SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૨ કલિકાલસર્વજ્ઞ પટ્ટણીઓ ઊજવશે એ જોવાનું સદ્ભાગ્ય. આ બુઢા મહાઅમાત્યને મળશે... પાટણને પાદર વહેતી સરસ્વતી... મા શારદાના સ્વરૂપે અક્ષરદેહે મહાન ગુર્જરેશ્વરોના સિંહાસન પર બિરાજી... ગુર્જરીભાષાને ગૌરવવંતા સ્થાનથી આભૂષિત કરશે... મહારાજા જિંદગીનો આજનો દિન મારા માટે સુવર્ણદિન – જિંદગીનો યાદગાર દિન બની રહેશે.’ મહાઅમાત્ય મુંજાલની આંખો હર્ષાશ્રુથી છલકાઈ ગઈ. અને અવાજ ભીનો બની ગયો. - * * * કવિ શ્રીપાલે હેમચન્દ્રાચાર્યજીના અપાસરામાં પ્રવેશ કર્યો ત્યારે અપાસરામાં પણ વ્યાકરણગ્રંથ સર્જનનો આનંદોત્સવ ઊજવાઈ રહ્યો હતો. હેમચન્દ્રાચાર્યજીના ચહેરા પર અભૂતપૂર્વ શાંતિ હતી... આ શાંતિ એક મહાન કાર્ય પૂર્ણ થયાની હતી. મા સરસ્વતીના પ્રાપ્ત થયેલા પ્રસાદની શાંતિ હતી. પધારો કવિ શ્રીપાલ... આપનું સ્વાગત છે.’ હેમચન્દ્રાચાર્યે રાજકવિને આવકાર્યા. આચાર્યશ્રી... હ્રદયના હાર્દિક અભિનંદન... આજનો દિવસ દરેક ગુર્જરભાષી માટે આનંદ અને ગૌરવનો દિવસ છે. ગુજરાતી ભાષા માટે સુવર્ણદિન - હેમદિન’ છે... મહારાજ...' ‘રામચન્દ્ર... કવિવરનું અક્ષતચંદનથી સ્વાગત કરો... આપણે આંગણે એક વિદ્વાન, સાક્ષર, કવિનું પધારવું – પ્રસન્નતાનું વાતાવરણ સર્જી દેવું એ આપણા સારસ્વત જગત માટે એક અવિસ્મરણિય ઘટના છે.' મહારાજ... આજ તો હું આપને વધાઈ આપવા અને મહારાજ સિદ્ધરાજ જયસિંહનો સંદેશ લઈ આવ્યો છું. આટલાં બધાં માનપાન ન હોય.....' “શું સંદેશો લાવ્યા છો કવિવર્ય... મહારાજ છે તો ક્ષેમકુશળને ?” ‘મહારાજ, મહાઅમાત્ય મુંજાલ, મંત્રીશ્વર ઉદયન, વાગ્ભટ્ટ આપના અપાસરે આપને અભિનંદવા આવી રહ્યા છે.' કવિ શ્રીપાલ બોલી ઊઠ્યા. મહારાજ અને અહીં ! આ સુદામાની ઝૂંપડીએ મહાઅમાત્ય અને For Personal and Private Use Only www.jainelibrary.org Jain Educationa International
SR No.005290
Book TitleKalikal Sarvagna
Original Sutra AuthorN/A
AuthorJashvant Mehta
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2001
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy