________________
૨૬
કલિકાલસર્વજ્ઞ
પરિચિત છો... તમારો ચાંગ એક આધ્યાત્મિક જીવ છે... આવતીકાલની પેઢીનો ધર્મધુરંધર ત્યાગી આત્મા છે. વિદ્વાન છે... મોહમાયાના બંધનથી મુક્ત એવો વીતરાગી જીવ છે... સાધુતાનાં બધાં જ લક્ષણો હૈયે અને હાર્ડ ભરી બેઠેલો પુણ્યાત્મા જીવ છે... તમે આપણા ધર્મને ખાતર આત્માના કલ્યાણાર્થે - તમારી જાતને - ક્ષણભંગુર દેહ સાથેના મોહમાયાના બંધનથી મુક્ત કરી... આ વીતરાગી જીવને વિશાળ માનવસમાજના ભતા માટે પણ તમારા ચાંગને અરિહંતને શરણે સમર્પી દયો.' દેવચન્દ્રસૂરિ મહારાજે ચાંચની આંખો સામે ત્રાટક માંડતાં કહ્યું.
મહારાજ, ચાંગ મારો એકનો એક દીકરો છે. અમારા ઘડપણની લાકડી છે. મારી કમાણીના દ્રવ્યથી છલકાતા કુબેરભંડારોનો એ માલિક છે. એશઆરામ અને દુનિયાનાં બધાં જ સુખો માણવા માટેનો જન્મેલો જીવ છે. સૂરિજી...' ચાંચે થોડીક અસ્વસ્થતા સાથે દેવચન્દ્રસૂરિ સાથે દલીલ કરી. ચાંચદેવ.. તમારો દીકરો.... દુનિયાના આ ક્ષણિક સુખોની પેલે પારના જેનો ક્યારેય ક્ષય થતો નથી... એવા પરમ સુખોનો સ્વામી થવા સર્જાયેલો જીવ છે.’
ચાંચદેવ... તમારા દીકરાની ધર્મ પ્રત્યેની આસ્થા, એનામાં સીંચાયેલા સંસ્કારોથી તમે ક્યારેય પરિચિત છો ખરા ?' ઉદયન મંત્રીએ પ્રશ્ન કર્યો.
સંસ્કાર સિંચન ઘર આંગણે જ થતું હોય છે મંત્રીશ્વર અને રહી ધર્મ પ્રત્યેની આસ્થા, એ તો છે જ... ત્યારે જ તમે મારી નિર્દોષ બાળકને ‘દીક્ષા' આપવાને બહાને લઈ આવ્યા છો ને ?” ચાંચદેવ મંત્રીશ્વરની શેહમાં ન તણાતાં એની દલીલના જવાબો આપવા માંડ્યો, પરંતુ અંતરના ઊંડાણમાં વિચારોનું વલોણું ફરવા માંડ્યું હતું.
નગરશ્રેષ્ઠિ ચાંચદેવ, પાંચ વર્ષના બાળકના મુખેથી એક જિજ્ઞાસુ જીવ દ્વારા પુછાતા પ્રશ્નો અને એ દ્વારા મારા આત્માનું શું ?” સુધી લંબાતી નાનકડા જીવની વિચારયાત્રા, દેહ, ક્ષણભંગુરતા, મોહ, વિલાસ, ઇત્યાદિની
For Personal and Private Use Only
www.jainelibrary.org
Jain Educationa International