________________
૧૨૪
કલિકાલસર્વજ્ઞ
તું કોણ છે ભાઈ ?
હું તો એક પ્રવાસી છું.' કુમારપાળે જાત છુપાવી. આનક થોડેક દૂર ઝાડના થડ પાછળ ઊભો ગુજરાતના વિક્રમરાજા'ને જોઈ રહ્યો હતો.
ભાઈ, પ્રવાસી... તું તારો પ્રવાસ આગળ વધાર તારું અહીં ગજું નથી....... પ્રૌઢા બોલી.
અમે તો આ જન્મ દુખિયારી થઈ ગયેલી પાટણનગરીની વિધવાઓ છીએ.” યુવાન સ્ત્રી બોલી ઊઠી.
વિધવા... અને પાટણની... બેના?” કુમારપાળને આશ્ચર્ય થયું. એણે એની આંખો – યુવાન અને પ્રૌઢ વિધવા પર સ્થિર કરતાં એને બને સ્ત્રીઓ કુળવાન કુટુંબની લાગી. ચહેરા પરની ચમક જ કાંઈક ઓર હતી, પરંતુ માથે ત્રાટકેલા દુઃખે બન્નેને અસ્તવ્યસ્ત કરી દીધી હોય એમ લાગ્યું.
હા અમારા તો આ કુમારપાળ રાજાના રાજ્યમાં નસીબ જ ફૂટી ગયાં છે – જા ભાઈ જા. આ તો “અંધેરી નગરી ને ગંડુરાજાની નગરી છે તું અમારાં દુઃખો શું ઓછાં કરી શકવાનો ? અરે અમારી વાત સાંભળીને આઘો પાછો થઈ જઈશ.” યુવાન સ્ત્રી એનો ચહેરો છુપાવતી બોલી.
બેના, મને ખબર નથી હું તમને કઈ રીતની મદદ કરી શકીશ, પરંતુ મારાથી તમારું આ રુદન, કલ્પાંત, આંસુ જોવાતાં નથી તમારી વાત સાંભળી હું તમને વચન આપું છું કે તમારી આ દુઃખોમાંથી મુક્તિ કરી આપીશ.” કુમારપાળ બોલ્યો. યુવતીએ કુમારપાળ રાજાના રાજ્યને અંધેરી નગરી ને ગંડુરાજાનું રાજ્ય કહીને ચમકાવી દીધો હતો. પરદુઃખભંજન માળવાના વીર વિક્રમના અવતાર રૂપે ગણાતા એના રાજ્યમાં પણ દુઃખી લોકોનું અસ્તિત્વ પણ છે – અને એની એને જાણ નથી -- એ વાત બને યુવતીના “અરણ્ય' રુદનમાંથી ફલિત થતી હતી. એ કશુંક આગળ વિચારે ત્યાં તો પ્રૌઢ સ્ત્રીનો કટાક્ષ – રુદનભીના સ્વરે વાતાવરણમાં પ્રસરી ગયો.
શું ધૂળ અને ખાક દુઃખોમાંથી મુક્તિ અપાવીશ ભઈલા...? અમારાં તો દુઃખ જ દોયલાં છે... મારા વીરા જ્યાં રાજા જાતે માથે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org