________________
કલિકાલસર્વજ્ઞ
ઉચ્ચારેલી ભવિષ્યવાણી, અંતરમાં આનંદની છોળો ઉડાડતી - એના તન અને મનને ભક્તિરસથી તરબોળ કરી રહી હતી...
પરદેશની ખેપ કરી પાછા ફરેલા પતિ ચાંચદેવને પાહિનીએ જ્યારે એને આવેલા સ્વપ્નની અને ગુરુદેવ દેવચન્દ્રસૂરિએ ઉચ્ચારેલી ભવિષ્યવાણીની વાત કરી ત્યારે ચાંચદેવ ઘડીભર તો હર્ષાન્વિત થઈ નાચી ઊઠો... ચતુરસુજાણ ભાર્યાએ.... ગુરુદેવને “ગોચરી'માં પોતાના ભાવિ બાળકને વહોરાવી દીધો છે, એની વાત અલબત્ત એના હૈયાના ભંડકિયામાં ગોપિત રાખી હતી.
કાળનો પ્રવાહ વહેતો ગયો.
પાહિની ઉદરમાં અંકુરિત થઈ રહેલા બાળકના સંસ્કાર ઘડતર કાજે એ રોજ અપાસરામાં સૂરિઓનાં પ્રવચનો સાંભળવા જતી. નવકાર મંત્રના સતત રટણથી પાહિનીપ્રાસાદ' ગુંજતો રહેતો.
વિક્રમ સંવત ૧૧૪૫ની સાલ, વાતાવરણમાં કાર્તિક માસની ઠંડક પ્રસરી રહી હતી... પાહિનીદેવીનો રોમાંચ, પૃથ્વીના પાટલે આવી રહેલા બાળકની યાદમાં દિનપ્રતિદિન વધતો જતો હતો.. ચાંચદેવ પણ પરદેશની ખેપ કરી સમયસ૨ ધંધુકા પાછો ફરી - પાહિનીદેવીની આસપાસ આતુરહૈયે ઘૂમ્યા કરતો હતો. પાહિનીદેવીનો ભાઈ નેમિનાગ પણ બહેનની સારસંભાળ લેવા આવી ગયો હતો. સવાર-બપોર-સાંજ સાધુ, સંતો અને સૂરિઓની જ્ઞાનસભર ગાથાઓનું વાચન, સત્સંગ ચાલુ હતાં. ધાર્મિક, આનંદપૂર્ણ માહોલ પાહિનીપ્રાસાદમાં જામ્યો હતો.
સ્તંભતીર્થ – ખંભાતમાં બિરાજતા દેવચન્દ્રસૂરિ પણ ધંધુકામાં પાહિનીના આંગણે જામેલા ધાર્મિક માહોલની વાતો સાંભળી પ્રસન્ન રહેતા. પાહિનીદેવીના ચહેરા પર અનોખું તેજ દિનપ્રતિદિન પ્રસરતું જતું હતું – એ તેજ શ્રદ્ધા અને પ્રેમનાં તત્ત્વોનું હતું... કાર્તિકી પૂર્ણિમાનું પ્રભાત પાહિનીપ્રાસાદ'માં અનેરું ખીલ્યું હતું. વહેલી સવારથી જ ઉદ્યાનમાં ઊડાઊડ કરતાં પંખીઓના કલ૨વમાંથી પણ ધાર્મિક સૂત્રોના ગાનની યાદ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org
-