SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ મધ્યરાત્રીનો ગજર ભાંગી રહ્યો હતો. પાટણ નગરીના રસિકજનો પાછલી રાતની મીઠી નીંદર માણી રહ્યા હતા. હેમચન્દ્રાચાર્યજી થોડા સમય પહેલાં જ એક ગ્રંથનું અંતિમ પ્રકરણ પૂરું કરી એના પ્રિય ચોતરા પર જ પાથરેલા દર્ભાસન પર સંતોષપૂર્ણ ઊંઘ ખેંચતા સૂતા હતા. પાટણનું રાજકારણ હમણાં હમણાં ડહોળાયેલું હતું. સિદ્ધરાજ જયસિંહનો વનપ્રવેશ મહોત્સવ થોડા સમય પહેલાં ધામધૂમથી ઉજવાયો હતો. એ ઉત્સવની ઉજવણી પછી સિદ્ધરાજે ખાસ અંગતના કહી શકાય એવા સ્વજનો, સેનાપતિ કેશવ, ઉદયન મંત્રી, મહાઅમાત્ય મહાદેવ કે જેણે થોડા સમય પહેલાં મહાઅમાત્ય મુંજાલે લીધેલી નિવૃત્તિ પછી એના જ હાથ નીચે તૈયાર થયેલા મહાદેવને મહાઅમાત્ય બનાવ્યો હતો. ઉદયન મંત્રીની ઉમર થવા છતાં એને હતું કે મહાઅમાત્યપદ મુંજાલ પછી સિદ્ધરાજ એને જ આપશે, પરંતુ આ સ્પર્ધામાં મુંજાલની સલાહ મુજબ યુવાન મહાદેવ મેદાન મારી ગયો... ઉદયન મંત્રી ઉમરલાયક હતો, મુત્સદ્દી પણ ઓછા નહોતા, સિદ્ધરાજ જયસિંહનો પૂરો વિશ્વાસ ધરાવતા આ મારવાડી મંત્રીને પડતો મૂકી મહાદેવને મહાઅમાત્ય” પદે નિયુક્ત કરવામાં આવ્યો હતો. અંગત સ્વજનોની હાજરીમાં... સિદ્ધરાજ જયસિંહ મહારાજ પછી કોણ?” - નો પ્રશ્ન ચર્ચાયો હતો. હેમચન્દ્રાચાર્ય પણ આ સભામાં અનિચ્છાએ પણ હાર હતા. તમારા સામાજિક, કૌટુંબિક, રાજ્યસત્તાને લગતી ચર્ચાસભાઓમાં આ સાધુને ક્યારેય ન બોલાવો.” એવી વિનંતી છતાં પણ ઉદયન મંત્રીના આગ્રહ પછી આચાર્ય હેમચન્દ્રાચાર્યજી પણ એ સભામાં હાજર હતા. આચાર્ય દેવબોધજી, બૃહસ્પતિજી, ભવાનરાશિ, નગરશ્રેષ્ઠિ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005290
Book TitleKalikal Sarvagna
Original Sutra AuthorN/A
AuthorJashvant Mehta
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2001
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy