________________
કલિકાલસર્વજ્ઞ, સિદ્ધહેમ, હેમચન્દ્રાચાર્ય
શબ્દપ્રમાણ-સાહિત્ય-ચ્છન્દો લક્ષ્મવિધાયિનામ । શ્રી હેમચન્દ્ર પાદાનં પ્રસાદાય નમોઃ નમઃ || ”
66
સદીઓ પહેલાં આર્યાવર્ત - ભારત દેશની પશ્ચિમે આવેલી વન્દે તનયા’ ગુર્જરભોમના મહાન ગુર્જરેશ્વરોનાં ઉન્નત ગૌરવવંતાં મસ્તકો જેમને આદર ભક્તિથી નમ્યાં છે, સરઃ પ્રસાર ગતિ સર્વેષુ યસ્યા સાઃ ઇતિ સરસ્વતી'ની પેઠે મા શારદા-સરસ્વતીરૂપે- જેમના હૃદયમાં વિહર્યાં છે એવા સૂરીશ્વર – અહિંસા પરમો ધર્મના આજન્મ ઉપાસક કલિકાલસર્વજ્ઞ – શ્રી હેમચન્દ્રાચાર્યજીનો જન્મ – ગુજરાતના ઇતિહાસમાં સુખ, સમૃદ્ધિ, શૌર્ય અને સંસ્કારિતાની દૃષ્ટિએ મહાન કહી શકાય એવા સોલંકી યુગના મહાન ગુર્જરેશ્વર’ – મૂળરાજ, ભીમદેવ, કર્ણદેવ અને સિદ્ધરાજ જયસિંહના સમયમાં ધંધુકા ખાતે મોઢ વણિક જ્ઞાતિમાં સંવત ૧૧૪૫ની કાર્તિકી પૂર્ણિમાને દિવસે થયો હતો.
ભાષાના જનક
હેમચન્દ્રાચાર્ય એટલે ગુજરાત જેના માટે આજે પણ ગૌરવ લઈ શકે છે એવી મહાન વિભૂતિ. પ્રાકૃત ગુર્જર ભાષાના પ્રથમ વ્યાકરણના ગુજરાતી ગુજરાતની ‘અસ્મિતા’ના ઘડનારા શિલ્પી. જ્યોતિર્ધર. ચાંચદેવની ધંધુકાના નગરશ્રેષ્ઠી ચાંચદેવના આંગણે ગેરહાજરીમાં પધારેલા એ જમાનાના વિદ્વાન દેવચન્દ્રસૂરિએ ચાંચની પત્નીના મુખારવિન્દ્ર પર પથરાયેલી દૈવી આભાને જોતાં જ ભવિષ્યવાણી ઉચ્ચારતાં તારી કૂખેથી પ્રેમ અને અહિંસાના પથદર્શક એવા પુણાત્માનો અવતાર થવાનો છે’, કહે છે અને ગોચરી’માં વાહિનીદેવી પાસેથી વિશ્વના કલ્યાણાર્થે અહિંસા, પ્રેમ અને દયાધર્મ કાજે એના ભાવિ બાળકને માગી લે છે. કાળના પ્રવાહમાં બાળક ચાંગદેવનો જન્મ થાય છે. પૂરા નવ વરસ સુધી બાળક ત્યાગી ન શકનારાં ચાંચદંપતી – દીકરાની ધર્મશ્રદ્ધા, ક્ષણિક મોહ પ્રત્યેની નિઃસ્પૃહતા - ભગવાન મહાવીર અને જૈનસાહિત્ય પ્રત્યેની અથાગ અભિરુચિ અને આ બધાથી પર એવી જગત પ્રત્યેની, માનવ પ્રત્યેની અખૂટ અનુકંપા આખરે ‘ચાંગ’ને વિશ્વપ્રેમ અને જ્ઞાનની ગંગા તરફ આચાર્ય
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org
-
-
-