SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ કલિકાલસર્વજ્ઞ ૭૩ વાલ્મટ્ટને આપણે પાટણ તત્કાલ પહોંચવાનું છે.” નો સિદ્ધરાજે હુકમ કર્યો. મહારાજ... ચિંતા ન કરશો બધું જ થઈ રહેશે.” આજે ભરસભામાં માતૃભાષાનો – ગુજરાતી ભાષાની ચર્ચા ચાલી રહી હતી એનો સિદ્ધરાજને આનંદ હતો. આચાર્યશ્રી !' બોલો, મહારાજ...” ભાષાનું ગૌરવ વધારવા શું કરવું જોઈએ ?” સિદ્ધરાજે સવાલ કર્યો. ગુજરાતી ભાષામાં જ શિક્ષણ આપવાનું સૌથી પહેલું કામ આપણે કરવાનું રહેશે. આજે આપણી ભાષા અધકચરી પ્રાકૃતભાષા છે.” ‘આચાર્યશ્રી...' ભાષાનું ગૌરવ... ભાષાનું હિત.. જગતને આંગણે વધારી શકીશું તો જ ગુજરાતની અસ્મિતા મહારાજ આપ જેવા સમર્થ ગુજરશ્વર દ્વારા સંસ્કારિતા, જ્ઞાન, શૌર્ય અને સમજણના પાયા પર જ ઝળહળી ઊઠશે.” હેમચન્દ્રાચાર્ય બોલી ઊઠ્યા. રાજસભાના સદસ્યો વચ્ચે ભાષા પરની ચર્ચા ખૂબ જ મુદ્દાસરની થઈ તો રહી હતી પરંતુ એનો નિષ્કર્ષ કેટલો? એ સવાલ પણ પટ્ટણીઓ અને ગુર્જરભાષી સદસ્યોને થઈ રહ્યો હતો. આચાર્યશ્રી મારું એક સ્વપ્ન છે.” મહારાજ બોલ્યા. સ્વપ્નો હોવાં, સ્વપ્નો સેવવાં એ જ તો માનવજાતની સંસ્કારિતાની પારાશીશી છે... મહારાજ, આપના સ્વપ્નની વાત કરો...” ધારાનગરી – ઉર્જન – અવંતી જેવી રાજસભાઓ વિદ્વાનોની વાણીથી ગુંજતી હોય. રાત-દિવસ જ્ઞાનચર્ચાઓ ચાલતી હોય, અહિંસા, પરમોધર્મના પડાવો નંખાયા હોય... પાટણની જ શા માટે, સમગ્ર ગુજરાતના ગામે ગામ પાઠશાળાઓ, અભ્યાસ શિબિરો, લેખન શિબિરો, મનન મંડળો ઊભા થાય અને બધા જ વિદ્યાનુરાગી બને. પાટણની – ગુજરાતની ભોમકા પર શિક્ષણનો, સંસ્કારિતાનો સૂર્યોદય થાય, તેવું મારું સ્વપ્ન સાકાર આપ જેવા . Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005290
Book TitleKalikal Sarvagna
Original Sutra AuthorN/A
AuthorJashvant Mehta
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2001
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy