SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ કલિકાલસર્વજ્ઞ ૧૧૩ - કી બોલી ઉ ો મારું દાન બેઠેલો કુમારતિલક એના આસન પરથી ઊભો થઈ સમિતિના સભ્યો સામે ઉપસ્થિત થતો ઊભો રહી ગયો. પધારો કુમારતિલકજી' કાન્હડદેવે આવકાર આપતાં કહ્યું. કૃષ્ણદેવજી તમે એક જ સવાલ કરવાના છો ને કે તમને આ મહાન ગુજરાતનું રાજ્ય સોંપવામાં આવ તો...” કાન્હડદેવ કૃષ્ણદેવ તરીકે પણ ઓળખાતો હતો. તો' કાન્હડદેવ આગળ ન બોલી શક્યો. સાંભળી લ્યો... કાન્હડદેવ - મહાઅમાત્યજી, ઉદયનજી, હેમચન્દ્રાચાર્યજી... આ રાજગાદી પર તો પહેલેથી જ મારો હક્ક સ્થાપિત છે જ. તમે શું આપવાના.” કુમારતિલકજી...' ઉદયન મંત્રી બોલી ઊઠ્યા. ‘હું સિદ્ધરાજજીનો પાલક પુત્ર છું... રાજ તો મારું જ છે. કાન્હડદેવજી... તમારી યાદદાસ ખૂબ નબળી લાગે છે... અને હા, ઉદયન મંત્રીજી આપ માલવભૂમિના યુદ્ધને જ ભૂલી ગયા... અને કેશવ સેનાપતિ તમે પણ...” મહારાજ ત્યાગભટ્ટજી પ્રતિજ્ઞા યાદ છે... તમારી પડખે સદાતા માટે ઊભા રહેવાની.” કેશવ બોલ્યા. “કેશવજી... ગુજરાતના સિંહાસન પર કોનો અધિકાર હશે એ રાજસભા નક્કી કરશે.” મહાઅમાત્ય મહાદેવ બોલી ઊઠ્યા. ત્યાગભટ્ટ ગુસ્સામાં એના જ આસન પર બેસી ગયો. મહાઅમાત્ય મહાદેવે એક નજર સદસ્યો પર નાંખી... ઉદયન મંત્રી અને કાન્હડદેવની નજરો અથડાઈ... અને એ જ વખતે મુખ્યદ્વાર પર થોડીક હલચલ સર્જાતા સૌની નજર એ દિશા તરફ વળી. મુખ્યદ્વાર પાસે કુમારપાળ મહારાજનો જયનો જયઘોષ સંભળાયો. સૌ કોઈના આશ્ચર્ય વચ્ચે લગભગ છ ફૂટ ઊંચો એક પ્રૌઢ માણસ સભાખંડમાં અનેરી છટાથી - રાજવંશી પોશાકમાં આવી રહ્યો હતો. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005290
Book TitleKalikal Sarvagna
Original Sutra AuthorN/A
AuthorJashvant Mehta
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2001
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy