________________
કલિકાલસર્વજ્ઞ
૨૧
ગુરુદેવને ચરણે દીકરાને ધરી દીધાની વાતની માંગણી કરતાં કહ્યું.
શું કર્યું મારા ચાંગે ? પણ એ છે ક્યાં પાહિની ? - ફરી એકનો એક પ્રશ્ન દોહરાવતાં ચાંચની ધીરજ ખૂટી ગઈ હતી. એ લગભગ બરાડી ઊઠ્યો.
‘અહીં જ છે નાથ.' ધૃજતા અવાજે પાહિની બોલી. અહીં એટલે ક્યાં ?” ચાંચનો અવાજ ગુસ્સામાં ફાટી ગયો. ગુરુદેવને શરણે... જિનપ્રભુની જાગીરમાં....'
‘ગુરુદેવને શરણે.... જિનપ્રભુની જાગીર ? વાત શી છે દેવી... કાંઈ ફોડ પાડીને વાત કરો... નેમિનાગ વાત શી છે? તમને તો ખબર છે ને કે ચાંગ મને કેટલો વ્હાલો છે ? મારા દીકરાનું મોટું ન જોતાં...... મારો તો જીવ કળીયે કળીયે કપાઈ રહ્યો છે. મારા ચાંગને તમે ભાઈબહેને મળીને ક્યાંક... ચાંચ આગળ બોલી ન શક્યો. એનું સમગ્ર અંગ, ક્રોધથી ધ્રુજતું હતું. આંખોમાંથી અંગારા વરસી રહ્યા હતા.
‘આપણા ચાંગને. જીવોના કલ્યાણર્થે, સત્ય, અહિંસા, પ્રેમના પરમ ધર્મોનો પ્રકાશ જગતમાં ફેલાવવા માટે મેં આચાર્ય દેવચન્દ્રસૂરિને સમર્પિત કરી દીધો છે, નાથ.”
શું કહ્યું? મારા ચાંગને પેલા સાધુડાને હવાલે કરી દીધો... કોને પૂછીને ?” ત્રાડ પાડતો ચાંચ બરાડી ઊઠ્યો.
પ્રાણનાથ... પાંચ વર્ષ પહેલાં જ આપણા ગુરુદેવ દેવચન્દ્રસૂરિજીને ગોચરીમાં સમર્પી દીધો હતો...... આપણો “ચાંગ” આપણા મહાવીર સ્વામીનો – જૈનધર્મનો પ્રહરી બની... એના આત્માનું જ નહીં પણ સર્વજીવોના કલ્યાણાર્થે જન્મેલો “આત્મા' હતો. સમસ્ત પ્રજાના કલ્યાણ ખાતર મેં ચાંગને ભગવાન મહાવીરને શરણે રમતો કર્યો છે. પાહિનીદેવીએ હિંમત કરીને આખીય વાતનો ઘટસ્ફોટ કરી દીધો.
“શું કહ્યું? ભગવાન મહાવીર સ્વામીને શરણે રમતો કર્યો ? પાંચ વર્ષના બાળકને મૂંડકો બનાવવા સાધુઓને સોંપી દીધો ? પાંચ વર્ષના કોમળ બાળકને જિંદગી શું છે ? ધર્મ શું છે ? સત્ય, અહિંસા શી વાત
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org