________________
૧૧૨
કલિકાલસર્વજ્ઞ
પાઘડી... અને અન્ય ઉપકરણોનો ભાર સહી ન શકનાર મહિપાલ - વિશાળ ગુર્જરપ્રદેશનો ભાર ક્યાંથી ઊંચકી શકવાનો? એવો વિચાર પણ સમિતિના સભ્યોને આવી ગયો. મહિપાલ નીચાં નયને આસન પર બેઠો કે તરત જ મહાઅમાત્ય મહાદેવે સવાલ કર્યો.
મહિપાલજી... ધારો કે આટલા મહાન ગુર્જરદેશનું રાજ્ય તમને સુપરત કરવામાં આવે તો એનું અનુશાસન તમે કઈ રીતે કરશો ? યાદ રાખજો આ સુવર્ણજડિત સિંહાસન - બર્બરકજિષ્ણુ, ત્રિભુવનગંડ, અવંતીનાથ – પ્રતાપી મહારાજ સિદ્ધરાજ જયસિંહનું છે.”
મહિપાલજી હર્ષાવિત થઈ એના આસન પરથી ઊભા થઈ હોંશભર્યા રત્નજડિત સિંહાસન પર ધબૂ કરતાં બેસી જઈ સોનેરી સિંહાસન પર એનો હાથ ફેરવવા માંડ્યો. પ્રજાજનો મહિપાલના બાલિશ વર્તન પર ખડખડાટ હસી પડ્યા. કાન્હડદેવે ઊભા થઈ મહિપાલનો હાથ પકડી સિંહાસન પરથી ઉઠાડી મૂકી કહ્યું,
મહિપાલજી... તમે દેથલીના રાજ્યને સાચવીને બેસો તોપણ ઘણું... હેઠા ઊતરો... મહિપાલજી.'
હતપ્રભ મહિપાલજી પછી એના નાનાભાઈ કીર્તિપાલજીને બોલાવાયા. એના શરીરે તો વડીલબંધુનો થયેલો ઉપહાસ જોઈ પસીનો છૂટી ગયો... ખભા પરનો ખેસ જમીન પર પડી ગયો. નીચા નમી ખેસ લેવા ગયા તો માથાની પાઘડી જમીનદોસ્ત થઈ ગઈ... માંડ માંડ આસનપર બેઠા.... ત્યાં જ એ જ સવાલ પુછાયો.
“મહારાજનું રાજ્ય કેમ ચલાવશો ?” ‘તમે કહેશો તેમ ” કીર્તિપાલે જવાબ આપ્યો. સભાગૃહ ખડખડાટ હાસ્યથી ગાજી ઊઠ્યું.
કાન્હડદેવે... એના બીજા સાળાને પણ એની યોગ્ય જગ્યા બતાવી દીધી.
મહાઅમાત્ય નવા ઉમેદવારને નિમંત્રે એ પહેલાં જ આગલી હરોળમાં
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org