SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ કલિકાલસર્વજ્ઞ ૧૧૧ મુખ્ય દ્વાર પાસે આવી પહોંચ્યો. હવે આગળ વધી શકાય તેમ નહોતું. કાન્હડદેવને ઘેર થયેલી ચર્ચા પ્રમાણે રાજસભામાં જ્યારે કાન્હડદેવ એનું નામ મૂકે કે તરત જ ઉપવસ્ત્રોનો ત્યાગ કરી રાજાના જાજવલ્યમાન પહેરવેશમાં – લોકોના જયજયકાર વચ્ચે રાજસભામાં ઝડપથી પ્રવેશી જવાનું હતું. પ્રવેશદ્વારના સૈનિકો એને જોવે અને અટકાવે એ પહેલાં જ એને સિક્તથી રાજ્યસભામાં પ્રવેશવાનું હતું. એક વાર રાજ્યસભામાં પ્રવેશ મળી જાય પછી કેશવસેનાપતિથી માંડી ત્રિલોચનપાલ અને સૈનિકોનું કંઈ જ ચાલવાનું નહોતું. બર્બરક પણ આંખો ચોળતો રહી જવાનો હતો. સરસ્વતી વંદના પૂરી થતાં જ મહાઅમાત્ય મહાદેવ એના આસન પરથી ઊભા થઈ સભાનો પ્રારંભ કરતાં બોલી ઊઠ્યા, માનનીય સભાસદો, ગુજરશ્વર સિદ્ધરાજ જયસિંહ મહારાજશ્રીના દુઃખદ નિધનની આ રાજ્યસભા નોંધ લે છે અને મહારાજશ્રીની ઇચ્છા અને આજ્ઞાનુસાર કચ્છથી કોંકણ અને સોમનાથથી અવંતી સુધીના આપણા ગરવી ગુજરાતના વિસ્તરેલા રાજ્યના શાસનાધિકારી પદે એટલે કે ગુજરાતના સિંહાસને મહારાજપદે બિરાજી રાજ્યનું સુકાન સંભાળી શકે તેવી વ્યક્તિની આપણે સૌએ સાથે મળીને નિયુક્તિ કરવાની છે. ગુજરાત રાજ્યની આન, બાન અને શાન વધારે એવી રાજવંશી વ્યક્તિને સિંહાસન પર આરૂઢ કરવાની છે. રાજ્યસભામાં ભાવબૃહસ્પતિ, હેમચન્દ્રાચાર્ય, ઉદયન મંત્રી અને મહાઅમાત્યની રૂએ નિમાયેલી સમિતિ ઉમેદવારોની ચકાસણી પછી એનો નિર્ણય જણાવશે.” મહાઅમાત્ય મહાદેવના લાંભા નિવેદન સાંભળી રાજ્યસભાના સભાસદો સતર્ક થઈ ગયા. મહાઅમાત્ય મહાદેવે સમિતિના અધ્યક્ષની રૂએ સૌથી પહેલાં દેથલીના રાજકુમાર મહિપાલને સમિતિ સમક્ષ આવવાનું નિમંત્રણ આપ્યું. ત્રિભોવનપાલના સૌથી મોટો પુત્ર મહિપાલ ધીમા પગલે સમિતિ સામે આવી રહ્યો હતો. ત્યાં જ એના પગ લથડ્યા, જરિયાન વાઘા, માથે ભારેખમ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005290
Book TitleKalikal Sarvagna
Original Sutra AuthorN/A
AuthorJashvant Mehta
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2001
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy