________________
૩૦
કલિકાલસર્વજ્ઞ
અનુભવવા લાગ્યું. ઉદયન મંત્રી અને દેવચન્દ્રસૂરિની વાણીમાંથી ઊઠેલું તથ્ય-સનાતન તથ્ય લાગ્યું.
ભગવત્ત... ધર્મલાભ થયો...” ચાંચદેવ ગદ્ગદિત સ્વરે બોલી ઊઠ્યો.
ગુરુદેવ. અજ્ઞાનનાં પડળ આપની વાણીથી ખૂલી ગયાં. મારો ચાંગ કુબેરના ધનભંડારના મેરુ પર આરોહણ કરી કાળની ક્ષણિક પળો પૂરતો કુબેરપતિ' કહેવરાવે એ કરતાં અહિંસા, અસ્તેય, સત્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ આદિનાં ઉત્તુંગ - સનાતન શિખરો પર બિરાજી જગતના સર્વ જીવોના કલ્યાણ માટેની જ્ઞાનની ગંગા વહેવડાવતો “ભગીરથ' બની રહે. એવી જ મારા જીવનની મનોકામના છે ગુરુદેવ.” ચાંચદેવ બોલી ઊઠ્યો.
દેવચન્દ્રસૂરિ મહારાજના જયઘોષ વચ્ચે સભાખંડમાં એક લઘરવઘર સ્ત્રી ધસી આવી. એક ક્ષણ પૂરતી તો એના ગુરુદેવનો જયઘોષ સાંભળી ચમકી પણ ગઈ... ચાંચદેવ. દેવચંદ્રસૂરિને વંદન કરી રહ્યો હતો... દેવચન્દ્રસૂરિ ચાંચદેવને હૈયાસરસો ચાંપી રહ્યા હતા.'
પ્રાણનાથ... ગુરુદેવ... આ હું શું જોઈ રહી છું....”
‘દેવી પાહિની. તમે ખૂબ જ ભાગ્યશાળી છો.. ગરવી ગુજરાતનું જિનશાસનનું ગૌરવ છો દેવી... તમારો ચાંગ... હવે સર્વ કોઈનો ચાંગ બને છે... આનંદો દેવી... આનંદો.... તમારા અને શ્રેષ્ઠિરત્ન ચાંચદેવના ભવ્ય ત્યાગે જગતને આજે અજરઅમર એવા પુણ્યાત્માનું દાન કર્યું છે દેવી...”
કુલ પવિત્ર જનની કૃતાર્થી વસુંધરા ભાગ્યવતી ચ તેન, અવાક્ય માર્ગે સુખસિવું મગ્ન,
લીને પર બ્રહ્મણિયસ્ય ચેત... દેવી, પરબ્રહ્મમાં જેનું ચિત્ત લીન થયું છે, તેનાથી તેનું કુળ પવિત્ર થયું... જનની કૃતાર્થ બની અને પૃથ્વી સૌભાગ્યવતી બની છે, એવા તમારા પુત્રરત્નના દીક્ષા મહોત્સવની તૈયારી કરો
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org