________________
૧૫૮
કલિકાલસર્વજ્ઞ
ગુરુવર્ય... તો શું એ વૈભવી પાખંડી સાધુને એની મનમાની કરવા દેવાની ?' ઉદયન મંત્રીને આચાર્ય દેવબોધ માટેના હેમચન્દ્રાચાર્યના માનભર્યા સંબોધનો આદર ન ગમ્યાં.
મંત્રીશ્વર, મહારાજ. આજે મહાશિવરાત્રીનો મહોત્સવ આચાર્ય દેવબોધના આશ્રમમાં ઊજવાઈ રહ્યો છે. આચાર્ય ખુદ એના ગજરાજ પર આવી... આ મહોત્સવનું નિમંત્રણ અહીં મને આપી ગયા હતા.' હેમચન્દ્રાચાર્યે કહ્યું.
અને મહારાજને તેમ જ મારે ત્યાં પણ એ રીતે જ નિમંત્રણ આપવા આવ્યા હતા.” ઉદયન મંત્રી બોલ્યા.
આમ તો મસ્ત, મિજાજી અવધૂત જેવા આચાર્ય છે, પરંતુ વિવેક વિનયમાં ક્યારેય ચૂક આવવા દેતા નથી.” હેમચન્દ્રાચાર્યે આચાર્યની પ્રશંસા ચાલુ રાખી.
- “મહારાજ, તો શું રાજ્યના કાયદા ઘડનારા એવા માટે કાયદાની છડેચોક મશ્કરી થતી હોય – અવજ્ઞા થવાની હોય ત્યાં જવાનું?” કુમારપાળ બોલી ઊઠ્યા.
હા જવાનું જ એટલું નહીં પણ એ તમાશાને બંધ પણ કરાવવાનો.” હેમચન્દ્રાચાર્ય ગંભીર સ્વરે બોલ્યા.
કેવી રીતે ?'
મહારાજ એ મારા પર છોડી દ્યો. આપ મંત્રીશ્વરને લઈને સમયસર પહોંચી જાવ.... હું પણ ત્યાં આવી રહ્યો છું. અને એ મહોત્સવ. શાંતિ અને કાયદાની જાળવણી સાથે પ્રસન્નતાના વાતાવરણ વચ્ચે સંપન્ન કરીશ.” હેમચન્દ્રાચાર્ય અનોખા આત્મવિશ્વાસ સાથે બોલ્યા.
“મહારાજ આજ્ઞા. અમે સમયસર પહોંચી જઈશું” કુમારપાળ બોલ્યા અને સૌ વિખરાઈ ગયા.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org