________________
આભારી છું.
* મિત્ર શ્રેષ્ઠિ શ્રી સી. જે. શાહનો - જેમણે ‘કલિકાલસર્વજ્ઞ’ની સાહિત્યિક, આધ્યાત્મિક, સામાજિક સૃષ્ટિનો પરિચય કરવા અને એ પરિચયના પરિપ્રેક્ષ્યમાં હેમચન્દ્રાચાર્યજી પર નાટક અહિંસા પરમો ધર્મ' અને નવલકથા ‘કલિકાલસર્વજ્ઞ' લખવા પ્રેર્યો.
* હેમચન્દ્રાચાર્ય પરનું નાટક ‘અહિંસા પરમો ધર્મ’ - ગુજરાત / મહારાષ્ટ્રની જનતા સમક્ષ સાદર કરવા બદલ એના નિર્માતા શ્રી સી. જે. શાહ, દિગ્દર્શકો - પિનાકિન શાહ અને જયેન્દ્ર કલ્યાણી અને સાથી કલાકારોનો અને નાટકના વધુ ને વધુ પ્રયોગો રજૂ કરવાની સતત માગણી. કરતા રહેતા ગુજરાત / મહારાષ્ટ્રના સુજ્ઞ - પ્રેક્ષકો - ભાવકોનો.
* મારા પૂર્વસૂરિઓ.... કલિકાલસર્વજ્ઞ, કનૈયાલાલ મુનશી, ધૂમકેતુ મેઘાણીથી માંડી કુમારપાળ દેસાઈ અને મુકુંદભાઈ બ્રહ્મક્ષત્રિય અને જૈનસમાજના અનેક વિદ્વાનો, આચાર્યો, મુનિવરો, સાધુ..... અને પૂર્વસૂરિઓનો કે જેમની કલમ પ્રસાદી, વિચાર પ્રસાદી અને... પ્રાચીન, અર્વાચીન, સંબંધિત અપ્રાપ્ય, અણમોલ ગ્રંથોનો..... કે જેણે મારી સર્જન પ્રક્રિયામાં ક્યારેય ન ભુલાય તેવો સથવારો આપ્યો.
* અને Last, But Not the Least, એવા ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલયના મોભી મનુભાઈ, પંકજભાઈ અને ગૂર્જર પરિવારનો કે જેણે મારા હેમચન્દ્રાચાર્ય'ને ગ્રંથ સ્વરૂપે વાચકો સમક્ષ રજૂ કર્યા.... અને એ વાચકોનો જેણે એને વધાવ્યા-વખાણ્યા અને આત્મસાત કર્યાં.
- જશવંત મહેતા
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org