SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ કિલિકાલસર્વજ્ઞ ૧૨૧ ભભૂકી ઊઠ્યો... અને પ્રતિજ્ઞા કરતો બોલી ઊઠ્યો : બહેન... તારો આ સાધુડો ભાઈ પ્રતિજ્ઞા કરે છે કે... “અખ્તરાજની જીભડી ખેંચીને તારા હાથમાં ન મૂકી દઉં તો મારું નામ કુમારપાળ નહીં અને કુમારપાળે બનેવી અર્ણોરાજ સાથે ભયંકર યુદ્ધ ખેલી – હાથી પર બેઠેલા અણરાજ પર છલાંગ મારી, એને જમીન પર પાડી, એના પર ચઢીને ગર્જના કરી... મૂઢ, અધમ, પિશાચ. માર મુંડકાને જેવા કટાક્ષો મારી ગભરૂ બહેનને કહેનાર, અર્ણોરાજ આજે તારાં એ વચનો સંભાર મારી સાધુતા ને પડકારનાર – જૈનધર્મી પવિત્ર, સાધુઓને “મુંડકા' કહેનાર ધર્મષી - આજે તારી આ જીભડી ત્રણ દિવસ બાંધી, મારી બહેનના ચરણે ધરી હું મારી બહેનની પ્રતિજ્ઞા પૂરી કરું છું. અને જૈન સાધુઓની મશ્કરી કરનારા અનેક અર્ણોરાજીની બોબડીઓ કુમારપાળે બંધ કરી. મધ્યરાત્રિના ઘેઘુર અંધકારમાં જંગલમાં તમરાં બોલતાં હતાં. આકાશમાંથી અમાસનો અંધકાર વરસતો હતો. પાટણનગરીના પટ્ટણીઓ નિરાંતની ઊંઘ ખેંચતા હતા. ત્યારે પાટણના ભવ્ય મહેલના શયનખંડમાં ગુજરશ્વર કુમારપાળ ઘસઘસાટ ઊંઘતા હતા. દ્વારપાળ દરવાજા પર ચોકી કરતો જાગતો હતો. રાજમહેલની પાછળ જેના જંગલમાંથી અડધી રાત્રે કોઈ મોટા અવાજે રડતું હોય તેવો અવાજ સંભળાતા, કુમારપાળ જાગી ગયો. વિચારમાં પડી ગયો. આટલી મોડી રાત્રે જંગલમાં કોણ રડી રહ્યું હશે ? અવાજ સ્ત્રીનો લાગતો હતો... “મારા રાજયમાં દુઃખ કોઈને નહિ'ના જીવનધર્મને એની રાજનીતિની એક પરંપરા ગણી ગુજરાતનું રાજ્ય ચલાવતો કુમારપાળ એના સુવર્ણજડિત પલંગમાં બેઠો થઈ ગયો. “અરે કોઈ છે કે... ? કુમારપાળે બૂમ પાડી. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005290
Book TitleKalikal Sarvagna
Original Sutra AuthorN/A
AuthorJashvant Mehta
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2001
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy