________________
કલિકાલસર્વજ્ઞ
૧૬૫
કટોરામાંથી દેવબોધજીના ગળામાં પડતી સફેદ ધારને જોઈને આશ્ચર્ય પામ્યા.
અરે... અરે... ગુરુદેવ દેવબોધજી મહારાજ તો સાચે જ દુગ્ધાનુપાન કરી રહ્યા લાગે છે. ગુરુદેવ આ તો દૂધ છે.” કુમારપાળ ભાવાવેશમાં બોલી ઊઠ્યા.
હા મહારાજ દેવબોધજી તો સાચે જ દુગ્ધાનુપાન જ કરી રહ્યા છે ને શું ? આ એની તાંત્રિક વિદ્યાનો પ્રભાવ છે ગુરુદેવ.” ઉદયન મંત્રી બોલી ઊઠ્યા.
“મહારાજ. મંત્રીશ્વર, દેવબોધજી આ માયાવી જગતથી પરના મહાપુરુષ છે. સદાય સદ્, ચિત્ અને આનંદમાં સદાય રમમાણ કરતાં સચ્ચિદાનંદના આરાધક દૈવી જીવ છે. એને મન ગત એક પદાર્થ છે, ફક્ત પદાર્થ, પરંતુ દેવબોધજી, આપ તો જ્ઞાનર્ષિ છો. આ માયાવી જગતના અલખના ઓટલે બેઠેલા પરમજ્ઞાની છો. તો આપે પણ એટલું તો સમજવું જોઈએ કે તમારી દૃષ્ટિએ જે “મન” છે તે પદાર્થથી પણ પર છે, પરંતુ આ દુનિયાના સામાન્ય જીવો માટે તો એ પદાર્થ જ છે – વસ્તુ છે. શરાબ જ છે. જેનો નિષેધ પ્રજાના કલ્યાણાર્થે ગુજરશ્વરે કર્યો છે... એ નિષેધ... આ જગતમાં – આ રાજ્યમાં જીવતા સૌ કોઈ માટે પ્રજાના હિત ખાતર બંધનકર્તા છે. આપ ગમે તેટલા મહાજ્ઞાની હશો, પણ આ દુનિયાની હવાના
જ્યાં સુધી શ્વાસ લ્યો છો ત્યાં સુધી પણ સમાજના કલ્યાણાર્થે કરેલા નિયમો તો પાળવા જ રહ્યા. મારી આપને વિનંતી છે કે... 'હેમચન્દ્રાચાર્ય આગળ બોલતા અટકી ગયા.
“સૂરિજી... હું મધ ને – પદાર્થને વશ નથી – મદ્ય – પદાર્થ મને વશ છે.' કહેતાં લ્યો એના પણ મોહ માયા, છોડવા...” કહેતાં દેવબોધે કટોરો ફેંકી દીધો.
કલકાલસર્વજ્ઞ સહિત અનેક માણસોએ આચાર્ય દેવબોધને શરાબનો ભરેલો કટોરોન્ઝ ફેંકતા જોયાઅને એકત્રિત થયેલા લોકો...
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org