________________
હેમચન્દ્રાચાર્ય એમના શિષ્ય રામચન્દ્રસૂરિ સાથે ગુરુદેવના આશીર્વાદ સાથે સ્તંભતીર્થથી, કવિ સોમેશ્વરની કાવ્યભાષામાં કહીએ તો...
જેના ઊંચા દેવમંદિરો આકાશમાં સૂર્યના અશ્વનો માર્ગ રોકે છે, દિવસ દરમિયાન વેદતણા ઘોષોથી નગર ગુંજતું રહે એવા ધર્મ, સંસ્કાર અને શૌર્યના ત્રિવેણીતીર્થ સમા અણહિલવાડ પાટણ તરફ પ્રસ્થાન કર્યું. - ઉદયન મંત્રીએ હેમચન્દ્રાચાર્યના પાટણ પ્રવાસના સમાચાર અગાઉથી ત્યાંના સંઘો, નગરશ્રેષ્ઠિઓ વિદ્વાનો, સંતો અને શાસ્ત્રીઓને ખાસ સંદેશાવાહક દ્વારા પહોંચાડી દીધા.
હેમચન્દ્રાચાર્યની વિદ્વત્તા, સ્વાધ્યાય, મનન, ચિંતન અને જ્ઞાનપિપાસાની સુવાસ ગુજરાતભરમાં નાની ઉંમરે જ પ્રસરી ચૂકી હતી. સ્તંભતીર્થના આ જ્ઞાન-યોગીએ ધર્મના નવા નવા પરિમાણો દ્વારા જ્ઞાનના વિકાસમાર્ગો ખોલી સાધકોની જ્ઞાનપિપાસાને ઉત્તેજિત કરી હતી - સત્ય, અપરિગ્રહ, મુદિતા અને અહિંસાનો ઉપદેશ એની મધુરવાણી દ્વારા પૃથકજનોના હૃદયની આરપાર ઊતરી જતો હતો. અહિંસાના નામે નમાલા થતા જતા જનોને – અહિંસા તો મહા-વીરનું ભવસાગર તરી જવાનું મન, વચન અને કર્મથી હૃદયમાં પ્રેમ, સ્વાર્પણ અને મુદિતાનું માનવજાત માટેનું સાધન છે...
હેમચન્દ્રાચાર્યે એના જમાનામાં પ્રજાજનના હૃદયમાં સિચેલા પ્રેમ, સત્ય, અહિંસાનાં તત્ત્વો આજસુધી ગુર્જઅજામાં અકબંધ રહ્યા છે.
હેમચન્દ્રાચાર્ય અને એના શિષ્ય રામચન્દ્રસૂરિ. એની પાટણ પદયાત્રામાં રસ્તામાં ઠેર ઠેર ગામડાઓમાં નગરોમાં એની વિદ્વત્તાનો પરિચય આપતાં સત્ય, અહિંસા, જીવહિંસા, તેમ જ મહાવીર સ્વામીના વાણી અને
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org