________________
૧૪૦
કિલિકાલસર્વજ્ઞ
ક્ષણેથી જેમ શેતાની ભાવો હૃદયમાં જન્મે છે, એવી રીતે જ માનવહૃદયમાંથી મા નિષા નો શ્લોક પણ સરી પડે છે. સિદ્ધાર્થના ખોળામાં ઘાયલ પંખી આવી પડ્યું ત્યારે એના શિકારી ભાઈને ભવિષ્યના ગૌતમબુદ્ધ – મારનાર કરતાં જિવાડવારનું માહાસ્ય સંભળાવ્યું જ હતું ને? કુમારપાળે ગુરુદેવને વળતો જવાબ આપ્યો ત્યારે શરૂઆતના પંદર વર્ષના એના યુદ્ધના દિવસો - સંહારલીલાનાં દશ્યો આંખો સામે રમવા માંડ્યાં.
‘અર્ણોરાજ, કાન્હડદેવ, બલ્લાલ, ઉદયનનો પુત્ર વાહડ, કે જે સિદ્ધરાજનો માનીતો – પ્રતિપન્ન પુત્રરૂપે જાણીતો હતો, એ બધા સામે રણસંગ્રામમાં કુમારપાળે મહાન પરાક્રમ બતાવી – કેટલાકને સંહાર્યા – કેટલાકને કેદ કર્યા અને વિજયોની હારમાળા સર્જી હતી. આજે એ સંહારલીલા દ્વારા થયેલાં પાપો એને ડંખતા હતા...”
મહારાજ. જન્મ સાથે જ શેતાની ભાવોની સાથે સાથે દયા, અહિંસાના ભાવો પણ મનુષ્યના હૈયામાં ઊભરતા હોય છે. પરંતુ રાજ, વાત શી છે ? હેમચન્દ્રાચાર્યે પ્રશ્ન કર્યો.
“મહારાજ દેશના રક્ષણ કાજે, પ્રજાના કલ્યાણ કાજે, શત્રુતાને વધારતા દેશો સામે, ન્યાય અને સ્વમાન કાજે... સ્વરક્ષણ કાજે થતાં યુદ્ધોમાં થતો રક્તપાત - એ પણ હિંસા જ છે ને... આજે મારા હાથે થયેલી હિંસાથી હું બેચેન છું ગુરુદેવ કંઈક માર્ગદર્શનની અપેક્ષા રાખું છું...”
“મહારાજ હિંસા - અહિંસા અંગેના આપણા ખયાલોમાં ઘણી ગૂંચવણો સર્જાતી રહી છે. ગુર્જરેશ્વર જૈનધર્મ તો મહા વીરનો ધર્મ છે. કાયરતાને અહીં સ્થાન નથી. આપના રાજ્યારોહણનો સમય ગુર્જરપ્રદેશ તેમ જ સિંહાસન પર બિરાજમાન પાટણપતિ માટે કપરો હતો. રાજનું તમે કરેલાં ઘણાં ખરાં યુદ્ધો સ્વરક્ષણ માટે દેશના અને રાજનીતિજ્ઞો માટે -- આ યુદ્ધો દયાધર્મથી પ્રેરિત અને જરૂરી હતાં. એ સમય નગર અને રાજ્યની રક્ષા અને ગૌરવ સાચવવાનો હતો. પોતાનો ધર્મ સાચવવાનો પ્રસંગ આવે ત્યારે વેવલાવેડા ન પોસાય.” હેમચન્દ્રાચાર્ય બોલી ઊઠ્યા.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org