________________
કલિકાલસર્વજ્ઞ
૨૫
આવેશમાં બોલી ઊઠ્યો. એનું શરીર ક્રોધથી ધ્રૂજતું હતું.
શાંત થાવ શ્રેષ્ઠિરાજ... શાંત થાવ....' ઉદયન મંત્રીએ એના આસન પરથી ઊભા થઈ ચાંચ પાસે જઈ એના ખભા પર હાથ મૂકતાં કહ્યું. મંત્રીશ્વર... મારો ચાંગ હજી તો માંડ પાંચ વર્ષનો ગભરું બાળક છે... હજી તો દુનિયાદારીનાં લક્ષણો પણ જે જાણતો નથી, એવા બાળકને ‘બાળદીક્ષા' આપવાની હોય ? મહારાજ, હું મારા એકના એક દીકરાને પાછો લેવા આવ્યો છું. મને મારો ચાંગ સોંપી દો.'
શ્રેષ્ઠિવર્ય... શાંત થાવ.... તમારો ચાંગ ધર્મની છત્રછાયા નીચે સલામત છે...' ધીમા સ્વરે દેવચન્દ્રસૂરિ બોલ્યા
મારે તમારી એ ધર્મની છત્રછાયા નીચે મારા ચાંગને રાખવો નથી સૂરિજી... મારો ચાંગ મને પાછો આપો નહીં તો તમારા ઉંબરે... આ ધર્મક્ષેત્રના ઓટલાની સામે માથું પટકી દેહત્યાગ કરીશ... મારી જાત આપી દઈશ.’
ધર્મસ્થાન... એ રણભૂમિ નથી કે જ્યાં લોહી રેડવું પડે. શ્રેષ્ઠિરત્ન... તમારે માથું પટકવાની કોઈ જ જરૂ૨ નથી.. તમારો ચાંગ તમને પરત કરવામાં આવશે... ચાંચદેવ શાંત થાવ...' ઉદયન મંત્રી બોલી ઊઠ્યા.
મારા દીકરાને મારી આંખો સામે ન જોઉં ત્યાં સુધી મને શાંતિ નહીં થાય....મહારાજ... મારા ચાંગનો મેળાપ કરાવી દો.' ચાંચદેવ લગભગ કરગરી ઊઠ્યો.
‘ચાંચદેવ....’ દેવચન્દ્રસૂરિનો પ્રેમાળ સ્વર વાતાવરણમાં ગુંજી ઊઠ્યો. બોલો મહારાજ.... તમારે શું કહેવાનું છે એની મને ખબર છે... તમે એ જ કહેવા માંગો છોને કે તમારો દીકરો ખૂબ જ ધાર્મિકવૃત્તિવાળો, જ્ઞાનરસનો રસિયો, જ્ઞાનપિપાસુ છે....' ચાંચદેવ અટકી ગયો.
દેવચન્દ્રસૂરિ ચાંચના સંભાષણ પર હસી પડ્યા. એક નજર ચાંચ ૫૨ નાંખી.. એ નજરે ચાંચને ખળભળાવી મૂક્યો.
શ્રેષ્ઠિરત્ન, તમે સાચું જ કહ્યું. તમે તમારા દીકરાની પ્રતિભાથી
For Personal and Private Use Only
www.jainelibrary.org
Jain Educationa International