________________
કલિકાલસર્વજ્ઞ
૧૪૧
‘ગુરુદેવ, આજે સવારે નગરચર્યા કરવા નીકળ્યો, ત્યારે આંખો સામે એક ભયાનક દશ્ય ભજવાઈ ગયું – શરીરનાં રૂંવાડા ખડાં થઈ ગયાં. હૈયું વિષાદથી વલોવાઈ ગયું.”
‘મહારાજ એવું તે કેવું દશ્ય ભજવાઈ ગયું કે ગુજરશ્વર અપાસરામાં આવ્યા ત્યારથી અસ્વસ્થ છે. હેમચન્દ્રાચાર્યે પૂછ્યું.
ભરબજારમાં વહેલી સવારે ત્રણ ચાર દીન મૂંગા અબોલ પશુઓને લઈને ખાટકી કતલખાને લઈ જતો હતો.”
અવાચક નિર્દોષ પશુઓની થોડા સમયમાં જ થનારી કતલ પર હૈયું કકળી ઊઠ્યું. અને બાપોકાર નાંખતું કહી રહ્યું છે કે
તારા પુણ્યશાળી શાસનમાં અબુધ પશુઓની અને મૂંગાં પંખીઓની હત્યાની પરંપરા સર્જાતી રહે એ નહીં ચાલે.” “જીવહિંસા' નો જાણે જગન ન ચાલતો હોય અને સૂરિજી “પંચમહાવ્રતના ઉદ્ગાર એવા આપ મારું ધ્યાન દોરતા નથી “અહિંસાને જગતના લોકોએ માનવકલ્યાણની આખરી અને આકરી કસોટી તરીકે ગણી છે.'
ગુજરશ્વર આપના રાજ્યમાં તો કતલખાનાનું અસ્તિત્વ જ ન હોવું જોઈએ. મહારાજ આજે જ હુસેન ખાટકીને બોલાવી... રાજ્યમાં પશુહત્યા પર નિષેધ લાવી... હુસેન ખાટકીને ખાટકી બનતો રોકો....” હેમચન્દ્રાચાર્યે કુમારપાળ પર દૃષ્ટિ માંડતાં કહ્યું.
ગુરુદેવ... મેં મારી પાસે બોલાવી ખાટકીવેડા છોડી દેવાનો હુકમ કર્યો ત્યારે એણે પ્રશ્ન કર્યો કે હું તો હિંસા છોડીશ, પણ પછી મારા બૈરીછોકરાં ખાશે શું ?’ ભૂખના આર્તનાદમાંથી સર્જાતી ધૃણાની – ચિત્તની અશાંતિ – એ પણ એક પ્રકારની હિંસા જ કહેવાયને.” કુમારપાળે પ્રશ્ન
કર્યો
હાસ્તો તન, મન અને કર્મથી આપણે હિંસા કરતા જ રહ્યા છીએ.”
ગુરુદેવ. આપને આ બાબતમાં ખુશખબર આપવા આવ્યો છું. આપના આશીર્વાદ લેવા આવ્યો છું... હુસેન ખાટકીને તો કમ ચૂકવી બધાં
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org