________________
કલિકાલસર્વજ્ઞ
૧૩
દેવી... ચાંગ મારો' નહીં આપણો કહો, પાંચ વર્ષ પહેલાંના આપને થયેલા સ્વપ્નદર્શનનો, મારી અભયવાણી અને તમારી કૂખે જન્મનારા બાળક જીપ્રભુને ચરણે ધરી દેવાની તમારી ભાવનાઓ... યાદ છે દેવી ?
ગુરુદેવ તમે... તમે... પાહિનીદેવી વાક્ય પૂરું ન કરી શકી. એનું શરીર ધ્રુજવા માંડ્યું, આંખોમાં ભય પ્રસરી ગયો. ચકળવકળ નજરે એ દેવચન્દ્રસૂરિ સામે શંકિત નજરે જોઈ રહી. એક ક્ષણ માટે તો થયું કે એ
અન્ય સાધુઓને વંદન કરવા ગઈ, એટલી વારમાં આ સૂરિ મહારાજે એના દિકરાને ક્યાંક ગાયબ કરી દીધો.
દેવીતમારો આ દીકરો મને આપી, તમારું વચન નિભાવો...આવી રહેલા કાળની આલબેલ વાગી રહી છે... “આત્માની ખોજમાં નીકળેલો આ બાળ અવધૂત આવતી કાલના જીનશાસનનો ધર્મપ્રહરી બનવાનો છે. દેવી ચાંગને...”
“ના... ના... ના... ગુરુદેવ મારો ચાંગ ક્યાં છે ? હજી હમણાં તો આપની દિવ્યવાણી સાંભળી રહ્યો હતો... અને ક્યાં ગયો? ચાંગ... બેટા... ચાંગ તું ક્યાં છે. ગુરુદેવ... અવિનય થાય તો માફ કરજો પરંતુ ગુરુદેવ... તમે તો મારા
દેવી... તમારો ચાંગ... બાજુના ખંડમાં છે. રમતો હશે જરા જુઓ...' - પાહિનીદેવી... ગુરુદેવનું વાક્ય પૂરું સાંભળવા પણ ન રહ્યાં અને દોડીને. બાજુના ખંડ તરફ ધસી ગયાં. અને હજી તો ખંડમાં પ્રવેશ કરે ત્યાં જ એના પગ ઉંબરામાં જ થંભી ગયા, અને આવેશમાં આવી...
અરે બેટ ચાંગ... આ શું તોફાન માંડ્યાં છે. ગુરુ આસને બેસાતું હશે ? ચાલ, ઊઠી જા...”
નાનકડો ચાંગ દેવચન્દ્રસૂરિના આસન પર બરોબર દેવચન્દ્રસૂરિની અદામાં - સ્થિર ચિત્તે બેસી એના ચરણ આગળ બેઠેલા એની જ ઉંમરના એક તેજસ્વી બાળકને અનોખી છટા સાથે વ્યાખ્યાતાની અદાથી કશુંક કહી રહ્યો હતો...
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org