________________
૧૩૮
કલિકાલસર્વજ્ઞ
માત્ર પ્રત્યે દયા રાખવી એ છે, અને મહારાજ આપની પાસે હું એ જ અપેક્ષા રાખું છું.'
પ્રાણી માત્ર પ્રત્યે દયા રાખવી એ પણ જીવનની એક અણમોલ સિદ્ધિ જ કહેવાય જેવો વિચારતંતુ હૈયામાં લઈને કુમારપાળ ગુરુદેવને વંદન કરી ચાલી નીકળ્યા.
ગુજરશ્વર... આપનું સ્વાગત છે.'
વહેલી સવારે મહારાજ કુમારપાળને અપાસરામાં પ્રવેશતા જોઈ હેમચન્દ્રાચાર્યજી બોલી ઊઠ્યા. કુમારપાળ અસ્વસ્થ હતા – વંદન કરતાં જ એ હેમચન્દ્રાચાર્યની પાસે ધબુ કરતાં બેસી ગયા.
“મહારાજ શાતામાં છો ને ?” આકુળવ્યાકુળ રાજવીને હેમચન્દ્રાચાર્યજીએ પ્રશ્ન કર્યો.
‘ગુરુદેવ... આજે કઈ તિથિ થઈ ” કુમારપાળે પ્રશ્ન કર્યો. અવાજમાં વ્યગ્રતાનો કંપ હતો.
હેમચન્દ્રાચાર્યને આશ્ચર્ય થતું –
આમ તો કુમારપાળ રોજ સવારે વંદના કરવા આવે ત્યારે કંઈ ને કંઈ ધાર્મિક ચર્ચા માટેના પ્રશ્નો લઈને જ આવે, આજનો પ્રશ્ન સહેજ – અસંબદ્ધ પ્રશ્ન લાગ્યો.
કેમ ફાગણ સુદ એકાદશી, રાજન આજે તિથિ પૂછવાનું કાંઈ પ્રયોજન ?'
ગુરુદેવ... માણસ – કસાઈ – ખાટકી – ક્યારથી થયો ?”
હેમચન્દ્રાચાર્યજીને કુમારપાળના પ્રશ્નો પાછળનો સંદર્ભ સમજાતો નહોતો. એની મૂંઝવણ અને આશ્ચર્ય વધતાં જતાં હતાં.
કેમ આજે કાંઈ આવો સવાલ કર્યો અને રાજનું એ પણ એકાદશી જેવા પુણ્ય પર્વના દિવસે જ, જ્યારે માણસ જપ, તપ, સત્સંગ, પરિક્રમણ, પૂજા પાઠ દ્વારા તન અને મનને શુદ્ધ અને સ્વચ્છ બનાવી જગનિયંતા
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org