________________
૧૫૪
કલિકાલસર્વજ્ઞ
ખડગ સાથે વીરહાકથી રણમેદાન ગજાવતા શૌર્યમૂર્તિ કુમારપાળ ખભે ખલતો ભેરવી ગોચરી વહોરાવવા હવે નીકળવાના.” “રૂદ્રસિવિત્તની પ્રણાલિકા – એક જૈન સાધુની સલાહથી રદ કરી વર્ષની બોંતેરલક્ષ દ્રમની આવક જતી કરી – રાજ્યના અર્થતંત્રને ખોખરું કરનારા ગુજરશ્વરે – આ ધનનો પર્યાય કાંઈ શોધ્યો છે ખરો ?” પ્રજામાંથી પ્રશ્નો ઊઠવા માંડ્યા હતા.... મંત્રીઓ, પ્રજાજનો, શૈવપંથી આચાર્યો અને મંત્રીઓ સુધ્ધાં કુમારપાળના એક એક પગલાં સામે કચવાટ અનુભવતા હતા. આનક જેવા આનકે – રસ્તામાં જ રાજ્યની પરિસ્થિતિનો – પ્રજાના માનસનો ચિતાર આપતા કહ્યું
હતું.'
મહારાજ. સંસ્કૃતમાં એક શ્લોક છે.'
'यद्यपि सिध्ध लोक विरूद्धम् ।
ना करणीयम् नाचरणीयम् ॥ મહારાજ લોકોની એષણા, વિચાર અને પરંપરાગત વ્યવહાર વિરુદ્ધ કાંઈ પણ આચરણ ના કરો. આચાર્ય દેવબોધ એના વૈભવ અને જાહોજલાલીના જોરે... પ્રજામત ફેરવવા પાટણ આવ્યો છે. ભવાની રાશિ જેવા શક્તિશાળી દેવીભક્ત – કંટેશ્વરીના મહંતને “પશુભોગ ધરાવતો અટકાવી તમે હિંદુ દેવીભક્તો અને શૈવપંથીઓનો ખોફ વહોરી લીધો છે. આચાર્ય દેવબોધ રાજ્ય વિરુદ્ધ જનમત ઊભો કરવા પાટણના મહાલયો, ઘરોની ભીંતો, અને કેટેશ્વરી તેમ જ અન્ય મંદિરો, શિવાલયો પર પ્રજાને ભડકાવવા આહ્વાહન પત્રો મૂકવા માંડ્યા છે.” આનકે નગરચર્ચા માટે નીકળેલા ગુજરશ્વરને પ્રજાના માનસનો ચિતાર આપતાં કહ્યું. - કુમારપાળ વિચારમાં પડી ગયો. એનો દયાધર્મ – માનવધર્મ યુગોથી એક જ ઢાંચામાં – પરંપરામાં અંધશ્રદ્ધામાં જીવતી પ્રજાને માટે અસહ્ય – અસંબદ્ધ લાગ્યો હતો. ક્ષત્રિયોને એના શૌર્ય પર છીણી મુકાતી લાગી – વૈશ્યોને તળિયાઝાટક થનારા ધનકોષની ચિંતા થવા માંડી, ખોખલા થઈ ગયેલા કર્મકાંડ અને દેવદેવીઓને ચઢાવતા પશુ ભોગોને ધમકી, અને
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org