________________
કલિકાલસર્વજ્ઞ
૧૧
દેવચન્દ્રસૂરિ પાસે પહોંચી ગઈ. ધ્યાનસ્થ દશામાં બેઠેલા દેવચન્દ્રસૂરિના ચહેરા પર ચાંગ અને પાહિનીના આગમને પ્રસન્નતાની ઝાંય પ્રસરાવી દીધી. ‘ચાંગ.... વત્સ આવ્યો.....' ધ્યાનસ્થ દેવચન્દ્રસૂરિ બોલી ઊઠ્યા. અરે માડી આપણા મુનિરાજે તો પહેલી મુલાકાતે મને વગર નિહાળ્યે ઓળખી કાઢ્યો.... ને શું !'
‘ગુરુદેવ પાય લાગું.’ કહેતો ચાંગ દેવચન્દ્રસૂરિજીને વંદન ક૨વા નીચો નમ્યો, ત્યાં તો દેવચન્દ્રસૂરિએ જ એને એના બન્ને હાથમાં ઊંચકી લીધો.. અને એની નજીક બેસાડતાં, માથે હાથ ફેરવતાં કહ્યું.
બેટા આત્મા આત્માને નહીં ઓળખે તો કોને ઓળખશે ? પાહિનીદેવી આજ એ....’
‘હા ગુરુદેવ.... પાંચ વર્ષ પહેલાં સંવત ૧૧૪૫ની કાર્તિકી પૂર્ણિમાએ આપના આશીર્વાદ સાથે મને આવેલા સમણાનો સાક્ષાત્કાર કરાવનારો આજ મારો ચાંગ.... ગુરુદેવ... મારા ચાંગને આપ આશીર્વાદ આપો...’ વંદન કરતી પાહિની દેવી બોલી. દેવચન્દ્રસૂરિએ આંખો ખોલી.. નજર સામે પાંચ વર્ષનો બાળક ખડો થઈ ગયો..... ચાંગની શિશુઆંખોમાં રમતું બાલસુલભ કૌતુક દેવચન્દ્રસૂરિને આકર્ષી ગયું.
‘ગુરુદેવ.. વંદન...’ નાનકડો ચાંગ દેવચન્દ્રસૂરિને વંદન કરતો બોલી
ઊઠ્યો.
‘આયુષ્યમાન ભવ વત્સ....' દેવચન્દ્રસૂરિએ ચાંગ પર નજર માંડતા આશીર્વાદ આપ્યા.
ગુરુદેવ... આ ધરતી પર અવતરીને હૈયામાં ઊઠતા મારા આ આત્માનું શું ? આ જનમ શું છે ? આ દેહ શું છે ? આ જગત, આ માણસો, ચોરાસી લાખ યોનિ, આ જીવ, આ બધું શું છે ? માનવે સુખદુ:ખના દાવાનળોમાં સળગતા જ રહેવાનું ? પશુ, પંખી, માનવ સમસ્ત સૃષ્ટિને આ કર્મયજ્ઞમાં હોમાતા જ રહેવાનું... ગુરુદેવ... મુક્તિ... મોક્ષ શી ચીજ છે ? ગુરુદેવ સચારિત્ર્યરૂપી વહાણથી મને આ સંસારસમુદ્રને તરાવો...' ચાંગ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org