________________
મહારાજ.” હેમચંદ્રાચાર્યે રામચન્દ્રસૂરિની વિદાય સાથે ચોતરા પાસે બેસી રહેલા કુમારપાળને તંદ્રાવસ્થામાંથી જગાડ્યા.
આજ્ઞા ગુરુદેવ” કુમારપાળ ઝબકીને બોલી ઊઠ્યા. સોમનાથથી કવિ વિશ્વેશ્વર આવ્યા છે ?’ હેમચન્દ્રાચાર્યે કહ્યું. સાંભળ્યું છેગુરુદેવ” કુમારપાળે ઢીલો જવાબ દેતાં કહ્યું.
મહારાજ. થોડા સમય પહેલાં જ તમે મને પ્રશ્ન કર્યો હતો કે મારે તમને ધર્મનું કોઈક કામ બતાવવું અને તમારે ધાર્મિક કાર્યમાં... ધન વાપરવું....” હેમચન્દ્રાચાર્ય બોલી ઊઠ્યા.
હા ગુરુદેવ... અને તમે આજ્ઞા કરી હતી કે મારે ભગવાન સોમનાથના મંદિરનો જીર્ણોદ્ધાર કરાવવો... દરિયાનાં તોફાની મોજાંઓએ મંદિરને ખૂબ જ નુકસાન પહોંચાડ્યું છે.'
મહારાજ... સોમનાથના મહંત ભાવબૃહસ્પતિ હમણાં પાટણ અને પાટણનરેશથી રિસાયા છે. કવિ વિશ્વેશ્વર અને રામચન્દ્રસૂરિ ગુજરાતની આવતી પેઢીના પથદર્શકો બની રહેવા નિમાયેલા છે...”
હેમચન્દ્રાચાર્ય દૂરના ક્ષિતિજ આરે કશુંક જોઈ રહ્યા હોય એમ ગંભીર સ્વરે બોલી રહ્યા હતા.
એના અવાજમાં કશોક જુદો જ રણકો ઊઠતો હતો.
બને વિદ્વાન છે. દ્રષ્ટા છે. કવિ છે. અને આવતીકાલના આર્ષદ્રષ્ટા થવાના સંકેતો એમની વાણી, કલમ અને કાર્યશક્તિ દ્વારા આપી રહ્યા છે... ત્યારે મહારાજ એવું ન થઈ શકે કે આ બન્નેની પ્રવાહિત શક્તિને યોગ્ય ક્ષેત્રે લગાડી. બન્નેના વ્યક્તિત્વનો વિકાસ સાધવામાં આપણે નિમિત્ત બનીએ.’ હેમચન્દ્રાચાર્યે કહ્યું. '
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org