________________
મધ્યરાત્રિનો સમય હતો. અમાસની અંધારી સોડમાં પટ્ટણીઓ નિદ્રાધીન હતા ત્યારે કુમારપાળ મહારાજ એના વફાદાર મિત્ર આનક સાથે કાળી કાંબલી ઓઢી નગરચર્યા કરવા નીકળ્યા હતા. ગામના પાદરમાંથી વહેતી લોકમાતા સરસ્વતીનાં નીર શાંત હતાં. કુમારપાળ અને આનક ફરતા ફરતા નદીના તટ પર આવી પહોંચ્યા. થોડેક દૂર સ્મશાનમાં ચિતા ભડભડ બળી રહી હતી. ભેંકાર રાત્રીમાં નદીની સામે પારના જંગલમાંથી શિયાળની લારી – ઘૂવડની ચિચિયારી અને તમરાંનો અવાજ વાતાવરણને ભયભીત બનાવી રહ્યું હતું. - સરિતાના તટ પર ઊભા રહી વહેતા જલપ્રવાહના મધ્યભાગમાં ઊભેલી એક વ્યક્તિ પર કુમારપાળની નજર ગઈ... અને એ ચમક્યો...
“અરે આનક... તને સામે જલપ્રવાહમાં કોઈ ઊભેલું દેખાય છે ? શું પડછંદ એની કાયા છે. આ કાળા અંધકારમાં એની સફેદ દાઢી અને વાળ હવામાં કેવા ફરફરે છે...?”
“મહારાજ... આખરે ભૃગુકચ્છના જાજરમાન મહંત આચાર્ય દેવબોધ. એનાં મધ્યરાત્રીના જપ કરવા – અનુષ્ઠાન કરવા અહીં પણ આવી ગયાને શું ! મહારાજ ઓળખ્યા નહીં. ભૃગુકચ્છથી પાટણના રાજકારણ અને ધર્મકારણમાં પોતાની પ્રતિષ્ઠા જમાવવા આવી પહોંચેલા આચાર્ય દેવબોધને ?” આનક ધીમેથી બોલ્યો.
“આચાર્ય દેવબોધ?” કુમારપાળ આશ્ચર્ય સાથે બોલી ઊઠ્યા. આંખો સામે આગલા દિવસે જ રાજસભામાં અનોખા દોરદમામ સાથે ઢોલ, ત્રાંસા અને શંખનાદ સાથે એના ચાર શિષ્યો સાથે પ્રવેશેલા ભૃગુકચ્છથી પધારેલા લાટપ્રદેશના પ્રકાંડ વિદ્વાન, અજોડ તાંત્રિક અને વેદ-ઉપનિષદ્ અને
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org