________________
કલિકાલસર્વજ્ઞ
ખીલી ઊઠ્યો હતો... ગુજરાતનો એ સુવર્ણયુગ હતો અને અણહિલપુર પાટણ ગુજરાતની એ રિદ્ધિસિદ્ધિનું જાહોજલાલીપૂર્ણ પાટનગર પાટણ હતું.
હેમચન્દ્રાચાર્ય અને એના બને શિષ્યો – રામચન્દ્રસૂરિ અને બાલચન્દ્રસૂરિ પ્રતિભાવંત સાધુઓ હોવા ઉપરાંત નાજુક શબ્દોના નમણા સૌંદર્યને ઋજુભાવોથી પ્રગટ કરતા કવિઓ પણ હતા. પાટણના પ્રથમ દર્શને જ હેમચન્દ્રાચાર્યજી એના રૂપ, લાવણ્ય અને પ્રજાની સંસ્કારિતા પર વારી ગયા હોય એમ ગાઈ ઊઠ્યા.........
'अस्ति स्वस्तिकयद भूमे धर्मागारं नयास्पदम् ।
पुरं श्रिया सदाष्टश्लिनाम्नाणिटिलं पाटकम् ॥' ભૂમિના સ્વસ્તિક સમાન ધર્મનું ગૃહ, ન્યાયનું સ્થાન અને લક્ષ્મી વડે સદાકાળ આલિંગિત એવું આ અણહિલવાડનગર છે.
પાટણના દિગ્ગજ કોટટ્યાધિપતિઓની લક્ષ્મીથી શોભી ઊઠેલા નગર પર શિષ્ય બાલચન્દ્રસૂરિ પણ વારી ગયા અને કોટ્યાધિપતિની લક્ષ્મી સાથેના રસિકતાના ગુણને પાટણમાં વસતા સરસ્વતીપુત્રોની આધ્યાત્મિક, સાંસ્કૃતિક અને અન્ય જ્ઞાનના સર્વોચ્ચ શિખરો પર બિરાજતી સરસ્વતી - સાથે લક્ષ્મી ક્લેશ કર્યા વગર રહેતી જોઈ કવિહૃદય બોલી ઊઠ્યું.’
कल्हुयते न सह शारदाया कमलात्र वासरस लोभवती ।
કલહ વગર વસી શકતી લક્ષ્મી અને સરસ્વતીનું કારણ હતું રસલોભ... આ રસલોભના કારણે જ બન્ને વચ્ચેની મૈત્રી આજસુધી ટકી રહી હતી.
- ગુરુદેવ... જ્યારે આ નગરી આટલી સુંદર છે તો માલવવિજેતા ગુજરશ્વરનો રાજદરબાર તો કોને ખબર કેટલો ભવ્ય હશે બાલચન્દ્રસૂરિ બોલી ઊઠ્યા.
ગુરુદેવ આપણે રાજદરબાર તરફ પ્રસ્થાન કરશું” રામચન્દ્રસૂરિ બોલી ઊઠ્યા.
હેમચન્દ્રાચાર્યજી એના બને શિષ્યો સાથે નગરના એક પછી એક
જરા
રસહ કલહ વગર
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org