________________
કલિકાલસર્વજ્ઞ
૧૨૩
મહારાજ...... આપણે એ દિશામાં જ આગળ વધી રહ્યા છીએ.......... આનક... તને નથી લાગતું એક નહીં પણ બે સ્ત્રીઓના રુદનસ્વરો કાને પડતા હોય ?”
‘હા, મહારાજ... આપની વાત સાચી છે... જુઓ પેલા વડલાની છાયામાં કાળા કપડાંમાં બે વ્યક્તિ બેઠેલી દેખાય છે...' વીજળીના ચમકારામાં વડના ઝાડ નીચે દેખાયેલી બે વ્યક્તિ તરફ આંગળી ચીંધતો આનક બોલી ઊઠ્યો.
કુમારપાળ અને આનક ઝડપથી વડ પાસે પહોંચ્યા ત્યારે ફાનસના આછા અજવાળે – બે સ્ત્રીઓ કાળી કાંબળી ઓઢી મોટા અવાજે કલ્પાંત કરી રહી હતી. જુવાન ઔરત છાજિયા લેતી હતી..
અરે બહેનો, તમે આમ અંધારી રાત્રે – નિર્જન એકાંતમાં બાઈ માણસ થઈને રડો છો કેમ ? જરા શાંત થાવ... અને તમારા દુ:ખડાની વાત કરો.....' કુમારપાળ બોલ્યો.
કુમારપાળે જોયું તો એની કલ્પના પ્રમાણે બે સ્ત્રીઓ હતી. એક યુવાન અને બીજી પ્રૌઢ... બન્નેના ચહેરા અડધા ઢંકાયેલા હતા. રુદનનો અસ્ખલિત પ્રવાહ નજીકમાં વહેતી સરસ્વતી જેવો જ વહેતો હતો. બન્ને સ્ત્રીઓ, અજાણ્યા પુરુષોને અંધારી રાત્રે એની પાસે આવેલા જોઈને ક્ષણભર માટે તો ચમકી ગઈ – રુદનમાં વિક્ષેપ પડ્યો ઘોર અંધારમાં પુરુષની હાજરી બન્નેને ધ્રુજાવી ગઈ.
માજી - તમે મને જવાબ ન આપ્યો.' કુમારપાળે પ્રશ્ન દોહરાવ્યો. ભાઈ, અમે તો જનમની દુખિયારી સ્ત્રીઓ છીએ..... તું તારે રસ્તે જા ભાઈ... અમે અમારું ફોડી લઈશું.' પ્રૌઢ સ્ત્રી બોલી ઊઠી.
પણ તમે છો કોણ ? અહીં આવીને આંસુ કેમ સારો છો ? એવા તે કયા દુઃખના ડુંગર તૂટી પડ્યા છે તે બસ આમ ચોધાર આંસુએ રડ્યે જ જાવ છો... રડ્યે જ જાવ છો.... ધીરી ખમો મારી બહેનો... અને કાંઈક દિલ ખોલીને વાત તો કરો ?
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org