________________
૧૨૮
અરે.... આપ... આપ... આપ જ ગુર્જરેશ્વર પાટણપતિ મહારાજા કુમારપાળ ભૂલ થઈ ગઈ મહારાજ.... અમારા જાણતા અજાણતા આપની... આપના રાજ્યની વ્યાકુળ હૈયે નિંદા થઈ ગઈ.... મહારાજ ક્ષમા કરો.' સાસુવહુ કુમારપાળને પગે પડવા ગઈ ત્યાં જ કુમારપાળે બન્નેને અટકાવી દેતાં કહ્યું.
કલિકાલસર્વજ્ઞ
માજી... બેના.... આજ પછી પાટણ જ નહીં, પરંતુ પાટણના મહારાજા કુમારપાળનું સામ્રાજય - ધરતીના જેટલા છેડા સુધી ફેલાયેલું છે એવા સમગ્ર રાજ્યમાંથી નિર્વંશ થતા પરિવારનું ધન ક્યારેય રાજભંડારમાં જમા નહીં થાય... આ રાજાધિરાજ પાટણપતિ ગુર્જરેશ્વર મહારાજ કુમારપાળનો – તમને – ગુર્જપ્રજાને કોલ છે...
મહારાજ... મહારાજ... અમે તમને આળખ્યા નહીં. મહારાજ નહીં વીરા કહો ભઈલા કહો... બેના....’
સાસુવહુને શહેર તરફ જતાં કુમારપાળ કેટલીય વાર સુધી જોતો રહ્યો. બસ જોતો રહ્યો અને એના હોંશભર્યાં પગલાં હેમચન્દ્રાચાર્યજીના અપાસરા તરફ વળ્યા.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org