________________
૧૭૮
કલિકાલસર્વજ્ઞ
જૈનત્વ સર્વ કોઈમાં પ્રગટે એ જ મારી ભાવના છે અને મહારાજ કુમારપાળમાં પણ એ જ ભાવના જન્મી છે.' હેમચન્દ્રાચાર્યે બોલી ઊઠ્યા. રામચન્દ્રસૂરિની પાછળ પાછળ પડછાયો બનીને ફરતો રહેતો બાલચન્દ્રસૂરિ ચર્ચામાં ભાગ લેતા બાલિશ પ્રશ્ન કરી બેઠો.
આપણા
ગુરુદેવ.... એ કેમ બની શકે ? એ જન્મે કે ધર્મે ક્યાં જૈન છે ?' હેમચન્દ્રાચાર્ય વિષાદ હૈયા સાથે બાલચન્દ્ર સામે જોઈ રહ્યા. બાલચન્દ્ર... આપણે જૈન બનતાં પહેલાં અજૈન થવાનું છે. પંથ કે મતનું અભિમાન હોવા કરતાં કેવળ સત્ય અને તે પણ વ્યક્તિ વિકાસના વિશાળ હૃદયી માનવ માટેના આવશ્યક સત્યને ધર્મ ગણે છે. તે જ સાચો જૈન છે.... મહારાજ આ પ્રકારના જૈનધર્મની વૃત્તિવાળા અમારિ, મદ્યનિષેધ, અને અહિંસા પરમો ધર્મ - જે સર્વે ધર્મોના પર્યાયો છે. જેને જીવનમાં રાજકારણમાં અમલમાં મૂકી સાચા જૈન બની ચૂક્યા છે... આપણે એના આ ધર્મપ્રવેશને બિરદાવીએ બાકી તો રાજા, શ્રેષ્ઠિ કે સંસ્થા એક સંપ્રદાયમાંથી આવે, થોડાંક મંદિરો બંધાવે તેથી શું ? રાજા, શ્રીમંત કે કોઈ પણ જીવ આપણા કે કોઈના પણ ધર્મમાંથી આવે છે એ એના પૂર્વના અલૌકિક પુણ્યે આવે છે. એના હૈયામાં, પ્રેમનું ઝરણ ફૂટે છે અને એ પ્રવાહમાં થઈને પુણ્યસરિતા બની આવે છે....' હેમચન્દ્રાચાર્યે ચર્ચાનું સમાપન કરતાં કહ્યું.
રામચન્દ્રસૂરિ... જીવદયા, અહિંસા, અપરિગ્રહ, મુદિતા, બધું જ આ જીવમાં સંસ્કારના નામે સ્થિર થયેલું હોય છે. ક્ષુદ્ર જંતુને કણસતો જોતાં એના પર થતી ક્રૂરતા જોતાં હિંસાનો પ્રભાવ જોતાં જ દયાપ્રેમ પ્રગટે છે એ કુળધર્મ આપણે અચળ રાખવાનો છે..... ગુરુદેવ આપનો ઉપદેશ બરોબર સમજ્યો છું ને ?" કુમારપાળે ચર્ચાની પૂર્તિમાં કહ્યું.
રામચન્દ્ર, તારી વાતમાં ‘કુમારવિહાર’ને પ્રાધાન્ય હતું એની પાછળ જૈનધર્મી હતો. જ્યારે હું હંમેશ કહેતો આવ્યો છું કે તમારો વ્યક્તિધર્મ જાગ્રત રાખો, આપણો ધર્મ વિસ્તાર પામે અને એ ઘર્ષણનું કારણ બને
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org