SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૪ કલિકાલસર્વજ્ઞ સાધુઓએ વેદોચ્ચારથી પાટણનું આકાશ ગજવી મૂક્યું. રાજપુરોહિત સોમેશ્વરે કારણ પૂછ્યું ત્યારે બન્ને સાધુઓએ જૈન સાધુઓને પાટણપ્રવેશ શા કાજે નહીંનો બુલંદ અવાજ ઉઠાવ્યો. રાજપુરોહિતે આ વાત એ જમાનાના રાજા દુર્લભદાસ સોલંકીને કરી અને રાજાએ - એ નિયમો હળવા કરી સૌ કોઈ પ્રજાજનને પાટણમાં પ્રવેશવાનો અધિકાર છે.' ની ઘોષણા કરાવી. પરિણામે જૈનોને પાટણમાં પ્રવેશ મળ્યો. હેમચન્દ્રચાર્યજી સાગરતટે બેઠા બેઠા - જૈનધર્મના ઉત્થાન - એના ઉદાત્ત સિદ્ધાંતો અને એના તીર્થકરોનો પરિચય સમાજને કઈ રીતે કરાવવો એની વિચારધારામાં મશગૂલ થઈને બેઠા હતા. સ્તંભતીર્થનો દરિયો વિશાળ હતો, પરંતુ નગર એના મંત્રીશ્વર ઉદયન જેવું સાંકડું હતું. યુવાન હેમચન્દ્રાચાર્યની આંખોમાં એક સપનું ઝૂલતું હતું... ગરવી ગુજરાતનું એક એક નગર, એક એક ગામ, એક એક કસબો.... માનવસંસ્કૃતિના પાયાનું ધર્મ અને જ્ઞાનનું તીર્થ બની રહે. માતા સરસ્વતીની કૃપા ગુજરાત પર ઊતરે – એક એક નગર, ગામ તક્ષશિલા, વારાણસી, વૃંદાવન બની રહે... ગુજરાતના સોલંકીયુગના રાજવીઓ શિવપંથી હતા, રૂદ્રના અવતાર સમા હતા. મૂળરાજ સોલંકીથી થોડા સમય પહેલાં જ જીવનલીલા સંકેલી પરમધામની યાત્રાએ નીકળી ચૂકેલા મહારાજા કર્ણદેવ સુધીના રાજવીઓની રણભૂમિ પરની શૌર્યગાથાનો કુક્કુટધ્વજ... પાટણથી ગોધરા, કચ્છ લાટ અને સોરઠના સીમાડા સુધી ફરકતો હતો. રાજમાતા મીનળદેવી, દીકરા સિદ્ધરાજના હૈયામાં... ગુજરાતની આણ કચ્છથી કોંકણ અને પાટણથી પતિયાળા સુધીના પ્રદેશો સુધી વિસ્તરેલી જોવા ઈચ્છતા હતા... અને દીકરાને પ્રોત્સાહન અને પ્રેરણાનાં પીયૂષ પાઈને તૈયાર પણ કરી રહ્યાં હતાં. બાળારાજા સિદ્ધરાજ યુવાનીને ઉંબરે પહોંચી ગયો હતો. માતાનાં સ્વપ્ન સાકાર કરવા એનું યુવાન હૈયું થનગની રહ્યું હતું. મહાઅમાત્ય મુંજાલ પણ ગુજરાતનો કુષ્પટધ્વજ ભારતીય સીમાડાઓ વીંધી... ગજનીના દેશ પર ફરકતો થાય તેવું સ્વપ્ન લઈને પાટણમાં બેઠા હતા. ગૂર્જરભોમના Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005290
Book TitleKalikal Sarvagna
Original Sutra AuthorN/A
AuthorJashvant Mehta
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2001
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy