________________
કલિકાલસર્વજ્ઞ
૬૯
સુગંધિત પુષ્પોથી મઘમઘતી પથવિથિકાઓ પસાર કરી. રાજદરબારના પ્રાંગણમાં પધાર્યા ત્યારે એમના આશ્ચર્ય વચ્ચે સિદ્ધરાજ જયસિંહના ગજરાજે હેમચન્દ્રાચાર્યજીનો આંગણામાં જ સરસ્વતી નદીના પુણ્યજલથી અભિષેક કર્યો. રાજદરબારના પ્રવેશદ્વાર પાસે જ મહાઅમાત્ય મુંજાલ, કવિ શ્રીપાલ, ભૃગુકચ્છથી ખાસ પધારેલા આચાર્ય દેવબોધ, સોમનાથ મહાદેવના ભાવબૃહસ્પતિ, કંટકેશ્વરી મંદિરના ભવાનીરાશિ પણ મહારાજા સાથે હેમચન્દ્રાચાર્યજીનું સ્વાગત કરવા તૈયાર થઈને ઊભા હતા. પાટણના છપ્પન કોટ્યાધક્ષોના શિરમોર એવા કુબેરશ્રેષ્ઠિ પણ હાજર હતા. સિદ્ધરાજ જયસિંહ મહારાજે હેમચન્દ્રાચાર્યજીનો પાદપ્રક્ષાલનનો વિધિ પૂરો કરી – એમને રાજ્યદરબારમાં દોરી ગયા. એમની પાછળ મહાઅમાત્ય મુંજાલ અને ઉદયન મંત્રી, કવિ શ્રીપાલ અને અન્ય અનેક સભાસદો પણ રાજદરબારમાં પ્રવેશ્યા, એટલે નૃત્યનો કાર્યક્રમ શરૂ થયો.
- હેમચંદ્રાચાર્યજીની આંખો સામે સિદ્ધરાજ જયસિંહના પૂર્વજ રાજા ભીમદેવના આ જ નગરની એ જમાનાની જાજવલ્યમાન નર્તકી ચૌલાદેવી સાથેના સંબંધો... યાદ આવી ગયા અને એના જ વંશમાં જન્મેલો હાલમાં ગુજરાત બહાર ભટકતો સિદ્ધરાજ જયસિંહનો ભત્રીજો કુમારપાળ યાદ આવી ગયો. હેમચન્દ્રાચાર્યજી એ દિશામાં કશુંય આગળ વિચારે એ પહેલાં જ નર્તિકાનું નૃત્ય પૂરું થતાં જ રાજકવિ શ્રીપાલનો બુલંદ અવાજ વાતાવરણમાં ગાજી ઊઠ્યો... મધુર કંઠે કવિ શ્લોકનું પઠન કરી રહ્યા હતા.
ગુર્જરત્રાયા વિવેક બૃહસ્પતિત્વ નૃપસ્ય સિદ્ધચકિત્વ પત્તનસ્ય ચ નરસમુદ્રત્વમ્.......”
ગુજરાતનું વિવિધ બૃહસ્પતિત્વ, રાજાનું સિદ્ધચક્રત અને પાટણનું નરસમુદ્ર એવા પટ્ટણીઓના ત્રણ અભિમાનને લાયક જેમાં તેઓ કોઈનો વિવાદ સહન નથી કરી શકતા, એવા મહાન પટ્ટણીઓના ચક્રવર્તી માલવવિજેતા મહારાજા સિદ્ધરાજ જયસિંહના રાજદરબારમાં આચાર્ય
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org