________________
કલિકાલસર્વજ્ઞ
પ૯
વિદ્વાનોની સળંગ હારમાળા જોઈ, એને પાટણની સાંસ્કૃતિક દરિદ્રતા ખૂંચી. મહારાજને પાટણની રાજ્યસભા, વિદ્વદુભા – જ્ઞાનસભા તરીકે દેશભરના વિદ્વાનોની ઉપસ્થિતિથી ગાજતી જોવી છે, અને પાટનગર પાટણની પ્રજાને સાચા અર્થમાં “કાલોગચ્છતિ ધીમતામ્” બનાવવી છે.
હેમચન્દ્રાચાર્યની આંખોમાં ચમક અને શરીરમાં ઉત્સાહ ઊપસી આવ્યો. પાટણમાં પ્રવેશવાની – મહારાજા સિદ્ધરાજ જયસિંહના સંપર્કમાં આવવાનો – અને એના હૈયામાં પણ ધીમે ધીમે ગુજરાતના સંસ્કારધનને વિશ્વને ચોતરે ગૌરવપૂર્ણરૂપે મૂકવાના મોકાને ગુમાવવવા હેમચન્દ્રાચાર્યજી તૈયાર નહોતા.
‘ગુરુદેવ આપની આજ્ઞા, પ્રેરણા અને આશીર્વાદ મળશે તો પાટણની સાંસ્કૃતિક ભવ્યતા, સાંસ્કારિતાથી ઊજળી ઊઠશે.... “અવેરે શમે વેરની ભાવનાથી – “અહિંસા' એક પામર નહીં પણ વૈચારિક અડગતારૂપે અડીખમ વિચારધારારૂપે ઝળહળી ઊઠશે. “જીવહિંસા પરના નિષેધના ડંકાથી સમગ્ર ગુજરાતની ચારેય દિશાઓ ધણધણી ઉઠશે. મહારાજ આપ આજ્ઞા આપો, મહાવીરકૃપાથી મહારાજના ચહેરા પર “સત્યમ્ શિવમ્ સુંદરમ'નું તેજ “અરે શમે વેરની અહિંસાની પ્રેમાળ કરુણતાનું તેજ ફરી ફોરી ઊઠે એવા તમારા આ શિષ્યના પ્રયત્નો સફળતાને વરે એવા આશીર્વાદ આપો.'
હેમચન્દ્રાચાર્યજી ગુરુને વંદન કરતાં બોલી ઊઠ્યા.
“વત્સ... ભગવાન શ્રી મહાવીરની ધર્મસંસ્થાપનાથયની ભાવના સાકાર પામો એવા મારા આશીર્વાદ છે.'
અને હેમચન્દ્રાચાર્યે – એના બે પ્રખર શિષ્યો – રામચન્દ્રસૂરિ અને બાલચન્દ્રસૂરિ સાથે પાટણ તરફ પ્રયાણ આદર્યું.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org