SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૦ કલિકાલસર્વજ્ઞ હસતો દેવળરાણીને ટોણો મારતો બોલે એય... મુંડકાને માર્યો...' મુંડકા એ જૈન સાધુઓ માટે વપરાતો હીન પ્રકારનો શબ્દ, સાધુજીવન ગાળવા માંડેલા કુમારપાળ માટે જાણી જોઈને દેવળદેવીને ખીજવવા અર્ણોરાજ વાપરતો. ‘અર્ણોરાજ... તમે મારા ભાઈની સાધુતાની આવી હીન મશ્કરી – ‘મૂંડકા' જેવા શબ્દો વાપરી ન કરો. મૂંડકો'નો અર્થ તો જાણો ?' પરંતુ અર્ણોરાજ દેવળદેવીને ટોણા મારી ખીજવવાનો પ્રયત્ન કર્યા જ કરતો હતો ત્યારે દેવળદેવી ગુસ્સામાં બોલી ઊઠી... ‘અર્ણોરાજ, જરા જીભ સંભાળીને બોલો, ગુજરાતના દૈદિપ્યમાન, દેહવાળા સ્વચ્છ અને મધુર આલાપ કરનારા – ભૂમિના દેવતારૂપ સુશોભિત જૈનસાધુઓની સાથે તમારા દેશના જાડા, લંગોટિયા, વિવેકશૂન્ય, પિશાચ જેવા ભયંકર દેખાવના જોગા શું બરોબરી કરી શકવાના ? તમને મારી શરમ નથી નડતી ? મારા ભાઈ કુમારપાળ જે જંગમાં જવાંમર્દ, અને જાત સાખે વિવેકી-નમ્ર, ભાવુક અને વિદ્વાન ગુરુ હેમચન્દ્રાચાર્યજીના સંસ્કાર પામેલાની તો કાંઈ આમન્યા રાખો ? મહાન ગુર્જરેશ્વર કુમારપાળની હું બહેન છું સમજ્યા.....!' જવાબમાં અર્ણોરાજે ગુસ્સામાં આવી દેવળદેવીને લાત મારી, અને કટાક્ષમાં બોલી ઊઠ્યો. જોયો નહીં મોટી સાધુડો-અપાસરામાં પડ્યોપાથર્યો તારો કીડીને મારતા પણ ધ્રૂજે એવો ભાઈ... જા તારે કહેવું હોય તે કહી દેજે..... અર્ણોરાજ... જે જી... મારા સાધુઓને મુંડકા કહ્યા.. જે જી.... મારા ભાઈને સાધુડો કહ્યો..... એ સોલંકીવંશીની દીકરી... આજે પ્રતિજ્ઞા કરીને જાઉં છું કે આ તમારી બોબડી - ખેંચાવી ન લઉં તો મારું નામ દેવળદેવી નહીં... રાજર્ષિ કુમારપાળની બહેન નહીં....' અને દેવળદેવી પ્રતિજ્ઞા સાથે શાકંભરી છોડી પાટણ એના ભાઈલા કુમારપાળના મહેલે આવી પહોંચી. અને કુમારપાળને જ્યારે વાત કરી ત્યારે કુમારપાળનો ક્રોધ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005290
Book TitleKalikal Sarvagna
Original Sutra AuthorN/A
AuthorJashvant Mehta
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2001
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy