________________
કલિકાલસર્વજ્ઞ
૧૫૫
વિપરીત પરિણામોની આગાહી દ્વારા લોકોના માનસમાં જીવતા રાખતા કર્મકાંડી બ્રાહ્મણોના ધંધા ઠપ થઈ જવાના ભયથી – એ વર્ગે પણ ઊહાપોહ શરૂ કર્યો હતો. હેમચન્દ્રાચાર્ય જેવા યુગપૂરુષના અપાસરામાંથી જ્ઞાન, ધર્મ, શ્રદ્ધા, ભક્તિ અને પ્રેમની ક્રાંતિના ઊછળેલા ઘોડાપૂર સામે... અંધશ્રદ્ધાળુઓ ક્ષત્રિયો, કર્મકાંડીઓ, વૈભવી જીવન ગાળતા મહંતો, ઠેકાદારી લઈ બેઠેલા શ્રીમંતો ટકી રહેવાનો પ્રયત્ન આચાર્ય દેવબોધ અને ભવાનરાશિ જેવા દ્વારા કરી રહ્યા હતા.
“મહારાજ... આપણા ગુપ્તચરો સમાચાર લાવ્યા છે કે આચાર્ય દેવબોધે એના વૈભવશાળી આશ્રમમાં આજે મહા શિવરાત્રી નિમિત્તે વિજય પાન અને મદ્યપાન ને નામે દેવાધિદેવ શંકરભગવાનની પૂજાનો ભવ્ય કાર્યક્રમ રાખ્યો છે.”
શું કહે છે આનકી કુમારપાળ ચમકીને બોલ્યો.
કાને સાંભળેલી જ નહીં, પણ કાલે સાંજે આશ્રમમાં થઈ રહેલી તૈયારીમાં મદ્યનાં પીપોની હારમાળા હું ખુદ જોઈને આવ્યો છું એ ઉપરાંત દક્ષિણની નર્તિકાઓ અને દિલ્હી આગ્રાની તવાયફોને પણ આ વૈભવી રંગીન પ્રકૃતિના સાધુએ આ ઉત્સવમાં બોલાવી છે. આનકે વિગતે સમાચાર આપતાં કહ્યું.
આનક, પરંતુ મનિષેધ ધારાનું શું ? ગુર્જર પ્રદેશમાંથી દારૂના દૈત્યને દૂર કરવાની મારી પ્રતિજ્ઞાનું શું ? કુમારપાળ બોલી ઊઠ્યો.
મંત્રીશ્વર ઉદયન પણ અકળાઈ ઊઠ્યા છે મહારાજ. આનકે કહ્યું.
ઉદયન મંત્રીની અકળામણ વ્યાજબી હતી. મારવાડથી દોરી લોટો લઈને તંભતીર્થમાં એના જ જ્ઞાતિભાઈને ત્યાં સોનાચાંદી અને વ્યાજવટાવના ધંધામાં પ્રાવીણ્ય મેળવી. આજે પાટણના મંત્રીશ્વરપદે પહોંચેલા ઉદયન મંત્રીનું એક જ સ્વપ્ન હતું. અને તે સમગ્ર ગુજરાત અને રાજાધિરાજ કુમારપાળ પચાસ વર્ષની ઉંમરે ગુજરાતની રાજ્યધૂરા સંભાળી એના બાહુબળનું અદ્ભુત પરાક્રમ રણભૂમિ પર દેખાડી, ભારતના ગુજરાત,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org