SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ કલિકાલસર્વજ્ઞ ચાલ વીરા નેમિનાગ. ઝટ સ્તંભતીર્થ પહોંચીએ, ત્યાં કાંક તારા બનેવી... ગુરુદેવને આડુંઅવળું કહી જીનપ્રભુનો - જીનશાસનનો ભારે અપરાધ ન કરી બેસે...” પરંતુ ધર્મસભામાં પ્રવેશતાં જ પતિના ઉદ્દગારો કાને પડતાં એના હૈયામાં આનંદનો પાર ન રહ્યો... આ બધો જ એના બહુશ્રુત ગુરુદેવ દેવચન્દ્રસૂરિની પૈર્યપૂર્ણ વાણીનો, એની સર્વજીવો પ્રત્યેની મમતા, કરુણા અને ઔદાર્યનો જ પ્રતાપ હતો. ચાંચદેવ અને પાહિનીદેવી એ દીકરાના દીક્ષા મહોત્સવની જોરદાર તૈયારી શરૂ કરી દીધી... રાત અને દિવસ પાહિનીપ્રાસાદી પ્રવૃત્તિઓથી ધમધમી ઊઠયો... ગુજરાતના ગામેગામ દીક્ષા મહોત્સવની કંકોતરીઓ.... વહેંચાવા માંડી... સ્તંભતીર્થના રાજમાર્ગો પર કમાનો, મંડપો બંધાવા માંડ્યા. તોરણોની હારમાળાથી શહેર શોભી ઊઠ્યું. " આ બાજુ ગુરુદેવ દેવચન્દ્રસૂરિના અપાસરાનું વાતાવરણ પણ ફરી ગયું હતું. નાનકડા ચાંગની જ્ઞાનવાર્તાઓ એની જિજ્ઞાસાવૃત્તિ, અને ધર્મ પ્રત્યેની આસ્થાનાં વખાણ થવા માંડ્યાં... ઉદયન મંત્રી એ અરસામાં સ્તંભતીર્થમાં જ હતા. દીક્ષા મહોત્સવનો બધો જ ભાર એણે જ ઉપાડી લીધો હતો. બાળક ચાંગમાં ઉદયન મંત્રીને જૈનધર્મનો આવતીકાલનો ધર્મપ્રહરી દેખાતો હતો. સંવત ૧૧૫૪ના મંગલદિને સ્તંભતીર્થમાં દેવચન્દ્રસૂરિના હસ્તે શુભ મુહૂર્તમાં ધામધૂમપૂર્વક “ચાંગને દીક્ષા આપવામાં આવી. “ચાંગ વત્સ આજ તારા લલાટ પર પ્રેમ, અહિંસા, મુદિતા, અપરિગ્રહ, એવા અનેક ભાવોનું હૃદયમાં જે સંક્રમણ થઈ રહ્યું છે એની શીતળતાનું તેજ - એ જ્ઞાનના ગગનમાંથી ધરતી પરના મુમુક્ષુઓ માટેનું “ચન્દ્રનું સોમનું તેજ ઝળહળા થઈ રહ્યું છે. મારા તને હૃદયના આશીર્વાદ છે તે સોમચન્દ્રના નામે તારી જ્ઞાનમધુરા વિશ્વના ખૂણે ખૂણે જીવદયા, અહિંસા, સત્યના નામે - અહિંસા પરમોધર્મના નામે પ્રસરતી રહે. બસ પ્રસરતી Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005290
Book TitleKalikal Sarvagna
Original Sutra AuthorN/A
AuthorJashvant Mehta
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2001
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy