SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ આપતા સૂરો ઊઠતા હતા. વિક્રમ સંવત ૧૧૪૫ના કાર્તિકી પૂર્ણિમાના દિવસે, પાહિનીદેવીને ઊપડેલી પ્રસૂતિ પીડામાં પણ પૃથ્વીના પાટલે - એક મહાન વિરલ વિભૂતિના આગમનની છડી પોકારાતી હોય એવું ચાંચ અને નેમિનાગની સાથે સાથે પાહિનીદેવીને પણ લાગ્યું. અને પીડા પ્રસન્નતામાં પલટાઈ ગઈ અને શુભ ચોઘડિયામાં પાહિનીદેવીએ... એક નમણા, તેજસ્વી બાળકનો જન્મ દીધો.... ત્યારે આકાશમાંથી દેવોએ પુષ્પવૃષ્ટિ કરી... ભાટચારણોએ શ્રદ્ધા અને પ્રેમના પાર્ષદને પૃથ્વીના પટાંગણે વધાવતા સુંદર મજાનાં ગાન કર્યાં. પાહિનીએ નવજાત શિશુને ગોદમાં લેતાં એક નજ૨ કરી. બાળકના ચહેરા પરની નિર્મળ તેજસ્વિતા, ખીલતા ગુલાબનું વદન પર ફોરતું નિર્દોષ સ્મિત.... બંધ આંખોમાંથી વહેતું માનવમાત્ર પ્રત્યેની કરુણાનું ઝરણું... પાહિનીદેવીને દેવચન્દ્રસૂરિની આર્ષ-ઋષિવાણી યાદ આવી ગઈ. કલિકાલસર્વજ્ઞ દેવી આપની પવિત્ર કૂખેથી પ્રેમ અને અહિંસાના પથદર્શક એવા પુણ્યાત્મા આ પૃથ્વીને પાટલે પધારી, વિદ્યા, વિરાગ અને વીતરાગની ઉપાસના દ્વારા સકળ વિશ્વના જીવાત્માઓના જ્ઞાનદર્શક, માર્ગદર્શક બનવાના છે.’ અને એણે પ્રેમથી એના નવજાત શિશુને છાતી સાથે પ્રેમાવેશમાં જડી દીધું. પાહિનીદેવીએ આંખો મીંચી દીધી... બંધ આંખો સામે પણ ગોદમાં સૂતેલા બાળકનો – એ જ તેજસ્વી, કરુણામય, પ્રેમાળ ચહેરો રમવા માંડચો. બીજી જ ક્ષણે બંધ આંખો સામે આચાર્ય દેવચન્દ્રસૂરિ ખડા થઈ ગયા. દેવી..... તમારા ગુરદેવ સાધુ દેવચન્દ્રસૂરિ ગોચરીમાં તમારી કૂખે નજીકના ભવિષ્યમાં પ્રગટનારા દૈવી જીવ'ને ગોચરીમાં માંગે છે.... વહોરાવશોને ?” નહીં..... નહીં...નહીં...' – બેબાકળી પાહિનીદેવી આવેશમાં આવી For Personal and Private Use Only www.jainelibrary.org Jain Educationa International
SR No.005290
Book TitleKalikal Sarvagna
Original Sutra AuthorN/A
AuthorJashvant Mehta
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2001
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy