________________
કલિકાલસર્વજ્ઞ
પપ
– શમશેરના ખણખણાટના – રણભેરીનાં સ્વપ્નાઓ આવતાં હતાં તો સ્તંભતીર્થના એક ખૂણામાં સાગરતટે બેઠેલા સંસ્કૃતપુરુષ હેમચન્દ્રાચાર્યને દેશપરદેશમાં ધર્મ અને સંસ્કૃતિનાં ધ્વજ લહેરાવવાના કોડ જાગ્યા હતા.... આ સ્વપ્ન સાકાર કરવા માટે સ્તંભતીર્થ નાનું પડતું હતું. ગુજરાતની રાજધાની અણહિલપુર પાટણ જો એની કર્મભૂમિ બને તો જ રાજવીઓ, નગરશ્રેષ્ઠિઓ, કોટ્યાધિપતિઓ અને વિદ્વાન આચાર્યો, સંતોના સહકાર સાથે જનસમાજમાં ધર્મની ભાવના જગાડી શકે તેમ હતા.
દરિયાઈ તરંગોમાંથી ઊઠતી શીતલ લહરીઓનો રસાસ્વાદ માણતા હેમચન્દ્રાચાર્યજી કશાક નિર્ણય સાથે ઊઠ્યા... અને અપાસરામાં પ્રવેશતાં જ ગુરુદેવ દેવચન્દ્રસૂરિજીને ચોતરા પર બેઠેલા જોયા...
‘ગુરુદેવ.' બોલો આચાર્યશ્રી.”
ગુરુદેવ આપ મને આચાર્ય રૂપે સંબોધી શરમાવો નહીં. હું તો આજ પણ તમારો શિષ્ય સોમચન્દ્ર જ છું. હેમચંદ્રાચાર્યે વિવેક દેખાડ્યો.
બોલો વત્સ શું વિચાર લઈને આવ્યા છો ?”
‘ગુરુદેવ. સાધુ તો ચલતા ભલા અને એમાં પણ જૈનસાધુઓ માટે તો ‘વિહાર' એ જ જ્ઞાનજ્યોત, સંસ્કારજ્યોત અને ધર્મજ્યોત પ્રસરાવવા માટેના ઉત્તમ પર્યાયો છે.'
વાત સાચી છે વત્સ!” દેવચન્દ્રસૂરિ બોલ્યા.
આપ રજા આપો તો ગુર્જર પ્રદેશનાં દર્શન કરી પવિત્ર થાઉં. ગુર્જરભોમમાં વસતા સંતોનો, જ્ઞાનીઓનો, સાધુઓના સત્સંગથી પાવન થાઉં, ગુજરાતનાં નગરોના ખાસ કરીને પાટણ, પાલિતાણા, ઈત્યાદિના ગ્રંથભંડારોનાં દર્શન કરું.” હેમચન્દ્રાચાર્ય બોલ્યા.
વત્સ તમારો સરસ્વતી પ્રેમ, જ્ઞાનપિપાસા, વિદ્યાપ્રેમ અનોખાં છે, એ હું જાણું છું, શાસ્ત્રમાં કહ્યું છે ને કાવ્ય શાસ્ત્ર વિનોદન, કાલોં ગચ્છતી ધિમતામ... પાટણ આજે ભારતભરના વિદ્વાનો, સંતો, બૌદ્ધિકોનું પિયર બની
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org