________________
૧૬૪
કલિકાલસર્વજ્ઞ
કે દુનિયા હમારે લીયે તો કુછ નહીં કી દુનિયા હૈ”
મહારાજ... તમારો દૃષ્ટિભ્રમ છે. કનકકટોરામાં ઝેર સમો શરાબ જ છે. શરાબ નથી તો શું છે ?” ઉદયન મંત્રી બોલ્યા.
કલિકાલસર્વજ્ઞજી આપ તો દુનિયાભરનાં શાસ્ત્રો, વેદવેદાંતો, દર્શનો મૃતિઓ, પુરાણોના અગાધ ઊંડાણોને આપની દરિયાવ બુદ્ધિમાં સમાવીને બેઠા છો. તો કહો. આ માણસ, પશુ-પંખી, દરબાર, સાગર સરિતાઆકાશ, ફળ-ફૂલ, દૂધ, ઘી, શરાબ – આ બધું શું છે ?
માયા... મહારાજ !” હેમચન્દ્રાચાર્યે જવાબ આપ્યો. અને આ બધાથી સભર એવું આ જગત ?” ‘મિથ્યા....”
અને જગતના આંખે દેખાતા આ પદાર્થો ? નામરૂપ - મિથ્યા પદાર્થો
રાજનું... આપના વિદ્વાન ગુરુદેવની વાત સમજો - શરાબ મારા માટે શરાબ નથી. એ જે કાંઈ છે એ મારા હૃદયકમળમાં બેઠેલું મન – આનંદનું એક સ્વરૂપ છે. “મન” ને મ્હાલવાનું મન થયું એટલે આનંદમય પરિસ્થિતિ ધારણ કરી સચ્ચિદાનંદ બને છે. ત્યારે નામરૂપ મિથ્યાના માધ્યમનો ઉપયોગ મન કરે છે. પછી એ માધ્યમ તમારા માટે શરાબ છે. દૂધ પણ હોઈ શકે, અમૃત અને ગંગાજલ પણ હોઈ શકે. સૂરિજી હું મહારાજને એ જ સમજાવતો - હતો કે અમે મદ્યપાન નથી કરતા....દેવબોધે કહ્યું.
તો શું દૂધ પીતા હતા ?
ગણેશ... યે લોગકા શરાબ... કા કનકકટોરા કહેતા હૈ વો ભરકે લાવ.” આચાર્ય દેવબોધ એક સાધુને આજ્ઞા કરી.
ગણેશ સોનાના કટોરામાં શરાબ લઈને આવ્યો.
બંબ બબ ભોળેનાથ... જય શિવશંકર ભોલેનાથ.... કરતાં સોનાનો કટોરો હાથમાં લીધો અને ઊંચી ધારે દેવબોધજી ગટગટાવવા માંડ્યા.
કુમારપાળ, ભવાની રાશિ, ઉદયન મંત્રી અને હેમચન્દ્રાચાર્ય એકીટશે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org