SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ કલિકાલસર્વજ્ઞ ૧૬૩ થઈ એનો હાથ પકડી લીધો. મહારાજ. તમે પણ નશામાં જ છો. બાકી મંત્રીશ્વર. મહારાજ. કાન્યકુબ્સની... નર્મદાતટના લાટપ્રદેશની તો વાત જ મૂકો... ક્યાં એના પંડિતો... ક્યાં કાક ભટ્ટ જેવા યોદ્ધાઓ, લાવણ્યમયી સુંદરીઓ. આ પ્રદેશોમાં તો પૃથ્વીની અલકાપુરીઓ છે અલકાપુરીઓ... તમારા પાટણની સરખામણી તે કાંઈ એની સાથે થતી હશે ? આચાર્ય દેવબોધ બોલ્યા. ‘સૈનિકો... આ દેવબોધજીને આજ ક્ષણે...' કુમારપાળ આગળ બોલતા અટકી ગયા. હેમચન્દ્રાચાર્યું. આંગળી ઊંચી કરી – મામલો સંભાળી લેતાં એક જ વાક્ય કુમારપાળજીને કહ્યું... મહારાજ... ક્ષમા વીરસ્ય ભૂષણમ્.' દેવબોધજી તમે પણ આ ધર્મ ધરા ગુજરાત વિષે બોલવામાં વિવેક રાખો.' - આચાર્ય દેવબોધ હેમચન્દ્રાચાર્યની વાણી સાંભળી સ્વસ્થ થયા – શાંત થતાં બોલી ઊઠ્યા. “મહારાજ... અમે તો અલખના ઓટલે રમવા આવેલા... મસ્તમિજાજી અવધૂતો – સાધુલોગ છીએ – અમારી મસ્તીમાં ગમે તેમ બોલી નાંખીએ.. અમારા માટે આ શરાબ – શરાબ નથી.” શું કહ્યું. આને તમે શરાબ નથી કહેતા... તો એ શું છે? ઉદયન મંત્રી બોલી ઊઠ્યા. અમને સાધુલોકને માટે જીવનમાં કોઈ જ પદાર્થ, પદાર્થ નથી... પદાર્થનું જ્યાં અમારે મન અસ્તિત્વ જ નથી. ત્યાં વિવાદની વાત જ ક્યાં રહી? સૂરિશ્વર તમે તો સમજો છો ને ? આચાર્ય દેવબોધનો નશો ઊતરી ગયો હતો. એ હવે પ્રખર વિદ્વાનની ભાષામાં આધ્યાત્મિકવાણી ઉચ્ચારી રહ્યા હતા. મહારાજ.... તો આ કનક કટોરામાં શું છે ?” કુમારપાળે પ્રશ્ન કર્યો. અમારું મન જ આ વસ્તુઓ છે. ઔર “મન' મનભી કુછ નહીં. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005290
Book TitleKalikal Sarvagna
Original Sutra AuthorN/A
AuthorJashvant Mehta
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2001
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy