________________
કલિકાલસર્વજ્ઞ
ચાંગ” ચાંચનો એકનો એક લાડકો દીકરો હતો. બાપ દીકરો - ચાંગ જ્યારે ધંધુકામાં હોય ત્યારે સાથે જ રહેતા, ઘૂમતા, ફરતા, એક ક્ષણ પૂરતો પણ ચાંચ ચાંગને એની નજરથી દૂર થવા દેતો નહોતો.
પ્રાણનાથ... ચાંગ... આટલામાં જ ક્યાંક રમતો હશે... તમે લાંબા પ્રવાસેથી આવ્યા છો તો થાક્યા હશો. હમણાં હું માણસને મોકલી ચાંગને બોલાવી લઉં છું. આપ આરામ કરો. પાહિનીદેવી વાતને ટાળતી બોલી.
પાહિની... ચાંગને નહીં જોઉં ત્યાં સુધી મને ચેન નહીં પડે.... નેમિનાગ ક્યાં છે ? મામાના ઘરે તો તે એને મોકલી આપ્યો નથીને ?
બરોબર એ જ સમયે પાહિનીના ભાઈ નેમિનાગને પાહિનીપ્રાસાદમાં પ્રવેશતો જોઈ ચાંચ લગભગ ત્રાડ પાડતો – આખુંય પાહિનીપ્રાસાદ ગજાવતો બોલી ઊઠે છે –
પાહિની... મારા ચાંગને હાજર કર... નેમિનાગ સાથે પણ નથી. તો એ ગયો ક્યાં ?
પાહિનીદેવીના શરીરમાં ભયનું લખલખું પ્રસરી ગયું. પતિને કયા મોઢે કહે કે એણે ચાંગને દેવચંદ્રસૂરિને સોંપી દીધો છે. અને એને દીક્ષા આપવાનો દિવસ પણ નક્કી થઈ ગયો હતો. ચાંચના આગમનની જ રાહ જોવાતી હતી.
અરે નેમિનાગ... મારા ચાંગને ક્યાંય જોયો ? તું તો અપાસરેથી આવતો હોઈશ, ત્યાં પાઠશાળામાં તો નહોતોને ? આ તારી બહેનને ક્યારનો હું પૂછું છું. પણ સરખો જવાબ દેતી નથી.’ – ચાંચ ગુસ્સામાં બોલી ઊઠ્યો.
નેમિનાગે એક નજર ભયથી કંપતી એની બહેન સામે કરી અને પરિસ્થિતિનો તાગ કુશળ વાણિયાએ કાઢી લીધો.
જીજાજી... આપણો ચાંગ તો દેવીજીવ હતો.... ધર્મની બારાખડી તો એને પાહિનીએ ગળથુથી દ્વારા ઘૂંટાવી પાંચ વર્ષના ચાંગને અમે હમણાં ખંભાતના દેવચન્દ્રસૂરિ પાસે વંદન કરાવવા લઈ ગયાં હતાં... પાહિની જીજાજીને તારા દીકરાના પરાક્રમની વાત કરી ?” નેમિનાગે પાહિનીએ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org