________________
૧૬૬
કલિકાલસર્વજ્ઞ
આચાર્ય દેવબોધ મહારાજનો જ્ય...” બોલાવતા એની તરફ ધસી આવ્યા. ત્યારે લોકોને અટકાવવા આચાર્યજી બોલ્યા.
ગણેશ, ધૂર્જટિ... આપણા આશ્રમમાં રહેલા બધા જ પીપોને વહેતી સરસ્વતી માતાના ઉદરમાં ઠાલવી દ્યો.'
હેમચન્દ્રાચાર્યજી પ્રશંસાભરી નજરે આચાર્ય દેવબોધ સામે જોઈ રહ્યા અને આવેશમાં આવી એમને ભેટી પડ્યા... ત્યારે લોકોએ....
મહેમચન્દ્રાચાર્ય મહારાજનો જય...” આચાર્ય દેવબોધ મહારાજનો જ...” - ના જયજયકારથી ગગન ગજાવી દીધું.
આચાર્ય દેવબોધ મહાદેવના મંદિરના ઉંબરા પાસે ઊભા રહી. શિવમાનસપૂજા સ્તોત્રનો શ્લોક લલકાર્યો,
આત્માંત્વે ગિરિજા મતિઃ સહચરાઃ પ્રાણા શરીરંગ્રહ્મસ પૂજા તે વિષયોપ ભોગરચના નિદ્રા સમાધિ સ્થિતિ માં સંસાર પદ્યોઃ પ્રદક્ષિણા વિધિ સ્તોત્રાણિ સર્વા ગિરો ! યત્કર્મ કરોમિ તત્તદખિલ, શંભો તવરાધનમ્ |
હે પ્રભુ આપ આત્મા છો, ગિરિજામતિ (બુદ્ધિ) છો... પ્રાણો મિત્ર છે અને કાયા મંદિર છે, કંઈ ઓછું બોલું છું તે આપની સ્તુતિરૂપ છે અને હું જેજે કર્મ કરું છું તે સર્વ હે શંભો ! આપની પૂજા, આરાધના છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org