SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦ જઈ રહ્યા હતા. “ચાંગ બેટા.... ચાંગદેવ..... આ જો પૂર્વદિશામાં આકાશમાં ખીલતી ઉષાના અજવાળાથી નગર કેવું શોભી રહ્યું છે. ગગનના ગોખલે કેવી રંગબેરંગી રંગોળી પુરાઈ રહી છે.’ માડી.... આ સૂર્યનાં કિરણોથી આપણા નગરનાં દેરાસરો, મંદિરો, દેવાલયોના સોનેરી શૃંગો કેવા ઝળહળી રહ્યા છે ! દેરાસરોમાંથી મહાવીર પ્રભુની જીનવાણી – અરિહંતની યશસ્વી ગાથા કેવી મધુરવાણીમાં આપણા કાનને પવિત્ર કરી રહી છે.’ કલિકાલસર્વજ્ઞ હા બેટા... તારું તો ચિત્ત... આટલી નાની ઉંમરમાંથી જ અરિહંત ભગવાને ચોરી લીધું છે, ઊઠતા, જાગતા, ખાતા પીતા, બસ એનું જ રટણ તારા મુખેથી ચાલતું જ રહે છે.' પાહિની બોલી. હા, મા.. આપણે સૌને જીવમાત્ર પ્રત્યે દયા, કરુણા અને માનવહૃદયના કોમળ ભાવોથી રાજસી, તામસી, દુર્ગુણોને બાળી નાંખનારા શ્રી મહાવીર પ્રભુના શરણે જ જવાનું છે ને ?' “અરે બેટા.... વાતવાતમાં તો અપાસરો આવી ગયો. ચાલ અંદર જઈ ગુરુવંદના કરીએ.' પાહિનીદેવી દીકરાની આંગળી પકડી અપાસરામાં પ્રવેશતી બોલી. માડી.... આ પાલખીમાં કોણ આવ્યું હશે ?” અપાસરાના દ્વાર પાસે પાલખીને જોતાં ચાંગ બોલ્યો. - હશે કોઈ નગરના કોટ્યાધિપતિ... ગુરુદેવને વંદન કરવા અડવા પગે ચાલીને આવવું જોઈએ. પણ ગામના કરોડપતિ એનો વૈભવ અને દોરદમામ દેખાડવા પાલખીમાં બેસીને આવ્યા લાગે છે.' - કરોડપતિ ચાંચદેવની ભાર્યા કડવાશભર્યા સ્વરે બોલી ઊઠી. Jain Educationa International બહેન... પાટણથી મયલ્લણાદેવી... કુમાર સિદ્ધરાજ સાથે પધાર્યા છે...' પાલખી પાસે ઊભેલા ભોઈએ પાહિનીદેવીને કહ્યું. ‘ઓહ ! રાજમાતા પધાર્યાં છે ને શું....' કહેતી પાહિની ચાંગને લઈને For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005290
Book TitleKalikal Sarvagna
Original Sutra AuthorN/A
AuthorJashvant Mehta
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2001
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy