________________
કલિકાલસર્વજ્ઞ
સમીપ જવાનો પ્રયત્ન કરે છે.’
ગુરુદેવ મારા સવાલનો આ જવાબ નથી.’ કુમારપાળમાં ક્યારેય ન નિહાળેલી ગુસ્સાની – વ્યગ્રતાની છાંટ હેમચન્દ્રાચાર્યને દેખાણી. ગુર્જરેશ્વ૨ જન્મતાંની સાથે,' – હેમચન્દ્રાચાર્યે જવાબ આપ્યો. જન્મતાંની સાથે '
હા, જિંદગીની પહેલી જ ક્ષણથી માણસ તન, મન અને કર્મથી જ ખાટકી બની રહ્યો છે.’
આ ધરતી ૫૨ જન્મ લેતાંની સાથે જ !' ગુરુદેવ સમજાયું નહીં. રાજન, પૃથ્વીના પાટલે લેવાતા પ્રથમ શ્વાસના ધબકાર સાથે જ રાજન્ માનવમનમાં વૃત્તિનો વિકાર જન્મતો હોય છે.’
એ કેવી રીતે ? નવજાત શિશુને તો પ્રભુના પયગંબર કહ્યા છે...
૧૩૯
ગુરુદેવ.’
તે છે જ આ પ્રભુના પયગંબરો પ્રભુનો સંદેશો લઈને આવતા હોય છે કે આ જગતના માનવમાંથી ઈશ્વરની શ્રદ્ધા હજી ખૂટી નથી..... સા૨૫ના થોડાક ગુણો – હજી માનવીના ‘માંયલા’માં ખૂણેખાંચરે પડ્યા છે.' હેમચન્દ્રાચાર્ય બોલ્યા.
-
તેમ છતાંય ગુરુદેવ આપ કહો છો કે પૃથ્વીના પાટલે લેવાતા પ્રથમ શ્વાસના ધબકાર સાથે જ માનવમનમાં વૃત્તિનો વિકાર જન્મે છે.’
Jain Educationa International
‘હા રાજન, ધરતીના પ્રાંગણ પર અવતરેલા પ્રથમ પુરુષ અને સ્ત્રીની નજર આ સૌંદર્ય સભર સૃષ્ટિ પર ન જતાં પેલા વૃક્ષ પર લટકતા આસક્તિના સફરજન પર ગઈ હતી અને સ્ત્રીના મનમાં – સફરજનને વૃક્ષ પરથી તોડીને ખાવાનો વિકાર જાગ્યો. કોમળ વૃક્ષની ડાળેથી ઝૂલતા સફરજનને તોડવાની હિંસામાંથી જ માણસજાતમાં હિંસાવૃત્તિનો જન્મ થયો. પરિણામે માણસ તો જન્મથી જ ખાટકી થઈ હિંસાનાં તાંડવો સર્જતો રહ્યો છે. હેમચન્દ્રાચાર્યે લાંબું વિવરણ કરતાં કુમારપાળના પ્રશ્નનો ઉત્તર આપ્યો.
ગુરુદેવ, અવિનય લાગે તો ક્ષમા કરજો, પરંતુ જન્મ સાથેની પ્રથમ
For Personal and Private Use Only
www.jainelibrary.org