain Educationa International For Personal and Private Use Only Page #142 -------------------------------------------------------------------------- ________________ કલિકાલસર્વજ્ઞ ૧૨૫ ઊઠીને નિર્વશ વિધવા થતી સ્ત્રીઓની એની વડિલોપાર્જિત સંપત્તિ જોરતલબીના રૂપે આંચકી રાજ્યના ભંડાર ભેગી કરી વિધવા સ્ત્રીઓને નિરાધાર કરી કાળો કેર જ્યાં વરતાવતો હોય ત્યારે અમારા જેવી લાચાર વિધવાઓની વાતો કોણ કાને ધરવાનું હતું ધણીનો કોઈ ધણી છે” પ્રૌઢા બોલી. “મા... છે... ધણીનો ધણી.. ઈશ્વર તો છે ને... સૌનાં લેખાંજોખાં લે જ છે ને... સોલંકીવંશના કેટકેટલા રાજા નિર્વશ કરતા જ રહ્યા છે ને. આ સિદ્ધરાજ જયસિંહ મહારાજ નિર્વશ કર્યા. એની પછી પચાસ વર્ષની ઉંમરે કુમારપાળ ગાદીએ આવ્યા. એનેય ક્યાં ક્યાંય છોકરાં છે ?” યુવાન વિધવા બોલી ઊઠી, “બેટા... આવું બોલમાં... ભીંતને પણ કાજ હોય છે, જ્યારે આ તો. વગડો છે...' અને મા આ રાજાઓનું ધન કોઈ થોડું જપ્ત કરે છે ?” પ્રજાને લૂંટવી છે મારા ભૈ...” યુવાન વિધવા રડવાનું ભૂલી દિલ ખોલતી – વેદના વ્યક્ત કરતી વાતોએ ચડી. કુમારપાળને આઘાત લાગ્યો. દુઃખ કોઈને નહિ નું હેમચન્દ્રાચાર્યજીએ આપેલા સૂત્રની યુવાન વિધવા અજાણપણે ઠેકડી” ઉડાવતી કુમારપાળને સત્યનું દર્શન કરાવતી હતી. માજી... આ તમારી દીકરી કે વહુ ખૂબ જ નિરાશ થઈ ગઈ લાગે છે. પરંતુ... માજી તમે માનો છો એવું નથી. સધરા જેસંગના પુણ્ય પ્રતાપે હજી મહારાજ કુમારપાળના રાજ્યમાં એવા દુઃખના ડુંગરાઓ પ્રજાના માથે ખડકાયા નથી.” કુમારપાળ બોલ્યો. - બેટા... આટલી અંધારી મેઘલી રાત્રે ત્રાહિત જેણના હૈયાની વીતક કથા સાંભળવાના ઓરતા જાગ્યા જ છે તો કહું કે પાટણના જાજરમાન કોટ્યાધિપતિ જ નહીં પણ કોટ્યાધિપતિઓના પણ કોટ્યાધિપતિ કુબેરશ્રેષ્ઠિની હું મા છું અને આ મારી પુત્રવધૂ છે – કાલ સાંજે જ Jain Educationa International For Personal and Private Use Only Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ કલિકાલસર્વજ્ઞ દરિયાપારના બંદરેથી સમાચાર આવ્યા કે મારા પુત્ર કુબેરશ્રેષ્ઠિનાં વહાણ ભરદરિયે મારા દીકરા સાથે ડૂળ્યાં... અને પાટણમાં સમાચાર ફેલાઈ જતાં – રાજનો ઠેકેદાર શ્રીધર પંચોલી. એના સૈનિકો સાથે આવી બધું જ લૂંટી ગયો... અને રાજભંડારમાં જમા કરાવી અમને રસ્તે રઝળતાં ભિખારી કરી નાંખ્યાં... આજે અંધારી રાતના આશરે નસીબને રડતાં બેઠાં છીએ.” પ્રૌઢાએ આપવીતી કહેતાં હૂંઠવો મૂક્યો. કુમારપાળનું હૈયું હચમચી ઊડ્યું. શરમથી માથું નીચે ઢળી પડ્યું. “ગુજરાતના નાથના રાજ્યમાં આવી તો કેટલીય અનાથ વિધવાઓ હશે. એનો ગુનો એટલો જ કે એને પુત્ર નહોતો. પતિ નહોતો. નિર્વશ હોવું એ એના રાજ્યમાં ગુનો હતો. વૈદિકયુગથી આ કાયદો ચાલ્યો આવતો... વિધવા અને વાંઝણીને હિંદુ સમાજ એનું કલંક માનતો – અને રાજ્ય આ શ્રાપિતાઓનુ ધન, મિલક્ત બધું જ રાજ્યના ધનકોષમાં વર્ષોથી ઠલવાતું રહેતું. અનાથ, લાચાર, બેબસ વિધવાઓના ધનભંડારોથી શાપિત ધન પર જે રાજ્ય ચાલતું હોય એ રાજ્યનો રાજા ક્યાંથી સુખી હોય એને ત્યાં સંતાન પણ ક્યાંથી હોય? સોલંકી વંશની પરંપરામાં વાંઝિયાપણું – એક રસમ થઈ ગઈ હતી. “માજી. બહેન.... તમે શાંત થઈ તમારી હવેલીએ જાવ, તમારું ધન રાજા નહીં લે. તમારા જીવનનિર્વાહનો બોજ ગુજરશ્વરના માથે રહેશે.” | ગુજરશ્વરના માથે. ? કેવાં સપનાં બતાવો છો ? રાજા અમારું નિર્વશનું ધન નહીં લે એવાં ખોટાં આશ્વાસન આપી અમારી મશ્કરી શું કામ કરતા હશો? પાટણના સીમાડાની તમને ખબર નથી લાગતી. અમારા કકળતા હૈયાના રુધિરનાં આંસુથી ખરડાયેલું શાપિત ધન રાજભંડારને લાયક રહ્યું છે. અમારે એ ધનને કરવું છે પણ શું? એના વાપરનારા જ જ્યાં દુનિયામાં ન હોય ત્યાં એ ધન હોવાનો અર્થ પણ શો ? વીરા તારી લાગણી બદલ આભાર... બાકી અમને ખોટા આશ્વાસનો આપવાનું રહેવા દે.” વાક્ય પૂરું કરતાં પ્રૌઢાનું હૈયું ભરાઈ જાય છે. Jain Educationa International For Personal and Private Use Only Page #144 -------------------------------------------------------------------------- ________________ કલિકાલસર્વજ્ઞ ૧૨૭ કુમારપાળની આંખોના ખૂણા પણ ભીના થઈ જાય છે. યુવાન સ્ત્રીના ખભે હાથ મૂકી, દર્દભરી નજરે જુવે છે. દીકરી... માજી.... તમારું દુઃખ સમજું છું. બેટી તારો આક્રોશ પણ અનોખો છે જ....' કુમારપાળે થોડેક દૂર વૃક્ષની આડશમાં ઊભેલા આનકને આંખના ઇશારે એની પાસે બાલાવ્યો સાસુ-વહુના આશ્ચર્યનો પાર ન રહ્યો. થોડેક દૂર ઝાડની આડશમાં એક બીજો માણસ પણ ઊભો હતો એનો સાસુવહુને ખ્યાલ નહોતો. આનક !' ‘આજ્ઞા મહારાજ....’ ‘મહારાજ...’ સાસુ-વહુ ચમકી ગઈ. પ્રભાતની પ્રથમ ટશરો પૂર્વના ક્ષિતિજમાં ફૂટી રહી હતી. પંખીઓના મીઠા કલરવથી વાતાવરણ ઊભરી રહ્યું હતું. મહારાજ..... !” સાસુ-વહુ એકી અવાજે બોલી ઊઠ્યા. માજી.... બેના... તમારી સાસુવહુની સમૃદ્ધિને પાટણનો રાજા કુમારપાળ ક્યારેય હાથ નહીં લગાડે... આન..... આજ ક્ષણે તું શ્રીધર પંચોલીની હવેલી પર જઈ... આપણા કુબે૨શ્રેષ્ઠિનું ગઈકાલે રાજભંડારમાં ઠલવાયેલું ધન, આભૂષણો, અલંકારો, બધું જ ફરી આપણા નગ૨શેષ્ઠિના કુબેરપ્રાસાદમાં જમા કરાવી દેવાનો મારો હુકમ પહોંચાડી - તારી રાહબરી નીચે... આ લોકો કુબેરપ્રાસાદમાં પહોંચે એ પહેલાં વ્યવસ્થા કરાવી દે.........’ કહેતાં કુમારપાળે એના જમણા અંગૂઠામાંથી મુદ્રિકા કાઢી આનકને આપતાં કહ્યું. જરૂર પડે તો આ મુદ્રિકા શ્રીધર પંચોલીને દેખાડજે.' જેવી આજ્ઞા મહારાજ... માજી.... બહેન... આપ આપના મહાલયોમાં પધારો..... આનક તમારું સ્વાગત કરવા દ્વાર પર હાજર રહેશે કહેતો આનક શહેર તરફ ચાલી નીકળ્યો. Jain Educationa International For Personal and Private Use Only Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ અરે.... આપ... આપ... આપ જ ગુર્જરેશ્વર પાટણપતિ મહારાજા કુમારપાળ ભૂલ થઈ ગઈ મહારાજ.... અમારા જાણતા અજાણતા આપની... આપના રાજ્યની વ્યાકુળ હૈયે નિંદા થઈ ગઈ.... મહારાજ ક્ષમા કરો.' સાસુવહુ કુમારપાળને પગે પડવા ગઈ ત્યાં જ કુમારપાળે બન્નેને અટકાવી દેતાં કહ્યું. કલિકાલસર્વજ્ઞ માજી... બેના.... આજ પછી પાટણ જ નહીં, પરંતુ પાટણના મહારાજા કુમારપાળનું સામ્રાજય - ધરતીના જેટલા છેડા સુધી ફેલાયેલું છે એવા સમગ્ર રાજ્યમાંથી નિર્વંશ થતા પરિવારનું ધન ક્યારેય રાજભંડારમાં જમા નહીં થાય... આ રાજાધિરાજ પાટણપતિ ગુર્જરેશ્વર મહારાજ કુમારપાળનો – તમને – ગુર્જપ્રજાને કોલ છે... મહારાજ... મહારાજ... અમે તમને આળખ્યા નહીં. મહારાજ નહીં વીરા કહો ભઈલા કહો... બેના....’ સાસુવહુને શહેર તરફ જતાં કુમારપાળ કેટલીય વાર સુધી જોતો રહ્યો. બસ જોતો રહ્યો અને એના હોંશભર્યાં પગલાં હેમચન્દ્રાચાર્યજીના અપાસરા તરફ વળ્યા. Jain Educationa International For Personal and Private Use Only Page #146 -------------------------------------------------------------------------- ________________ ૧૭ રાતભરની મીઠી નીંદર માણી પણીઓ શૈયાત્યાગ કરી નિત્યકર્મથી પરવારી સૌ સૌના કામે ચડતા હતા, ત્યારે પાટણનગરીના અતિ ધનાઢ્ય એવા વિસ્તાર રતનપોળની મધ્યમાં શિલ્પ સ્થાપત્યની બેનમૂન કૃતિ સમા શ્રીધર પ્રાસાદના વિશાળ ઉદ્યાનમાં સારી એવી હલચલ મચી ગઈ હતી. રતનપોળના રસ્તા પર કુતૂહલ પ્રેરતી માનવમેદની જામી હતી. ઉદ્યાનની મધ્યમાં આવેલા ફુવારા પાસે પચાસેક વર્ષનો બેઠીદડીનો શ્રીધર પંચોલી લાંબા હાથ કરતો મોટેથી લૂંટાઈ ગયો. મહારાજા કુમારપાળ મને રસ્તે રઝળતો કરી દીધો... આંખના પલકારે આસમાનમાંથી ધરતી પર લાવી દીધો...” - શ્રીધર પંચોલી દસેક વર્ષની ઉંમરે મારવાડથી દોરીલોટો લઈને એના મામા ગોપાલ અગ્રવાલ સાથે સિદ્ધરાજ જયસિંહના દેવોને પણ ઈર્ષા આવે – એવી અલકાપુરી સમી પાટણનગરીમાં એનું તકદીર અજમાવવા આવ્યો હતો. મામાની સોનાચાંદીની દુકાનમાં દસ વર્ષની ઉંમરે દુકાન ખોલવાથી માંડી, સાફ સફાઈ, પાણીનાં માટલાં ભરવાનાં કામો કરી ધંધામાં મન પરોવવાના કાર્યમાં દક્ષતા દેખાડી સત્તરેક વર્ષની નાની ઉંમરમાં જ શહેરનો જાણીતો વેપારી થઈ ગયો હતો. ધીરધારના ધંધામાં – કર ઉઘરાવવામાં અને રાજ્યનાં અનેક નાણાકીય કાર્યો કરી આપી વીસ વર્ષની ઉંમરમાં તો પાટણનો કોઢાધિપતિ બની ગયો હતો. મહાઅમાત્ય મુંજાલ, ઉદયન મંત્રી, કેશવ સેનાપતિ, કાન્હડદેવ તુરંગાધ્યક્ષ, ત્રિલોચનપાલ, દુર્ગપાલ, કાક ભટ્ટથી માંડી આચાર્ય દેવબોધ, ભવાનીરાશિ, સોમનાથના મહંત ભાવબૃહસ્પતિ તેમ જ સિદ્ધરાજના અંતઃપુર સુધી એની ઓળખાણ અને પહોંચી હતી. પાટણના એક પ્રતિભાશાળી શ્રેષ્ઠિ તરીકેની ગણના થતી હતી. Jain Educationa International For Personal and Private Use Only Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ કલિકાલસર્વજ્ઞ વહેલી સવારે “શ્રીધઆસાદના ગવાક્ષમાં ઊભો ઊભો સરસ્વતીના જલપ્રવાહને એ પ્રસન્નચિત્તે નીરખી રહ્યો હતો. મનમાં મલકાતો હતો. રતનપોળના નાકે આવેલા એક બીજા ભત્રમહાલય "કુબેરપ્રાસાદ પર એની નજર ફરી ફરીને સ્થિર થતી જતી હતી અને અંતરમાં અભિમાન ઊછળી આવતું હતું. આગલા દિવસે ભર મધ્યાલે ગામમાં સોપો પડી જાય તેવા સમાચાર આવ્યા હતા. સમાચાર મળતાં જ પાટણનાં બાવન બજારો ટપોટપ બંધ થવા માંડ્યાં હતાં. વ્યાપારીઓના ચહેરાઓ પર વિષાદની કાલિમાં પ્રસરી જતી હતી. દેશાવરથી પાછો ફરેલો સ્તંભતીર્થનો જીવો માલમ સમાચાર લાવ્યો હતો કે કુબેરશ્રેષ્ઠિના માલસામાનથી ભરેલાં બે જહાજો સમુદ્રના તોફાનમાં ડૂબી ગયાં હતાં... અને જહાજો સાથે જ કુબેરશ્રેષ્ઠિ અને એના દીકરા શ્રેણી કે જળસમાધિ લીધી હતી. જીવો માલમ – એક જહાજનો કપ્તાન હતો – અને તોફાનો સામે ઝઝૂમતો – બચીને સ્તંભતીર્થ – બીજાં જહાજમાં આવ્યો હતો. કુબેરપ્રાસાદમાં રોકકળનું શોકમય વાતાવરણ જામી ગયું. ગામ આખું ગમગીન હતું, ત્યારે શ્રીધર પંચોલીને ત્યાં આનંદની છોળો ઊડતી હતી. કુબેરશ્રેષ્ઠિ શ્રીધર પંચોલીનો પ્રતિસ્પર્ધી હતો. વ્યાપારમાં, સમાજમાં, રાજકારણમાં – તેમ જ ધર્મમાં બન્ને અવારનવાર ચડસાચડસીમાં ટકરાતા રહેતા, શ્રીધર પંચોલીએ કુમારપાળ પાસેથી રૂદત્તિવિત્ત ઉઘરાવવાનો ઠેકો બોંતેર લાખ દ્રમ આપીને લીધો હતો. સમસ્ત ગુજરાતમાં ઘરનો વડીલ - નિર્વશ મૃત્યુ પામે – એની પાછળ એનો વંશ ચાલુ ન રહેતો હોય – એ પરિવારનું ધન, ઝવેરાત, આભુષણો, અલંકારો – ટૂંકમાં બધી જ સંપત્તિ રાજ્યભંડારમાં જાય - રૂદતિવિર એકત્રિત કરવાનો આ વરસનો ઠેકો – આ વર્ષે શ્રીધર પંચોલીએ ટોચના રાજકારણીઓના ગાઢ સંપકને વટાવી, મહારાજ કુમારપાળ પાસેથી લીધો હતો. કુબેરશ્રેષ્ઠિ અને એના એકના એક દીકરાની જલસમાધિના સમાચાર Jain Educationa International For Personal and Private Use Only Page #148 -------------------------------------------------------------------------- ________________ કલિકાલસર્વજ્ઞ ૧૩૧ મળતાં જ શ્રીધર પંચોલીએ આથમતી સાંજે કુબેરપ્રાસાદ’ ૫૨ એના માણસો મોકલી કુબે૨શ્રેષ્ઠિની બધી જ માલમિલકત જપ્ત કરી રાજ્યની વખારો ભરી દીધી હતી. અને સાસુવહુ શરમનાં માર્યાં કાળીકાંબલી શરીર પર નાંખતાં જંગલમાં જઈ કલ્પાંત કરતાં વૃક્ષ નીચે બેઠાં હતાં. શ્રીધર પંચોલીના સિંહદ્વાર પર વહેલી સવારે આનકને પહેરગીરોએ અટકાવ્યો. આનકે પોતાનો પરિચય કરાવતાં જ પહેરેગીરો આનકને શ્રીધ૨ પાસે લઈ ગયા. પધારો આનકદેવ.... આજ કાંઈ વહેલી સવારે શ્રીધરની ઝૂંપડી પાવન કરી... મહારાજા તો શાતામાં છે ને ?” ‘શ્રીધરજી – મહારાજ સાચા અર્થમાં શાતામાં નથી, એમણે જ મને તમારી પાસે મોકલ્યો છે.’ આનક બોલ્યો. મારી પાસે... મને સંદેશો મોકલાવ્યો હોત તો હું મહારાજા પાસે આવી જાત.’ ઠાવકા શ્રીધરે વિવેક કર્યો આનકના વહેલી સવારના અણધાર્યા આગમને શ્રીધરને ચિંતિત તો કરી દીધો હતો. મહારાજે આજ્ઞા કરી છે કે કુબેરશ્રેષ્ઠિનું રૂદત્તિવિત્તનું ધન જે કાંઈ એના અવસાન પછી ગઈકાલે સાંજે જપ્ત કરી તમારી વખારોમાં રાજ્યવતી ભર્યું છે – એ ‘કુબેરપ્રાસાદ'માં પાછું કરી દો.' આનકે ઠંડે કલેજે કહ્યું. હૈં... હૈં... શું... શું...’ શ્રીધર પંચોલી માંડ માંડ આટલું બોલી શક્યો. મહારાજનો હુકમ છે...' આનકે કુમારપાળની આજ્ઞા શ્રીધર પંચોલીને સંભળાવી અને એ ચાલી નીકળ્યો. શ્રીધર પંચોલીને આશ્ચર્ય થયું. આઘાત લાગ્યો. અને ઉદ્યાનમાં આવી બરાડા પાડવા માંડયો... * * * કુમારપાળ મહારાજ અપાસરે પહોંચ્યા ત્યારે હેમચન્દ્રાચાર્ય વૃક્ષ નીચેના ચોતરા ૫૨ બેઠા બેઠા લહિયાઓને કેટલાક શ્લોકો લખાવી રહ્યા હતા. અપાસરાનું વાતાવરણ ભક્તિ અને જ્ઞાનમય હતું. Jain Educationa International For Personal and Private Use Only Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ કલિકાલસર્વજ્ઞ ગુરુદેવ” ધીમા પગલે કુમારપાળ હેમચન્દ્રાચાર્યજીના ચરણ પાસે આવીને ઊભો રહ્યો. પધારો મહારાજ હેમચન્દ્રાચાર્યે ગુર્જરેશ્વરને આવકાર્યા. ‘ગુરુદેવ. આજ મારું દિલ પરમ શાંતિ અનુભવી રહ્યું છે. પ્રજાનાં દુઃખ કાપવામાં હું આજે નિમિત્ત બન્યો છું. કુમારપાળે કહ્યું. “ખૂબ જ સારી અને આનંદની વાત છે. મહારાજ. શા નિમિત્તે... નિમિત્ત બન્યા ગુર્જરેશ્વર... હું જાણું તો ખરો.” હસીને હેમચન્દ્રાચાર્યે પૂછ્યું. મહારાજ, ગુર્જર દેશની પ્રજાના નિર્વશ થતા પરિવારનાં ધન, મિલકત, ક્રમ, અલંકાર, આભૂષણો કશું જ આજથી રાજ્યના ધનકોષમાં ક્યારેય જમા નહીં થાય. “રૂત્તિવિત્ત' આજથી તમારા આ શિષ્યને – ગુજરાતને વજર્ય છે. કાળજું કકળાવવું એ પણ એક પ્રકારની હિંસા જ છે ને ? કુમારપાળે કહ્યું. હેમચન્દ્રાચાર્યે કુમારપાળ પર સ્નેહભરી નજર નાંખી હૈયું આનંદથી છલકાઈ ગયું. રૂત્તિવિત્ત એક મહા ભયંકર – અમાનુષી વસ્તુ હતી. કુમારપાળનું વૈદિક યુગથી ચાલી આવતી પરંપારાને તોડવાનું, કુમારપાળનું એક ક્રાંતિકારક પગલું હતું. રાજ્યને કરોડો દ્રમની આવક “રૂતિવિજ્ઞ' દ્વારા થતી હતી. રાજ્યનો કારભાર - પર રાષ્ટ્રો સાથેના યુદ્ધના ખર્ચા, પ્રજાકલ્યાણ માટેના કાર્યો – દર વર્ષે હજારો નિર્વશ મરી જતા પરિવારના મોભીઓના કારણે થતી ધન ઉપલબ્ધિમાંથી થતા હતા – પરંતુ મૃત્યુ પામેલી વ્યક્તિ પાછળના પરિવારની જે દશા હતી તે કોઈ પણ સાંસ્કૃત સમાજ માટે - રાજ્ય માટે શરમજનક હતી. કુમારપાળ અપાસરા તરફ આવતા હતા ત્યાં રસ્તામાં જ આનક મળી ગયો. “આનક... શ્રીધર પંચોલીને મારો હુકમ પહોંચાડ્યો ? Jain Educationa International For Personal and Private Use Only Page #150 -------------------------------------------------------------------------- ________________ કલિકાલસર્વજ્ઞ. ૧૩૩ ‘હા મહારાજ, પરંતુ આપના હુકમથી એ ખૂબ ભડક્યો છે. એના ઉદ્યાનમાં લોકોના સમૂહ આગળ બરાડા પાડતો ‘હું લૂંટાઈ ગયો... બરબાદ થઈ ગયો... મારા ઠેકાના પટ્ટાનું શું ?” અચ્છા.... અને લોકો વચ્ચે કેવા મારા નિર્ણય માટેના પ્રત્યાઘાતો પડ્યા છે આનક.. ” લોકો. તમારો યજ્યકાર બોલાવે છે પરંતુ ધર્માચાર્યો, રાજપુરુષો, વિદ્યાપીઠના આચાર્યો, યોદ્ધાઓને ચિંતા એક જ વાતની છે કે દર વર્ષે બોંતેરલક્ષ દ્રમ મહારજા હવે ક્યાંથી મેળવશે... આ ધનમાંથી તો પ્રજાનાં લોકોપયોગી કાર્યો, યુદ્ધના શસ્ત્રસરંજામ, મંદિરોનાં નિર્માણો... માટેની ધનરાશિ ક્યાંથી મેળવશે....’ કુમારપાળ એક ક્ષણ માટે તો આનકની વાત પર વિચારમાં પડી ગયો. આનક દ્વારા પ્રજાના ઉન્નતભ્રૂ સમાજના માણસોના પ્રતિભાવોમાં પણ તથ્ય તો હતું જ કુમારપાળે આનકને કંઈક અનોખા આત્મવિશ્વાસ સાથે કહ્યું, આનક... માનવસેવાનાં કાર્ય માટે જાતને કુરબાન કરવાની ક્ષણો હજી જિંદગીમાં નથી આવી, પરંતુ ધનના સદુપયોગ માટેની પળ તો આવીજ છે તો એનો ઉપયોગ કરી લેવો... બાકી પ્રજાનાં કલ્યાણકાર્યો માટે.. પ્રજા પણ એનો સહયોગ દે એ જરૂરી છે....’ કુમારપાળે જ્યારે હેમચન્દ્રાચાર્યજીના અપાસરામાં પગ મૂક્યો ત્યારે અંતરમાં એક વિચાર રણઝણી ઊઠ્યો. અને એ વિચાર હેમચન્દ્રાચાર્ય પાસે મૂકવાની તક શોધતો હતો ત્યાં જ હેમચન્દ્રાચાર્યજી હર્ષન્વિત સ્વરે બોલી ઊઠ્યા.... ધન્ય ધન્ય મહારાજ, ધર્મના પંથે કર્તવ્ય દ્વારા આપનું આ મંગલ પ્રસ્થાન સરાહનાને પાત્ર • અભિનંદનને પાત્ર છે. સમગ્ર ધર્મ દર્શનનાં મૂળતત્ત્વોનો સમન્વય સાધવામાં આવે તો સત્ય અને અહિંસા એ બે જીવનાધારના મૂળ આજના આપના નિર્ણયમાંથી મળી આવે છે.’ Jain Educationa International For Personal and Private Use Only Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ નયન્મુત્યું પૂર્વે રઘુહુષના ભાર ભરત । પ્રઉત્યર્વી નાયૈઃ કૃતયુગકૃતોત્પત્તિ ભિરપિ | વિમુંચન સંતોષાત્તદપિ રૂતીવિત્તમ્ ધુના કુમારÆાપાલ ત્વમસિ મહતાં મસ્તક મણિ ||’ હે કુમારપાળ પૂર્વે કૃતયુગમાં થઈ ગયેલા રઘુ, નહુષ નાભાગ ભરત વગેરે જેવા માંધાતા રાજાઓ એ પણ જે વિચારને ક્યારેય અમલમાં મૂક્યો નહોતો એ તે રૂત્તિવિત્ત (પતિ પુત્ર વિનાની રડતી નિર્વંશ સ્ત્રીઓનાં ધન) ને હાલ (કલિયુગમાં પણ) સંતોષથી છોડી દે તો તું મહાપુરુષોમાં પણ શિરોમણિ છે. કલિકાલસર્વજ્ઞ હેમચન્દ્રાચાર્યના આશીર્વચનનો પડઘો પાડતો ડિંડિમિકા ઘોષ એ દિવસે મધ્યાહે નગરના ખૂણે ખૂણે ગાજતો રહ્યો. ગુર્જરદેશજનો..... સાંભળો..... સાંભળો... આજથી સમસ્ત ગુજરાત રાજ્યમાંથી ‘રૂત્તિવિત્ત”ને રાજભંડારમાં લાવવાની ગુર્જરેશ્વર કુમારપાળ મના કરે છે... સાંભળો.... સાંભળો.... ગુર્જરજો...... Jain Educationa International For Personal and Private Use Only Page #152 -------------------------------------------------------------------------- ________________ ‘ગુરુદેવ” બોલો મહારાજ.” જિંદગીની યાત્રાના પાંસઠમા વર્ષમાં આજે પ્રવેશ કરું છું ત્યારે જિવાયેલી જિંદગીનું સરવૈયું કાઢતાં કેટલાક પ્રશ્નો અંતરમાં ઊઠે છે.’ કુમારપાળે કહ્યું. પચાસમાં વર્ષે ગુજદેશની રાજ્યધૂરા સંભાળનારા કુમારપાળ – છેલ્લા કેટલાક દિવસોથી અંતરમાં મથામણ અનુભવી રહ્યા હતા. રાજ્યશાસનના પ્રારંભનાં વર્ષો અંદરના અને બહારના અનેક શત્રુઓને વશ કરવામાં ગયાં. અજમેર, માળવા, શાકંભરી જેવા રાજાઓને એની શક્તિનો – શૌર્યનો પરિચય આપવા ત્રણ ત્રણ લોહિયાળ યુદ્ધો ખેલવાં પડ્યાં. ચૌલુક્ય વંશના – મૂળરાજથી માંડી સિદ્ધરાજ સુધીની પરંપરાના રાજવીઓના રક્તમાં શૌર્ય, સામર્થ્ય અને આત્માભિમાનના ગુણોની સાથે સાથે એમના દેહમાં વહેતા લોહીના કણોમાં ગુણ પ્રમાણે વિરક્તિ, ધર્માનુરાગ.... અને અજોડ ત્યાગનો લય પણ ભળ્યો હતો... મૂળરાજે પાછલી અવસ્થામાં સંન્યાસ ધારણ કર્યો હતો – ભીમદેવ રાજા થયો, પણ રાજ્યધૂરા સંભાળવાની કોઈ પ્રબળ ઇચ્છા નહોતી, વીતરાગી જીવ હતો – ક્ષેમરાજે તો નિવૃત્તિ પહેલેથી જ ગાદીત્યાગ કરી લઈ લીધી હતી. યુદ્ધ, ધર્મ, સાહિત્ય, અને કલાના માહોલ વચ્ચે જિંદગીનાં મોટા ભાગનાં વર્ષો ખર્ચી નાખનારા મહારાજા સિદ્ધરાજ જયસિંહ, એમના પાછલાં વર્ષોમાં શાંતિની શોધમાં ગાળ્યાં હતાં. મહાકવિ કાલિદાસનો “વા નિવૃત્તિનાં થોળનાન્ત તનુનવેમ્' નો રઘુવંશી આદર્શ ચૌલુક્યવંશી રાજવીઓએ એના જીવનમાં સાંગોપાંગ ઉતાર્યો હતો આ આદર્શ સિદ્ધ કરવામાં – સિદ્ધરાજ અને Jain Educationa International For Personal and Private Use Only Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ કલિકાલસર્વજ્ઞ કુમારપાળને કલિકાલસર્વજ્ઞ હેમચન્દ્રાચાર્યજી મળી ગયા હતા. મથામણો ? શેની મથામણો ? મહારાજ – હવે તો મથામણોની શાંતિનો સમય તમારી પાસે પાંસઠમાં વર્ષના પ્રવેશદિને આવ્યો છે. શી મૂંઝવણ અનુભવી રહ્યા છો... રાજસ્...?” હેમચન્દ્રાચાર્યે પ્રશ્ન કર્યો. “મહારાજ, જીવનની સિદ્ધિ શામાં?” કુમારપાળ પ્રશ્ન કરી શાંત થઈ ગયા. હેમચન્દ્રાચાર્યજી જિજ્ઞાસુ શિષ્ય સામે કેટલીય પળો સુધી જોઈ રહ્યા... હેમચન્દ્રાચાર્યજીને સિદ્ધરાજ જયસિંહ યાદ આવી ગયા. કુમારપાળના આ કાકાએ પણ કાંઈક જુદા જ સંદર્ભમાં મહારાજ - સત્યધર્મ કયો? માનવીને એની જિંદગીમાં કયું દર્શન સત્યપંથ બતાવે - કયો ધર્મ સત્યપંથનો પ્રહરી છે ? - નો પ્રશ્ન કર્યો હતો ત્યારે હેમચન્દ્રાચાર્યે – જૈનધર્મના એક આચાર્ય સ્વરૂપે નહીં પણ ભારતીય સંસ્કૃતિના એક પ્રખર તત્ત્વચિંતક તરીકે સિદ્ધરાજને એના જગતમાં કયો ધર્મ સાચો ?” ના પ્રશ્નનો ઉત્તર એમણે એક પૌરાણિક કથા દ્વારા આપ્યો હતો. શંખપુર નામના ગામમાં એક વેપારી રહેતો હતો. પત્નીનું નામ યશોમતી... પતિએ કોઈક કારણસર એક બીજી સ્ત્રી સાથે લગ્ન કરી લીધાં. યશોમતીને આઘાત લાગ્યો. પોતાના પતિને વશમાં રાખવા દોરા, ધાગા, જાદુટોના, બધું જ કરી જોયું - કેટલાય યોગીઓ, ભૂવાઓ, તાંત્રિકોનો સહારો લીધો પણ સફળતા ન મળી – એવામાં એક સિદ્ધ પૂરુષે પતિને પશુ બનાવવાનો મંત્ર આપ્યો. ઘરે જઈને એ મંત્રની શક્તિથી પતિને બળદ બનાવી દીધો. લોકોની નિંદાથી એ અકળાઈ ગઈ. બળદમાંથી પાછો માણસ બનાવવાનો મંત્ર એ જાણતી નહોતી – એટલે એ એના પતિ બળદને જંગલમાં ચારો ચરાવવા લઈ જતી અને વૃક્ષ નીચે બેસીને કલ્પાંત કરતી. એક દિવસ આકાશમાર્ગે શિવ-પાર્વતી પસાર થઈ રહ્યાં હતાં ત્યારે પાર્વતીએ શિવજીને સ્ત્રીના રુદનનું કારણ પૂછ્યું. એનો પતિ બળદ થઈ ગયો છે – પાસે ઊભેલો બળદ એનો પતિ Jain Educationa International For Personal and Private Use Only Page #154 -------------------------------------------------------------------------- ________________ કિલિકાલસર્વજ્ઞ ૧૩૭ છે.' શિવજી બોલ્યા. ભોળાનાથ, એવો કોઈ ઉપાય ખરો કે એનો પતિ પાછો આ દુઃખી બાઈને માણસરૂપે મળે ?” “હા... આ જ ખેતરમાં એવી ઔષધી છે કે જો એ બળદને ખવડાવવામાં આવે તો આ બળદ પતિ – મનુષ્ય થઈ જાય.' પત્નીના કાને આ દેવવાણી ઝીલી લીધી અને ખેતરમાં ઊગેલું બધું જ ઘાસ-બળદ પતિને ખવરાવી દીધું અને ઘાસ ભેગી ઔષધિ પણ ખવાઈ જતાં બળદ પતિ – મનુષ્યરૂપે – એની પત્નીને મળી ગયો. મહારાજ કથાની પૂર્ણાહુતિ કરતાં હેમચન્દ્રાચાર્યું કે આ વાર્તાનું અર્થઘટન કર્યું છે એ અર્થઘટન જ હેમચન્દ્રાચાર્યને ઈતર સાધુઓ - સૂરિઓ - આચાર્યોથી “સ્વધર્મ સમભાવના સાધુ સ્વરૂપે મૂકી ઊંચેરા મૂકી દે છે. મહારાજ, કયો ધર્મ સાચો કે ક્યા ધર્મમાં સત્યનું રહસ્ય - સત્ત્વ રહ્યાં છે - એ કહેવું અઘરું છે, પરંતુ બધા જ ધર્મોનો અભ્યાસ કરતાં – બધા જ ધર્મોની પરીક્ષા કરતાં ક્યારેક સત્યધર્મ હાથ લાગી જાય... પેલી સ્ત્રીની જેમ સત્યધર્મ – માનવીએ પોતાના માયલા માટે શોધવો જ રહ્યો.” હેમચન્દ્રાચાર્યના શિષ્ય રાજર્ષિ કુમારપાળે યોગશાસ્ત્રનો ખાસ અભ્યાસ એના ગુરુ પાસે કર્યો હતો. એટલું જ નહીં પણ ગુરુ પાસે યોગશાસ્ત્ર' પર જનતાના લાભાર્થે ગ્રંથ પણ લખાવ્યો હતો. કુમારપાળ યોગશાસ્ત્રના અભ્યાસ પછી મન, વાણી અને કર્મની આત્મશુદ્ધિ પર નિર્ભર હતા અને એના કારણે જ જીવનનું સાર્થકની શોધમાં નીકળેલો જિજ્ઞાસુ શિષ્ય ગુરુના ચરણમાં આવી પ્રશ્ન કરી બેઠો હતો. “જીવનની સાર્થકતા શેમાંનો – જીવનની સિદ્ધિ શામાંનો – હેમચન્દ્રાચાર્યે પ્રત્યુત્તર વાળતાં જ્ઞાન, દર્શન અને ચરિત્રની રત્નમયીનો ઉપદેશ કુમારપાળને આપતાં ફરી એ જ સર્વધર્મ સમભાવ' તરફનો એનો અભિગમ દર્શાવતાં કહ્યું. મન, વાણી અને કર્મ જીવનમાં અપનાવ્યા વિના, કોઈ પણ માણસ પોતાને કોઈ પણ ધર્મના અનુયાયી કહી શકે નહીં. રાજાનો ધર્મ પ્રાણી Jain Educationa International For Personal and Private Use Only Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ કલિકાલસર્વજ્ઞ માત્ર પ્રત્યે દયા રાખવી એ છે, અને મહારાજ આપની પાસે હું એ જ અપેક્ષા રાખું છું.' પ્રાણી માત્ર પ્રત્યે દયા રાખવી એ પણ જીવનની એક અણમોલ સિદ્ધિ જ કહેવાય જેવો વિચારતંતુ હૈયામાં લઈને કુમારપાળ ગુરુદેવને વંદન કરી ચાલી નીકળ્યા. ગુજરશ્વર... આપનું સ્વાગત છે.' વહેલી સવારે મહારાજ કુમારપાળને અપાસરામાં પ્રવેશતા જોઈ હેમચન્દ્રાચાર્યજી બોલી ઊઠ્યા. કુમારપાળ અસ્વસ્થ હતા – વંદન કરતાં જ એ હેમચન્દ્રાચાર્યની પાસે ધબુ કરતાં બેસી ગયા. “મહારાજ શાતામાં છો ને ?” આકુળવ્યાકુળ રાજવીને હેમચન્દ્રાચાર્યજીએ પ્રશ્ન કર્યો. ‘ગુરુદેવ... આજે કઈ તિથિ થઈ ” કુમારપાળે પ્રશ્ન કર્યો. અવાજમાં વ્યગ્રતાનો કંપ હતો. હેમચન્દ્રાચાર્યને આશ્ચર્ય થતું – આમ તો કુમારપાળ રોજ સવારે વંદના કરવા આવે ત્યારે કંઈ ને કંઈ ધાર્મિક ચર્ચા માટેના પ્રશ્નો લઈને જ આવે, આજનો પ્રશ્ન સહેજ – અસંબદ્ધ પ્રશ્ન લાગ્યો. કેમ ફાગણ સુદ એકાદશી, રાજન આજે તિથિ પૂછવાનું કાંઈ પ્રયોજન ?' ગુરુદેવ... માણસ – કસાઈ – ખાટકી – ક્યારથી થયો ?” હેમચન્દ્રાચાર્યજીને કુમારપાળના પ્રશ્નો પાછળનો સંદર્ભ સમજાતો નહોતો. એની મૂંઝવણ અને આશ્ચર્ય વધતાં જતાં હતાં. કેમ આજે કાંઈ આવો સવાલ કર્યો અને રાજનું એ પણ એકાદશી જેવા પુણ્ય પર્વના દિવસે જ, જ્યારે માણસ જપ, તપ, સત્સંગ, પરિક્રમણ, પૂજા પાઠ દ્વારા તન અને મનને શુદ્ધ અને સ્વચ્છ બનાવી જગનિયંતા Jain Educationa International For Personal and Private Use Only Page #156 -------------------------------------------------------------------------- ________________ કલિકાલસર્વજ્ઞ સમીપ જવાનો પ્રયત્ન કરે છે.’ ગુરુદેવ મારા સવાલનો આ જવાબ નથી.’ કુમારપાળમાં ક્યારેય ન નિહાળેલી ગુસ્સાની – વ્યગ્રતાની છાંટ હેમચન્દ્રાચાર્યને દેખાણી. ગુર્જરેશ્વ૨ જન્મતાંની સાથે,' – હેમચન્દ્રાચાર્યે જવાબ આપ્યો. જન્મતાંની સાથે ' હા, જિંદગીની પહેલી જ ક્ષણથી માણસ તન, મન અને કર્મથી જ ખાટકી બની રહ્યો છે.’ આ ધરતી ૫૨ જન્મ લેતાંની સાથે જ !' ગુરુદેવ સમજાયું નહીં. રાજન, પૃથ્વીના પાટલે લેવાતા પ્રથમ શ્વાસના ધબકાર સાથે જ રાજન્ માનવમનમાં વૃત્તિનો વિકાર જન્મતો હોય છે.’ એ કેવી રીતે ? નવજાત શિશુને તો પ્રભુના પયગંબર કહ્યા છે... ૧૩૯ ગુરુદેવ.’ તે છે જ આ પ્રભુના પયગંબરો પ્રભુનો સંદેશો લઈને આવતા હોય છે કે આ જગતના માનવમાંથી ઈશ્વરની શ્રદ્ધા હજી ખૂટી નથી..... સા૨૫ના થોડાક ગુણો – હજી માનવીના ‘માંયલા’માં ખૂણેખાંચરે પડ્યા છે.' હેમચન્દ્રાચાર્ય બોલ્યા. - તેમ છતાંય ગુરુદેવ આપ કહો છો કે પૃથ્વીના પાટલે લેવાતા પ્રથમ શ્વાસના ધબકાર સાથે જ માનવમનમાં વૃત્તિનો વિકાર જન્મે છે.’ Jain Educationa International ‘હા રાજન, ધરતીના પ્રાંગણ પર અવતરેલા પ્રથમ પુરુષ અને સ્ત્રીની નજર આ સૌંદર્ય સભર સૃષ્ટિ પર ન જતાં પેલા વૃક્ષ પર લટકતા આસક્તિના સફરજન પર ગઈ હતી અને સ્ત્રીના મનમાં – સફરજનને વૃક્ષ પરથી તોડીને ખાવાનો વિકાર જાગ્યો. કોમળ વૃક્ષની ડાળેથી ઝૂલતા સફરજનને તોડવાની હિંસામાંથી જ માણસજાતમાં હિંસાવૃત્તિનો જન્મ થયો. પરિણામે માણસ તો જન્મથી જ ખાટકી થઈ હિંસાનાં તાંડવો સર્જતો રહ્યો છે. હેમચન્દ્રાચાર્યે લાંબું વિવરણ કરતાં કુમારપાળના પ્રશ્નનો ઉત્તર આપ્યો. ગુરુદેવ, અવિનય લાગે તો ક્ષમા કરજો, પરંતુ જન્મ સાથેની પ્રથમ For Personal and Private Use Only Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ કિલિકાલસર્વજ્ઞ ક્ષણેથી જેમ શેતાની ભાવો હૃદયમાં જન્મે છે, એવી રીતે જ માનવહૃદયમાંથી મા નિષા નો શ્લોક પણ સરી પડે છે. સિદ્ધાર્થના ખોળામાં ઘાયલ પંખી આવી પડ્યું ત્યારે એના શિકારી ભાઈને ભવિષ્યના ગૌતમબુદ્ધ – મારનાર કરતાં જિવાડવારનું માહાસ્ય સંભળાવ્યું જ હતું ને? કુમારપાળે ગુરુદેવને વળતો જવાબ આપ્યો ત્યારે શરૂઆતના પંદર વર્ષના એના યુદ્ધના દિવસો - સંહારલીલાનાં દશ્યો આંખો સામે રમવા માંડ્યાં. ‘અર્ણોરાજ, કાન્હડદેવ, બલ્લાલ, ઉદયનનો પુત્ર વાહડ, કે જે સિદ્ધરાજનો માનીતો – પ્રતિપન્ન પુત્રરૂપે જાણીતો હતો, એ બધા સામે રણસંગ્રામમાં કુમારપાળે મહાન પરાક્રમ બતાવી – કેટલાકને સંહાર્યા – કેટલાકને કેદ કર્યા અને વિજયોની હારમાળા સર્જી હતી. આજે એ સંહારલીલા દ્વારા થયેલાં પાપો એને ડંખતા હતા...” મહારાજ. જન્મ સાથે જ શેતાની ભાવોની સાથે સાથે દયા, અહિંસાના ભાવો પણ મનુષ્યના હૈયામાં ઊભરતા હોય છે. પરંતુ રાજ, વાત શી છે ? હેમચન્દ્રાચાર્યે પ્રશ્ન કર્યો. “મહારાજ દેશના રક્ષણ કાજે, પ્રજાના કલ્યાણ કાજે, શત્રુતાને વધારતા દેશો સામે, ન્યાય અને સ્વમાન કાજે... સ્વરક્ષણ કાજે થતાં યુદ્ધોમાં થતો રક્તપાત - એ પણ હિંસા જ છે ને... આજે મારા હાથે થયેલી હિંસાથી હું બેચેન છું ગુરુદેવ કંઈક માર્ગદર્શનની અપેક્ષા રાખું છું...” “મહારાજ હિંસા - અહિંસા અંગેના આપણા ખયાલોમાં ઘણી ગૂંચવણો સર્જાતી રહી છે. ગુર્જરેશ્વર જૈનધર્મ તો મહા વીરનો ધર્મ છે. કાયરતાને અહીં સ્થાન નથી. આપના રાજ્યારોહણનો સમય ગુર્જરપ્રદેશ તેમ જ સિંહાસન પર બિરાજમાન પાટણપતિ માટે કપરો હતો. રાજનું તમે કરેલાં ઘણાં ખરાં યુદ્ધો સ્વરક્ષણ માટે દેશના અને રાજનીતિજ્ઞો માટે -- આ યુદ્ધો દયાધર્મથી પ્રેરિત અને જરૂરી હતાં. એ સમય નગર અને રાજ્યની રક્ષા અને ગૌરવ સાચવવાનો હતો. પોતાનો ધર્મ સાચવવાનો પ્રસંગ આવે ત્યારે વેવલાવેડા ન પોસાય.” હેમચન્દ્રાચાર્ય બોલી ઊઠ્યા. Jain Educationa International For Personal and Private Use Only Page #158 -------------------------------------------------------------------------- ________________ કલિકાલસર્વજ્ઞ ૧૪૧ ‘ગુરુદેવ, આજે સવારે નગરચર્યા કરવા નીકળ્યો, ત્યારે આંખો સામે એક ભયાનક દશ્ય ભજવાઈ ગયું – શરીરનાં રૂંવાડા ખડાં થઈ ગયાં. હૈયું વિષાદથી વલોવાઈ ગયું.” ‘મહારાજ એવું તે કેવું દશ્ય ભજવાઈ ગયું કે ગુજરશ્વર અપાસરામાં આવ્યા ત્યારથી અસ્વસ્થ છે. હેમચન્દ્રાચાર્યે પૂછ્યું. ભરબજારમાં વહેલી સવારે ત્રણ ચાર દીન મૂંગા અબોલ પશુઓને લઈને ખાટકી કતલખાને લઈ જતો હતો.” અવાચક નિર્દોષ પશુઓની થોડા સમયમાં જ થનારી કતલ પર હૈયું કકળી ઊઠ્યું. અને બાપોકાર નાંખતું કહી રહ્યું છે કે તારા પુણ્યશાળી શાસનમાં અબુધ પશુઓની અને મૂંગાં પંખીઓની હત્યાની પરંપરા સર્જાતી રહે એ નહીં ચાલે.” “જીવહિંસા' નો જાણે જગન ન ચાલતો હોય અને સૂરિજી “પંચમહાવ્રતના ઉદ્ગાર એવા આપ મારું ધ્યાન દોરતા નથી “અહિંસાને જગતના લોકોએ માનવકલ્યાણની આખરી અને આકરી કસોટી તરીકે ગણી છે.' ગુજરશ્વર આપના રાજ્યમાં તો કતલખાનાનું અસ્તિત્વ જ ન હોવું જોઈએ. મહારાજ આજે જ હુસેન ખાટકીને બોલાવી... રાજ્યમાં પશુહત્યા પર નિષેધ લાવી... હુસેન ખાટકીને ખાટકી બનતો રોકો....” હેમચન્દ્રાચાર્યે કુમારપાળ પર દૃષ્ટિ માંડતાં કહ્યું. ગુરુદેવ... મેં મારી પાસે બોલાવી ખાટકીવેડા છોડી દેવાનો હુકમ કર્યો ત્યારે એણે પ્રશ્ન કર્યો કે હું તો હિંસા છોડીશ, પણ પછી મારા બૈરીછોકરાં ખાશે શું ?’ ભૂખના આર્તનાદમાંથી સર્જાતી ધૃણાની – ચિત્તની અશાંતિ – એ પણ એક પ્રકારની હિંસા જ કહેવાયને.” કુમારપાળે પ્રશ્ન કર્યો હાસ્તો તન, મન અને કર્મથી આપણે હિંસા કરતા જ રહ્યા છીએ.” ગુરુદેવ. આપને આ બાબતમાં ખુશખબર આપવા આવ્યો છું. આપના આશીર્વાદ લેવા આવ્યો છું... હુસેન ખાટકીને તો કમ ચૂકવી બધાં Jain Educationa International For Personal and Private Use Only Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ કલિકાલસર્વજ્ઞ જ અબોલ પશુઓને - છોડાવી દીધાં છે. પરંતુ આજથી મારા રાજ્યમાં જીવહિંસાને સ્થાન નથી રહેવાનું. જીવદયા – જીવરક્ષા – એ જ મારો આદર્શ રહેશે. સમગ્ર ગુજરાતના કસાઈઓને અન્ય ધંધા માટે રાજ્ય આર્થિક સહાય આપશે. મહારાજ... રાજ્યસભાની આજની બેઠકમાં વિચારવિમર્શને અંતે હું પશુહત્યા એ પાપ છે અને જીવોનું રક્ષણ કરવું એ માનવ ધર્મ છે. આજથી જ પશુહત્યા નિષેધનો કાયદો અમલમાં મુકાઈ જશે...' હેમચન્દ્રાચાર્યજી ઘડી ભર તો ગુજરશ્વરને બોલતો જોઈ જ રહ્યા.... અને બોલી ઊઠ્યા... મહારાજાનો જય હો... અહિંસા પરમો ધર્મ...” Jain Educationa International For Personal and Private Use Only Page #160 -------------------------------------------------------------------------- ________________ ૧૯ ચૌલુક્યની ગોત્રદેવી કંટેશ્વરી દેવીના ભવ્ય મંદિરની આજની રોનક જ અનેરી હતી. દીપમાળાઓથી આખુંય મંદિર ઝળહળી રહ્યું હતું. આસોપાલવના તોરણો પવનની પાંખે હિલોળા લેતા હતા. એક ખૂણામાં પૂજારી સંધ્યા આરતીની તૈયારી કરી રહ્યો હતો. નવરાત્રીના સાત દિવસો રંગેચંગે અત્યંત ઉત્સાહ અને ભક્તિભાવથી પસાર થઈ ગયા હતા. દિન પ્રતિદિન ભક્તોની ભીડ વધતી જતી હતી. મંદિરના વિશાળ ચોગાનમાં તાળીઓના તાલે, ઢબુકતા ઢોલે ગુર્જરીનાર ગરબે ઘૂમતી હતી. આજે હવન અષ્ટમીનો દિવસ હતો. વહેલી સવારથી મંદિરના મહંત ભવાનીરાશિ અષ્ટમીના હવનની તૈયારીમાં પડ્યા હતા. શ્વેત દાઢી, ગોળમટોળ ભરાવદાર ચહેરો, ધારદાર આંખો, લાલ રંગની ધોતી, અને રેશમી પહેરણ અને કંઠેથી વહેતી સ્તુતિઓ... એના આષાઢી કંઠેથી વાતાવરણમાં મધુર સ્પંદનો જગાવતી હતી... ભવાની રાશિનું સિદ્ધરાજ જયસિંહના જમાનાથી રાજસભામાં તેમ જ રાજમહેલમાં ખૂબ જ માનભર્યું સ્થાન હતું. ભવાનીરાશિનો શબ્દ અનેક ધાર્મિક કર્મકાંડોમાં આખરી રહેતો • રાજકારણમાં પણ ભવાનીરાશિ તેમ જ આચાર્ય દેવબોધ અને ભાવબૃહસ્પતિની ત્રિપુટી ગણતી – રાજના કારભારમાં પણ એનું વજન પડતું. દરેક ધર્મનું કેન્દ્રસ્થાન કંટેશ્વરી માતાનું મંદિર હતું. આરતીનો સમય થઈ રહ્યો હતો. લોકોની ભીડ સમાતી નહોતી. ભવાનીરાશિ ખુદ રાજ્યસભા તેમ જ સામાન્ય સભાના સદસ્યોને હવન અષ્ટમીની આરતીના દર્શન કરવા આવવાનું નિમંત્રણ આપી આવ્યા હતા. મંદિરના ચોગાનમાં લોકોનો ધસારો વધતો જતો હતો. હવામાં આનંદ, ભક્તિ, શ્રદ્ધા અને સમર્પણની ભાવના ફરી રહી હતી. Jain Educationa International For Personal and Private Use Only Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ કલિકાલસર્વજ્ઞ સાંજના સાતના ટકોરે મંદિરના રાજમાર્ગ પરથી ગુર્જરેશ્વર કુમારપાળ એના કલહનાન હાથી પર બિરાજમાન થઈ મંદિરની તરફ આવી રહ્યો હતો. ડંકાનિશાનનો અવાજ કાને પડતાં ભવાની રાશિના ચહેરા પર વિજયી સ્મિત ફરી વળ્યું. વહેલી સવારે ભવાની રાશિ એના સુખાસનમાં બેસી રાજમહેલમાં આવી નિમંત્રણપત્રિકા ખાસ મહારાજા કુમારપાળ તેમ જ મહારાણી ભૂપાલદેવીને સ્વહસ્તે આપી આવ્યા હતા. ઉદયન મંત્રીની હવેલી અને હેમચન્દ્રાચાર્યના અપાસરાને પણ ભવાનીરાશિ ભૂલ્યા નહોતા. અને બધે હવનાષ્ટમીની સાંજે થનારા હવનમાં ભવાની માતા કટેશ્વરીને પરંપરા મુજબ માતાજીને ભોગ ધરાવવાનો છે.” નો મોઘમમાં “મમરો મૂકતા આવ્યા હતા. ઉદયન મંત્રી ઊકળી ઊઠ્યા હતા. . હવનઅષ્ટમીના દિવસે બકરાના બલિદાન – જીવ હિંસા - માતાજીના ભોગને નામે હવન વખતે કરવાની તૈયારી ભવાની રાશિ કરી રહ્યા હતા. પાટણની ભોળી પ્રજા સમક્ષ છેલ્લા કેટલાક દિવસથી ધાર્મિક પ્રવચનો અને દેવી ભાગવતના પારાયણના બહાને ભવાનીરાશિ પહોંચીને નવરાત્રીના તહેવારોમાં જો માતાજીને ભોગ નહીં ધરાય તો ગુજરાતનું – પાટણનું ધનોતપનોત થઈ જશે – નો ડર બતાવી લોકલાગણીને ઉશ્કેરી રહ્યા હતા. ભવાનીરાશિ જૈનધર્મ પર ઢળી રહેલા કુમારપાળ તરફ દ્વેષભાવ રાખતા હતા. આચાર્ય દેવબોધને હેમચન્દ્રાચાર્યના વધતા જતા પ્રભાવ સામે વાંધો હતો. ભાવબૃહસ્પતિ સોમનાથના મહંત એક એવી વ્યક્તિ હતી જેને હેમચન્દ્રાચાર્યના જ્ઞાન માટે – સર્વધર્મ સમભાવનાની ભાવના માટે માન હતું. કેટેશ્વરી માતા... ચૌલુક્યોની કુળદેવી હોવાના કારણે કુમારપાળ મહારાજ. સંપૂર્ણ ભક્તિભાવ સાથે માતાજીના દર્શને મહારાણી સાથે એના કલ્હનન હાથી પર બેસીને આવ્યા હતા. રાજમહેલમાં ઉદયન મંત્રીએ જઈને Jain Educationa International For Personal and Private Use Only Page #162 -------------------------------------------------------------------------- ________________ કલિકાલસર્વજ્ઞ ભવાનીશિ હવન અષ્ટમીની રાત્રે માતાજીને ભોગ ધરવાનો છે – ની વાત કુમારપાળને કરી ત્યારે એ ગુસ્સામાં ‘હું જોઉં છું. રાજ્યના કાયદાનું ભવાનીરાશિ કેમ ઉલ્લંઘન કરે છે. ‘જીવહિંસા' ગુજરાતભરમાં વર્જ્ય છે.... બોલી ઊઠ્યા હતા. કુમારપાળનો ક્રોધ જોઈ મંત્રીશ્વર ગભરાઈ ગયા. મહારાજ.... આજે પાટણનો જૈનેતર સમાજ ભવાનીરાશિની મોહમયી ભય પ્રેરીત વાણીમાં આવી ગયો છે. માતાજીના કોપ ઊતરવાની વાત પર પ્રજા ધ્રૂજી ઊઠી છે... અને ભવાનીરાશિ પાછળ એક થઈ ગઈ છે... આવા સમયે બળથી નહીં પણ કળથી કામ લેવાની જરૂર છે...' ઉદયને કહ્યું. મંત્રીશ્વર, આ બાબતમાં ગુરુદેવની સલાહ લઈએ તો કેવું ?' અતી ઉત્તમ, મહારાજ...... કુમારપાળ અને ઉદયન મંત્રી સુખાસનમાં બેસી હેમચન્દ્રાચાર્યજીને અપાસરે પહોંચી ગયા અને સામે ખડા થયેલા પ્રશ્નનું નિરાકરણ માંગ્યું. હેમરાન્દ્રાચાર્યજી પણ ભવાનીરાશિના નિયંત્રણ અને માતાજીના નામે ભોગ ધરાવવાની વાતથી વિહ્વળ હતા ચિંતિત ખરા. મહારાજ... મામલો ખૂબ જ નાજુક છે. નવરાત્રીના દિવસોમાં માતાજીની ભક્તિનો એવો તો જુવાળ આવ્યો હશે કે... લોકોના એ પ્રવાહ સામે ટકવું ભારે પડશે.....' ૧૪૫ - } Jain Educationa International ‘પરંતુ મહારાજ.... ‘જીવહિંસા' હું એક ક્ષણ પૂરતી પણ નહીં સહી શકું. ‘અહિંસા પરમો ધર્મ'ના ઉપાસકો ની શાન બાનની રાજ્યના કાયદાની ધજ્જીઓ ઊડે એ એક રાજા તરીકે સહન નહીં કરી શકું.’ રાજ..... ધીરજથી કામ લ્યો. કંટેશ્વરી માતા – ચૌલુક્યવંશના કુળદેવીની પૂજાઅર્ચન આજે તમારે કરવાના... ખૂબ જ શાંતિથી ઠંડા દિમાગ સાથે આપણે આજે તો કામ પાડવું જ પડશે. મહારાજ ચિંતા ન કરશો... હું... ‘જીવહિંસા' થવા નહીં દઉં... રક્તનું એક ટીપું પણ પાડ્યા વગર માતા કંટેશ્વરીને પ્રસન્ન કરી લઈશ. આપણે સાંજના મંદિરમાં મળીશું. હું For Personal and Private Use Only Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ કલિકાલસર્વજ્ઞ આવ્યા પછી આખાય કાર્યનો પ્રારંભ થશે, હું આવું ત્યાં સુધી મંત્રીશ્વર તમે પરિસ્થિતિ સંભાળી લેશો. * ગુર્જરેશ્વર કુમારપાળના જયઘોષથી વાતાવરણ ગાજી ઊઠ્યું. કંટેશ્વરી દેવીના વિશાળ ચોગાનમાં કલહનન હાથી આવીને ઊભો. મહાવત અજ્યમલે હાથીને બેસાડ્યો એટલે મહારાજ મહારાણી સાથે નીચે ઊતર્યાં. મહારાજનો જય હો.... મહારાણી ભોપલદેવીનો જય હો.... ચૌલુક્યવંશી પ્રતાપી રાજવંશીઓનું કુળદેવી સ્વાગત કરે છે... મહારાજ આ બાજુ પધારો...' ભવાનીરાશિએ મંદિરના ગર્ભદ્વાર તરફ બન્નેને દોરી જતાં કહ્યું. કુમારપાળ ચોગાનના એક ખૂણા તરફ નજર નાંખતા છળી ઊઠ્યો. ખૂણામાં થોડાક બકરાઓ .............'નો આર્તનાદ કરતાં ઊભા હતા. ઉદયન મંત્રી પણ ભવાનીરાશિની જીદ પર ક્રોધથી કંપી ઊઠ્યો. મંત્રીશ્વર... સામેના ખૂણામાં તો મહંતશ્રીએ પશુઓને કેમ એકત્રિત કર્યાં છે ?” અજાણપણાનો ભાવ વ્યક્ત કરતાં કુમારપાળે પૂછ્યું. મહારાજ, નવરાત્રીના દિવસો ચાલી રહ્યા છે, આ લોકો આજે યજ્ઞ કરી...' કહેતાં ઉદયન મંત્રી અટકી જાય છે. મહારાજ મંત્રીશ્વર બોલી નહીં શકે... આજે હવનઅષ્ટમી છે... નવરાત્રીનો આઠમો દિવસ. આજે કંટેશ્વરીદેવીને પશુનો ભોગ ધરાવવાનો હોય છે.... આ એક યુગથી ચાલતી આવતી પરંપરા છે. યજ્ઞનો આરંભ થઈ ચૂક્યો છે.' ગુર્જરેશ્વર ભવાનીરાશિ મંદિરના ગર્ભદ્વારમાં પ્રવેશતા બોલ્યા. - ‘ભવાનીરાશિ.....' કુમારપાળથી રહેવાયું નહીં – એ લગભગ ત્રાડ પાડી ઊઠ્યો, ઉદયન મંત્રી પણ ધ્રૂજી ઊઠ્યા – હેમચન્દ્રાચાર્યજી હજી આવ્યા નહોતા. શરૂઆત સારી નહોતી થઈ. મહંત અને રાજા વચ્ચે ચકમક ઝરવાની શરૂઆત થાય એ પહેલાં એણે ચર્ચામાં ઝંપલાવ્યું. ભવાનીરાશિજી..... આપ શું કરી રહ્યા છો... પશુવધ – જીવહિંસા ? For Personal and Private Use Only Jain Educationa' International Page #164 -------------------------------------------------------------------------- ________________ કલિકાલસર્વજ્ઞ ૧૪૭ “હા મંત્રીશ્વર પશુવધ... ‘જીવહિંસા ઠંડા કલેજે ભવાનીરાશિ બોલ્યા. એ જ વખતે આચાર્ય દેવબોધ તેમ જ સોમનાથ મંદિરના મહંત ભાવબૃહસ્પતિની પાલખીઓ આવી પહોંચી. એટલે ભવાનીરાશિ એનું સ્વાગત કરવા ચોગાનમાં ધસી ગયા. અને ધર્માચાર્યો પાલખીમાંથી ઊતર્યા એટલે ત્રિપુટીએ એક ખુણામાં જઈ થોડીક ગુફતેગો કરી લીધી. ત્રણેના ચહેરા પર આવી પડનારી આફત પહેલાંની તોફની શાંતિ હતી જે ઉદયન મંત્રીને મૂંઝવતી હતી. ભવાનીરાશિ અને મહાનુભાવોને રાજા તરફ દોરી જતાં બોલી ઊઠ્યા. મહારાજ વેદવેદાંતના અઠંગ ઉપાસક આચાર્ય દેવબોધ અને ભાવબૃહસ્પતિ પણ આવી પહોંચ્યા છે... કલિકાલસર્વજ્ઞ પણ આવી રહ્યાના સમાચાર મળ્યા છે. મહારાજ એ આવે એટલે આપણે હવનમાં....” ભવાનીરાશિ આગળ બોલતાં અટકી ગયા. કુમારપાળની આંખોમાં અંગારા ભભુક્તા હતા. “ભવાની રાશિ... “જીવહિંસા એ કુમારપાળના રાજ્યમાં ગુનો ગણાય છે, મહંતજી એ વાત તો તમે જાણો છો ને ?” કુમારપાળના અવાજમાં ધ્રુજારી હતી. શરીર કંપતું હતું. “હા મહારાજ, થોડા દિવસ પહેલાં જ ‘અમારિની ઘોષણા થઈ ચૂકી છે. આજે હવન અષ્ટમીના દિવસે પશુભોગ આરોગવાની માતાજીની ઈચ્છા આપણે ટાળી કેમ શકીએ ? અને આ તો વૈદિક યુગથી પરંપરાગત વિધિ ચાલ્યો આવે છે...” ભવાનીરાશિ બોલ્યા. મહારાજ, આજના હવનમાં આ નિર્દોષ અબોલ પ્રાણીઓનો ભોગ નહીં દેવાય.” ચારો નીરી તાજામાજા કરી એના યથાસ્થાને મોકલી દ્યો...” ઉદયન મંત્રીએ કહ્યું. મહારાજ.... મંત્રીશ્વર...” આચાર્ય દેવબોધ ચર્ચામાં ઝંપલાવ્યું બોલો આચાર્ય..” કુમારપાળ બોલ્યા. Jain Educationa International For Personal and Private Use Only Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ કલિકાલસર્વજ્ઞ ‘હવનઅષ્ટમી'ના દિવસે હવનમાં દેવીને ધરાતો ભોગ એ જીવહિંસા નથી.. એ તો બલિદાન છે. દેવી માતાને બલિ ચઢાવવાની પ્રથા તો વૈદિક યુગથી ચાલી આવી છે...' આચાર્ય દેવબોધ બોલ્યા. મહારાજ ક્ષમા કરજો.’ ‘અમાર’ ઘોષણા થઈ ચૂકી છે.’ એની અમને જાણ છે....' ભવાનીરાશિએ કહ્યું. તેમ છતાં તમે જીવહિંસા કરવા કેમ તૈયાર થયા છો મહંતશ્રી ?” ‘મહારાજ, આ ધર્મપરંપારા યુગોથી ચાલી રહી છે. શાસ્ત્રોમાં પણ આજ્ઞા થઈ છે. આ ધર્મપરંપરા લોપવાથી માતાજી રૂઠશે તો ગુર્જરપ્રદેશ પર ભારે અનર્થ થઈ જશે... અકાલ, અનાવૃષ્ટિ, ભૂકંપ, તેમ જ હિંસાનો વંટોળ આપણી વહાલી ભોમકા પર ફરી વળશે..... ભવાનીરાશિએ પરિણામોની આગાહી કરતાં કહ્યું. મહંતશ્રી આચાર્ય શ્રી... ‘અમારિ ઘોષણા'ના કારણે ખૂણામાં ભયથી થરથર ધ્રૂજતાં પશુઓની હત્યા – ભોગના નામે કે બલિદાનના નામે નહીં થાય...' ઉદયન મંત્રીએ આખરી નિર્ણય જાહેર કરતાં કહ્યું, હેમચન્દ્રાચાર્ય એ જ સમયે એમના શિષ્ય રામચન્દ્રસૂરિ સાથે મંદિરના પ્રાંગણમાં પ્રવેશ કર્યો. ભવાનીરાશિ હેમચન્દ્રાચાર્યજીને આવકારવા દોડી ગયા. પધારો કલિકાલસર્વજ્ઞ આપની જ રાહ હતી... ' ભવાનીરાશિ બોલ્યા. શી વાત છે... ભવાનીજી.. હવનમાં નારિયેળ પધરાવવાનો સમય થઈ ગયો કે શું ?” હેમચન્દ્રાચાર્યે પૂછ્યું. મહારાજ, આપ યોગ્ય સમયે જ પધાર્યા છો.... યોગ્ય સમયે ” મહારાજ, હવનઅષ્ટમીની રાત્રે સ્વયં માતા કંટેશ્વરી પધારીને પશુભોગ સ્વહસ્તે સ્વીકારશે. આ બધાં પશુઓનો ભોગ માતાજી સ્વીકારશે ત્યારે સૂરિશ્વર ધરતી પર આનંદમંગલ છવાઈ જશે.' ભવાનીરાશિ બોલ્યા. Jain Educationa International For Personal and Private Use Only Page #166 -------------------------------------------------------------------------- ________________ કલિકાલસર્વજ્ઞ ૧૪૯ ખરેખર... ભવાનીજી સ્વય માતાજી આજની રાત્રે પધારવાનાં છે ?” હેમચન્દ્રાચાર્યે ભવાનીરાશિ સામે જોતાં પૂછ્યું. હા... હા.... સૂરિશ્વર, ગઈ કાલે રાત્રે દેવી કંટેશ્વરીએ સપનામાં આવી મને આજ્ઞા કરી'તી ને... “શું આજ્ઞા કરી હતી ?” હેમચન્દ્રાચાર્યે પૂછ્યું. હવન અષ્ટમીની રાત્રે હું મંદિરમાં આવી મારો ભોગ સ્વયં આરોગીશ...' ભવાનીરાશિ બોલ્યા. “દુનિયાનો કોઈ દેવ કે દેવી એનાં સંતાનોનો માણસ, પશુ કે પંખીની હત્યાથી રાજી થાય ખરો? મહંતશ્રી... તમારી સ્વપ્નની વાતમાં મને વિશ્વાસ નથી.” કુમારપાળે કહ્યું. મહારાજ, ભવાની રાશિ માતાજીના પરમભક્ત છે. એની માતાજી પ્રત્યેની શ્રદ્ધા, ભક્તિ અને સેવા અજોડ છે. એમના પર માતાજીની કૃપા ઊતરી છે... બરોબરને ભવાનીરાશિજી...” હેમચન્દ્રાચાર્યજી... આ બધામાં તમે એક એવા સંત છો કે જે ધર્મની ભાવના, માતાજીની કૃપા અને અમારા જેવા ભક્તોની સેવા અને શ્રદ્ધાને સમજી શકો...” કુમારપાળના આશ્ચર્યનો પાર ન રહ્યો. ગુરુદેવે ભવાનીરાશિની વાત સાચી માની લીધી. “ભવાની રાશિ ... આજે આપણે આંગણે માતાજી પધારવાનાં છે. તો એક સૂચન કરું ? જરૂર તમારા માર્ગદર્શનની આમેય જરૂર છે.' મહારાજ, આજની રાત્રે આ બધાં જ પશુઓને માતાજીને શરણે મૂકી બહારથી મંદિરનાં બારણાં બંધ કરી તાળાં મરાવી, આપણા ત્રિલોચનપાલ દુર્ગપાલના સૈનિકોનો પહેરો લગાવી માતાજીને નિરાંતે સ્વયભૂ ભોગ આરોગવા દઈએ, કેમ મહંતશ્રી વાત બરોબર છે ને ? હેમચન્દ્રાચાર્યે કહ્યું. Jain Educationa International For Personal and Private Use Only Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧પ૦ કલિકાલસર્વજ્ઞ હા... પણ તાળામંગળ કરવાની શી જરૂર ?' જરૂર છે. ભવાનીજી... માતાજીની શાંતિમાં ખલેલ ન પડે...' ગુરુદેવ મારે પણ માતાજીના દર્શન કરવા જ છે. મંત્રીશ્વર મંદિરના પરિસરમાં બધા જ પશુઓને લાવી, માતાજી સન્મુખ ધરી મંદિરને તાળાં મંગળ કરી દ્યો... અને ત્રિલોચનપાલજી તમારે તમારા બીજા ત્રણ સૈનિકો સાથે આખી રાત પહેરો કરવાનો છે. આપણે સૌ યથાસ્થાને પહોંચી વહેલી સવારે માતાજીના દર્શને આવીશું.” કુમારપાળે હુકમ છોડવાના શરૂ કર્યા. ભવાનીરાશિના ચહેરા પર અકળામણ વધી રહી હતી. બીજે દિવસે વહેલી સવારે કટેશ્વરી મંદિરના પ્રાંગણમાં કુતૂહલપૂર્ણ વાતાવરણ જામ્યું હતું. પટ્ટણીઓ મંદિરના પરિસરમાં ઊતરી પડ્યા હતા. કુમારપાળ, ઉદયન મંત્રી, આચાર્ય દેવબોધ, ભાવબૃહસ્પતિ, હેમચન્દ્રાચાર્ય ઈત્યાદિ મંદિરમાં પહોંચી ગયા હતા. ત્રિલોચનપાલજી....” કુમારપાળ દુર્ગપાલને બોલાવ્યા. “આજ્ઞા મહારાજ.' ત્રિલોચનપાલ બોલ્યા. આખી રાતનો પહેરો બરોબર હતો ? મહારાજ આંખનું મટકુ પણ મેં કે મારા સૈનિકોએ માર્યું નથી.” રાત્રે અહીં મંદિરમાં કોઈ આવ્યું હતું? માતાજીના પગનાં ઝાંઝરનો અવાજ સંભળાયો હતો ? ના મહારાજ, મંદિરના દ્વારેને ખંભાતી તાળાં મારવામાં આવ્યાં હતાં. દેવી કટેશ્વરી તો પધાર્યા હશે ને? એના પાયલનો રણકાર સંભળાયો હતો ? હેમચન્દ્રાચાર્યે પૂછ્યું. - “સૂરિશ્વર દેવીના પાયલનો નહીં, પણ અંદર પુરાયેલાં અકળાયેલાં પશુઓનો આર્તનાદ સંભળાતા હતા. આખી રાત ચોકીપહેરો ચાલુ જ હતો.” એનો અર્થ એ કે મંદિરમાં કોઈ આવ્યું નથી કે નથી કોઈ બહાર ગયું ?” કુમારપાળે પૂછ્યું. Jain Educationa International For Personal and Private Use Only Page #168 -------------------------------------------------------------------------- ________________ કલિકાલસર્વજ્ઞ ૧૫૧ બરોબર, બાપુ મંદિરમાં પુરાયેલા પશુઓ બધાં સલામત છે. ત્રિલોચનપાલ બોલ્યો. ભવાનીરાશિજી.. તમારી વાત સાવ સાચી નીકળી. આપે કહ્યું હતું તેમ માતાજી તો ભાવનાનાં ભૂખ્યાં છે. આખી રાત મંદિરમાં રહેલાં પશુઓના હૃદયના ભાવનું – પ્રેમનું ભોજન કરી લીધું... હેમચન્દ્રાચાર્યે ભોગ” ને “ભાવમાં આખી વાતને પલટી નાંખતા કહ્યું અને ત્રિલોચનપાલ સામે જોતાં કહ્યું. - દુર્ગપાલજી, દ્વાર ખોલી નાંખો... અને તમામ જીવોને મુક્ત કરો.... માતાજીની અનહદ કૃપા આ મૂંગા જીવો પર એવી તો વરસી કે.. જુઓ મહારાજ તમારા ચરણોમાં દોડતાં કૂદતા આવીને કેવાં વીંટળાઈ વળ્યાં મંદિરનાં દ્વાર ખૂલતાં જ હતાં, રમતાં બકરાઓ બેં..મેં... બેં....નો આનંદ પોકાર કરતાં... હેમચન્દ્રાચાર્ય, કુમારપાળ, ભવાનીરાશિ, ઉદયન મંત્રી ઈત્યાદિને વીંટળાઈ પડ્યાં. Jain Educationa International For Personal and Private Use Only Page #169 -------------------------------------------------------------------------- ________________ મધ્યરાત્રિનો સમય હતો. અમાસની અંધારી સોડમાં પટ્ટણીઓ નિદ્રાધીન હતા ત્યારે કુમારપાળ મહારાજ એના વફાદાર મિત્ર આનક સાથે કાળી કાંબલી ઓઢી નગરચર્યા કરવા નીકળ્યા હતા. ગામના પાદરમાંથી વહેતી લોકમાતા સરસ્વતીનાં નીર શાંત હતાં. કુમારપાળ અને આનક ફરતા ફરતા નદીના તટ પર આવી પહોંચ્યા. થોડેક દૂર સ્મશાનમાં ચિતા ભડભડ બળી રહી હતી. ભેંકાર રાત્રીમાં નદીની સામે પારના જંગલમાંથી શિયાળની લારી – ઘૂવડની ચિચિયારી અને તમરાંનો અવાજ વાતાવરણને ભયભીત બનાવી રહ્યું હતું. - સરિતાના તટ પર ઊભા રહી વહેતા જલપ્રવાહના મધ્યભાગમાં ઊભેલી એક વ્યક્તિ પર કુમારપાળની નજર ગઈ... અને એ ચમક્યો... “અરે આનક... તને સામે જલપ્રવાહમાં કોઈ ઊભેલું દેખાય છે ? શું પડછંદ એની કાયા છે. આ કાળા અંધકારમાં એની સફેદ દાઢી અને વાળ હવામાં કેવા ફરફરે છે...?” “મહારાજ... આખરે ભૃગુકચ્છના જાજરમાન મહંત આચાર્ય દેવબોધ. એનાં મધ્યરાત્રીના જપ કરવા – અનુષ્ઠાન કરવા અહીં પણ આવી ગયાને શું ! મહારાજ ઓળખ્યા નહીં. ભૃગુકચ્છથી પાટણના રાજકારણ અને ધર્મકારણમાં પોતાની પ્રતિષ્ઠા જમાવવા આવી પહોંચેલા આચાર્ય દેવબોધને ?” આનક ધીમેથી બોલ્યો. “આચાર્ય દેવબોધ?” કુમારપાળ આશ્ચર્ય સાથે બોલી ઊઠ્યા. આંખો સામે આગલા દિવસે જ રાજસભામાં અનોખા દોરદમામ સાથે ઢોલ, ત્રાંસા અને શંખનાદ સાથે એના ચાર શિષ્યો સાથે પ્રવેશેલા ભૃગુકચ્છથી પધારેલા લાટપ્રદેશના પ્રકાંડ વિદ્વાન, અજોડ તાંત્રિક અને વેદ-ઉપનિષદ્ અને Jain Educationa International For Personal and Private Use Only Page #170 -------------------------------------------------------------------------- ________________ કલિકાલસર્વજ્ઞ ૧૫૩ ભારતીય તત્ત્વજ્ઞાનના ઊંડા અભ્યાસી એવા આચાર્ય દેવબોધ રમવા માંડ્યા. કપાળે ભસ્મનું ત્રિપુંડ, ગળામાં લટકતી રુદ્રાક્ષની માળા, કાનમાં રુદ્રાક્ષનાં કુંડળ, અને મુખમાંથી થતો સતત જુક્તિ સુક્તિ સરસ્વતીનો અખંડ જાપ... પાટણના વિદ્વાનોની સભામાં આચાર્ય દેવબોધ એના વૈભવ અને વ્યક્તિત્વના કારણે જુદા જ તરી આવતા હતા. મહારાજનો જય હો... ભૃગુકચ્છના આચાર્ય દેવબોધના આપને આશીર્વાદ છે. જેના આંગણે માતા સરસ્વતી વહી રહી છે. કલિકાલસર્વજ્ઞ હેમચન્દ્રાચાર્યની વિરલ ધર્મવાણી ગુંજી રહી છે. વિદ્યા અને વિદ્યાધરનું બહુમાન કરતી રહેતી કાવ્યમાનન્યાય કાવ્ય આનંદ માટે પ્રખ્યાત એવી ભવ્ય પ્રાસાદો અને મહાલયોની પાટણ નગરીમાં આવતા, ગુર્જરેશ્વર હું ધન્યતા અનુભવું છું.' ના શબ્દો સાથે કુમારપાળને ભરસભામાં જે આશીર્વાદ આપ્યા હતા... એ યાદ આવી ગયા. આચાર્યદેવબોધની હાજરી અનોખું વાતાવરણ સર્જી ગઈ હતી. એની વાણીમાં એના અણુઅણુમાં માતા સરસ્વતીનો વાસ હતો. એના માટે કહેવાતું કે માતા સરસ્વતી એની માટે હાજરાહજૂર હતાં. એના પાટણપ્રવેશનું રહસ્ય હજી અકબંધ હતું. પાટણનગરીનું વાતાવરણ પણ ધર્મ અને રાજકારણનાં ધર્મ અને ધર્મના મતભેદોના કારણે ડહોળાયેલું હતું. રાજા હેમચન્દ્રાચાર્યની અસર નીચે આવતા જતા હતા જેનધર્મ તરફનું એનું વલણ રૂદ્ધત્તિવિત્તના વંશહીન દ્રવ્યને રાજભંડારમાં જમા કરવાના કાયદાને નાબૂદ કરવામાં, પશુહિંસા નિષેધ અને મદ્યપાન પરની પાબંદી દ્વારા જૈનધર્મના સત્ય, અહિંસા, અપરિગ્રહ જેવા માનવમાત્રના કલ્યાણ માટેના સિદ્ધાંતોને અમલમાં મૂકવાના પ્રયત્નોમાંથી સ્પષ્ટ થતું હતું. કલિકાલસર્વજ્ઞની પ્રેરણા અને પ્રોત્સાહન આ પ્રવૃત્તિની ભીતરમાં હતા. રૂદ્રરિવિત્ત અંગેના હિંડમિકા ઘોષ થઈ ગયો હતો. “પશુહત્યા' નિષેધની જાહેરાતની ક્ષણો ગણાતી હતી ત્યારે વિચક્ષણ, વ્યાપારી બુદ્ધિના પટ્ટણીઓ ઉપરાંત સમગ્ર ગુજરાતમાં ચણભણાટ શરૂ થઈ ગયો હતો. Jain Educationa International For Personal and Private Use Only Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ કલિકાલસર્વજ્ઞ ખડગ સાથે વીરહાકથી રણમેદાન ગજાવતા શૌર્યમૂર્તિ કુમારપાળ ખભે ખલતો ભેરવી ગોચરી વહોરાવવા હવે નીકળવાના.” “રૂદ્રસિવિત્તની પ્રણાલિકા – એક જૈન સાધુની સલાહથી રદ કરી વર્ષની બોંતેરલક્ષ દ્રમની આવક જતી કરી – રાજ્યના અર્થતંત્રને ખોખરું કરનારા ગુજરશ્વરે – આ ધનનો પર્યાય કાંઈ શોધ્યો છે ખરો ?” પ્રજામાંથી પ્રશ્નો ઊઠવા માંડ્યા હતા.... મંત્રીઓ, પ્રજાજનો, શૈવપંથી આચાર્યો અને મંત્રીઓ સુધ્ધાં કુમારપાળના એક એક પગલાં સામે કચવાટ અનુભવતા હતા. આનક જેવા આનકે – રસ્તામાં જ રાજ્યની પરિસ્થિતિનો – પ્રજાના માનસનો ચિતાર આપતા કહ્યું હતું.' મહારાજ. સંસ્કૃતમાં એક શ્લોક છે.' 'यद्यपि सिध्ध लोक विरूद्धम् । ना करणीयम् नाचरणीयम् ॥ મહારાજ લોકોની એષણા, વિચાર અને પરંપરાગત વ્યવહાર વિરુદ્ધ કાંઈ પણ આચરણ ના કરો. આચાર્ય દેવબોધ એના વૈભવ અને જાહોજલાલીના જોરે... પ્રજામત ફેરવવા પાટણ આવ્યો છે. ભવાની રાશિ જેવા શક્તિશાળી દેવીભક્ત – કંટેશ્વરીના મહંતને “પશુભોગ ધરાવતો અટકાવી તમે હિંદુ દેવીભક્તો અને શૈવપંથીઓનો ખોફ વહોરી લીધો છે. આચાર્ય દેવબોધ રાજ્ય વિરુદ્ધ જનમત ઊભો કરવા પાટણના મહાલયો, ઘરોની ભીંતો, અને કેટેશ્વરી તેમ જ અન્ય મંદિરો, શિવાલયો પર પ્રજાને ભડકાવવા આહ્વાહન પત્રો મૂકવા માંડ્યા છે.” આનકે નગરચર્ચા માટે નીકળેલા ગુજરશ્વરને પ્રજાના માનસનો ચિતાર આપતાં કહ્યું. - કુમારપાળ વિચારમાં પડી ગયો. એનો દયાધર્મ – માનવધર્મ યુગોથી એક જ ઢાંચામાં – પરંપરામાં અંધશ્રદ્ધામાં જીવતી પ્રજાને માટે અસહ્ય – અસંબદ્ધ લાગ્યો હતો. ક્ષત્રિયોને એના શૌર્ય પર છીણી મુકાતી લાગી – વૈશ્યોને તળિયાઝાટક થનારા ધનકોષની ચિંતા થવા માંડી, ખોખલા થઈ ગયેલા કર્મકાંડ અને દેવદેવીઓને ચઢાવતા પશુ ભોગોને ધમકી, અને Jain Educationa International For Personal and Private Use Only Page #172 -------------------------------------------------------------------------- ________________ કલિકાલસર્વજ્ઞ ૧૫૫ વિપરીત પરિણામોની આગાહી દ્વારા લોકોના માનસમાં જીવતા રાખતા કર્મકાંડી બ્રાહ્મણોના ધંધા ઠપ થઈ જવાના ભયથી – એ વર્ગે પણ ઊહાપોહ શરૂ કર્યો હતો. હેમચન્દ્રાચાર્ય જેવા યુગપૂરુષના અપાસરામાંથી જ્ઞાન, ધર્મ, શ્રદ્ધા, ભક્તિ અને પ્રેમની ક્રાંતિના ઊછળેલા ઘોડાપૂર સામે... અંધશ્રદ્ધાળુઓ ક્ષત્રિયો, કર્મકાંડીઓ, વૈભવી જીવન ગાળતા મહંતો, ઠેકાદારી લઈ બેઠેલા શ્રીમંતો ટકી રહેવાનો પ્રયત્ન આચાર્ય દેવબોધ અને ભવાનરાશિ જેવા દ્વારા કરી રહ્યા હતા. “મહારાજ... આપણા ગુપ્તચરો સમાચાર લાવ્યા છે કે આચાર્ય દેવબોધે એના વૈભવશાળી આશ્રમમાં આજે મહા શિવરાત્રી નિમિત્તે વિજય પાન અને મદ્યપાન ને નામે દેવાધિદેવ શંકરભગવાનની પૂજાનો ભવ્ય કાર્યક્રમ રાખ્યો છે.” શું કહે છે આનકી કુમારપાળ ચમકીને બોલ્યો. કાને સાંભળેલી જ નહીં, પણ કાલે સાંજે આશ્રમમાં થઈ રહેલી તૈયારીમાં મદ્યનાં પીપોની હારમાળા હું ખુદ જોઈને આવ્યો છું એ ઉપરાંત દક્ષિણની નર્તિકાઓ અને દિલ્હી આગ્રાની તવાયફોને પણ આ વૈભવી રંગીન પ્રકૃતિના સાધુએ આ ઉત્સવમાં બોલાવી છે. આનકે વિગતે સમાચાર આપતાં કહ્યું. આનક, પરંતુ મનિષેધ ધારાનું શું ? ગુર્જર પ્રદેશમાંથી દારૂના દૈત્યને દૂર કરવાની મારી પ્રતિજ્ઞાનું શું ? કુમારપાળ બોલી ઊઠ્યો. મંત્રીશ્વર ઉદયન પણ અકળાઈ ઊઠ્યા છે મહારાજ. આનકે કહ્યું. ઉદયન મંત્રીની અકળામણ વ્યાજબી હતી. મારવાડથી દોરી લોટો લઈને તંભતીર્થમાં એના જ જ્ઞાતિભાઈને ત્યાં સોનાચાંદી અને વ્યાજવટાવના ધંધામાં પ્રાવીણ્ય મેળવી. આજે પાટણના મંત્રીશ્વરપદે પહોંચેલા ઉદયન મંત્રીનું એક જ સ્વપ્ન હતું. અને તે સમગ્ર ગુજરાત અને રાજાધિરાજ કુમારપાળ પચાસ વર્ષની ઉંમરે ગુજરાતની રાજ્યધૂરા સંભાળી એના બાહુબળનું અદ્ભુત પરાક્રમ રણભૂમિ પર દેખાડી, ભારતના ગુજરાત, Jain Educationa International For Personal and Private Use Only Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧પ૬ કલિકાલસર્વજ્ઞ લાટ, સૌરાષ્ટ્ર, ભંભેરી, કચ્છ, સેંધવ, મારવાડ, મેવાડ, માળવા, આભીર, મહારાષ્ટ્ર, કર્ણાટક અને કોંકણ જેવા પ્રદેશો પર દિગ્વવિજયો મેળવી ગુજરાતનું એકચક્રી શાસન સ્થાપવું હતું, એવા અઢારથી પણ વધુ પ્રદેશોમાં જૈનશાસન સ્થાપવાનું હતું. ઉદયન દોરી-લોટા સાથે આ ભવ્ય સ્વપ્ન પણ એના હૈયાની જોળીમાં લઈને આવ્યો હતો. દેવચન્દ્રસૂરિના અપાસરામાં એક નાનકડા જાજવલ્યમાન પ્રતિભાવંત બાળકને – સૂરિજીને પ્રશ્નો કરતો જોઈ - ગુરુદેવના આસને બેસી એની જ ઉંમરના બાળારાજા સિદ્ધરાજને રાજનીતિ અને ઉપદેશના પાઠો ભણાવતો જોઈ – ઉદયનને એ બાળકમાં જૈનધર્મના આવતીકાલના મહાન ઉધ્ધારકનાં દર્શન થયાં હતાં. એ બાળક ચાંગ - આજે ગુજરાતની વિરલ વિભૂતિ આચાર્ય હેમચન્દ્રસૂરિ – ગુજરાતના જૈનધર્મના સાચા ધર્મધુરંધર બની... માનવજાતને અહિંસા, સત્ય, અપરિગ્રહના પાઠો ભણાવી - એક આદર્શ – ધર્મપરાયણ સમાજનું નિર્માણ કરી રહ્યા હતા. જે સમાજ જૈનધર્મના પાયાના પથ્થરો પર ખડો હોય. ઉદયન મંત્રી અસ્તવ્યસ્ત હતા. નવરાત્રીના દિવસોમાં હેમચન્દ્રાચાર્યજીની કુશાગ્ર બુદ્ધિ અને વાકપટુતાએ હવનાષ્ટમીની પશુહિંસા અટકાવી હતી. આજે મનિષેધના કાયદાનો છડેચોક ભંગ કરી – વૈભવી આશ્રમમાંથી શરાબની નદીઓ વહાવવાની તૈયારી કરી રહેલા આચાર્ય દેવબોધને કેમ રોકવા – યોગ્ય પંથે કેમ વાળવા એની ઉલઝન આનકની વાત સાંભળી કુમારપાળના હૈયાને મૂંઝવી રહી હતી. આનક... આપણે સૂરિજીના અપાસરા તરફ પ્રયાણ આદરીએ...” હા મહારાજ, કલિકાલસર્વજ્ઞ કંઈક રસ્તો કાઢશે. કદાચ મંત્રીશ્વર પણ આપણને ત્યાં મળી જાય. આનક બોલ્યો. અને વહેલી સવારે આનકે અપાસરાની ડેલી ખખડાવી. - “અરે ગુજરેશ્વર આપ... આનકરાજ તમે પણ આવ્યા છોને... શું વાત છે ?” હેમચન્દ્રાચાર્યજીએ વહેલી સવારના મહેમાનોનું સ્વાગત કરતાં Jain Educationa International For Personal and Private Use Only Page #174 -------------------------------------------------------------------------- ________________ કલિકાલસર્વજ્ઞ બોલ્યા. “મહારાજ... વંદન..... અરે મંત્રીશ્વર તમે પણ અહીંયાં છો ને શું ?” પીપળાના વૃક્ષ પરના ચોતરા નીચે પાથરેલા પાથરણા પર વૃદ્ધ મંત્રીશ્વરને એને જોઈને ઊભા થતા જોઈ કુમારપાળ બોલી ઊઠ્યા. મહારાજ... જે કાર્ય માટે આપ વહેલી સવારે અહીં દોડી આવ્યા છો... એ જ કાર્ય માટે હું મારી બધી જ ઉલઝનો આચાર્યશ્રીના ચરણે મૂકવા આવ્યો છું.’ ઉદયન મંત્રી બોલ્યા. ‘સૂરિશ્વર....’ કુમારપાળજી ખુલ્લા આસમાન નીચેના પીપળાના વૃક્ષ નીચેના ચોતરા પર જમાવતાં બોલ્યા. ૧૫૭ મહારાજ... હું તમારી જ મૂંઝવણનો ઉકેલ શોધી રહ્યો છું.’ આચાર્યશ્રી બોલ્યા. મહારાજ... આ પણ કાળો કેર કહેવાય હો.... દાદાગીરીની પણ હદ હોવી જોઈએ.... મદ્યનિષેધના કાયદાનો છડેચોક ભંગ એટલે શું ? ઉદ્દયન મંત્રી ઊકળી ઊઠ્યા. મંત્રીશ્વર... આમ ઊકળી જવાથી, હતાશ થવાથી કે ગુસ્સે થઈ રાજની દંડસહિતાનો ઉપયોગ કરવાથી આચાર્યજીના કિસ્સામાં કંઈ જ નહીં વળે.. ' હેમચન્દ્રાચાર્યજી બોલ્યા. છેલ્લા ચોવીસ કલાકથી વૃદ્ધ જૈનધર્મી મંત્રીશ્વર આચાર્ય દેવબોધની ધૃષ્ટતા પર અકળામણ વ્યક્ત કરતા હતા.’ કેમ... ગુજરાતભરમાં મનિષેધનો કાયદો અમલમાં હોય ત્યારે ગુજરાતના જ પાટનગ૨માં આમ છડેચોક કાયદાનું ઉલ્લંઘન થાય એ કેમ ચાલે ?' કુમારપાળે પણ પ્રશ્ન કર્યો. મહારાજ, આચાર્ય દેવબોધ આપણા સૌના માન અને આદરના અધિકારી છે. એમની વિદ્વત્તા, અભ્યાસ, અધ્યયન અને સમસ્ત ગુજરાતની પ્રજાનાં હૃદયમાં અનેરું સ્થાન જમાવી બેઠેલા માનનીય સંત છે...' હેમચન્દ્રાચાર્ય બોલ્યા. Jain Educationa International For Personal and Private Use Only V Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ કલિકાલસર્વજ્ઞ ગુરુવર્ય... તો શું એ વૈભવી પાખંડી સાધુને એની મનમાની કરવા દેવાની ?' ઉદયન મંત્રીને આચાર્ય દેવબોધ માટેના હેમચન્દ્રાચાર્યના માનભર્યા સંબોધનો આદર ન ગમ્યાં. મંત્રીશ્વર, મહારાજ. આજે મહાશિવરાત્રીનો મહોત્સવ આચાર્ય દેવબોધના આશ્રમમાં ઊજવાઈ રહ્યો છે. આચાર્ય ખુદ એના ગજરાજ પર આવી... આ મહોત્સવનું નિમંત્રણ અહીં મને આપી ગયા હતા.' હેમચન્દ્રાચાર્યે કહ્યું. અને મહારાજને તેમ જ મારે ત્યાં પણ એ રીતે જ નિમંત્રણ આપવા આવ્યા હતા.” ઉદયન મંત્રી બોલ્યા. આમ તો મસ્ત, મિજાજી અવધૂત જેવા આચાર્ય છે, પરંતુ વિવેક વિનયમાં ક્યારેય ચૂક આવવા દેતા નથી.” હેમચન્દ્રાચાર્યે આચાર્યની પ્રશંસા ચાલુ રાખી. - “મહારાજ, તો શું રાજ્યના કાયદા ઘડનારા એવા માટે કાયદાની છડેચોક મશ્કરી થતી હોય – અવજ્ઞા થવાની હોય ત્યાં જવાનું?” કુમારપાળ બોલી ઊઠ્યા. હા જવાનું જ એટલું નહીં પણ એ તમાશાને બંધ પણ કરાવવાનો.” હેમચન્દ્રાચાર્ય ગંભીર સ્વરે બોલ્યા. કેવી રીતે ?' મહારાજ એ મારા પર છોડી દ્યો. આપ મંત્રીશ્વરને લઈને સમયસર પહોંચી જાવ.... હું પણ ત્યાં આવી રહ્યો છું. અને એ મહોત્સવ. શાંતિ અને કાયદાની જાળવણી સાથે પ્રસન્નતાના વાતાવરણ વચ્ચે સંપન્ન કરીશ.” હેમચન્દ્રાચાર્ય અનોખા આત્મવિશ્વાસ સાથે બોલ્યા. “મહારાજ આજ્ઞા. અમે સમયસર પહોંચી જઈશું” કુમારપાળ બોલ્યા અને સૌ વિખરાઈ ગયા. Jain Educationa International For Personal and Private Use Only Page #176 -------------------------------------------------------------------------- ________________ ૨૧ લોકમાતા સરસ્વતીના તટ પર મસ્ત-મિજાજી વિદ્વાન આચાર્ય દેવબોધના આશ્રમમાં વહેલી સવારથી જ નગેન્દ્રપારાય, ત્રિલોચનાય, ભસ્માંગરાગાય મહેશ્વરાય ! નિત્યાય શુધ્ધાય દિગંબરાય તમૅનકારાય નમ:શિવાય !' શ્રી શિવ પંચાક્ષર સ્તોત્રથી શિવપૂજાનો પ્રારંભ થઈ ગયો હતો. આચાર્ય દેવબોધ આશ્રમની મધ્યમાં આવેલા ભવ્ય શિવાલયમાં એના બુલંદ અવાજે શિવમાનસપૂજા સ્તોત્રના શ્લોકો લલકારતા હતા ત્યારે મંદિરના પરિસરમાં નર્તિકાઓ શિવપૂજાનું નૃત્ય કરી રહી હતી. વહેલી સવારથી જ મહાશિવરાત્રીના કારણે પાટણ, સિદ્ધપુર, તેમ જ આજુબાજુના ગામડાના શિવભક્તો – દર્શનાર્થે ઊમટી પડ્યા હતા. સવારનો પહોર હતો. સૂરજદેવતા માથે ચડતા જતા હતા. વાતાવરણમાં ગરમી વધતી જતી હતી. લોકો વીખરાવા માંડ્યા હતા ત્યાં જ આશ્રમની બહાર હલચલ ખડી થઈ ગઈ. પરમાહર્ત રાજર્ષિ ચૌલુક્યવંશ શિરોમણિ.. મહારાજાધિરાજ ગુર્જરેશ્વર કુમારપાળના આગમનની બહાર છડી પોકારાઈ રહી હતી. લોકો ઘડીભર તો આકળબાકળ થઈ ગયા, પરંતુ કલહનન હાથીના ગળે વૈજયંતીમાલાની જેમ લટકતી ઘંટડીઓના મધુર સ્વરે શંકર ભગવાનના સહસ્ર લિંગ તળાવ પર જામેલી ભીડમાં પણ સારી એવી હલચલ સર્જાઈ ગઈ. આચાર્ય દેવબોધિ મંદિરના દ્વાર પાસેથી ખસી આશ્રમના પ્રવેશદ્વાર પાસે પહોંચી એના આંગણે આવેલા જાજરમાન અતિથિનું સ્વાગત કરવા પહોંચી ગયા. શરીર નશામાં ઝૂમતું હતું. તુચ્છ ભાવે એણે કલહનન હાથી Jain Educationa International For Personal and Private Use Only Page #177 -------------------------------------------------------------------------- ________________ કલિકાલસર્વજ્ઞ ઉપરથી ઊતરતા કુમારપાળને સાવ સામાન્ય જનતાના અદના સેવક હોય એવી રીતે ઊતરી પાયત્રાણ ઉતારી મંદિરની દિશામાં ગતિ કરતાં જોઈ રહ્યો. ૧૬૦ પધારો પરમાહર્ત રાજર્ષિ ચૌલુક્યવંશના શિરોમણિ મહારાજ કુમારપાળજી... ભૃગુકચ્છ અને કાન્યકુબ્જના શિવસેવક આચાર્ય દેવબોધજી... એના આશ્રમમાં આપનું ભાવભર્યું સ્વાગત કરે છે.’ કહેતાં આચાર્ય દેવબોધ લથડતા પગલે, ધ્રૂજતા હાથે કુમારપાળજીનો હાથ પકડી સુખાસન તરફ દોરી ગયા. શિવાલયના પરિસરમાંથી આરતી કરતી નૃત્યાંગનાઓએ કુમારપાળનું સ્વાગત કર્યું. દેવબોધજી... આપ જેવા ભરતખંડના ચારે દિશાઓનાં પ્રખ્યાત એવા આચાર્ય ઊઠીને આજના પવિત્રદિને શરાબનું સેવન જાહેરમાં કરી રહ્યા છો ?' કુમા૨પાળે આચાર્ય દેવબોધનો હાથ છોડી, મંદિરના પરિસરનાં પગથિયાં ચડવાનું શરૂ કર્યું. કુમારપાળની આંખો ચોતરફ ફરી વળી, ઉદયન મંત્રી ક્યાંય દેખાતા નહોતા. ગુરુવર્ય હેમચન્દ્રાચાર્ય આવી રહ્યા છે – ના સમાચાર મળતાં કુમારપાળે નિરાંત અનુભવી. આચાર્ય દેવબોધે ઉદયનને આશ્રમમાં પ્રવેશતો જોઈ... એ ડોલતા ડોલતા એના તરફ ધસ્યા... “આઈએ... પધારીએ મહાન ગુર્જર પ્રદેશના મંત્રીશ્વર ઉદયન... આઈએ.... પધારીએ... બૈઠીએ.... કુમારપાળ સામે નજર કરતાં ઉદયન મંત્રીએ એના સ્થાને બેઠા ત્યાં જ... આચાર્ય દેવબોધનો પહાડી અવાજ ગાજી ઊઠ્યો. આઈએ... આઈએ.... મેરા યુવા જોગી.... આઈએ...' કહેતાં આચાર્ય દેવબોધ આશ્રમમાં એના શિષ્યો સાથે પ્રવેશતા હેમચન્દ્રાચાર્યજીનો હાથ પકડી એના આસન તરફ લઈ જવા પ્રયત્ન કરતો હતો ત્યારે હેમચન્દ્રાચાર્યજી હાથનો હળવો ઝટકો મારી આચાર્ય દેવબોધની પક્કડમાંથી છૂટી એના નિયત સ્થાન પર જઈને બેસી ગયા. એમના શિષ્યો ગુરુની પાછળ જઈને એમના આસન પાથરી બેઠા. સમારંભનો માહોલ બદલાઈ રહ્યો હતો. આચાર્ય દેવબોધના For Personal and Private Use Only Jain Educationa International Page #178 -------------------------------------------------------------------------- ________________ કલિકાલસર્વજ્ઞ ૧૬૧ શિષ્યોના ચહેરા ગુરુદેવની હાલત અને વર્તનના કારણે શરમથી ઝૂકી ગયા હતા. ભવાનીરાશિ – જે વર્ષો પહેલાં આશ્રમમાં આવ્યો હતો એ પણ મંદિરનું પવિત્ર વાતાવરણ શરાબની બદબૂથી ખરડાઈ ગયાનો અફસોસ કરતા સમસમીને બેસી રહ્યા હતા. દેવબોધજી. કુમારપાળના કરડા અવાજે સૌ કોઈને એક ક્ષણ માટે તો ધ્રુજાવી દીધા. “આજ્ઞા મહારાજ... કલિકાલસર્વશજી...” આચાર્ય દેવબોધ લથડિયાં ખાતાં હેમચન્દ્રાચાર્ય પાસે જતાં બોલી ઊઠ્યો. ‘દેવબોધજી... હોશમાં આવો... મહાશિવરાત્રી જેવા પવિત્ર દિવસે, આપના આરાધ્ય દેવનો તો મલાજો રાખો. ઊકળી ઊઠેલા ઉદયન મંત્રી બોલ્યા, મહારાજ. મંત્રીશ્વર... આ તમારા બડાજોગી કહે છે ને એ.. આ સૂરા... તો મુક્તિમાર્ગે... અરિહંત પાસે પહોંચવાનું મહાદ્વાર છે. અરે ભૈયા મહારાજ કે લીયે સુવર્ણપાત્રમાં સૂરા લાવોઆજ તો મેરે આંગનમેં... બડો મહેમાન આયો હૈ... રાજાધિરાજ. ગુજરશ્વર... ચૌલુકય કુલવંશી... મહર્ષિ કુમારપાળજી” આચાર્ય દેવબોધના બોલવાનાં ઠેકાણા નહોતાં. • દેવબોધજી...' કુમારપાળ લગભગ ત્રાડ પાડી ઊઠ્યો. મારે તમને યાદ કરાવવું પડે છે કે પાટણનગરી અને ગુર્જપ્રદેશમાં મદ્યપાન પર કડક પ્રતિબંધ છે. આ ઘડીએ જ તમારો આ તમાશો બંધ કરાવો... શરાબનાં પીપો... નજીકના ખેતરોમાં ઠાલવી દ્યો...” કુમારપાળે કહ્યું. - “આચાર્યજી... આપ જેવા વિદ્વાન આચાર્યને આ શોભે છે? ઉદયન મંત્રી નમ્ર સ્વરે કહ્યું મંત્રીશ્વર, સૂરા માનવીને સ્વર્ગમાં પહોંચાડી દે છે. આચાર્ય દેવબોધ બોલ્યા. એ જ વખતે આચાર્ય દેવબોધના બે શિષ્યો સોનાના તાસકમાં ૧૧. Jain Educationa International For Personal and Private Use Only Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨ કલિકાલસર્વજ્ઞ સુવર્ણપાત્રમાં સૂરા લઈને આવ્યા. મંત્રીશ્વર... મહારાજ... મારા યુવા જોગી.. લ્યો, લ્યો... આ તો મારા મહાદેવની પ્રસાદી વિજયા છે.... અને આ આસવ.... તો મહાભારતના જમાનાનો પુરાણો આસવ છે...' આચાર્ય દેવબોધ બોલ્યા. કુમારપાળ એકદમ આસન પરથી ઊભા થઈ ગયા. એની આંખોમાં અગનજ્વાળા પ્રગટી હતી. એની પાછળ ઉદયન મંત્રી, કેશવ સેનાપતિ અને રાજસભાના અન્ય સદસ્યો પણ ઊભા થઈ ગયા. દેવબોધજી... પાટણ અને સમસ્ત ગુજરાતમાં મનિષેધનો અમલ થઈ રહ્યો છે ત્યારે તમારી આ પ્રકારની વર્તણૂક કોઈ કાળે ચલાવી નહીં લેવાય...' ક્રોધથી કુમારપાળના હોઠ ફફડતા હતા. આચાર્યશ્રી આ તમારું કાન્યકુબ્જ કે ભૃગુકચ્છ નથી.... આ ગુજરાત છે. જેની પણ એક અસ્મિતા છે. હિંસા, દારૂ, જુગા૨ને ગરવી ગુજરાતમાં સ્થાન નથી...’ ઉદયન મંત્રીની ગર્જનાએ વાતાવરણમાં સોપો પાડી દીધો. હેમચન્દ્રાચાર્ય વિષાદપૂર્ણ નજરે ક્રોધના નશામાં વાણી-વિલાસ પર ઊતરી ગયેલા ઉદયન મંત્રી અને મહારાજ કુમારપાળને જોઈ રહ્યા – ક્રોધ પણ એક પ્રકારનો શરાબ છે. સાનભાન ગુમાવી દે એવી કોઈ પણ વસ્તુને શરાબ કહી શકાય તેવી માન્યતા કલિકાલસર્વજ્ઞની હતી. - આચાર્ય દેવબોધજી એક ક્ષણ પૂરતા સ્વસ્થ થઈ ખુન્નસભરી નજરે ઉદયન મંત્રી અને ગુર્જરેશ્વર સામે જોઈ રહ્યા.. અને બીજી જ ક્ષણે ખડખડાટ હસી પડ્યા. એકાદબે પળ સુધી હસતા જ રહ્યા... અને પછી. તુચ્છ નજરે હેમચન્દ્રાચાર્ય સામે જોતાં બોલી ઊઠ્યા. મંત્રીશ્વર... મને શું ખબર નથી... આ ભાતખાઉ પ્રજાનો ગુર્જર દેશ છે. કીડી મંકોડા પગ નીચે ચંપાઈ જાય તો અરેરાટી બોલાવી અહિંસા'નો જ્યકાર બોલાવતી કાયર પ્રજાનો...’ દેવબોધજી જબાન પર લગામ રાખો.... વચ્ચેથી ક્રોધથી ધ્રૂજતો કુમારપાળ આચાર્ય તરફ ધસી જાય એ પહેલાં હેમચન્દ્રાચાર્યજીએ ઊભા Jain Educationa International For Personal and Private Use Only Page #180 -------------------------------------------------------------------------- ________________ કલિકાલસર્વજ્ઞ ૧૬૩ થઈ એનો હાથ પકડી લીધો. મહારાજ. તમે પણ નશામાં જ છો. બાકી મંત્રીશ્વર. મહારાજ. કાન્યકુબ્સની... નર્મદાતટના લાટપ્રદેશની તો વાત જ મૂકો... ક્યાં એના પંડિતો... ક્યાં કાક ભટ્ટ જેવા યોદ્ધાઓ, લાવણ્યમયી સુંદરીઓ. આ પ્રદેશોમાં તો પૃથ્વીની અલકાપુરીઓ છે અલકાપુરીઓ... તમારા પાટણની સરખામણી તે કાંઈ એની સાથે થતી હશે ? આચાર્ય દેવબોધ બોલ્યા. ‘સૈનિકો... આ દેવબોધજીને આજ ક્ષણે...' કુમારપાળ આગળ બોલતા અટકી ગયા. હેમચન્દ્રાચાર્યું. આંગળી ઊંચી કરી – મામલો સંભાળી લેતાં એક જ વાક્ય કુમારપાળજીને કહ્યું... મહારાજ... ક્ષમા વીરસ્ય ભૂષણમ્.' દેવબોધજી તમે પણ આ ધર્મ ધરા ગુજરાત વિષે બોલવામાં વિવેક રાખો.' - આચાર્ય દેવબોધ હેમચન્દ્રાચાર્યની વાણી સાંભળી સ્વસ્થ થયા – શાંત થતાં બોલી ઊઠ્યા. “મહારાજ... અમે તો અલખના ઓટલે રમવા આવેલા... મસ્તમિજાજી અવધૂતો – સાધુલોગ છીએ – અમારી મસ્તીમાં ગમે તેમ બોલી નાંખીએ.. અમારા માટે આ શરાબ – શરાબ નથી.” શું કહ્યું. આને તમે શરાબ નથી કહેતા... તો એ શું છે? ઉદયન મંત્રી બોલી ઊઠ્યા. અમને સાધુલોકને માટે જીવનમાં કોઈ જ પદાર્થ, પદાર્થ નથી... પદાર્થનું જ્યાં અમારે મન અસ્તિત્વ જ નથી. ત્યાં વિવાદની વાત જ ક્યાં રહી? સૂરિશ્વર તમે તો સમજો છો ને ? આચાર્ય દેવબોધનો નશો ઊતરી ગયો હતો. એ હવે પ્રખર વિદ્વાનની ભાષામાં આધ્યાત્મિકવાણી ઉચ્ચારી રહ્યા હતા. મહારાજ.... તો આ કનક કટોરામાં શું છે ?” કુમારપાળે પ્રશ્ન કર્યો. અમારું મન જ આ વસ્તુઓ છે. ઔર “મન' મનભી કુછ નહીં. Jain Educationa International For Personal and Private Use Only Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ કલિકાલસર્વજ્ઞ કે દુનિયા હમારે લીયે તો કુછ નહીં કી દુનિયા હૈ” મહારાજ... તમારો દૃષ્ટિભ્રમ છે. કનકકટોરામાં ઝેર સમો શરાબ જ છે. શરાબ નથી તો શું છે ?” ઉદયન મંત્રી બોલ્યા. કલિકાલસર્વજ્ઞજી આપ તો દુનિયાભરનાં શાસ્ત્રો, વેદવેદાંતો, દર્શનો મૃતિઓ, પુરાણોના અગાધ ઊંડાણોને આપની દરિયાવ બુદ્ધિમાં સમાવીને બેઠા છો. તો કહો. આ માણસ, પશુ-પંખી, દરબાર, સાગર સરિતાઆકાશ, ફળ-ફૂલ, દૂધ, ઘી, શરાબ – આ બધું શું છે ? માયા... મહારાજ !” હેમચન્દ્રાચાર્યે જવાબ આપ્યો. અને આ બધાથી સભર એવું આ જગત ?” ‘મિથ્યા....” અને જગતના આંખે દેખાતા આ પદાર્થો ? નામરૂપ - મિથ્યા પદાર્થો રાજનું... આપના વિદ્વાન ગુરુદેવની વાત સમજો - શરાબ મારા માટે શરાબ નથી. એ જે કાંઈ છે એ મારા હૃદયકમળમાં બેઠેલું મન – આનંદનું એક સ્વરૂપ છે. “મન” ને મ્હાલવાનું મન થયું એટલે આનંદમય પરિસ્થિતિ ધારણ કરી સચ્ચિદાનંદ બને છે. ત્યારે નામરૂપ મિથ્યાના માધ્યમનો ઉપયોગ મન કરે છે. પછી એ માધ્યમ તમારા માટે શરાબ છે. દૂધ પણ હોઈ શકે, અમૃત અને ગંગાજલ પણ હોઈ શકે. સૂરિજી હું મહારાજને એ જ સમજાવતો - હતો કે અમે મદ્યપાન નથી કરતા....દેવબોધે કહ્યું. તો શું દૂધ પીતા હતા ? ગણેશ... યે લોગકા શરાબ... કા કનકકટોરા કહેતા હૈ વો ભરકે લાવ.” આચાર્ય દેવબોધ એક સાધુને આજ્ઞા કરી. ગણેશ સોનાના કટોરામાં શરાબ લઈને આવ્યો. બંબ બબ ભોળેનાથ... જય શિવશંકર ભોલેનાથ.... કરતાં સોનાનો કટોરો હાથમાં લીધો અને ઊંચી ધારે દેવબોધજી ગટગટાવવા માંડ્યા. કુમારપાળ, ભવાની રાશિ, ઉદયન મંત્રી અને હેમચન્દ્રાચાર્ય એકીટશે Jain Educationa International For Personal and Private Use Only Page #182 -------------------------------------------------------------------------- ________________ કલિકાલસર્વજ્ઞ ૧૬૫ કટોરામાંથી દેવબોધજીના ગળામાં પડતી સફેદ ધારને જોઈને આશ્ચર્ય પામ્યા. અરે... અરે... ગુરુદેવ દેવબોધજી મહારાજ તો સાચે જ દુગ્ધાનુપાન કરી રહ્યા લાગે છે. ગુરુદેવ આ તો દૂધ છે.” કુમારપાળ ભાવાવેશમાં બોલી ઊઠ્યા. હા મહારાજ દેવબોધજી તો સાચે જ દુગ્ધાનુપાન જ કરી રહ્યા છે ને શું ? આ એની તાંત્રિક વિદ્યાનો પ્રભાવ છે ગુરુદેવ.” ઉદયન મંત્રી બોલી ઊઠ્યા. “મહારાજ. મંત્રીશ્વર, દેવબોધજી આ માયાવી જગતથી પરના મહાપુરુષ છે. સદાય સદ્, ચિત્ અને આનંદમાં સદાય રમમાણ કરતાં સચ્ચિદાનંદના આરાધક દૈવી જીવ છે. એને મન ગત એક પદાર્થ છે, ફક્ત પદાર્થ, પરંતુ દેવબોધજી, આપ તો જ્ઞાનર્ષિ છો. આ માયાવી જગતના અલખના ઓટલે બેઠેલા પરમજ્ઞાની છો. તો આપે પણ એટલું તો સમજવું જોઈએ કે તમારી દૃષ્ટિએ જે “મન” છે તે પદાર્થથી પણ પર છે, પરંતુ આ દુનિયાના સામાન્ય જીવો માટે તો એ પદાર્થ જ છે – વસ્તુ છે. શરાબ જ છે. જેનો નિષેધ પ્રજાના કલ્યાણાર્થે ગુજરશ્વરે કર્યો છે... એ નિષેધ... આ જગતમાં – આ રાજ્યમાં જીવતા સૌ કોઈ માટે પ્રજાના હિત ખાતર બંધનકર્તા છે. આપ ગમે તેટલા મહાજ્ઞાની હશો, પણ આ દુનિયાની હવાના જ્યાં સુધી શ્વાસ લ્યો છો ત્યાં સુધી પણ સમાજના કલ્યાણાર્થે કરેલા નિયમો તો પાળવા જ રહ્યા. મારી આપને વિનંતી છે કે... 'હેમચન્દ્રાચાર્ય આગળ બોલતા અટકી ગયા. “સૂરિજી... હું મધ ને – પદાર્થને વશ નથી – મદ્ય – પદાર્થ મને વશ છે.' કહેતાં લ્યો એના પણ મોહ માયા, છોડવા...” કહેતાં દેવબોધે કટોરો ફેંકી દીધો. કલકાલસર્વજ્ઞ સહિત અનેક માણસોએ આચાર્ય દેવબોધને શરાબનો ભરેલો કટોરોન્ઝ ફેંકતા જોયાઅને એકત્રિત થયેલા લોકો... Jain Educationa International For Personal and Private Use Only Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૬૬ કલિકાલસર્વજ્ઞ આચાર્ય દેવબોધ મહારાજનો જ્ય...” બોલાવતા એની તરફ ધસી આવ્યા. ત્યારે લોકોને અટકાવવા આચાર્યજી બોલ્યા. ગણેશ, ધૂર્જટિ... આપણા આશ્રમમાં રહેલા બધા જ પીપોને વહેતી સરસ્વતી માતાના ઉદરમાં ઠાલવી દ્યો.' હેમચન્દ્રાચાર્યજી પ્રશંસાભરી નજરે આચાર્ય દેવબોધ સામે જોઈ રહ્યા અને આવેશમાં આવી એમને ભેટી પડ્યા... ત્યારે લોકોએ.... મહેમચન્દ્રાચાર્ય મહારાજનો જય...” આચાર્ય દેવબોધ મહારાજનો જ...” - ના જયજયકારથી ગગન ગજાવી દીધું. આચાર્ય દેવબોધ મહાદેવના મંદિરના ઉંબરા પાસે ઊભા રહી. શિવમાનસપૂજા સ્તોત્રનો શ્લોક લલકાર્યો, આત્માંત્વે ગિરિજા મતિઃ સહચરાઃ પ્રાણા શરીરંગ્રહ્મસ પૂજા તે વિષયોપ ભોગરચના નિદ્રા સમાધિ સ્થિતિ માં સંસાર પદ્યોઃ પ્રદક્ષિણા વિધિ સ્તોત્રાણિ સર્વા ગિરો ! યત્કર્મ કરોમિ તત્તદખિલ, શંભો તવરાધનમ્ | હે પ્રભુ આપ આત્મા છો, ગિરિજામતિ (બુદ્ધિ) છો... પ્રાણો મિત્ર છે અને કાયા મંદિર છે, કંઈ ઓછું બોલું છું તે આપની સ્તુતિરૂપ છે અને હું જેજે કર્મ કરું છું તે સર્વ હે શંભો ! આપની પૂજા, આરાધના છે. Jain Educationa International For Personal and Private Use Only Page #184 -------------------------------------------------------------------------- ________________ હેમચન્દ્રાચાર્યજીને એના કાળમાં ધૂંધળા ભયપ્રેરિત વાતાવરણને દૂર કરી – પ્રજાના હૃદયમાં ધર્મ, અનાસક્તિ, લાગણી, સ્થાપિત કરી પ્રેમ અને અહિંસાનું સામ્રાજ્ય સ્થાપવાની આવશ્યકતા લાગી. અમારિ ઘોષણા અને અપુત્રિયાધનના ત્યાગથી પ્રારંભાયેલી ગુર્જરેશ્વર કુમારપાળની પ્રવૃત્તિઓના પ્રેરણાબળ હેમચન્દ્રાચાર્યજી હતા. પ્રજાની આંખ ઊઘડતી જતી હતી. કુમારપાળના આ બે પ્રવૃત્તિના કાયદાને પ્રજાએ વધાવ્યા હતા. મદ્યનિષેધ જેવા પ્રકાંડ વિદ્વાન પુરુષની પાસે પ્રેમનું વાતાવરણ સર્જી શરાબ છોડાવ્યો. ભવાનીરાશિ જેવાના મગજમાંથી પશુહત્યા જ દેવીના બલિદાન માટેની એક આખરી શરત છે – એ વિચારને દૂર કર્યો. હેમચન્દ્રાચાર્યજી એક દિવસ ગોચરી વહોરાવવા એક શ્રવકને ત્યાં જઈ ચડ્યા. ગરીબ શ્રાવકે એના ઘરનું બારણું ખોલ્યું અને એક ક્ષણ પૂરતો તો સ્તબ્ધ બની ગયો. જીર્ણશીર્ણ કપડાંમાં સજ્જ એવા ગરીબ શ્રાવકે પધારો મહારાજ.. આજ અમ ગરીબને આંગણે પધાર્યા... ધનભાગ ધનઘડી... અમારે ત્યાં આપનું આગમન થયું.' હેમચન્દ્રાચાર્ય ઉમરામાં જ ઊભા રહી ગયા. બાવન બજાર અને ચૌર્યાસી ચૌટાની ભરતખંડમાં જેની ગણના કોટટ્યાધિપતિ શ્રીમંતોની નગરી તરીકે થતી હતી એવી એ જ ભવ્ય નગરીની અંધારી ગલીમાં ભૂખ્યો-તરસ્યો શ્રાવકનો પરિવાર પણ રહેતો હતો. શ્રાવકે ખૂબ જ સંકોચાઈને આંખમાં આંસુ સાથે એની અસહાયતા સાથે હેમચન્દ્રાચાર્યજીને એના ભિક્ષાપાત્રમાં યતકિંચિત અન ગોચરીમાં વહોરાવ્યું અને શરમના માર્યા ઝડપથી એના ઘરનું બારણું બંધ કરી દીધું. હે યદ્રાચાર્યજીએ સહર્ષ એ સ્વીકાર્યું પણ ખરું. Jain Educationa International For Personal and Private Use Only Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ કલિકાલસર્વજ્ઞ ગુરુ હેમચન્દ્રાચાર્યને એની જિંદગીમાં પ્રથમ વાર ખ્યાલ આવ્યો કે એમની વિદ્યા, ગાન, મનોરથ, મહોત્સવો બધું જ ધનિકો માટે હતું. ગરીબ ભૂખ્યા તરસ્યા પાટણનગરીના આ નાગરિકો માટે રાજાએ, ધર્મસંસ્થાઓએ શું કર્યું. હેમચંદ્રાચાર્ય વિચારમાં પડી ગયા. રાજર્ષિ કુમારપાળ પાસે – પાટણ જેવી સમૃદ્ધ નગરીના એવા અનેક અંધારા ખૂણામાં વસતી દરિદ્રપ્રજાનાં દુઃખો વિષે વિચારણા કરવાનું હેમચન્દ્રાચાર્યજી વિચારી રહ્યા હતા. ત્યાં જ એક દિવસ વહેલી સવારે કુમારપાળ એના આશ્રમમાં આવી પહોંચ્યા. હેમચન્દ્રાચાર્યજીને લાગ્યું કે જો અહિંસાધર્મ માનવલક્ષી નહીં બની શકે તો એ સાંપ્રદાયિક અન્ય સંપ્રદાયોની જેમ આચારમાત્રનો સંપ્રદાય બની જશે. અંતરમાં વિષાદભાવ જાગ્યો અને અંતરમાં પ્રશ્ન થયો. “આ દીન-દરિદ્ર શ્રાવકનું શું? એના જેવા ગુર્જરભોમ જ નહીં પણ અન્ય રાષ્ટ્રોની ગરીબીનું શું ? ધર્મ કેવો, રાજની રખાવટ કેવી... હેમચન્દ્રાચાર્યજીના મનમાં એકના એક વિચાર આવ્યા કરતા હતા.” કલિકાલસર્વજ્ઞ એની સાધનામાં બેઠા હતા ત્યાં જ એના શિષ્ય રામચન્દ્રસૂરિ દોડતા દોડતા મંદિરમાં આવી પહોંચ્યા અને નજીક જઈને એણે સ્તંભતીર્થથી ગુરુના ગુરુ દેવચન્દ્રાચાર્યજી અપાસરામાં આવી રહ્યા છેનાં સમાચાર આપ્યા. “શું કહ્યું રામચન્દ્ર ગુરુદેવ પધારે છે ?” હા... આ આવ્યા જ સમજો...... રામચન્દ્રસૂરિ હજી તો વાક્ય પૂરું કરે એટલામાં તો અપાસરાના દ્વારનો ઉંબરો ઓળંગી દેવચન્દ્રસૂરિ એના અન્ય શિષ્યો સાથે અપાસરામાં પ્રવેશી ચૂક્યા હતા. હેમચન્દ્રાચાર્યજીએ દોડીને ગુરુનાં ચરણ પકડી લેતાં સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કર્યા અને ગદ્ગદિત સ્વરે બોલી ઊઠ્યા. પધારો.... પધારોગુરુદેવ. આજે વર્ષો પછી આ પામર શિષ્ય પર કૃપા કરી...' અપાસરાની બહાર ફેંકા-નિશાનનો અવાજ સંભળાયો... Jain Educationa International For Personal and Private Use Only Page #186 -------------------------------------------------------------------------- ________________ કલિકાલસર્વજ્ઞ ૧૬૯ ‘ગુરુદેવ, આપના દર્શનાર્થે મહારાજ પધારી રહ્યા છે.’ હેમચન્દ્રાચાર્ય ઉત્સાહિત અવાજે બોલ્યા. ‘ગુર્જરેશ્વર કુમારપાળ ?” દેવચન્દ્રસૂરિએ પૂછ્યું. હા, ગુરુદેવ.... હેમચન્દ્રાચાર્યજી બોલ્યા. આંખો સામે આજ, અપાસરામાં મહારાજ કુમારપાળ અને એની વચ્ચે થયેલી વાતો યાદ આવી ગઈ. હેમચન્દ્રાચાર્યજીનું ધ્યાન હવે પ્રજાના ઉત્કર્ષ તરફ વધુ રહેતું હતું. સ્વર્ગની અલકાપુરી શી પાટણનગરીમાં – ખૂણેખાંચરે રહેતા મૂડી વગરના ગરીબ, નિર્માલ્ય, લાચાર પ્રજાજનોનાં ઉદ્ધાર માટે ગરીબ શ્રાવકને ત્યાં ગોચરી લેવા ગયેલા હેમચન્દ્રાચાર્યજી – એ શ્રાવકની જ નહીં પણ પાટણના દરેક નિર્ધન પ્રજાજન આર્થિક રીતે સમૃદ્ધ બને એ માટેનો કશોક ઉપાય વિચારી રહ્યા હતા. ત્યારે જ મહારાજ કુમારપાળ એવો જ પ્રશ્ન લઈને એની પાસે આવ્યા હતા. કુમારપાળને પણ એની રાત્રીનગરચર્યામાં આવા ભૂખે મરતાં – પૂરી આજીવિકા નહીં રળી શકતા પરિવારોનો પરિચય થયો હતો. ‘મહારાજ....' હેમચન્દ્રાચાર્યને કુમારપાળ સાથેનો એ દિવસનો સંવાદ યાદ આવી ગયો. બોલો ગુરુદેવ..... પ્રજાના આર્થિક ઉત્કર્ષ માટે આપણે કશુંક વિચારવું જોઈએ....’ હેમચન્દ્રાચાર્યજી બોલ્યા. ગુરુદેવ... સોનાનાં ઝાડ નથી ઊગતાં એટલે ખંખેરી નાંખીએ.’ કુમારપાળ બોલ્યા..... ‘રૂદ્રત્તિવિત્ત’ જેવા કાયદાના કારણે રાજ્યની તિજોરી પ૨ આવેલી ભીંસનો અનુભવ કુમારપાળને થઈ રહ્યો હતો. ‘હા... સોનાનાં ઝાડ તો નથી ઊગતાં રાજનું, પણ વનસ્પતિશાસ્ત્રમાં એક એવી સુવર્ણવેલ છે, આજે પણ છે, જેના પાંદડાનો રસ કાઢી લોખંડ, ત્રાંબુ, ઇત્યાદિ ધાતુ પર વિશિષ્ઠ પ્રકારની વનવેલનો રસ કાઢીને છાંટીએ તો એ પાત્ર સુવર્ણનું બની જાય છે.? હેમચન્દ્રાચાર્ય. બોલ્યા. Jain Educationa International For Personal and Private Use Only Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ કલિકાલસર્વજ્ઞ તો વાર શેની છે. ગુરુદેવ... આપ તો સર્વ શાસ્ત્રના જ્ઞાતા છો. વનસ્પતિશાસ્ત્રનાં પુસ્તકોમાંથી આ સુવર્ણવેલની શોધ કરી આ કાર્યક્રમ શરૂ કરી દઈએ તો કેવું.” રામચન્દ્રસૂરિએ કહ્યું. “વત્સ એ સુવર્ણવેલની વિગત મારા ગુરુદેવ દેવચન્દ્રસૂરિ પાસે છે...” હેમચન્દ્રાચાર્ય બોલ્યા. અને પાટણના મહારાજની આગેવાની નીચે દેવચન્દ્રસૂરિજીને પટ્ટણીઓ પાટણ પધારવા વિનંતી કરવા ગયા. આચાર્ય દેવચન્દ્રસૂરિ, હેમચન્દ્રાચાર્યજીના અપાસરે આવ્યા છે -- ના સમાચાર સાંભળી કલહનન હાથી પર બેસી. હેમચન્દ્રાચાર્યજીના અપાસરે આવ્યા. - ઉદયન મંત્રી, દેવચંદ્રસૂરિને વંદના કરવા અપાસરે આવ્યા ત્યારે ચર્ચાનો ઝોક જામ્યો હતો. મંત્રીશ્વર... ઈન્દ્રની કોઈ અપ્સરાના લાવણ્યસમા હજારો કનકકળશોથી – વિદ્વત્તાસભર વાડુમયથી સત્ય, અહિંસા, જીવદયા અને મનિષેધ જેવા ધર્માચરણથી શોભતી ભવ્ય પાટણનગરીમાં વર્ષો પછી આવતાં આનંદ અનુભવું છું.' મહારાજ. આ બધાં સત્કર્મોના અધિકારી તો ગુરુદેવ... આપના શિષ્ય અને મારા ગુરુદેવ હેમચન્દ્રાચાર્યજી છે. અમારી બધી જ પ્રવૃત્તિના પ્રેરણાસ્ત્રોત તેઓ છે... કુમારપાળે કહ્યું. દેવચન્દ્રસૂરિએ એની પ્રેમાળ નજર એના પટ્ટશિષ્ય હેમચન્દ્રાચાર્ય પર નાંખી. વર્ષો પહેલાં ધંધુકાના નગરશ્રેષ્ઠિને ત્યાં ગોચરી વહોરવા જતાં ભાખેલું ભવિષ્ય - આજે ચાંગમાંથી હેમચન્દ્રાચાર્ય જેવા વિદ્વાન શિષ્ય બનેલામાં સાચું પડેલું જોતાં હૈયે હરખ નહોતો સમાતો. ‘ગુરુદેવ... પાટણ માટે આ નવું નથી... આવી અલકાપુરી જેવી નગરી, પરદુઃખભંજન વિક્રમને પણ ભૂલાવી દે તેવા રાજર્ષિ ઋષિ જેવું સરળ જીવન ગાળતા સમર્થ મહારાજા કુમારપાળ અને...' ‘અમારા હેમચન્દ્રાચાર્ય જેવા ગુરુ મહારાજ પાટણની નગરીને Jain Educationa International For Personal and Private Use Only Page #188 -------------------------------------------------------------------------- ________________ કલિકાલસર્વજ્ઞ ૧૭૧ સાંપડ્યા હોય પછી બાકી શું રહે ?' દેવચન્દ્રસૂરિએ હેમચન્દ્રાચાર્યની પ્રશંસા કરતાં કહ્યું. બાકી રહે છે... ગુરુદેવ, બાકી રહે છે.' હેમચન્દ્રાચાર્યજી મૂળ વાત ૫૨ આવતા બોલ્યા. વત્સ શું ખૂટે છે... આ વૈભવી નગરીમાં ?' ગુરુદેવ... મહારાજાની એક પ્રબળ ઇચ્છા છે કે આ નગરીમાં કોઈ પણ અકિંચન ન રહે.... અકિંચન... એટલે કે ગરીબ ” ‘હા મહારાજ....' કુમારપાળ બોલ્યા. રાજ..... કર્મનાં ફળ પર માણસની અમીરાઈ ગરીબાઈ આધારિત રહી છે... ગરીબાઈ, અમીરાઈ જ શા માટે જિંદગીની હરેક પળ, હરેક ક્ષણ, હરેક પ્રવૃત્તિ... માનવીના કર્મ પર, માનવીના સ્વભાવ ૫૨ રહી છે.... કર્મો ખપાવવા માટે તો માણસ જન્મધરીને આ પૃથ્વી પર આવે છે અને કર્મો ખપાવતાં ખપાવતાં નવાં કર્મો બાંધતો જાય છે. અને ચોર્યાસીના ચક્કરમાં અટવાતો જાય છે. આમાં અમે સાધુઓ શું કરી શકવાના ?' દેવચન્દ્રસૂરિએ કર્મની ફિલસૂફી વર્ણવતાં કહ્યું. ગુરુદેવ... સૂરિજી આજ્ઞા કરે તો, મારા રાજભંડાર જનતા માટે ખુલ્લા મૂકી દઉં... પરંતુ એની પણ મર્યાદા તો ખરીને ?' દેવચન્દ્રસૂરિ સામે નજર કરતાં કુમારપાળે કહ્યું. નિર્ધનતા... અમીર ગરીબ વચ્ચેની અસમાનતા તો અનાંદિકાળથી ચાલી આવી છે... અને દરિદ્રતા - એ તો માનવીના મન પર આધાર રાખે છે... એવું જ અમીરાઈનું પણ છે... એ રૂપિયાથી તોળી તોલાતી નથી.... દેવચન્દ્રસૂરિ બોલ્યા. ‘મહારાજ....’ અચકાતા સ્વરે હેમચન્દ્રાચાર્ય બોલ્યા. દેવચન્દ્રસૂરિએ એના પ્રિય શિષ્ય પર આંખો માંડી., ચહેરા પરના ભાવ સમજી જતાં વૃદ્ધગુરુને વાર ન લાગી, દિલમાં દુઃખ થયું. Jain Educationa International For Personal and Private Use Only Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ કલિકાલસર્વજ્ઞ બોલો વત્સ..” દેવચન્દ્રસૂરિ બોલ્યા. પ્રભુ યાદ છે. વર્ષો પહેલાં કઠિયારા પાસે આપે એક અદ્ભુત વેલ જોઈ હતી ?' હેમચન્દ્રાચાર્યે ગભરાતાં ગભરાતાં સવાલ કર્યો. દેવચન્દ્રસૂરિ શિષ્ય સામે જોઈ રહ્યા. હા... હા... આજે પણ યાદ છે... હા પણ તેનું શું છે... એ વેલના પાંદડાનો રસ... લોખંડ, ત્રાંબા પર નાંખતાં એ બધું જ સુવર્ણમય બની જતું... હા થોડાક વિશેષ પ્રકારની સુવર્ણલતાનાં પર્ણો એ હતાં... દેવચન્દ્રસૂરિ બોલ્યા. મહારાજ. એ સુવર્ણપ્રયોગની શિક્ષા... આપ આપના પટ્ટશિષ્યને ના આપો ? કુમારપાળ બોલ્યા. કોને. હેમચન્દ્રને ?” “હા મહારાજ, આજે કોટ્યાધિપતિની કહેવાતી નગરીમાં છાને ખૂણે વસતી ગરીબ પ્રજાનો ખયાલ કરી – એ અકિંચન પ્રજા પર આપના પ્રેમની છાયા સદાય ઝળુંબતી રહે એ માટેની સુવર્ણસિદ્ધિનો પ્રયોગ – એ વેલના નામનું દાન જો આપ કરો તો અનેક ભૂખ્યા-તરસ્યા પ્રજાજનોનો ઉદ્ધાર થાય.' “હા મહારાજ આવી કોઈક સિદ્ધિની અપેક્ષા આપ પાસેથી પાટણની પ્રજા, પાટણના રાજા.. રાખી રહ્યા છે.' દેવચન્દ્રસૂરિજી ચમકી ગયા. આંખોમાં પલાસવન સળગી ઊઠડ્યું. શું કહ્યું ? સુવર્ણસિદ્ધિનું દાન... તમને દઉં... ? હેમચન્દ્ર. આ સુવર્ણસિદ્ધિ, મને આપવા માટે પ્રયત્ન થયા હતા પરંતુ સાધુને એ સુવર્ણલતાનું શું કામ હોય... મેં એ વિદ્યા નહોતી ગ્રહણ કરી. હેમચન્દ્ર... મહારાજ, કુમારપાળ તમારે સુવર્ણસિદ્ધિ પ્રાપ્ત કરવી છે ? હેમચન્દ્રાચાર્યજીનો જીવ પડીકે બંધાઈ ગયો. મહારાજ ક્ષમા કરો....... હેમચન્દ્રાચાર્ય રડી પડ્યા. સુર્વણસિદ્ધિની. એક રાજર્ષિ અને બીજા બ્રહ્મર્ષિની કક્ષાએ પહોંચેલા Jain Educationa International For Personal and Private Use Only Page #190 -------------------------------------------------------------------------- ________________ કલિકાલસર્વજ્ઞ ૧૭૩ તમે ઊઠીને ભૌતિક સુખની માંગણી કરી? હેમચન્દ્ર, મારો શિષ્ય ઊઠીને આવી ભૌતિક લાલસામાં સપડાય ?” “પ્રભુ અવિનય થયો હોય તો ક્ષમા કરો પણ વૈભવી પાટણ નગરીના એક ખૂણામાં દરિદ્રતામાં સબડતી માણસજાતના ભૂખનાં દુઃખ ન જોવાતાં, એને ટાળવા માટે આપને શરણે આવ્યા હતા....” હેમચન્દ્રાચાર્યે નતમસ્તકે દેવચન્દ્રસૂરિ પાસે ઊભા રહી ગયા. હેમચન્દ્ર, જ્યારે સાધુઓ સાધુત્વને એની જિંદગીમાં અન્ય વસ્તુઓ કરતાં ઓછું મહત્ત્વ આપવા લાગશે ત્યારે ત્યાં ધર્મ નહીં હોય. તમારી વાતો સાંભળી મને ખૂબ જ દુઃખ થાય છે. ધર્મની ગરિમા, ગુજરાતની અસ્મિતા અને પાટણના અખંડ ગર્વનું શું ? ખાનદાની, ખમીરાઈ અને ખુદ્દારીમાં અજોડ એવા પટ્ટણીઓના રાજા ધર્મગુરુ આવી ભૌતિક, ક્ષુલ્લક વાતોમાં રાચે? જગતને અતૃણી બનાવવાનું મહારાજ, તમારું સ્વપ્ન એક સરસ આદર્શરૂપે સારું છે, પરંતુ એને સાકાર કેમ કરવું એના વિષે તો તમારે જ વિચારવાનું છે. સુવર્ણસિદ્ધિ વેલ તમારું ભૌતિક દારિત્ર્ય જરૂર મિટાડશે, પરંતુ તમારા આત્માને દરિદ્રી બનાવી દેશે... અને આપણો ધર્મ તો મહા-વીરનો ધર્મ છે. બિચારા-બાપડાનો ધર્મ નથી. સાધુ તો ચલતા ભલા રાજનું. હવે જઈશ. ધર્મવૃદ્ધિ કરતાં રહો... અર્થવૃદ્ધિ – ભોગવૃદ્ધિ નહીં.” કહેતા દેવચન્દ્રસૂરિ ચાલી નીકળ્યા. Jain Educationa International For Personal and Private Use Only WWW.jainelibrary.org Page #191 -------------------------------------------------------------------------- ________________ - ૨૩ કલિકાલસર્વજ્ઞ હેમચન્દ્રાચાર્ય ફાટી આંખે એના ગુરુ દેવચન્દ્રસૂરિને જતા કેટલીય વાર સુધી જોતા રહ્યા. વર્ષો પછી આંગણે આવેલા ગુરુદેવે વિરાટ શિષ્યમાં રહેલી વામનતા બતાવી દીધી હતી... અંતરમાં અજંપાની લઘુતાગ્રંથિની એક વેલ વાવીને ગુરુ ચાલ્યા ગયા હતા. અને જે કાર્ય સાધુત્વની સીમામાં ન આવતું હોય ભૌતિકવાદના અંશરૂપે પણ હોય એમાં સાધુએ હાથ નાંખવો સાધુ માટે યોગ્ય નથી... હેમચન્દ્રાચાર્યે ગુરુનો આ સંદેશ મનમાં મમળાવતા એક દિવસ એના અપાસરાના ચોતરા પર બેઠા હતા, ત્યાં જ એમના શિષ્ય રામચન્દ્રસૂરિ આવી ચઢ્યા... ગુરુને વંદન કરી એમના ચરણમાં બેસી ગયા. વહેલી સવારનો પહોર હતો એટલે કુમારપાળ પણ અપાસરામાં ગુરુવંદના કરવા આવ્યા અને વંદન કરી રામચન્દ્રસૂરિથી થોડાક અંતરે બેસી ગયા. હેમચન્દ્રાચાર્યજી... એમના બે શિષ્યો સામે પ્રેમાળનજરે જોતા રહ્યા એક રાજવંશી અને બીજો સાધુવંશી – બને હૃદયે વિશાળ અને સત્ય, અહિંસા, મુદિતા, અપરિગ્રહના વ્રતોને જીવનમાં આત્મસાત કરનારા મૂઠી ઊંચેરા જીવ હતા. ગુરુદેવ. રામચન્દ્રસૂરિએ નિષ્પલક નયને એની સામે જોઈ રહેલા ગુરુદેવને જગાડ્યા. બોલો વત્સ રામચન્દ્ર. આજકાલ નાટ્યલેખન કેમ ચાલે છે ?” જિનસ્વામીની અને આપની કૃપા છે ગુરુદેવ... આજે થોડાક લૌકિક, ભયના, રાજ્ય ધર્મ અને ગુજરાતની અસ્મિતા અંગેની કેટલીક શંકાઓનું સમાધાન માટે આવ્યો છું ગુરુદેવ.” હેમચન્દ્રાચાર્યે એક નજર કુમારપાળ પર નાંખી. એનો ચહેરો પણ Jain Educationa International For Personal and Private Use Only Page #192 -------------------------------------------------------------------------- ________________ કલિકાલસર્વજ્ઞ ૧૭૫ થોડોક કુતૂહલતાનો – શંકાનો – પ્રશ્નોનો ભાવ દર્શાવતો હેમચન્દ્રાચાર્યને લાગ્યો. મનોમન બને શિષ્યોના આગમનથી રાજી થયા અને કાવ્યશાસ્ત્ર વિનોદેનના શ્લોકનું મનોમન રટણ કર્યું. મહારાજ આપ પણ પ્રશ્નોની મંજૂષા સાથે તો નથી આવ્યા ને ? હસીને હેમચન્દ્રાચાર્યે કુમારપાળને પ્રશ્ન કર્યો. એવું પણ ખરું ગુરુદેવ...” કુમારપાળે હસીને જવાબ આપ્યો. ‘રામચન્દ્ર” સાધુએ... અરે સાધુએ જ શા માટે હરેક મનુષ્ય જીવ્યું સાર્થક કરવું હોય તો... લૌકિકથી સારું એવું અંતર રાખવું જોઈએ... વત્સ ” તારા પ્રશ્નો શા છે ?’ હેમચન્દ્રાચાર્ય થોડા સમય પહેલાં પોતે સપડાઈ ગયેલા લૌકિક પ્રશ્નને યાદ કરતાં બોલ્યા. ‘ગુરુદેવ. દેવબોધજી...' આગળ બોલતા રામચન્દ્ર અટકી ગયો. આજકાલ એના સ્વભાવ પ્રમાણે ધનનો દુર્વ્યય કરતાં થાકતા નથી એ જ તારે કહેવું છે ને રામચન્દ્ર...” “હા પ્રભુ, સાધુજીવન ગાળતા દેવબોધજીના આશ્રમમાં ભૌતિક આનંદનો દરિયો ઊછળી રહ્યો છે... એ તો કહે છે કે સંગ્રહ કરનેકા કામ કપણકા, ઔર પલ પલ ધર્મકી, અહિંસાકી, વીતરાગકી બાત કૂટના વો કામ મુરખકા હૈ.' ગુરુદેવ આટલા મોટા પ્રખર વિદ્વાન ઋષિ સમા દેવબોધજી પતનના પંથે તો નથી જઈ રહ્યાને ? એમનો આ વ્યર્થ ધનવ્યય, રાજ્ય, ધર્મ અને ગુજરાતની અસ્મિતા પર અસર તો નહીં કરેને રાજનું ? • રામચન્દ્ર ચર્ચામાં કુમારપાળને ઘસડતાં કહ્યું. ગુરુદેવ, રામચન્દ્રસૂરિની વાતમાં તથ્ય તો છે... સાધુઓ જ્યારે ધર્મને નામે આવું વૈભવી જીવન ગુજારવા માંડ્યા છે ત્યારે મનમાં પ્રશ્નો જાગે છે. કે ધર્મ કયો? દેવ કયા મોટ ?” કુમારપાળે પણ છેલ્લા કેટલાય સમયથી દૈવદ્રવ્ય, ગુરુદ્રવ્ય, શંકર મોટા કે મહાવીર, કૃષ્ણ મોટા કે બુદ્ધ. જેવા પ્રશ્નો - મૂંઝવણ સર્જતા હતા – એના ઉકેલ લાવવા એણે પણ ચર્ચામાં Jain Educationa international For Personal and Private Use Only Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ કલિકાલસર્વજ્ઞ ઝંપલાવ્યું. હેમચન્દ્રાચાર્ય બન્ને સામે જોતાં બોલ્યા. : રાજ, રામચન્દ્રની શંકાઓ, ભયોનો ખુલાસો પહેલાં કરી દઉં, દેવબોધજી એક સમર્થ, અસામાન્ય મહાન સંત છે. એ લીલાના જીવ છે... એની લીલા અપાર છે.' ગુરુદેવ... એ લીલા એટલે મદ્યનિષેધની અવહેલના, પ્રજાની મશ્કરી અને ‘અમારિ’ની પણ વિડંબના.... આ બધા આમ જુઓ તો લૌકિક પ્રશ્નો છે... તમને નથી લાગતું એ સત્યને ચાતરીને ચાલી રહ્યા છે ?” રામચન્દ્રે પ્રશ્નોત્તરી આગળ વધારતા કહ્યું. રામચન્દ્ર... જગતમાં કે પછી જીવનમાં સત્ય ક્યારેય જૂનું થવાનું નથી... માણસ જાત ભલે ગમે તેટલા પ્રયત્નો કરે પણ સત્ય અને સોનું ક્યારેય કટાતા નથી.’ હેમચન્દ્રાચાર્યે પ્રત્યુત્તર આપતાં કહ્યું. ગુરુદેવ તો પછી ધર્મના બખેડા કેમ ચાલ્યા કરે છે... સત્ય એક છે, ઈશ્વર એક છે, તો મારો શંકર દેવ તરીકે મોટો ને તમારા તીર્થંકર ખોટા... તમારો ધર્મ ખોટો અને અમારો સાચો ના... ઝઘડા કેમ ચાલ્યા કરે છે... ?” રામચન્દ્રસૂરિ બોલી ઊઠ્યા. થોડા સમય પહેલાં આવા ઝઘડામાં સૂરિજી અટવાઈ પડ્યા હતા. જે માણસ મતનો કે પંથનો આગ્રહ રાખે છે, એના રંગે આંધળુકિયા રંગાય છે.. તે વહેલાં મોડો એ પંથનો, મતનો અને ધર્મનો વિનાશ સર્જે છે. આપણો એ દૃઢ મત હોય તો સામા પંથના માણસોનો પણ એનો પોતાનો આગવો મત હોઈ શકે. એ વાતને જ્યારે માણસ – પછી તે ધર્મગુરુ હોય કે ભક્ત હોય... તે સ્વીકારતો થશે ત્યારે સત્ય, ધર્મ કે મત એનો એકલાનો નહીં રહે, સમગ્ર વિશ્વની માનવજાતનો થઈ જશે.' જ્યારે માણસ સામા માણસને – પશુને – પંખીને – જંતુને – જીવને હણતા પહેલાં એના અંતરને જ” – આને હણતાં લાગણી દુભાવતા હું – મારી લાગણીને તો હણતો નથી ને ? એની પીડાને હું મારામાં તો અનુભવતો નથી ને ? અને આવા Jain Educationa International For Personal and Private Use Only Page #194 -------------------------------------------------------------------------- ________________ કિલિકાલસર્વજ્ઞ ૧૭૭ પ્રશ્નો કરવા એ જ તો સાચું જૈનત્વ છે. કારણ કે એ સાચું સત્ય છે અને એ સત્ય સમગ્ર વિશ્વનું છે. દેવબોધજીને એ સત્ય પાસે એને જલદીથી દોરી જવા પડશે. અને રામચન્દ્ર-મહારાજમાં આ વસ્તુ પ્રગટી છે. મહારાજ આપ જ રામચન્દ્રને સમજાવો.” હેમચન્દ્રાચાર્ય બોલ્યા. કુમારપાળને આશ્ચર્ય થયું. હેમચન્દ્રાચાર્યજી પાસે થોડાક દિવસો પહેલાં એણે સલાહ માંગી હતી એના સંદર્ભ સુધી આખીયે ચર્ચાને એ દોરી ગયા હતા. રામચન્દ્રસૂરિજી... ગુરુદેવની વાતોનો મર્મ સમજાવો જોઈએ. આવતીકાલે રાજ્યસભા ભરાય એ પહેલાં મેં ગુરુદેવ પાસે સલાહ માંગી હતી.” શી સલાહ માંગી હતી ગુજરશ્વર ?” રામચન્દ્રસૂરિએ પૂછ્યું. ગુરુદેવ. તમે પસંદ કરીને મને ધર્મનું કોઈ એવું કામ બતાવો કે જેની ઉપર હું ધન ખર્ચી શકું...” અચ્છા, પછી ગુરુદેવે આપને શી સલાહ આપી ? . “ભગવાન સોમનાથના મંદિરનો જીર્ણોદ્ધાર મહારાજ કરાવે. આટલું બોલી હેમચન્દ્રાચાર્ય ચૂપ થઈ ગયા. સોમનાથના મંદિરનો જીર્ણોદ્ધાર... ?” રામચન્દ્રસૂરિને આશ્ચર્ય અને આઘાત લાગ્યાં એણે વાક્ય પૂરું કરતાં ઉમેર્યું. ‘ગુરુદેવ... પરંતુ મહારાજનાં કુમારવિહાર ને...” રામચન્દ્ર. કુમારવિહાર. એ એક વ્યક્તિના જીવનપરિવર્તનના ઇતિહાસ માટેનું સર્જન છે. જ્યારે મહારાજે ધનનો વ્યય ધર્મ માટે કરવાનું પૂછ્યું હતું. ભગવાન સોમનાથ એનું મંદિર, એ યુગયુગાન સુધી પ્રજાનો, ધર્મનો ઇતિહાસ આપવા માટેનું છે.' પરંતુ મહારાજ....' ‘રામચન્દ્ર... તારા સવાલનો ગર્ભિત સૂર હું પામી ગયો છું. સામાને હણતા હું મને જ હણતો નથી’નો વિચાર કરે એ જ સાચો જૈન છે... અને એનું જૈનત્વ પણ ત્યાં જ ઝમકી ઊઠે છે. રામચન્દ્ર, મહારાજ – આવું Jain Educationa International For Personal and Private Use Only Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ કલિકાલસર્વજ્ઞ જૈનત્વ સર્વ કોઈમાં પ્રગટે એ જ મારી ભાવના છે અને મહારાજ કુમારપાળમાં પણ એ જ ભાવના જન્મી છે.' હેમચન્દ્રાચાર્યે બોલી ઊઠ્યા. રામચન્દ્રસૂરિની પાછળ પાછળ પડછાયો બનીને ફરતો રહેતો બાલચન્દ્રસૂરિ ચર્ચામાં ભાગ લેતા બાલિશ પ્રશ્ન કરી બેઠો. આપણા ગુરુદેવ.... એ કેમ બની શકે ? એ જન્મે કે ધર્મે ક્યાં જૈન છે ?' હેમચન્દ્રાચાર્ય વિષાદ હૈયા સાથે બાલચન્દ્ર સામે જોઈ રહ્યા. બાલચન્દ્ર... આપણે જૈન બનતાં પહેલાં અજૈન થવાનું છે. પંથ કે મતનું અભિમાન હોવા કરતાં કેવળ સત્ય અને તે પણ વ્યક્તિ વિકાસના વિશાળ હૃદયી માનવ માટેના આવશ્યક સત્યને ધર્મ ગણે છે. તે જ સાચો જૈન છે.... મહારાજ આ પ્રકારના જૈનધર્મની વૃત્તિવાળા અમારિ, મદ્યનિષેધ, અને અહિંસા પરમો ધર્મ - જે સર્વે ધર્મોના પર્યાયો છે. જેને જીવનમાં રાજકારણમાં અમલમાં મૂકી સાચા જૈન બની ચૂક્યા છે... આપણે એના આ ધર્મપ્રવેશને બિરદાવીએ બાકી તો રાજા, શ્રેષ્ઠિ કે સંસ્થા એક સંપ્રદાયમાંથી આવે, થોડાંક મંદિરો બંધાવે તેથી શું ? રાજા, શ્રીમંત કે કોઈ પણ જીવ આપણા કે કોઈના પણ ધર્મમાંથી આવે છે એ એના પૂર્વના અલૌકિક પુણ્યે આવે છે. એના હૈયામાં, પ્રેમનું ઝરણ ફૂટે છે અને એ પ્રવાહમાં થઈને પુણ્યસરિતા બની આવે છે....' હેમચન્દ્રાચાર્યે ચર્ચાનું સમાપન કરતાં કહ્યું. રામચન્દ્રસૂરિ... જીવદયા, અહિંસા, અપરિગ્રહ, મુદિતા, બધું જ આ જીવમાં સંસ્કારના નામે સ્થિર થયેલું હોય છે. ક્ષુદ્ર જંતુને કણસતો જોતાં એના પર થતી ક્રૂરતા જોતાં હિંસાનો પ્રભાવ જોતાં જ દયાપ્રેમ પ્રગટે છે એ કુળધર્મ આપણે અચળ રાખવાનો છે..... ગુરુદેવ આપનો ઉપદેશ બરોબર સમજ્યો છું ને ?" કુમારપાળે ચર્ચાની પૂર્તિમાં કહ્યું. રામચન્દ્ર, તારી વાતમાં ‘કુમારવિહાર’ને પ્રાધાન્ય હતું એની પાછળ જૈનધર્મી હતો. જ્યારે હું હંમેશ કહેતો આવ્યો છું કે તમારો વ્યક્તિધર્મ જાગ્રત રાખો, આપણો ધર્મ વિસ્તાર પામે અને એ ઘર્ષણનું કારણ બને Jain Educationa International For Personal and Private Use Only Page #196 -------------------------------------------------------------------------- ________________ ૧૯૯ એવો દેશદ્રોહ ધર્મદ્રોહ એક જૈન સાધુ તરીકે, સાચા જૈનત્વને અનુસરનારા તરીકે નહીં થવા દઉં. આ ધર્મપ્રેમ નથી. ધર્મઘેલછા છે. જે દૂધના ઊભરા જેટલી ક્ષણિક છે. પણ સર્વનાશને નોતરે તેટલી શક્તિશાળી છે. એકાદ મૂર્તિ એક જ સ્થાને સ્થાપવાની હઠને કારણે કે એક ધર્મસ્થાન એ જ જગ્યાએ સ્થાપવાની જીદને કારણે આખા દેશમાં સર્વનાશ સર્જનારા ધર્મને આપણે ધર્મ કહેશું ?' ધર્મલાભ થયો ગુરુદેવ. આજથી હું સાચો જૈન' બનવાનો પ્રયત્ન કરીશ......' કહેતાં રામચન્દ્રસૂરિ હેમચન્દ્રાચાર્યજીને વંદન કરતા ચાલ્યા ગયા. હેમચન્દ્રાચાર્યજી કેટલીય પળો સુધી એના પ્રિય શિષ્યને જૈનત્વના સાચા પંથે જતા જોઈ રહ્યા. કલિકાલસર્વજ્ઞ Jain Educationa International - For Personal and Private Use Only Page #197 -------------------------------------------------------------------------- ________________ મહારાજ.” હેમચંદ્રાચાર્યે રામચન્દ્રસૂરિની વિદાય સાથે ચોતરા પાસે બેસી રહેલા કુમારપાળને તંદ્રાવસ્થામાંથી જગાડ્યા. આજ્ઞા ગુરુદેવ” કુમારપાળ ઝબકીને બોલી ઊઠ્યા. સોમનાથથી કવિ વિશ્વેશ્વર આવ્યા છે ?’ હેમચન્દ્રાચાર્યે કહ્યું. સાંભળ્યું છેગુરુદેવ” કુમારપાળે ઢીલો જવાબ દેતાં કહ્યું. મહારાજ. થોડા સમય પહેલાં જ તમે મને પ્રશ્ન કર્યો હતો કે મારે તમને ધર્મનું કોઈક કામ બતાવવું અને તમારે ધાર્મિક કાર્યમાં... ધન વાપરવું....” હેમચન્દ્રાચાર્ય બોલી ઊઠ્યા. હા ગુરુદેવ... અને તમે આજ્ઞા કરી હતી કે મારે ભગવાન સોમનાથના મંદિરનો જીર્ણોદ્ધાર કરાવવો... દરિયાનાં તોફાની મોજાંઓએ મંદિરને ખૂબ જ નુકસાન પહોંચાડ્યું છે.' મહારાજ... સોમનાથના મહંત ભાવબૃહસ્પતિ હમણાં પાટણ અને પાટણનરેશથી રિસાયા છે. કવિ વિશ્વેશ્વર અને રામચન્દ્રસૂરિ ગુજરાતની આવતી પેઢીના પથદર્શકો બની રહેવા નિમાયેલા છે...” હેમચન્દ્રાચાર્ય દૂરના ક્ષિતિજ આરે કશુંક જોઈ રહ્યા હોય એમ ગંભીર સ્વરે બોલી રહ્યા હતા. એના અવાજમાં કશોક જુદો જ રણકો ઊઠતો હતો. બને વિદ્વાન છે. દ્રષ્ટા છે. કવિ છે. અને આવતીકાલના આર્ષદ્રષ્ટા થવાના સંકેતો એમની વાણી, કલમ અને કાર્યશક્તિ દ્વારા આપી રહ્યા છે... ત્યારે મહારાજ એવું ન થઈ શકે કે આ બન્નેની પ્રવાહિત શક્તિને યોગ્ય ક્ષેત્રે લગાડી. બન્નેના વ્યક્તિત્વનો વિકાસ સાધવામાં આપણે નિમિત્ત બનીએ.’ હેમચન્દ્રાચાર્યે કહ્યું. ' Jain Educationa International For Personal and Private Use Only Page #198 -------------------------------------------------------------------------- ________________ કલિકાલસર્વજ્ઞ ૧૮૧ ગુરુદેવ... કાકાજીની જેમ હું નિઃસંતાન છું... મારી પછી પાટણના સિંહાસન પર ચૌલુક્યવંશનો જ કોઈક નબીરો આવી જશે... પરંતુ મહારાજ... સર્વધર્મ સમભાવ'નું જે અભિયાન તમે તમારી વર્ષોની મહેનતથી આદર્યું છે, એ સત્ય, અહિંસા, અપરિગ્રહ, ઇત્યાદિ બ્રહ્માંડનાં શાશ્વત મૂલ્યોનું એ વાતાવરણ જાળવી રાખવાવાળું કોણ ? એનો વિચાર કરી રાખવાનો સમય પણ પાકી ગયો છે.... કુમારપાળે હેમચન્દ્રાચાર્યજીનો વિચારતંતુ પકડી લેતાં. કહ્યું. મહારાજ... આ જ સમય છે... આપણી પછીની નવી પેઢીને ઘડનારા સમર્થોનો કવિ વિશ્વેશ્વરના હૈયે અને હોઠે મા સરસ્વતીનો વાસ છે... એમનાં કાવ્યો, નાટકો, સ્તુતિઓ, સૂત્રો..માં મા સરસ્વતી શબ્દના પાયલે રણકતી રહી છે... મહંત ભાવબૃહસ્પતિના જમાઈ કવિ વિશ્વેશ્વર કાલે રાજસભામાં આવશે ત્યારે જ સોમનાથ મંદિરના પુનરોદ્વારની જવાબદારી... યુવા કવિને સોંપવાની જાહેરાત કરી દ્યો... અને એનું સન્માન કરાવો... રામચન્દ્રસૂરિ અને કવિ વિશ્વેશ્વરના કાવ્યપઠન – નાટ્યપઠનનો કાર્યક્રમ પણ રાજસભામાં જ ગોઠવી દયો.' હેમચન્દ્રાચાર્યે સૂચન મૂક્યું. હેમચન્દ્રાચાર્યજીને એક કાંકરે અનેક કાર્યો સાધવાં હતાં. બરોબર એ જ સમયે અપાસરાની ડેલી ખખડી, હેમચન્દ્રાચાર્યજીની નજર એ દિશામાં ગઈ અને જોયું તો એના આશ્ચર્ય વચ્ચે રામચન્દ્રસૂરિ સાથે સાડા પાંચ ફૂટ ઊંચો તેજસ્વી યુવાન અપાસરામાં પ્રવેશીને એના તરફ આવી રહ્યો હતો. ગુરુદેવ... આપશ્રી છે કવિ વિશ્વેશ્વરજી... સોમનાથના મહંત ભાવબૃહસ્પતિના વિદ્વાન જમાઈ.... હેમચન્દ્રાચાર્ય ઊભા થઈ ગયા અને યુવાન કવિને ભેટી પડતાં. ’કવિ વિશ્વેશ્વર આપનું સ્વાગત છે... મહારાજ... આપણે હમણાં હમણાં જેની વિદ્વત્તાની વાતો કરતા હતા એ કવિ વિશ્વેશ્વર આપણા ભાવબૃહસ્પતિજીના જમાઈ... Jain Educationa International For Personal and Private Use Only Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ કલિકાલસર્વજ્ઞ "ગુર્જરેશ્વર નો જય હો... ભગવાન સોમનાથનો જય હો...આચાર્યશ્રી ગરવી ગુર્જર ભોમની યાત્રાએ નીકળ્યો હતો... જે ધરતી પર મા સરસ્વતીનાં બેસણાં હોય - વિદ્વત્તાની અજોડ મૂર્તિ સમા કલિકાલસર્વજ્ઞનો વાસ હોય... અને ભારતના અઢાર અઢાર દેશો પર જેના શૌર્યની કદી ન ભૂંસાય એવી વિજયશ્રી હોય એવા રાજાધિરાજ – કમેં ધર્મે રાજર્ષિ કુમારપાળ મહારાજનું તેજ સિંહાસન પર અવિરત તપતું હોય એવી મહાન પાટણનગરીના દર્શન કરતાં ધન્યતા અનુભવું છું... “મહારાજ, કલિકાલસર્વજ્ઞ આપના વિષે તો સસરાજી પાસેથી ઘણું સાંભળ્યું હતું... આપનાં દર્શનથી આજે ધન્ય થયો.” કવિ વિશ્વેશ્વરે એની કાવ્ય છટામાં નાનકડું ભાષણ આપી દીધું. “ામચન્દ્ર... કવિશ્વર આપણા મહેમાન છે. એમનું સંપૂર્ણ ધ્યાન રાખવાની જવાબદારી તમને સોંપું છું – તમે બને કવિ છો. એટલે આદાનપ્રદાનની પળો પણ રસિક બની રહેશે...” હેમચન્દ્રાચાર્યે કહ્યું.. થોડી વારમાં તાસકમાં પાણીના પ્યાલા આવ્યા... કવિશ્વર... સોમનાથ મહાદેવની છત્રછાયામાં અમારા ભાવબૃહસ્પતિજી છે તો ક્ષેમકુશળને ?” ભગવાન શંકરની કૃપા છે શ્વસુરજી ઉપર....' મહારાજ. આપને યાદ કરતા હતા... અને અનાયાસે આપનું મિલન પણ થઈ ગયું. બાકી તો અમે આપને તેમ જ ભાવબૃહસ્પતિજીને તેડવા માટે રથ મોકલવાના હતા.....” હેમચન્દ્રાચાર્યે કહ્યું. ગુર્જરેશ્વર. યાદ કરવાનું કારણ ?” કવિ વિશ્વેશ્વરે પૂછ્યું. મહારાજે. થોડા સમય પહેલાં જ ભગવાન સોમનાથના મંદિરના નવનિર્માણનો નિર્ણય લીધો છે. કાળની અને મોજાંની થાપટથી મંદિરને સારું એવું નુકસાન પહોંચ્યું છે. તો ચૌલુક્યવંશના રાજવીઓની પરંપરા મુજબ જીર્ણોદ્ધાર કરાવવાની તૈયારી ટૂંક સમયમાં શરૂ કરી શકાય. અને આ નવનિર્માણની જવાબદારી તમે સ્વીકારી લો એવી અમારી સૌની માગણી Jain Educationa International For Personal and Private Use Only Page #200 -------------------------------------------------------------------------- ________________ કલિકાલસર્વજ્ઞ છે.' હેમચન્દ્રાચાર્યે કહ્યું. મહારાજ... સાગરતટે યુગોથી બિરાજતા ભગવાન સોમનાથ મહાદેવના મંદિરના નવનિર્માણની જવાબદારી મને સોંપવાના આપના નિર્ણયને હું પ્રસન્ન હૃદયે આવકારું છું... મંદિરના નિર્માણની જવાબદારી મારા શિરે મૂકી આપે મારું ગૌરવ વધાર્યું એ મારા માટે આનંદની વાત છે, પરંતુ મહારાજ, સૂરિજી હું તો હજુ મહાકાળ ભગવાન સોમનાથના પ્રાંગણમાં ઘૂંટણિયા ભરતું બાળક છું. આ કાર્ય સેવાના અધિકારી તો મારા ગુરુદેવ.... મંદિરના મહા આચાર્ય મારા ગુરુદેવ અને શ્વસુરશ્રી ભાવબૃહસ્પતિજી છે. અલબત્ત એમની રાહબરી નીચે મને જ કાંઈ સેવા કરવાનો મોકો મળશે એ જરૂર સ્વીકા૨ી ક૨સેવા જરૂર કરીશ.’ કવિ વિશ્વેશ્વરે નમ્રતાપૂર્વક પોતાનું મંતવ્ય રજૂ કર્યું. - હેમચન્દ્રાચાર્યને યુવાન કવિ વિશ્વેશ્વરની ચાતુરીપૂર્વકની નમ્રતા ગમી ગઈ. રિસાયેલા ભાવબૃહસ્પતિને તડકે મૂકીને – એને આગળ કરવા પાછળનો જૈનમુનિનો કોઈ પેંતરો તો નથીને ? એવો વિચાર કવિ વિશ્વેશ્વરને આવ્યો હોય એવું હેમચન્દ્રાચાર્યને એના જવાબમાં લાગ્યું. ધન્ય છે કવિશ્વર તમારી ગુરુપ્રીતિ અને ગુરુસેવાને – મહારાજ આવતીકાલે રાજદરબારમાં વિદ્વાનો, ગુરુજનો, શ્રેષ્ઠિઓ, સામંતો, દંડનાયકો, ધર્માધિકારીઓ અને અન્યની હાજરીમાં ભગવાન સોમનાથના મંદિરના નવનિર્માણની વાત જાહેર કરી – કવિ વિશ્વેશ્વર અને ભાવબૃહસ્પતિને આખાય નવિનર્માણના કાર્યમાં ભાવબૃહસ્પતિજી અને કવિ વિશ્વેશ્વરજી નિર્માણના કેન્દ્રમાં હશે એવી જાહેરાત કરો.... હેમચન્દ્રાચાર્યજી બોલી ઊઠ્યા. * બીજા દિવસે ઓચિંતા સોમનાથથી ભાવબૃહસ્પતિજી પણ પાટણ આવી પહોંચ્યાના સમાચાર ભવાનીરાશિએ કુમારપાળ અને હેમચન્દ્રાચાર્યજીને આપ્યા ત્યારે – બન્નેના આનંદનો પાર ન રહ્યો. * Jain Educationa International ૧૮૩ For Personal and Private Use Only Page #201 -------------------------------------------------------------------------- ________________ કલિકાલસર્વજ્ઞ રાજદરબારમાં ભાવબૃહસ્પતિજી અને કવિ વિશ્વેશ્વરનું અભિવાદન કરતાં સર્વ પંડિતો, શાસ્ત્રીઓ, સાધુઓ અને વિદ્વાનોની હાજરી વચ્ચે હેમચન્દ્રાચાર્યે... એના બુલંદ અવાજે ભગવાન સોમનાથ મહાદેવના નવનિર્માણના કાર્યની જવાબદારી ભાવબૃહસ્પતિને સોંપવાની જાહેરાત કરી ત્યારે રાજ્યસભા..... ભગવાન સોમનાથ મહાદેવનો જય..... મહારાજા કુમારપાળનો ... ના જયઘોષથી ગાજી ઊઠી. ભાવવિભોર ભાવબૃહસ્પતિજીએ આસન પરથી ઊભા થઈ કુમારપાળને આશીર્વચન આપ્યા અને હેમચન્દ્રાચાર્યજીને ભેટી પડતાં બોલી ઊઠ્યા, કલિકાલસર્વજ્ઞનો ય..... ૧૮૪ - કુમારપાળે ઉદયન મંત્રીના દીકરા વાહડ – વાગ્ભટ્ટની મહાઅમાત્ય પદે નિમણૂક કરી – મંદિરના નવનિર્માણના કાર્યની વહીવટી જવાબદારી સોંપતાં કહ્યું. મહંતશ્રી ભાવબૃહસ્પતિજી અને કવિ વિશ્વેશ્વરની નિગેહબાની નીચે ભગવાન સોમનાથના મંદિરનું નવનિર્માણ ચૌલુક્યવંશની પરંપરાગત પ્રણાલિકાનુસાર થાય એ જોવાની જવાબદારી મહાઅમાત્ય વાગ્ભટ્ટને સોંપતાં મને આનંદ થાય છે. કાર્યનો આરંભ વિના વિલંબે થાય તેવો હુકમ કરું છું.... - મહારાજ... આ નિમિત્તે... આપણા વિદ્વાન ગુરુવર્ય – મહંતશ્રી ભાવબૃહસ્પતિજીની આજ્ઞા અને પ્રેરણા અનુસાર મંદિરના નિર્માણ દરમિયાન મહારાજ તમારાથી શરૂ કરી આ સભામાં અને સભા બહારના પ્રજાના સેવકો – માંસ, મદિરા અને જુગાર છોડવાની પ્રતિજ્ઞા લઈ મંદિરના નવનિર્માણમાં એની ભક્તિ, શક્તિ અને શ્રદ્ધાના સુમનોની ભેટ ભોળાનાથ મહાદેવના ચરણે ધરાવી મંદિરની રોનકમાં ઉમેરો કરે....' હેમચન્દ્રાચાર્યજી ભાવબૃહસ્પતિ અને કવિ વિશ્વેશ્વર સામે સૂચક નજરે જોતાં બોલ્યા. સભામાંથી ફરી એક વખત ભાવબૃહસ્પતિ, કુમારપાળ અને For Personal and Private Use Only Jain Educationa International - - Page #202 -------------------------------------------------------------------------- ________________ કલિકાલસર્વજ્ઞ ૧૮૫. હેમચન્દ્રાચાર્યજીના નામનો જયજયકાર થયો... પાટણમાં ભારે ચર્ચા ચાલી રહી હતી... ભગવાન સોમનાથ મંદિરના નવનિર્માણના કાર્યના આખરી ટાંચણા મરાઈ રહ્યા હતા. ચૌલુક્યવંશના રાજવીઓની શિવભક્તિ અને પ્રતિષ્ઠાને ચાર ચાંદ લાગી જાય તેવું ભવ્ય મંદિર પ્રભાસપાટણના ઉદધિતરંગોથી પ્રક્ષાલિત થતું તૈયાર થઈ રહ્યું હતું – આખરી સ્પર્શ દેવાઈ રહ્યો હતો ત્યારે પાટણમાં ભારે ચર્ચા ચાલી રહી હતી. ‘આપણા જૈનમુનિ કલિકાલસર્વજ્ઞ હેમચન્દ્રાચાર્ય સોમનાથ પાટણ જઈ રહ્યા છે.' અરે જૈનમુનિથી તે વળી શિવમંદિરમાં જવાતું હશે” હેમચન્દ્રાચાર્યજી સોમનાથના મંદિરના પ્રાણપ્રતિષ્ઠાના પ્રસંગે જશે તો જૈનસમાજમાંથી એનું માન ઊતરી જશે... તો બીજી બાજુથી... રખે સંભાળજો.. એ જૈનસાધુ - ભગવાન સોમનાથના મંદિરમાં ઘૂસી મંદિરની પવિત્રતા ન અભડાવે...” કહેવાય છે કે મહારાજ કુમારપાળ સોમનાથ નથી જવાના...” એણે તો જવું જોઈએ... સમગ્ર ગુર્જરભોમના પ્રતિનિધિ તરીકે એમણે તો જવું જ જોઈએ. ગૌબ્રાહ્મણ પ્રતિપાળ મહારાજ કુમારપાળે આ બાબતમાં હેમચન્દ્રાચાર્ય કે અન્ય જૈનમુનિની સલાહ માનવાની ન હોય.” અદ્દાઓનું વાતાવરણ પાટણના રાજકારણને ડહોળી રહ્યું હતું. શંકા આશંકા અને અદ્દાની ભરમાળ વચ્ચે એક દિવસ મૂંઝાયેલા ગુજરશ્વર - ગુરુ હેમચન્દ્રાચાર્ય પાસે પહોંચી ગયા. પધારો રાજર્ષિ. આપનું સ્વાગત છે.” ગુરુદેવ. આપનાં દર્શન, આપણી વાણીનો ધર્મલાભ અને આપના અપાસરાનું પવિત્ર વાતાવરણ... હૃદયમાં સર્જાતી રહેતી દ્વિધાઓનું શમન કરી દે છે. એટલે અહીં દોડી આવું છું....” Jain Educationa International For Personal and Private Use Only Page #203 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ કલિકાલસર્વજ્ઞા શેની દ્વિધાથી મૂંઝાવ છો. રાજનું ?” મહારાજ મોટામાં મોટો દેવ કોણ ? રાજનું આ દુનિયામાં માણસે પોતાના મામલામાં રહેલા “આત્મા' સિવાય બીજો કોઈ દેવ ક્યારેય જાણવો નહીં અને આત્માથી મોટો બીજો દેવ જગતમાં જાણવો નહીં.' ભગવાન મહાવીર કે ભગવાન શંકર પણ નહીં ?” “માણસના હૈયામાં જ – આત્મા સ્વરૂપે પરમાત્મા મહાવીર – ભોળાનાથ શંકર જ બિરાજે છે” હેમચન્દ્રાચાર્ય બોલ્યા. ખરેખર ? “હા, મહારાજ. આત્મા સો પરમાત્મા... પછી એ પરમાત્માને તમે મહાવીર કહો, કૃષ્ણ કહો, શંકર કહો. અને હાં એ માણસના આત્મામાં નથી તો બીજે ક્યાંય નથી....” “મહારાજ પણ એને શોધવો ક્યાં? ભગવાન સોમનાથમાં દ્વારિકાના દ્વારકાધિશમાં કે પાલિતાણાના મહાવીરમાં? કુમારપાળની મૂંઝવણનો પાર નહોતો આવતો.” રાજનું... એ છે... તમારા “માંયલામાં “આત્મા’માં બાકી સ્વરૂપભેદ, તો આપણે માણસોએ આપણા સ્વાર્થ ખાતર, સંપ્રદાયો – ઈશ્વરો – સર્યો છે... બાકી તો રાજનું આપ તો ગુજરશ્વર છો. જ્ઞાની છો. વધુ શું કહું ?' “મહારાજ આ આત્મા શું છે? મહાવીર શું છે? શંકર શું છે? કુમારપાળે પ્રશ્ન કર્યો. મહારાજ, ભીરુ માનવીએ પોતાના સ્વાર્થ ખાતર, પોતાની પ્રતિષ્ઠા ખાતર, પોતાના અહમ ખાતર, પોતપોતાના દેવતાઓ, ઈશ્વરો શોધી કાઢ્યા છે અને એની શોધમાં નીકળેલો માણસ જ્યારે એને શોધી શકતો ન હોય, મેળવી શક્તો ન હોય, ત્યારે એનું મિથ્યાભિમાન ફૂંફાડા મારતું... વ્યર્થ વલોપાત કરતું થઈ જાય છે.” હેમચન્દ્રાચાર્ય બોલ્યા. Jain Educationa International For Personal and Private Use Only Page #204 -------------------------------------------------------------------------- ________________ કલિકાલસર્વજ્ઞ ૧૮૭ મહારાજ. આપને સોમનાથની યાત્રાએ પધારવાનું નિમંત્રણ આપવા આવ્યો છું.... આપના પ્રસ્થાનનું મુહૂર્ત કાઢી આપો એટલે આપના પ્રવાસની તૈયારી કરાવી દઉં કુમારપાળે સૂચક નજરે હેમચન્દ્રાચાર્યજી પર નજર કરતાં પૂછ્યું. રાજનું નિમંત્રણ બદલ આભાર. ભગવાન સોમનાથના દર્શનનીયાત્રાની તૈયારી અમે કરી જ નાંખી છે. આપ પ્રસ્થાન આદરી. અમે આબુ, અંબાજી, શંખેશ્વર, રાણકપુર થઈને સોમનાથ સમયસર પહોંચી જઈશું. અમારે સાધુને તો યાત્રા એ જ જિંદગીનો અણમોલ મહોત્સવ હોય છે. રાજનું પ્રસ્થાન કરો, ફ્લેહ કરો.. યાત્રા હજો.... સુખમયી નિરામયી...” હેમચન્દ્રાચાર્ય ભાવવિભોર બની ગયા. જિંદગીમાં એણે સેવેલું આખરી સ્વપ્ન સાકાર થતું જોઈને “સર્વધર્મ સમભાવના મૂળમાં એનો જૈનધર્મ હતો જે જીવનધર્મ હતો. ભગવાન સોમનાથ પાટણની ધરતી શ્રદ્ધાળુ ભક્તજનો, અલખ નિરંજની બાવાઓથી, સૈનિકોથી, સાધુઓથી, વિદ્વાનોથી, વ્યાપારીઓથી ધમધમી ઊઠી હતી. સોમનાથના ઘૂઘવતા દરિયાનો અવાજ, ઊછળતા મોજાના તરંગો, નીલાંબરી આકાશ, સનસન વહેતો માતરિક્ષા. અને મધ્યમાં ભગવાન સોમનાથનું ભવ્ય મંદિર... આકાશમાં ફડફડતો ગેરુઆ રંગનો ધ્વજ. અદ્ભુત મહોત્સવનો માહોલ રચાયો હતો. ભગવાન સોમનાથના મંદિરના પરિસરમાં ભવ્ય મંડપ બંધાઈ ગયો હતો. આચાર્ય દેવબોધ - એનાં બધાં જ વૈભવી ઠાઠમાઠ સાથે વિશાળભાલમાં ત્રિપુંડ, ગળામાં રુદ્રાક્ષની માળા, કાનમાં રુદ્રાક્ષના કુંડળ ભગવી કંથા, લાલરંગની ધોતી અને ખભા પરના શ્વેત ઉપકરણમાં શોભતા આચાર્ય દેવબોધ એના શિષ્યમંડળ સાથે મંડપમાં લટાર મારતા હતા. ભવાની રાશિ- કેટેશ્વરીદેવીના પૂજારીનો ઠાઠ પણ કાંઈ ઓછો નહોતો. એના શિષ્યો સાથે મંડપમાં આવી એનું સ્થાન ગ્રહણ કરી લીધું હતું. વામ્ભટ્ટ Jain Educationa International For Personal and Private Use Only Page #205 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ કિલિકાલસર્વજ્ઞ આ બધાની આગતાસ્વાગતામાં આમતેમ દોડધામ કરી રહ્યા હતા. કવિ વિશ્વેશ્વર અને ભાવબૃહસ્પતિ મંદિરની અંદરની તૈયારીમાં વ્યસ્ત હતા. ઉદયન મંત્રી થોડાક નિષ્ક્રિય હતા... એક ખૂણામાં ઊભા ઊભા મહોત્સવની ગણાતી ઘડીઓમાં – આકાર લઈ રહેલી પરિસ્થિતિનો તાગ કાઢી રહ્યા હતા. સોમનાથ મંદિરના ભવ્ય પ્રવેશદ્વારની દોઢીએથી શરણાઈના સૂર હવામાં લહેરાઈ રહ્યા હતા. નોબત અને નગારા પર ઘા દેવાતા જતા હતા. ગુર્જરેશ્વર કુમારપાળનો જય...” રાજર્ષિ કુમારપાળ મહારાજનો જય... પ્રવેશદ્વાર પાસે એકત્રિત થયેલા જનસમૂહનો જયધ્વનિ મહારાજ કુમારપાળના આગમનની છડી પોકારતો ઊડ્યો. કલહનન હસ્તિરાજ પરથી કુમારપાળ સોમનાથની ધરતી પર ઊતર્યા એટલે પ્રભાસપાટણની કુંવારી કન્યાઓએ મહારાજની આરતી ઉતારી અક્ષતચંદનથી સ્વાગત કર્યું. આચાર્ય દેવબોધ, ભવાનીરાશિ, ભાવબૃહસ્પતિ, કવિ વિશ્વેશ્વર, ઉદયન મંત્રી, અને મહારાજની પાછળ આવી પહોંચેલા હેમચન્દ્રાચાર્ય અને એના શિષ્યોએ કુમારપાળું પ્રવેશદ્વાર પર સ્વાગત કર્યું. પવિત્ર શ્લોકોથી વાતાવરણ ગુંજી ઊડ્યું. - કુમારપાળ મહારાજે સોમનાથ મહાદેવના ભવ્ય મંદિરમાં પ્રવેશ કર્યો ત્યારે ભગવાન સોમનાથ મહાદેવના જયઘોષથી – મંદિરનો ગુંબજ ગુંજી ઊઠ્યો. કુમારપાળે જય ભોલેનાથ... જય સોમનાથ... જય મહાદેવ શંભુના જયજયકાર સાથે સોમનાથ મહાદેવના શિવલિંગને સાષ્ટાંગ દંડવતુ પ્રણામ કરતાં... કરચરણકૃત વાક કાયજ કર્મજકંવા ! શ્રવણ નયનવા માન સંવાડપરાધમ // વિહિતમ્ વિહિત વા સતમેતત ક્ષમસ્યા ! જય જય કરુણાબ્ધ શ્રી મહાદેવશલ્મો ' Jain Educationa International For Personal and Private Use Only Page #206 -------------------------------------------------------------------------- ________________ કલિકાલસર્વજ્ઞ ૧૮૯ હે મહાદેવ હાથ વડે કે પગ વડે વાણીથી કે શરીરથી કાનથી કે આંખથી હું જે અપરાધ કરું તે કર્મથી ઉત્પન્ન થયેલો હોય કે ફક્ત માનસિક હોય, અમુક કર્યું તેથી હોય કે અમુક ન કર્યું તે કારણે હોય, હે દેવસાગર કલ્યાણકારી સોમનાથ મહાદેવ તે બધાની મને ક્ષમા કરજો – તમારો જયજયકાર થાવ....” ભાવબૃહસ્પતિએ કુમારપાળ મહારાજાને આચમનિયમાંથી અભિષેકનું પવિત્ર જલ મહારાજના માથે છાંટતાં આશીર્વચનના શ્લોક ઉચ્ચાર્યા. સ્વવણ શ્રમધર્મેણ તપસાહરિતોષણાત | સાધન પ્રભવેલેંસાં વૈરાગ્યાદિ ચતુષ્ટયમ્ | પોતપોતાના વર્ણ અને આશ્રમ અનુસાર ધર્મના અનુષ્ઠાનરૂપે તપથી પરમેશ્વરની પ્રસન્નતા થાય છે. અને પરમેશ્વરની પ્રસન્નતાથી મુમુક્ષુને વિવેક, વૈરાગ્ય આદિ ષટ્યપત્તિ અને મુમુક્ષુતા એ ચાર સાધનની પ્રાપ્તિ હે રાજન તમને થાવ. કુમારપાળ ભાવબૃહસ્પતિને પગે લાગી હેમચન્દ્રાચાર્યજીને વંદન કરવા નીચે નીમ્યા કે તરત જ હેમચન્દ્રાચાર્યજીએ પ્રેમથી એને ભેટી પડતાં આશીર્વચન ઉચ્ચાર્યા. મહારાજ વિજયી ભવ...” ભગવાન સોમનાથની કૃપા ઊતરો.” ‘સર્વેષામેવ ભુતાનામકલેશ જનંનયતું ! અહિંસા કથિતાસહિર્યોગ સિદ્ધિ પ્રદર્શિનિ ' કોઈ પણ પ્રાણીને મન, વચન અને કાયાથી દુઃખ ઉત્પન્ન ન કરવું તેને સત્વરુષો અહિંસા કહે છે – માટે મહારાજ “એતે જાતિદેશકાલ સમયાનવચ્છિન્ના સાર્વભૌમા મહાવ્રતમ્' અહિંસા, સત્ય, અસ્તેય, અપરિગ્રહ તથા બ્રહ્મચર્ય એવા આ સર્વ જાતિ દેશ કાળ કે સમય પરત્વે સુસ્થિર રહી મહાવ્રતના આરાધક બનો.” કલિકાલસર્વજ્ઞજી..” ભાવબૃહસ્પતિ હેમચન્દ્રાચાર્ય પાસે આવતા Jain Educationa International For Personal and Private Use Only Page #207 -------------------------------------------------------------------------- ________________ ૧૦ કલિકાલસર્વજ્ઞ બોલ્યા. આજ્ઞા. ભાવબૃહસ્પતિજી...” આજના શુભ અવસરે આપ છેક પાટણથી લાંબો પ્રવાસ કરીને બીજા છેડાના સોમનાથ મહાદેવજીના પ્રભાસ પાટણ કશા જ છોછ વગર પધારી ધર્મને સાચા અર્થમાં ઉજાળ્યો. એક સાચા જૈનનું જૈનત્વ – ધર્મમુ જયતિ શાસનમું – માં પ્રગટ કર્યું. – એ જગતના કોઈ પણ કાળના – કોઈ પણ ધર્મની – કોઈ પણ દિવસની – આજના દિવસની માંગ હતી. ભગવાન સોમનાથ મહાદેવની આરતી, આજે કલિકાલસર્વજ્ઞ તમે તમારા હાથે ઉતારો. મારા ભોળાશંભુની ઈચ્છા છે – આજ્ઞા છે.” ભાવબૃહસ્પતિ હેમચન્દ્રાચાર્યને ગર્ભદ્વારમાં શિવલિંગ પાસે દોરી જતા બોલ્યા. કિવિ વિશ્વેશ્વરે હેમચન્દ્રાચાર્યના હાથમાં ઝળહળતી જ્યોત સાથેની આરતી આપી - હેમચન્દ્રાચાર્યે ભાવવિભોર બની એક દષ્ટિ મંદિરમાં એકત્રિત થયેલા જનસમુદાય પર નાંખી.... અને સોમનાથ મહાદેવના ભવ્ય શિવલિંગ પર નજર સ્થિર કરતાં – નમસ્તકે, નતનયને આરતીની શરૂઆત એમના મધુર કંઠે કરી. તે વંદે સાધુવંદ્ય સકુલગુણનિધિધ્વસ્તદોષદ્વિપંતમૂ | બુધ્ધવા વર્ધમાન શતદલ નિલય કેશવ વા શિવ તાં તે તું ગમે તેવી પ્રકૃતિનો હોય, તારું ગમે તે નામ હોય, તારો ગમે તેટલો કાળ હોય, તોપણ તારી સ્થિતિ છે જેનામાં પાપકર્મ નથી અને જેના કર્મથી પાપવાસનાનો પરિણામ થતો નથી, એવો તું એક ઈશ્વર છે – જે આ ભવ્ય શિવાલયમાં કૈલાસવાસી મહાદેવ રૂપે નિઃશક બિરાજે છે. એને હું નમસ્કાર કરું છું...' માયા જે અવતારનું બીજક છે તે માયાનો પાશ જેણે તોડ્યો છે તે પછી બ્રહ્મા, વિષ્ણુ કે શિવ, બુદ્ધ કે મહાવીર, ગમે તે હોય તેને મારી આ પ્રાર્થના છે. Jain Educationa International For Personal and Private Use Only WWW.jainelibrary.org Page #208 -------------------------------------------------------------------------- ________________ કલિકાલસર્વજ્ઞ ૧૯૧ આરતી પૂરી થતાં હેમચન્દ્રાચાર્યે સોમનાથ મહાદેવને સાષ્ટાંગ દંડવત્ કર્યા અને મંદિરના પ્રાંગણમાંથી ભોળેનાથ સોમનાથ મહાદેવનો જય... હેમચન્દ્રાચાર્ય મહારાજનો જય... રાજર્ષિ કુમારપાળ મહારાજનો જય... - ના જયઘોષ – આનંદ અને ઉત્સવનું વાતાવરણ સર્જતા ઊડ્યા. રામચ. મહારાજ.” જ્ઞા, ગુરુદેવ.” “વત્સ, આસન કરાવો.... પરભોમના તેડાં આવ્યાં છે.' ગુરુદેવ.' રામચન્દ્રસૂરિ ગુરુના પગ પકડતાં રડી પડ્યા. ગુર્જરેશ્વર પણ ઢીલા પડી ગયા. વત્સ આ મોહ સાધુત્વના શિખરે પહોંચેલા મારા રામચન્દ્ર માટે ન હોય, મન દઢ કરો, બુદ્ધિ સ્થિર કરો, જિંદગીની અંતિમ પળનો આનંદોત્સવ મનાવો. આત્મા નામનું પંખી એનો માળો બદલી રહ્યું છે. વત્સ એનો શોક ન હોય.... આનંદ હોય.' કુમારપાળ મહારાજને વૃદ્ધ ગુરુની લથડેલી તબિયતના સમાચાર મળતાં એ દોડી આવ્યા અને સૂતેલા હેમચન્દ્રાચાર્યજીના પગ પકડી રડી પડ્યા. વૈદ્ય, હકીમોનો કાફલો અપાસરામાં આવી પહોંચ્યો, ત્યારે હેમચન્દ્રાચાર્યે કુમારપાળને એક શ્લોક સંભળાવી રહ્યા હતા. નૈનમ્ છિન્દતી શસ્ત્રાણી – નૈનંમ્ દહતી પાક....” મહારાજ કેટલાય દાયકાનું એકબીજાનું સાંનિધ્ય, આપણે માથું કેટકેટલો સત્સંગ કર્યો. ધર્મચર્ચા કરી. આત્માને જાણવાનો, માણવાનો, આત્મામાં મહાલવાનો સુયોગ કર્યો પછી આ શોક આત્માને જાણનારા ગુજરશ્વર આપને શોભે નહીં.” અનંતધામની યાત્રાએ પ્રસ્થાન કરશો - મળેલી જિંદગીને જીવતરને આત્માના તાંતણે પરોવી લ્યો. જિંદગી જીવી Jain Educationa International For Personal and Private Use Only Page #209 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ કલિકાલસર્વજ્ઞ. જશો - મૃત્યુ તરી જશો...” હેમચન્દ્રાચાર્યે એકત્રિત થયેલા સ્નેહીઓ સામે નજર માંડી... અર્ધખુલ્લી આંખો પહેલાં કુમારપાળ પર અને પછી રામચન્દ્રસૂરિ પર - એ આંખોનો સંદેશો સમજી જતાં ભારે હૈયે આંસુભીના હૈયે... હેમચન્દ્રાચાર્યજીના કપાળ પર એનો જમણો હાથ મૂક્યો અને ધીમા હળવા અવાજે. ગુરુદેવનો જ ગમતો શ્લોક... न शब्दो न रूपं न रसो नाऽपि गन्धो न वा स्पर्श । જોશો વર્ષો ન નિંદામ્ ! न पूर्वापरत्वं न यस्याति संज्ञा स अंक: पारत्मा । તિમાં બિન્દ્રઃ - ગાતા ગાતા રડી પડ્યા. કલિકાલસર્વજ્ઞની આંખો મીંચાઈ ગઈ. ચહેરા પર એ જ મૃદુ – કરુણામય સ્મિત ફરી ઊડ્યું. Jain Educationa International For Personal and Private Use Only Page #210 -------------------------------------------------------------------------- ________________ ગુરુદેવ આ ધરતી પર અવતરીને હૈયામાં ઊઠતા મારા આ આત્માનું શું? આ જનમ શું છે? આ દેહ શું છે? આ જગત, આ માણસો, ચોરાસી લાખ યોનિ, આ જીવ, આ બધું શું છે? માનવે સુખદુઃખના દાવાનળોમાં સળગતા જ રહેવાનું? પશુ, પંખી, માનવ સમસ્ત સૃષ્ટિને આ કર્મયજ્ઞમાં હોમાતા જ રહેવાનું... ગુરુદેવ... મુક્તિ મોક્ષ શી ચીજ છે? ગુરુદેવ સચારિત્રરૂપી વહાણથી મને આ સંસારસમુદ્રને તરાવો.' ' - ચાંગ ગુરુદેવ... અજ્ઞાનનાં પડળ આપની વાણીથી ખૂલી ગયાં. મારો ચાંગ કુબેરના ધનભંડારના મેરુ પર આરોહણ કરી કાળની ક્ષણિક પળો પૂરતો કુબેરપતિ’ કહેવરાવે એ કરતાં અહિંસા, અસ્તેય, સત્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ આદિના ઉત્તુંગ - સનાતન શિખરો પર બિરાજી જગતના સર્વ જીવોના કલ્યાણ માટેની જ્ઞાનની ગંગા વહેવડાવતો ભગીરથ બની રહે એવી જ મારા જીવનની મનોકામના છે ગુરુદેવ...” - ચાંચદેવ પુસ્તકમાંથી Jain Educationa International For Personal and Private Use Only