SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪. કિલિકાલસર્વજ્ઞ દેવી શાતામાં તો છો ને ? – પાછળ આવીને ઊભેલા દેવચન્દ્રસૂરિજીનો અવાજ કાને પડ્યો. પરંતુ પાહિનીદેવી તો મંત્રમુગ્ધ બની એના લાડલા દીકરાની દિવ્યવાણી સાંભળી રહી હતી. “રાજનું આ જીવન તૃણાંકુર પર રહેલા જલબિંદુ જેવું ક્ષણિક છે... જીવદયા, મૃદુતા, સત્ય, અહિંસા, અસ્તેય, અપરિગ્રહ, વાસનામુક્તિ, ધર્માચરણ, માનવજિંદગી માટેના મુક્તિદ્વારો છે. તપ, જપ, નિષ્કામ ધર્મ, કર્મ, પ્રાણીમાત્ર પરની દયા, મુક્તિધામ પર પહોંચવાના માનવીની ભવાટવિના પંથો છે. રાજમાર્ગો છે. રાજસ્... તમે...” ચાંગના મુખેથી વહેતી અસ્મલિત વાકુધારા શ્રવણ કરનારી પાહિનીદેવી ઉપરાંત એક જાજરમાન વ્યક્તિત્વ ધરાવતી એક બીજી વ્યક્તિ પણ ખંડમાં મોજૂદ હતી. અને તે હતીએકચિત્તે ચાંગની વાફધારાને શ્રવણ કરતા બાળારાજા સિદ્ધરાજ જયસિંહની માતા... મલલ્લાદેવીમીનળદેવી ગુર્જuદેશની રાજમાતા. પ્રજાના સુખદુઃખ જાણવા મહારાજ કર્ણદેવના નિધન પછી કુમાર સિદ્ધરાજને ગુજરાત રાજ્યસિંહાસને બેસાડી - બાળારાજા સિદ્ધરાજ વતી રાજ્યની ધૂરા સંભાળતી મીનળદેવી ભાલકાંઠાના પ્રવાસે નીકળી હતી - વીરમગામમાં બંધાઈ રહેલા તળાવમાં એક વૃદ્ધ ડોશીની આડે આવતી ઝૂંપડીને કારણે ઊભી થયેલી તકલીફ ઝૂંપડીને એમ ને એમ રાખી, તળાવ બાંધવાનો નિર્ણય જાહેર કરી એ દીકરા સિદ્ધરાજને લઈને ધંધુકામાં બિરાજતા – એ જમાનાના પ્રકાંડ વિદ્વાન દેવચન્દ્રસૂરિના આશીર્વાદ લઈ મીનળદેવી – સિદ્ધરાજને લઈ આ ખંડમાં આરામ ફરમાવતી હતી ત્યાં અચાનક જ સિદ્ધરાજની જ ઉંમરના એક પ્રતિભાવંત બાળકને ખંડમાં આવી, બેધડક દેવચન્દ્રસૂરિના આસન પર આવીને બેઠેલો જોયો. બાળ યોગીનું લલાટ જ્ઞાનથી ઝળહળી રહ્યું હતું. આંખોમાં અનેરું તેજ, ચહેરા પરનું ગાંભીર્ય અને સમસ્ત અંગમાંથી ફોરતી - અનોખા પ્રકારની તેજસ્વિતાએ માનવપારખુ મીનળદેવીને ચાંગમાં અનોખી પ્રતિભાનાં દર્શન થયાં. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005290
Book TitleKalikal Sarvagna
Original Sutra AuthorN/A
AuthorJashvant Mehta
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2001
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy