________________
કલિકાલસર્વજ્ઞ
૧૫૩
ભારતીય તત્ત્વજ્ઞાનના ઊંડા અભ્યાસી એવા આચાર્ય દેવબોધ રમવા માંડ્યા. કપાળે ભસ્મનું ત્રિપુંડ, ગળામાં લટકતી રુદ્રાક્ષની માળા, કાનમાં રુદ્રાક્ષનાં કુંડળ, અને મુખમાંથી થતો સતત જુક્તિ સુક્તિ સરસ્વતીનો અખંડ જાપ... પાટણના વિદ્વાનોની સભામાં આચાર્ય દેવબોધ એના વૈભવ અને વ્યક્તિત્વના કારણે જુદા જ તરી આવતા હતા.
મહારાજનો જય હો... ભૃગુકચ્છના આચાર્ય દેવબોધના આપને આશીર્વાદ છે. જેના આંગણે માતા સરસ્વતી વહી રહી છે. કલિકાલસર્વજ્ઞ હેમચન્દ્રાચાર્યની વિરલ ધર્મવાણી ગુંજી રહી છે. વિદ્યા અને વિદ્યાધરનું બહુમાન કરતી રહેતી કાવ્યમાનન્યાય કાવ્ય આનંદ માટે પ્રખ્યાત એવી ભવ્ય પ્રાસાદો અને મહાલયોની પાટણ નગરીમાં આવતા, ગુર્જરેશ્વર હું ધન્યતા અનુભવું છું.' ના શબ્દો સાથે કુમારપાળને ભરસભામાં જે આશીર્વાદ આપ્યા હતા... એ યાદ આવી ગયા. આચાર્યદેવબોધની હાજરી અનોખું વાતાવરણ સર્જી ગઈ હતી. એની વાણીમાં એના અણુઅણુમાં માતા સરસ્વતીનો વાસ હતો. એના માટે કહેવાતું કે માતા સરસ્વતી એની માટે હાજરાહજૂર હતાં.
એના પાટણપ્રવેશનું રહસ્ય હજી અકબંધ હતું.
પાટણનગરીનું વાતાવરણ પણ ધર્મ અને રાજકારણનાં ધર્મ અને ધર્મના મતભેદોના કારણે ડહોળાયેલું હતું.
રાજા હેમચન્દ્રાચાર્યની અસર નીચે આવતા જતા હતા જેનધર્મ તરફનું એનું વલણ રૂદ્ધત્તિવિત્તના વંશહીન દ્રવ્યને રાજભંડારમાં જમા કરવાના કાયદાને નાબૂદ કરવામાં, પશુહિંસા નિષેધ અને મદ્યપાન પરની પાબંદી દ્વારા જૈનધર્મના સત્ય, અહિંસા, અપરિગ્રહ જેવા માનવમાત્રના કલ્યાણ માટેના સિદ્ધાંતોને અમલમાં મૂકવાના પ્રયત્નોમાંથી સ્પષ્ટ થતું હતું. કલિકાલસર્વજ્ઞની પ્રેરણા અને પ્રોત્સાહન આ પ્રવૃત્તિની ભીતરમાં હતા. રૂદ્રરિવિત્ત અંગેના હિંડમિકા ઘોષ થઈ ગયો હતો. “પશુહત્યા' નિષેધની જાહેરાતની ક્ષણો ગણાતી હતી ત્યારે વિચક્ષણ, વ્યાપારી બુદ્ધિના પટ્ટણીઓ ઉપરાંત સમગ્ર ગુજરાતમાં ચણભણાટ શરૂ થઈ ગયો હતો.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org